અમેરિકા ની ગુલાબી સવાર નો ઉગતો સુરજ અને સેવન સ્ટાર હોટેલ ના રોયલ સ્યુટ ની એક અધખુલ્લી બારી માંથી ઉગતા સુર્ય ની પહેલી કિરણ રોયલ સ્યુટ ના રોયલ બેડ પર વેલ જેમ વુક્ષ ને વીંટળાય તેમ મહાદેવભાઇ ને વીંટળાઇને સુતેલા ગૌરીબેન ના ચહેરા પર પડે છે.તેમની આંખો ખુલે છે.લગભગ પચાસ ની નજીક પહોંચેલા ગૌરીબેન મહાદેવભાઇ ના કુરતા પાયજામા માં સુંદર ,નમણા લાગે છે.તેમનું સુડોળ શરીર અને કોઇ પણ બ્યૂટી ટ્રીટમેન્ટ વગર પણ તેમના ચહેરા પર એક પણ કરચલી નથી . આજે તેમના ચહેરા પર એક અનોખી તાજગી છે.જાણે કેટલાય દિવસ ની અધુરી ઉંઘ પુરી થઇ ગઇ હોય.
મહાદેવભાઇ પણ આંખો ખુલે છે.તે ગૌરીબેન ને ખેંચી ને સુવાડે છે.ફરીથી સુઇ જાય છે.
" દેવ ઉઠો અને જવા દો મને.હું અહીં આવી છું તે મે કોઇને પણ જણાવ્યું નથી બધાં મારી ચિંતા કરતાં હશે ."
" ગૌરી લગ્ન થયા ત્યારથી અત્યાર સુધી પહેલી વખત તમારા થી આટલો બધો દુર રહ્યો છું .આ મારા માટે અસહનીય હતું .આજે કેટલા દિવસે હું સુતો છું બાકી તો રોજ જાગતો હતો."
" હા યાદ છે મને સુવાવડ કરવા પણ નહતી જવા દિધી.અને પીયર ની ખોટ ના વર્તાય એટલે પીયર જેવું વાતાવરણ ઉભું કર્યું હતું .બધાં હસતા હતા તમારી ઉપર કે વહુઘેલો છે."
" હજુ પણ છું મારી ગૌરી નો ઘેલો " એમ કહી તે ગૌરીબેન ના ગાલ પર કીસ કરે છે.તેમના ગાલ લાલ થઇ જાય છે શરમ થી.
તેમને યાદ આવે છે......
મોલ મા ગૌરીબેન મહાદેવભાઇ પાસે જાય છે.તેમને આમસામે આવેલા જોઇ ને મહાદેવભાઇ અને દીલીપભાઇ ચોંકે છે.
" ગૌરી " મહાદેવભાઇ કઇ બોલે તે પહેલા ગૌરીબેન તેમને અટકાવે છે તેમના મન માં ગુસ્સો છે.
"મારે તમારી સાથે વાત કરવી છે અગત્યની " દીલીપભાઇ વચ્ચે પડી તેમને અટકાવે છે.
" ભાભી તમે જરૂર વાતો કરો પણ આમ રસ્તા વચ્ચે નહીં .મહાદેવ તું અને ભાભી તારા રૂમમાં જઇને વાતો કરો હું મારા મિત્ર ને મળવા જઉ છું ."
હોટેલ માં રૂમમાં આવી ને..
" આવી ગયાં એમ ને તમારા ઝેન અને જીયા કઇ ખાસ ઉકાળી ના શકયા તો તેમને મદદ કરવા?" ગૌરીબેન એક વેધક પ્રશ્ન થી તેમને વિંધીં નાખે છે.
" ગૌરી કેમ આવી રીતે વાત કરો છો?" ગૌરીબેન રડતા રડતા તેમને બધું જ જણાવે છે.
" ગૌરી મે તેમને રૂપિયા આપ્યા ખાલી પલક ને હરાવવા માટે હું ઇચ્છુ છું કે તે આ બધાં ચક્કર છોડી ને પુલકીત સાથે તેનું ઘર વસાવે તે બન્ને મળી ને મહાદેવ ઇન્ડસ્ટ્રી ની કમાન સંભાળે અને મહાદેવ ઇન્ડસ્ટ્રી ને નવી ઊંચાઈ એ લઇ જાય.અને તું અને તારી બહેનપણી અનીતા અને અમે બન્ને તમારા પતિ એ સમય સાથે વીતાવી ને જુની યાદો ને યાદ કરી શકીએ .મારો વિશ્વાસ કરો .હું અને દીલીપ અહીં એટલે જ આવ્યા છીએ કે પલક અને પુલકીત ના સંબંધ ને બચાવી શકીએ.અને ઝેન ના મગજ માં શું ચાલે છે તે જાણી શકીએ." આટલું બોલતા તે ગળગળા થઇ જાય છે.
ગૌરીબેન ને તેમની ઉપર વિશ્વાસ હોય છે.
