jyare dil tutyu Tara premma - 43 books and stories free download online pdf in Gujarati

જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 43

એકધઙી તો રીતલ તે ઘરને જોતી રહી. સાત મહિના પછી જયારે તેને આ ધરમાં પગ મૂક્યો તો તે ધરની રુપરેખા તેમની તેમ જ હતી. હા તેમા બદલાવ આવ્યો હતો કેમકે રવિન્દે આજે આ ધરને દુલ્હની જેમ શણગારયું હતું.

" રવિન્દ આજે કંઈ છે આપણા ઘરે???? તે સમજી તો ગ્ઈ જ હતી કે આ તૈયારી તેના સ્વાગત માટે હતી પણ તે રવિન્દ પાસે જાણવા માગતી હતી.

"થોડીકવાર રુક બધું જ સમજાય જશે" રવિન્દે તેનો હાથ પકડયો ને તે તેને અંદર લઇ ગયો ત્યાં જ દરવાજો ખુલ્યો. એકીસાથે ઊભેલા તેમના પરિવારને જોઈ રીતલની આખો ખુશીના આશુંથી છલકાઈ ગઈ. તે અંદર પગ મુકવા જતી હતી ત્યાં જ તેની સાસુએ તેને રોકી ને તે આરતીની થાળી લઇ આવ્યાં ને રીતલની આરતી ઉતારી પછી તેને અંદર આવવા દીધી. વર્ષો પછી મળેલા પરીવારને જોયા પછી તે તેના મનને રોકી નહોતી શકતી બધી જ બિમારી ભુલાઈ ગ્ઈ ને તે એકપછી એક બધાને મળી કેટલા સમયની વાતો એકી સાથે કરવા લાગી. ડોકટરે તેને વધારે સમય બેસવાની કે ઊભા રહેવાની ના કહી હોવા છતાં તે આજે લાબો સમય બધા સાથે બેસી વાતો કરતી રહી. લગ્ન પછી આ પહેલી મુલાકાત હતી જે તેમને મન ભરી જીવવી હતી. તેને તો આખો દિવસ ને આખી રાત આમ જ વાતો કરવી હતી પણ બધાના કહેવાથી તે રાતે રૂમમાં આરામ કરવા ગ્ઈ. કાલે સીંમત વિધિ હોવાથી બીજા ધણા મહેમાન આવવાના હતા એટલે કાલનો પણ આખો દિવસ તેને બેસીને કાઠવાનો હતો.

" જે પળ મે માગી તે પળ પણ તમે મને આપી દીધી. બસ આનાથી વધારે હવે તમારી પાસે હું કંઈના માગી શકું. હું ખુશનસીબ છું કે તમે મારી જિંદગી બનીને આવ્યાં સાયદ આટલો પ્રેમ મને મારા મમ્મી પપ્પા પણ ના આપી શકે. આ્ઈ લવ યુ રવિન્દ " તેણે રવિન્દને પાછળથી જ હક કરી લીધો. રવિન્દે તેના બધા જ કામ પડતા મુકી દીધા ને રીતલને બેડ પર લ્ઈ જ્ઈ બેસી ગયો. તેની લાગણી પ્રેમની અભિવ્યક્તિ બની વહી રહી હતી.

" આ્ઈ લવ યુ ટુ રીતલ," તેના શબ્દો ધડકતા બે દિલના પડધા બની બહાર ફેકાઈ રહયા હતા ને તે એકબીજાના પ્રેમમાં ગળાડૂબ પરોવાઈ ગયાં હતાં. એક લાબા અરસા પછી આ સાથ બંનેને પ્રેમના બંધનમાં બાંધી રહયો હતો. દિલ એમ જ ઘડકતું રહયું ને બંને એકબીજાની વાતોમાં ખોવાઈ ગયા. કાશ આ દુરી ન હોતી તો આ મુશકેલ ન હોતી. જો તે કયારે અલગ ન થયા હોત તો તેની જિંદગી આ મોડ સામે ઊભી ન હોત પણ નસીબનો ખેલ રમત પુરી કરયા પહેલાં કયારે છોડતો નથી. રાતની ચાંદની એક રોશની બનીને ઝબકી ગઈ.

પંખીના કલરવ સાથે સવાર થઈને રીતલ બધાના જાગયા પહેલાં મંદિરની પૂજામાં લાગી ગઈ બધાના જાગતા આરતી થઈને તે લોકોના રુટીન સમય પર રીતલે નાસ્તાની વ્યવસ્થા કરાવી જેટલી તે શરીરથી બીમાર હતી તેટલી જ મનથી મસ્ત હતી. આજનું ફંકશન શરૂ થતા પહેલા જ લંડનમાં રહેતા તેના બધા જ મિત્રો આવી પહોંચ્યા ને તેનું ફંકશન શરૂ થયું. ફંકશનની રસમો પુરી થવાની તૈયારીમાં જ હતી ને રીતલનું શરીર પરસેવાની રેબજેબ સાથે નિતરાવા લાગયું. તેને શું થઈ રહ્યું છે ને તે કયાં છે કંઈ તેને સમજાતું ન હતું તે ખાલી રવિન્દ આટલું બોલી શકી ને તેનું શરીર ત્યાં જ સોફા પર ઠલી પડયું. દુર ઊભેલા રવિન્દના કાનમાં રીતલના શબ્દો ગુજયા ને તે દોડતો ત્યાં આવી પહોચ્યો. રસમો ત્યાં જ રુકી ગઈ ને રીતલને સીધી જ હોસ્પિટલ લઈ ગયાં.

