yara a girl - 7 books and stories free download online pdf in Gujarati

યારા અ ગર્લ - 7



વેલીન આ તો જો કુદરત ની કેવી કમાલ છે. આ ઝાડ દુનિયાનું સૌથી સુંદર અને મોટું ઝાડ હશે. એની આ લીલી લીલોતરી તો અદ્દભુત છે વેલીન! યારા એ કહ્યું.

હા, યારા it is the best one. આની તોલે તો કોઈ ના આવે. ને આ હોલ તો જો કુદરતની કોતરણી Superb, વેલીને કહ્યું.

ભોફીન આ ઝાડ પહેલા થી જ આવું છે? કેટલા વર્ષ થી આ ઝાડ છે? શુ નામ છે આનું? અકીલે પૂછ્યું.

અકીલ આ ઓકિયાડ નું ઝાડ છે. આ 500 વર્ષ થી પણ વધારે જૂનું ઝાડ છે. આની ખાસીયતની વાતો આપણે પછી કરીશું. પહેલા આપણે ગ્લોવર ને મળી લઈએ? ભોફીને પૂછ્યું.

હા હા ભોફીન આપણે ગ્લોવર ને તો મળવા આવ્યા છીએ. ચાલો મળી લઈએ એટલું બોલી અકીલ આગળ ચાલવા લાગ્યો.

અરે અરે સંભાળીને, ઉભો રે અકીલ, અરે ઉભો...... ત્યાં સુધીમાં તો પેલા ઓકિયાડ ના ઝાડે પોતાની ઉપર ની વેલ થી અકીલ ને પકડી ઉપર ઉઠાવી લીધો.

અકીલ...લ...લ... યારા જોર થી બૂમ પાડી ઉઠી. ને એનો સમાન નીચે નાખી અકીલ તરફ દોડી પણ એ કઈ કરે એ પહેલા બીજી વેલે તેને ઝકડી લીધી ને ઉપર ઉઠાવી લીધી.

યારા...રા...રા...રા એવી બૂમ પાડતી યારા તરફ જઈ રહી હતી કે ભોફીને તેને પકડી લીધી. ભોફીન છોડી દો મને, છોડો ભોફીન.

શાંતિ વેલીન શાંતિ, તું જો એમની તરફ ગઈ તો તારી હાલત પણ એમના જેવીજ થશે. ઓકિયાડ પોતાની તરફ આવતા દરેક લોકો ને ખતરો સમજી આવી રીતેજ પકડી લે છે. ને જ્યાં સુધી એને પોતાને બરાબર ના લાગે ત્યાં સુધી એ છોડતું નથી. એની આ વેલો જીવ પણ લઈ શકે છે. એટલે શાંતિ હું કઈ કરું છું, ભોફીને કહ્યું.

ઓકિયાડ, ઓકિયાડ હું ભોફીન છું. હું અહીં ગ્લોવર ને મળવા આવ્યો છું. આ લોકો મારી સાથે છે. છોડી દે એમને એ કોઈ નુકશાન નહિ કરે.

ત્યાં તો મોલીઓન આગળ આવી ને "કુઈઇઈ કુઈઇઈ કુઈઇઈ" કરવા લાગ્યા. એ કહેવા માંગતા હતા કે આ અમારા દોસ્ત છે.

ત્યાં ઓકિયાડના હોલ ની વચ્ચેના ભાગમાં થી એક ઊંચો હટ્ટોકટ્ટો, મજબૂત બાધાવાળો, કસાયેલા શરીરવાળો વ્યક્તિ બહાર આવ્યો. એની ઉંમર 45 થી 50 વર્ષ ની વચ્ચે હશે. એની આંખો માં એક અજબનું તેજ હતું. તેના હાથમાં ચમકદાર તલવાર હતી.

તેણે એક તીરછી નજર બધાની ઉપર નાંખી. જાણે બધા ને માપતો ના હોય. ત્યાં મોલીઓન દોડી ને એની પાસે પહોંચી ગયા. એણે નીચા નમી બન્ને ને ઉઠાવી લીધા. ને પ્રેમ થી તેમના શરીર પર હાથ ફેરવવા લાગ્યો. ને એક આગ ઝરતી નજર ભોફીન પર નાંખી ને પૂછ્યું, ભોફીન તું અહીં? ને આ લોકો કોણ છે?

