jyare dil tutyu Tara premma - 41 books and stories free download online pdf in Gujarati

જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 41

રવિન્દે હા તો ભરી દીધી રીતલને મળવા માટે પણ તેને આવી હાલતમાં જોવાની તેની હિંમત નહોતી. ના રીતલ સામે ઊભા રહેવાની. રીતલ ગમે તેટલી તેના ચહેરાને છુપાવવાની કોશિશ કરી જોવે પણ રવિન્દ તેને ઓળખી ના શકે તેવું પણ ના બને. તેને એક જ મિનિટમાં રીતલને ઓળખી લીધી પણ મળવાની ના તે કેવી રીતે કરી શકે જેટલો હક તેનો હતો આ ઓફીસમાં બેસવાનો તેટલો તેનો પણ હતો જ તેને રીતલને અંદર આવવા માટે પરમીશન આપી, ને રીતલ અંદર આવી. રીતલને જોતા જ તેને ગળે લગાવાનું મન થયું પણ કેવી રીતે તે અહીં અનજાન બનીને આવી હતી તો તેને પણ તેની સાથે અનજાન બનવાનું હતું.

પહેલા કરતા રવિન્દ ધણો બદલી ગયો હતો. તેની રહેણી- કરણી ,જે હંમેશા ફેશનની દુનિયામાં ચાલતો તે રવિન્દ ઈન્ડિયન લુકમાં હતો. એક પળ માટે તો રીતલનો ચહેરો તેનાથી દુર ખસતો ન હતો. કેટલા સમય પછી તેને તેના રવિન્દને જોયો હતો. જો આમ જ રહશે તો રવિન્દ તેને ઓળખી જશે તે વિચાર આવતા તેને નજર જુકાવી દીધી ને વાત કરવાની શરૂઆત કરી

" હું અહીં તમારી ઓફિસની મુલાકાત લેવા આવી છું. તમારી વિશે જાણી મને તમને મળવાનું મન થયું. બાકી બીજુ મારે તમારુ કોઈ કામ ન હતું. ઓકે તો હવે મારે જવું જોઈએ મારે બીજી ઓફિસનું મુલાકાત માટે પણ જવાનું છે" તે ખુરશી પરથી ઊભી થઈ ચાલવા લાગી આનાથી વધારે વાત કરવી તેના માટે બરાબર ન હતી તેને એમ હતું કે રવિન્દ કંઈ પુછશે તો તે શું જવાબ આપશે પણ રવિન્દે કોઈ સવાલ ન કર્યો, તે વાતની તેના મનમાં ખુશી પણ હતી ને દુઃખ પણ હતું.

રવિન્દની ઓફિસથી નિકળયા પછી તે સીધી જ હોસ્પિટલ પહોંચી. સિધ્ધિ તેની રાહ જોતી બેઠી જ હતી ને ત્યાં જ્ઈ તે બેસી ગઈ. મન ભારી હતું ને શરીરમાં થોડો થાક પણ દેખાતો હતો. જાણે તે જલ્દી દોડતા આવી હોય તેમ તેનું શરીર હાભતું હતું.

" રીતલ, તારે તારી તબિયતનું વધારે ધ્યાન રાખવાની જરૂર છે. તારી એક લાપરવાહી તારા બાળક પર ભારી પડી શકે છે " પાણીનો ગલાસ રીતલને આપતા સિધ્ધિ બોલી.

" સિધ્ધિ, સાચું કહેજે મને કોઈ બિમારી છે???"

"જો રીતલ હું તારાથી કંઈ પણ ચુપાવા નથી માંગતી કેમકે જે બિમારી ની તુ ચિકાર બની ગઈ છે તેનો ઇલાજ ભારી છે. હું બને ત્યાં સુધી કોશિશ કરી કે તને અને તારા બાળકને કંઈ ન થાય પણ.....""

" પણ, શું સિધ્ધિ???"

" રીતલ તને બ્લડનું કેન્સલ છે જે ત્રીજા સ્ટેજ પર પહોંચી ગયું છે. મારે અત્યારે જ તારા રીપોર્ટ કરી એ શેક કરવું જરૂરી છે કે આ કેન્સલ બાળકને કંઈ રીતે બચાવી શકે." કેન્સલનું નામ સાંભળતા જ રીતલને પસીનો આવી ગયો

" પ્લીઝ સિધ્ધિ, તું કંઈ પણ કર પણ મારા બેબીને કંઈ ન થવું જોઈએ. તારે જે રિપોર્ટ કરવા હોય તે કર પણ મારા બેબીને તું બચાવી લે." તેની આખોમાથી વહેતા આશું સાફ સાફ બતાવતા હતા કે તે આ વાતથી વધારે દુઃખી છે પણ સ્વાભાવિક છે કે જે માણસને આટલી મોટી બિમારી અચાનક જ લાગી જાય તેની હાલત સાયદ આનાથી પણ ખરાબ હોય છે પણ રીતલ કમજોર પડે તેવી ન હતી. જે ખુશી તેને મળી હતી તે ખુશી પણ તેનાથી દુર થઈ જશે.

"રીતલ, તું આમ હારી જાય તો હું તારો ઈલાજ કેવી રીતે કરી શકી. મારે તને અને તારા બેબી બંનેને બચાવમાં છે. મનના હારેલા બિમારીથી હારે છે તું તો બધી જ પળોને જીવી બતાવી શકે છે તો આ પળનો પણ સામનો કરી બતાવ. તારી સાથે તારો રવિન્દ ઊભો છે તે તારા બાળકને કંઈ નહીં થવા દે"

"રવિન્દ, જાણે છે આ વાત સિધ્ધિ ???"