" આ ઝેન કેમ આવું કરી રહ્યો છે. તે પુલકીત અને પલક ને કેમ અલગ કરવા માંગે છે? જીયા મારા મિત્ર ની દિકરી છે તે કેમ આવું કરે છે? પણ તું ચિંતા ના કર હું ,દીલીપ અને તેનો મિત્ર રીટાર્યર પોલીસ ઓફિસર છે અમે આ બધા વાત ની મુળ સુધી પહોંચી જઇશુ"
ગૌરીબેન હકાર મા માથું હલાવે છે.
" મને માફ કરો દેવ મે તમારા ઉપર શંકા કરી " તે રડે છે.મહાદેવભાઇ તેમની પાસે જાય છે તેમના આંસુ લુછે છે તેમનો ચહેરો હાથ મા લઇ ને તેમને ચુમે છે.અને તેમને ગળે લગાવે છે.
ગૌરીબેન તેમને દુર કરી ને કહે છે.
" જવા દો મને પલક રાહ જોતી હશે."
" તે પાર્ટી મા ગઇ છે ને રોકાઇ જા ને તમારા વગર હું નથી શકતો."
" પણ પુલકીત ને કહુ ને કે તમે આ બધું નથી કરી રહ્યા ."
" હમણા આ વાત કોઇને ના કરશો કે હું અહીંયા છું અને આ બધી વાત છોડો "
.તે ફરીથી તેમને ગળે લગાવે છે.
અત્યારે .....
" દેવ હું જાઉં પલક ચિંતા કરતી હશે."
" હા મને મન તો નથી તમને જવા દેવા નું પણ જાઓ તમારું અને પલક નું ધ્યાન રાખજો."
" પણ એક વાત તો હું કહીશ જ કે આ ચેમ્પીયનશીપ " મહાદેવભાઇ તેમને અટકાવે છે.
" આ વાત ની ચર્ચા આપણે ના કરીએ અને આપણા આટલા સારા સમય ને ના બગાડીએ તો "
" સારું " ગૌરીબેન કપડા બદલી ને આવે છે. મહાદેવભાઇ તેમને બાય કહે છે.તે દીલીપભાઇ ને બોલાવે છે.
" ગુડ મોર્નિંગ મિત્ર .વાહ શું તાજગી છે તારા ચહેરા પર ભાભી ના આવવા થી."
" હા એ તો છે તેમના વગર હું અધુરો છું તેમના આવવા થી જ પુરો છું પણ મારી વાત સાંભળ."
તે ગૌરીબેન એ કહેલી બધી વાત કહે છે.
" હમ્મ મારા મિત્ર ને બોલાવીએ તે આપણી મદદ કરશે.તે કામ પર લાગી ગયો છે પહેલા થી."
*******
અહીં ગૌરીબેન હોટેલ મા પોતાના રૂમમાં આવે છે.આજે તે ખુશ છે અને તેમનું મન શાંત છે.તેમનો તેમના પ્રેમ નો વિશ્વાસ આજે જીતી ગયો છે.પણ જેવા તે રૂમમાં દાખલ થાય છે.અને સામે દ્રશ્ય જોઇને તે આધાત પામે છે.પલક પુલકીત ને વળગી ને રડી રહી છે.
" પલક શું થયું કેમ રડે છે.પુલકીય શું થયું ?"
" મમ્મી મમ્મી " પલક ગૌરીબેન ને વળગી ને રડે છે.
" પુલકીત બોલીશ હવે શું થયું ?" ગૌરીબેન
પુલકીત પાર્ટી વાળી વાત જણાવે છે.
" હે ભગવાન આ શું થયું મારી દિકરી સાથે કેમ તેના પર બધી તકલીફ આવે છે વારે વારે. બેટા તારે આરાધનાબેન નો આભાર માનવો જોઇએ તેમણે તારી રક્ષા કરી અને રડ નહીં કશું ખરાબ નથી થયું અને હવે થશે પણ નહીં ."
પલક થોડિવાર માં શાંત થાય છે.
" મમ્મી તું કયાં હતી પુરી રાત તારો ફોન પણ બંધ હતો કેટલી ચિંતા થતી હતી."
ગૌરીબેન શું જવાબ આપવો તે વિચારે છે.
" બેટા તે મંદિર મા મને મારી એક સહેલી મળી ગઇ તે મને તેના ઘરે લઇ ગઇ અને ફોન ની બેટરી ખતમ થઇ ગઇ હતી તો તને જણાવવા નું રહી ગયું ." ગૌરી બેન જેમ તેમ કરી ને જવાબ આપે છે.
ગૌરીબેન નો જવાબ પુલકીત ના ગળે નથી ઉતરતો .તેમના ચહેરા ના હાવભાવ પરથી તે એટલું સમજે છે કે કઇંક વાત તે છુપાવી રહ્યાં છે.પણ તે ચુપ રહે છે.