ગ્લોવર આ લોકો મારા દોસ્ત છે. આ લોકો બહારની દુનિયામાં થી અહીં આવ્યા છે.

બહારની દુનિયા? ભોફીન આ માણસો છે! પૃથ્વીવાસી. આ લોકો આપણી દુનિયામાં કેવી રીતે આવ્યા?

એ જાણવા માટે જ અમે અહીં આવ્યા છીએ ગ્લોવર. પણ પહેલા તમે આ લોકો ને નીચે ઉતારો. એ લોકો હજુ અહીં ના વાતાવરણ અને પરિસ્થિઓ થી પરિચીત નથી. અહીં ની વસ્તુઓ થી પણ પરિચિત નથી.

ગ્લોવરે પોતાનો હાથ ઉંચો કર્યો એટલે અકીલ અને યારા નીચે આવવા લાગ્યા.

વેલીન અને મોલીઓન દોડી એમની પાસે ગયા, તમે લોકો બરાબર તો છો ને? યારા are you ok? Akil are you ok?

" કુઈઇઈ કુઈઇઈ કુઈઇઈ "

અકીલે મોલીઓન ને ઉઠાવી લીધા ને પ્રેમ થી તેમના પર હાથ ફેરવતા કહ્યું, હું એકદમ બરાબર છું મારા નાનકડા દોસ્તો. તમારે ચિંતા કરવાની જરૂર નથી. યુયુયુયુયુયું કયુટીપાઈ. અકીલે બન્ને ને ખૂબ વ્હાલ કર્યું.

I am ok velin. યારા પોતાના હાથ સાફ કરતા કરતા બોલી. આ વેલો તો જોરદાર છે અને તેની પક્કડ પણ કડક છે.

એની પક્કડ મોત ની પક્કડ છે. નસીબદાર છો કે બચી ગયા, ગ્લોવરે કહ્યું.

અકીલ તું ગ્લોવર ને સમજાવ કે તમે કેવી રીતે અહીં આવ્યા, ભોફીને કહ્યું.

હા ભોફીન. અકીલે મોલીઓન ને નીચે મૂકી ને ગ્લોવર ની પાસે આવી ને બેસી ગયો. એણે હાથ લાંબો કરીને અભિવાદન કહ્યું, હું અકીલ, આ યારા અને આ વેલીન છે. અમે ત્રણેય જંગલમાં કઈક ખાસ શોધવા નીકળ્યા હતા ને પછી એ લોકો કેવી રીતે અહીં આવ્યા તેની બધી વાત કરી.

તો એમાં અહીં મારી પાસે કેમ આવ્યા છો? ગ્લોવરે પૂછ્યું.

ગ્લોવર તું એકવાત કેમ ભૂલે છે કે આ લોકો પૃથ્વીવાસી છે. આપણી આ જાદુઈ દુનિયામાં કોઈનો પણ પ્રવેશ કરવો શક્ય નથી તો પછી આ લોકો કેવી રીતે આવ્યા? એવું તો શું છે કે આલોકો માટે અહીંના દરવાજા ખુલી ગયા? ભોફીને પૂછ્યું.

હા એ વાત વિચારવા જેવી છે. પણ તમે લોકો જંગલમાં શું શોધતાં હતાં. એ ખાસ જે તમે શોધી રહ્યા હતા એ શું હતું? ગ્લોવરે પૂછ્યું

અકીલે યારા ની સામે પ્રશ્નવાચક દ્રષ્ટી થી જોયું.

અમે જંગલમાં મારા માતાપિતાને શોધવા નીકળ્યા હતાં, યારા એ કહ્યું.

માતાપિતા? એટલે કે તારા માતાપિતા જંગલમાં ખોવાય ગયા છે? ગ્લોવરે પૂછ્યું.