" હા તારા આવ્યા પહેલાં જ મે તેને કોલ કરી બતાવ્યું. સોરી મે તારી કસમને તોડી દીધી પણ આ સમયે મારે તેને બતાવવું જરુરી હતું."

"મતલબ તે અત્યારે અહીં આવતા હશે?? એકકામ કર હું કાલે બાકી રીપોર્ટ કરાવવા આવી જાય મારે તેના આવ્યા પહેલા અહીંથી નિકળવું પડશે. " તેને સિધ્ધિના જવાબની રાહ પણ ન જોઈ ને તે બહાર ચાલવા લાગી. મનમાં હજી એક જ વાત ધુમતી હતી કે તેને કેન્સલ છે. તે તેના બાળકને કેવી રીતે બચાવી શકશે. તે હારી નહીં શકે તેને આ લડત પણ એકલા હાથે લડવાની છે. તેના વિચારો શરૂ જ હતા ને સાથે મગજ પણ ધુમી રહયું હતું.

રસ્તા પર ચાલતા વાહનોની ભીડમાં તેના વિચારો સિવાય તેને કંઈ નજરે ચડતું ન હતું. આસપાસની દુનિયા તેને ભુલાઈ ગ્ઈ. એક પળમાં જિંદગી આ કેવો દાવ રમી ગઈ તેને કંઈ સમજાતું ન હતું ને તે બહાર ચાલતી રહી. હોસ્પિટલના ગેટ પાસે પહોંચીને તે ત્યાં જ ચકર આવતા પડી ગઈ. તે તો સારું થયું કે રવિન્દ સમય પર પહોંચી ગયો ને તેને પડતા બચાવી લીધી નહિતર શું થાત. પાછળથી સિધ્ધિ પણ દોડતી આવી ને તેને એકદમ જ ઈમરજન્સી વોર્ડમાં લઇ ગયા. થોડાક સમયમાં તે હોસમાં આવી તો તેની સામે સિધ્ધિ ને રવિન્દ બેઠા હતા.

"રવિન્દ, આ્ઈ એમ સોરી તમારે મારો ચહેરો જોવો પડયો પણ આ્ઈ પ્રોમીસ આ છેલ્લીવાર હવે હું તમને મારો ચહેરો નહીં બતાવું"

" આ વખતે બોલી હવે આવી વાત કરી તો હું તારી સાથે કયારે પણ વાત નહીં કરુ"

" શું ફરક પડે હવે તો યાદત થઈ ગઈ છે એકલા વાત કરવાની "
"રીતલ, સોરી, મને લાગયું કે તારી ખુશી મારાથી અલગ રહેવામાં છે તે દિવસે જયારે તે બિયર પીધા પછી તારા દિલની વાત કરી તો મને એમ જ થયું કે તું મારી સાથે ખુશ નથી. હું ખાલી તને તારી આઝાદ જિંદગી દેવા માગતો હતો."

"રવિન્દ , તમને ખાલી તે દિવસની વાત સમજાણી બાકી હું રોજ કહેતી હતી તે વાત તમને ખોટી લાગી ખરેખર રવિન્દ તમે મને હજું સમજી નથી શકયા. કાશ મારી પાસે પણ તે દિલ હોત જે તમારી પાસે છે. જે પ્યાર તો કરે છે પણ તેને સમજી નથી શકતું. ઠેર છોડો, મારે આશ્રમ જવાનો સમય થઈ ગયો છે મેમ મારી રાહ જોતા હશે." તે ઊભી થવા જતી હતી ત્યાં જ સિધ્ધિ તેને રોકે છે. "

" રીતલ, આજની રાત તારે અહીં રોકવું પડશે પછી કાલે ભલે તારે જવું હોય તો હું ના નહીં કહું પણ પ્લીઝ તારા બેબી માટે આજની રાત " બેબીનું નામ સાંભળતા જ તે અહીં રોકાવા તૈયાર થઈ ગઈ. જીદી રીતલ હંમેશા પોતાનું જ સાંભળે પણ પોતાના બેબી માટે તે કંઈ પણ કરવા તૈયાર હતી. એકવાર બધા જ રીપોર્ટ થઈ ગયા પછી સિધ્ધિ તેના ઘરે જતી રહી ને રવિન્દ રીતલ સાથે રાત ત્યાં જ રોકાણો.

કેટલો સમય સુધી બંને એમ જ વાતો કર્યા વગર એકબીજાનો ચહેરો જોયા કર્યા. છેલ્લા છ મહિનાથી એકબીજાને જોયા ન હતા જેને એક દિવસ પણ નહોતું ચાલતું તે છ મહિના એકબીજા વગર રહી ગયાં. દુનિયામાં કોઈના વગર જિંદગી પૂરી નથી થઈ જતી પણ કોઈ હોવાથી જિંદગી આચાન જરુર બંને છે. દિલ વગર ક્ઈ પુછે બધું સમજી લેતું હતું. તેને વાતો કરવાની જરૂર તો ન હતી છતાં પણ રીતલે વાતની શરૂઆત કરતાં રવિન્દ ને પુછયું,

" તમે, મને અને બેબી બંનેમાથી એકને બચાવાનું થાય તો તમે કોને બચાવો????? "

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥

જો આવું બની શકે તો રવિન્દ કોને બચાવે રીતલ કે બેબી??? શું રીતલ તેને માફ કરી દેશે??? શું રીતલની બિમારી તેના બાળકને પણ ખતમ કરી શકે?? શું રીતલ આ બિમારી માંથી બહાર નિકળી શકશે?? શું રવિન્દ અને રીતલ ની ફેમીલી પુરી થશે કે પુરી થયા પહેલાં જ વિખરાઈ જશે તે જાણવા વાંચતા રહો જયારે દિલ તુટયું તારા પ્રેમમાં (ક્રમશ :)