પલક ફ્રેશ થઇ ને તૈયાર થઇ ને રીર્હસલ પર જાય છે.ગૌરીબેન અને પુલકીત એકલા પડે છે.
" મોમ હવે તમે મને સાચુ જણાવી શકો છો કેમ કે પલક ને જે કહ્યું તે ખોટું હતું ."
" મારા મહાદેવ જોડે હતી.તેમને કેટલાક સવાલ ના જવાબ આપવા ના હતા મને." પુલકીત ને તે જણાવે છે કે ગૌરીબેન મહાદેવભાઇ નું અહીં આવવા નું કારણ જણાવે છે. અને કહે છે કે તે પણ ઝેન ની પર નજર રાખવા અને તેમનો સંબંધ બચાવવા માંગે છે.તેમણે કહેલી વાત તેમને કહે છે.
" તો ઝેન આ બધું કરે છે.તે પલક ની નજીક જવા માંગે છે." પુલકીત ત્યાંથી જતો રહે છે.
તેમનાં જતાં જ ગૌરીબેન મહાદેવભાઇ ને ફોન કરી પલક સાથે પાર્ટી મા બનેલી ઘટના વીશે જણાવે છે.તેમનો ગુસ્સો સાતમા આકાશે પહોંચે છે.તે તેમની સાથે બેસેલા દીલીપભાઇ અને તેમને રીર્ટાયર પોલિસ ઓફિસર મિત્ર ને બધું જણાવે છે.
" જો આ બધું ઝેન કરે છે.તો તેની ખેર નથી તેના જીવન ના છેલ્લા દિવસો છે આઝાદી ના જેલ મા નાખીશ તેને."
પણ અહીં કદાચ ખરેખર બિચારા ઝેન ના ખરાબ દિવસ આજે છે.આજે તે અને જીયા ભાડે કાર કરી ને ડ્રાઇવ પર ગયેલા છે એક સુમસામ જગ્યાએ તેમને માસ્ક પહેરેલા ગુંડાઓ હાથ મા ગન સાથે રસ્તો રોકી ને ઉભા રાખે છે.લાગ જોઇને ડ્રાઇવર તો ભાગી જાય છે.પણ જીયા અને ઝેન ફસાઇ જાય છે.
તે લોકો ગન બતાવી ને તેમની જોડે થી બધું લુટી લે છે એક ગુંડો જીયા ની સાથે બદતમીઝી કરે છે જે ઝેન થી સહન નથી થતી તે તે ગુંડા સાથે મારપીટ કરે છે .પણ પોલિસ ની ગાડી તેમને આવતા દેખાય છે તે લોકો ભાગી જાય છે પણ તે ગુંડો જતાં જતાં ઝેન તરફ ગન તાકી શુટ કરી ને જાય છે.
ધડામ....
અને જીયા ના મોઢે થી ચીસ પડે છે.પોલિસ ત્યાં આવે છે.તે એમ્બ્યુલન્સ બોલાવે છે જીયા પોલિસ નો ફોન લઇ ને પુલકીત ને ફોન કરે છે.તે તેને બધી વાત જણાવે છે અને તેને હોસ્પિટલ આવવા કહે છે.પુલકીત ને આધાત લાગે છે.તે ગૌરીબેન ના રૂમમાં જાય છે.તેમને તે બધું જણાવે છે.
"મોમ ડેડીજી ને ફોન લગાવી ને આપો ને."
"હા લે "
" હા બોલો ગૌરી."
" ડેડીજી પુલકીત બોલુ છું તમારી હેલ્પ જોઇએ છે તમે આ હોસ્પિટલ આવી શકશો" પુલકીત ઝેન સાથે બનેલી ઘટના વીશે જણાવી છે.
"હા આવું છું ." મહાદેવભાઇ દીલીપભાઇ અને તેમના મિત્ર વેદાંતભાઇ ને લઇને હોસ્પિટલ પહોંચે છે જયાં પુલકીત અને ગૌરીબેન પણ આવે છે.જીયા પુલકીત ને વળગી ને રડે છે જે મહાદેવભાઇ ને નથી ગમતું .
તેટલાં મા ડોક્ટર આવે છે જે જણાવે છે.કે ઝેન ને સારું છે પણ હજુ ડેન્જર તો છેપણ એક વાત સારી છે કે ગોળી વાગી નથી અડી ને નિકળી ગઇ છે.
બધાં ને રાહત થાય છે.તેટલાં મા પુલકીત નો ફોન માં રીંગ વાગે છે અજાણ્યા નંબર પરથી તે ફોન ઉપાડે છે સામે થી જે વાત કહેવા માં આવે છે તે સાંભળી ને તેના હાથ માંથી ફોન પડી જાય છે
તે માત્ર પલક તેટલું બોલી શકે છે અને લથડીયું ખાઇ ને પડી જાય છે.
બધાં તેની સામે જોવે છે.
શું ઝેન સાથે બનેલી આ ઘટના થી તેનું હ્રદય પરિવર્તન થશે?
જાણવા વાંચતા રહો.