ના ગ્લોવર મારા માતાપિતા જંગલમાં ખોવાય ગયા નથી. પણ મારા માતાપિતા કોણ છે એ શોધવા અમે નીકળ્યા છીએ, યારા એ ભાવુકતા થી કહ્યું.

વેલીને યારના ખભા પર હાથ મુક્યો. યારાએ પોતાની જાત ને સંભાળી લીધી. ગ્લોવર હું આ દુનિયા ની બહાર જે જંગલ છે એમાં થી મારા પાલક માતાપિતાને મળી હતી. મારા પિતાએ એમના મૃત્યુ પહેલા આ વાત મને કરી હતી. એ પછી યારાએ બધી વાત કરી.

બસ આજ કારણ થી હું મારા જન્મદાતાઓ ને શોધવા અહીં આવી અને મને વેલીન અને અકીલ મળ્યા. મેં એમની મદદ લીધી મારી આ શોધમાં.

ગ્લોવર ખૂબ ધ્યાન થી બધું સાંભળી રહ્યો હતો. યારા હું એ પેંટીંગ જોઈ શકું જે તમારી મમ્મી એ બનાવ્યા છે?

હા કેમ નહિ? યારા એ પોતાની મમ્મી ની ડાયરીમાં થી પોતાનું નાનપણ નું પેંટીંગ બતાવ્યું.

ગ્લોવર એ પેંટીંગ જોઈને એકદમ ઉભો થઈ ગયો. એણે નાની યારા ને ધ્યાન થી જોઈ. એણે એમાં જે કપડું હતું તેને ધ્યાન થી જોયું. ને અચાનક તેનું ધ્યાન યારા ના ગળાના લોકીટ તરફ ગયું. એ ધડામ કરતો નીચે બેસી ગયો. એ એકદમ શોકમાં આવી ગયો હતો.

એ ઘડીમાં પેંટીંગ ને તો ઘડીમાં યારા સામે જોયા કરતો હતો. માનો જાણે એણે એવું કશું જોઈ લીધું હતું જે અસંભવ હતું. જે એના માન્યમાં નહોતું આવતું. ને એના કારણે એ ઉદાસ થઈ ગયો.

શું થયું ગ્લોવર? કઈ ખાસ છે? ભોફીને પૂછ્યું.

યારા આ પેંટીંગ તારી મમ્મી એ બનાવ્યું છે? ગ્લોવરે પૂછ્યું.

હા આ પેંટીંગ મારી મમ્મી એ બનાવ્યું છે. ને આવા બીજા પેંટીંગ પણ બનાવ્યા છે. જુઓ આ ડાયરીમાં છે ને યારાએ બીજા પેંટીંગ પણ ગ્લોવર ને બતાવ્યા.

ગ્લોવરે એક એક પેંટીંગ ધ્યાન થી જોવા લાગ્યું.

શું થયું ગ્લોવર? આમાં કઈ છે? યારાએ પૂછ્યું.

આ પેંટીંગમાં આ નાના બાળકે જે લોકીટ ગળામાં પહેર્યું છે એ લોકીટ......

એ લોકીટ આ રહ્યું. યારાએ પોતાના ગળામાં પહેરેલું લોકીટ કાઢી ને ગ્લોવર ને બતાવ્યું.

ગ્લોવરે એ લોકીટ પોતાના હાથમાં લીધું ને એને ઉપર નીચે કરીને જોવા લાગ્યો. હજુ ગ્લોવર એને જોતો હતો ત્યાં વેલીને પોતાની પાસે જે પીળો હીરા જેવો ટુકડો હતો તે બતાવ્યો.

ગ્લોવર આ મને એક વર્ષ પહેલા જંગલમાં થી મળ્યો હતો. ને આ કોઈ મામુલી વસ્તુ નથી એમ વિચારી ને આના વિષે ખોજ ચાલુ કરી દીધી.

ગ્લોવરે પેલા પીળા ટુકડાને જોતાજ તરત જ પોતાના હાથમાં લઈ લીધો. અત્યાર સુધીમાં અસમંજસ ગુંચવાતો ગ્લોવર એકદમ ક્લિયર થઈ ગયો. વેલીન આ હીરો તને જંગલમાં થી મળ્યો? એક વર્ષ પહેલા?

હા ગ્લોવર, વેલીને જવાબ આપ્યો.

ઓ ભગવાન, એટલું બોલી ગ્લોવર નીચે બેસી ગયો. એની આગ ઝરતી આંખોમાં થી આંસુ વહેવા લાગ્યા.

ગ્લોવર ને આમ ઉદાસ જોઈ મોલીઓન ઉદાસ થઈ ગયા. એ લોકો ગ્લોવરની આજુબાજુ ફરવા લાગ્યા. ને ટગર ટગર એની સામે જોવા લાગ્યા. ત્યાં હતા એ બધા અસમંજસમાં આવી ગયા કે એવું તો શુ થયું કે ગ્લોવર ની આંખમાં આંસુ આવી ગયા?

ગ્લોવર શું થયું? ભોફીને પૂછ્યું.

ભોફીન આ પીળો હીરો છે એ કદાચ મોરોટોસના નાના ભાઈ નો છે જેના મોતનો આરોપ મારી ઉપર લાગેલો છે. એમનો જીવન રક્ષક હીરો.

જીવન રક્ષક હીરો? વેલીને પ્રશ્ન કર્યો.

હા જીવન રક્ષક હીરો. વોસીરો ના રાજપરિવાર ના દરેક સભ્ય પાસે પોતાનો જીવન રક્ષક હીરો છે. જે એમની શક્તિઓ છે.

ગ્લોવર તમે કહેવા શુ માંગો છો? કઈક સમજ પડે એમ વાત કરો. અમને પુરી વાત કરો કદાચ એ વાત જાણ્યા પછી એમાં થી કોઈ રસ્તો નીકળે જેના થી તમારી પર જે આરોપ છે તે દૂર થઈ જાય? યારા એ કહ્યું.

હા ગ્લોવર તારી સાથે શું થયું? કેવી રીતે થયું? એ કોઈ નથી જાણતું. લોકો તો એજ જાણે છે જે મોરોટોસે કહ્યું. તે ક્યારેય કઈ કહ્યું નથી. પણ એવા લોકો પણ છે જે આ વાત માનતા નથી. આજે તો તું એ સચ્ચાઈ અમને કહી દે. કદાચ આ જે કઈ થઈ રહ્યું છે એ કોઈ સંકેત હોય કોઈ વાત નો! ભોફીને કહ્યું.

ગ્લોવરે ભોફીન ની સામે જોયું પછી પેલા પેંટીંગ સામે જોયું. એ દિવસે રાજા મોરોટોસ ના નાના ભાઈ રાજકુમાર ઓરેટોન ની પત્ની કેટરીયલ માટે મહેલમાં તૈયારીઓ ચાલતી હતી. કેટરીયલ મા બનવાની હતી. હવે સમય આવી ગયો હતો કે એ ગમે ત્યારે બાળકને જન્મ આપી શકે તેમ હતું. રાજપરિવાર ના નિયમ પ્રમાણે જે સ્ત્રી મા બનવાની હોય તેના આખરી સમયમાં તેને અને આવનાર બાળકને આશીર્વાદ આપવા માટે રાજપરિવારના બધા લોકો ભેગાં થાય અને રાજપરિવારના પુરોહિત પણ તેને આશીર્વાદ આપવા આવે.

આ જે રાજપુરોહિત હતા એ એક ભવિષ્ય વક્તા હતા. એમની પાસે ભવિષ્ય જોવાની શક્તિ હતી. રાજપરિવારના લોકો એમની પાસે થી ઘણીવાર ભવિષ્યની જાણકારી મેળવતા. તેઓ પણ વોસીરો ના શુભચિંતક હતા એટલે વોસીરોના સારા ભવિષ્ય માટે આવી ભવિષ્યવાણી કરતા. બધે આનંદ નો મોહોલ હતો કેમકે આ રાજપરિવારનું પહેલું સંતાન હતું. રાજા મોરોટોસ ને પોતાને કોઈ સંતાન નહોતું. એટલે આ આવનાર બાળક આ રાજગાદીનું વારસદાર પણ હતું.

રાજકુમાર ઓરેટોન અને કેટરીયલ ખૂબ ખુશ હતા. એ બધા લોકોના આશીર્વાદ લઈ રહ્યા હતા. રાજપુરોહિતે પણ બાળક ને અને તેની માતા ને આશીર્વાદ આપવા કેટરીયલના માથા પર હાથ મુક્યો ને આશીર્વાદ આપ્યા. બધું સારી રીતે પતી ગયું.

પણ મોરોટોસના રૂમમાં માહોલ ખૂબ ગરમ હતો. અસમંજસ નો હતો. રાજપુરોહિતે ઓરેટોનના આવનાર બાળકનું ભવિષ્ય જોઈ લીધું હતું.

મોરોટોસ આ આવનાર બાળક આ પરિવાર માટે અને રાજ્ય માટે ખૂબ શુભ છે પણ....... રાજપુરોહિતે વાક્ય અધૂરું છોડી દીધું.

પણ શું રાજપુરોહિતજી? આવનાર બાળક શુભ છે એજ સારા સમાચાર છે, મોરોટોસે કહ્યું.

મોરોટોસ બાળક બીજા લોકો માટે શુભ છે પણ તમારા માટે અશુભ છે. આ બાળક આપના મોતનું કારણ બનશે, રાજપુરોહિતે કહ્યું.

આ સાંભળી મોરોટોસ ગુસ્સે થઈ ગયો. મોરોટોસને જીવન જીવવાની ખૂબ લાલસા હતી. તેને લાંબુ, યુવાનીભરેલું અને એશોઆરામ થી ભરેલું જીવન જોઈતું હતું. એને સત્તાની ખૂબ લાલસા હતી. તે હંમેશા કોઈ ને કોઈ રીતે પોતાને યુવાન રાખવાનો પ્રયત્નો કરતો. તેના માટે આ સમાચાર વ્રજધાત જેવા હતા. તે મરવા નહોતો માંગતો. તેણે આ વાત ને ત્યાંજ દબાવી દીધી. તેણે રાજપુરોહિત ને આ વાત કોઈને પણ જણાવાની ના કહી દીધી. ને હવે તે આ બાળકને મારી નાખવાંનો વિચાર કરવા લાગ્યો. તેણે કેટરીયલને મારી નાંખવા માટે પોતાના વિશ્વાસુ લોકો ને જણાવી દીધું.

મોરોટોસને એમ કે આ વાત કોઈ નથી જાણતું પણ જ્યારે એ રાજપુરોહિત સાથે વાત કરતો હતો ત્યારે રાજકુમાર ઓરેટોન પોતાના આવનાર બાળકનું ભવિષ્ય જાણવા માટે રાજપુરોહિત ને બોલાવા ત્યાં આવ્યો હતો. એ પોતાના આવનાર બાળકના ભવિષ્ય વિશે જાણવા માંગતો હતો. તેણે આ બધી વાત સાંભળી લીધી. એ પોતાના મોટાભાઈ ને અને તેની લાલચ ને સારી રીતે જાણતો હતો. હવે તેના માટે તેની પત્ની અને બાળકને બચાવવાનો પ્રશ્ન ઉભો થઈ ગયો. તે ડરી ગયો હતો અને તરત જ પોતાની પત્ની પાસે દોડ્યો.

હું એ વખતે રાજકુમાર ઓરેટોનનો પર્શનલ બોડીગાર્ડ હતો. ને સાચું કહું તો હું ઓરેટોનનો બોડીગાર્ડ કરતા મિત્ર વધારે હતો. અમારી વચ્ચે એક સાચો અને લાગણીસભર સબંધ હતો. એણે તરતજ મને બોલાવી ને આ બધી વાત કરી. અમે એટલેકે હું, ઓરેટોન અને સગર્ભા કેટરીયલ ત્રણેય જણ એજ રાત્રે બધું શાંત થઈ ગયું પછી મહેલના ભૂગર્ભ રસ્તા થી ભાગી નીકળ્યા.

ક્રમશ..............