ઈમરજન્સી વોર્ડમાં દાખલ રીતલને જોઈ તેના પરીવારને કંઈ સમજાતું ન હતું. પછી રવિન્દે જે બન્યું તે બધું બતાવ્યું ત્યારે તેમની આખો આશુંથી છલકાઈ ગઈ. રીતલ માટે આજે તેનો આખો પરિવાર , તેના દોસ્તો , તે જે આશ્રમમાં કામ કરતી હતી તે બાળકો બધા જ તેના માટે દુવા માગી રહયા હતા. જેણે બધાને હસ્તા રાખયા તે બધા આજે તેની જીવનની દુવા કરી રહયા હતા. રવિન્દ રીતલ સામે મીટ માંડીને ઊભો હતો ને તેની સાથે વિતાવેલ બધી જ પળો એક યાદ બનીને વહી રહી હતી. તેને લાગતું હતું કે તેનું દિલ તેનાથી દુર જ્ઈ રહ્યું છે.

રીતલના શ્વાસ ઉપર નીચે થઈ રહયા હતા. જિદગીની તે બધી જ પળો મહેફીલ બનીને ગુજી રહી હતી. એકપછી એક યાદો મનની અશાંતિ બનીને વહી રહી હતી. બાળપણથી લઇ આજ સુધી જે તેને જોયું મહેસુસ કર્યું તે બધું જ ડોક્ટરોના ઈલાજ સાથે જોડાઈ મનમાં ધુમી રહયું હતું. રફતાર જિંદગીની તે દોડમાં તે હંમેશા આગળ ચાલતી રહી ને આજે જયારે તેને જીતવાની જરુર હતી ત્યારે હારી રહી હતી.

તેના કાને બાળકના રડવાનો અવાજ સંભળાયો ને તે તદ્રા માથી બહાર આવી. આખો ખોલીને જોયું તો તેનું બેબી રડી રહયું હતું ને ડોકટરો તેના ઈલાજમાં ગુચવાયા હતા. તેને તરત જ તે આશ્રમમાં રહેતા મા-બાપ વગરના બાળકોનો વિચાર આવ્યો. જેની મા આ દુનિયામાં નથી તે બાળકોની હાલત કેવી હોય છે. તે જોઈ શકતી હતી જાણી શકતી ને તેના ગયા પછી રવિન્દ પણ પોતાની જિંદગી ખતમ કરી દેશે તો આ બાળકની જિંદગી પણ તે બાળકોની વચ્ચે રહી જશે. તેને તેના માટે નહીં પણ તેના આવનારા બાળક માટે પોતાના મોત સામે લડવું પડશે. વિચારોની ગતિ હોશ વગરના શરીરમાં ખોવાઈ રહી હતી. એક સપનું તેના ચહેરા સામે ફરી રહ્યુ હતું ને તે તેમાં ખોવાઈ ગઈ હતી. રીતલના શરીરે રીસપોસ આપવાનું પણ બંધ કરી દીધું હતું ને ડોક્ટર તેને હોસમાં લાવવાની કોશિશ કરી રહ્યા હતા પણ રીતલ તેના ઊડા વિચારોમાંથી બહાર નિકળે તો રીસપોસ આપે ને!! સિધ્ધિ બહાર જઈ રવિન્દને બોલાવી લાવી.

" રવિન્દ, જયાં સુધી રીતલ હોશમાં નહીં આવે ત્યાં સુધી અમે ના તેને બચાવી શકયે ના તેના બાળકને!!! અમારી પાસે સમય ઓછો છે. અડધો કલાકમાં જો રીતલને હોસ ન આવ્યો તો અમે કંઈ નહીં કરી શકયે રવિન્દ તારી વાતને રીતલ માને છે તેને હોસમાં લાવવાની કોશિશ કર."

" રીતલ, આ છેલ્લી વાર હું તારી પાસે એક વસ્તુ માગું છું પછી કયારે પણ નહીં પ્લીઝ મારા બાળકની મા બનીને તું એકવાર જીવી જા તું કહે છે ને માગવાંથી બધું જ મળે છે તો પ્લીઝ રીતલ એકવાર મારા માટે મારા દિલની ધડકન માંગ.તે તારા વગર ધબકી નહીં શકે જો તારાથી તેવું ન મંગાતું હોય તો તારી સાથે મને પણ લ્ઈ જા આપણે ત્યાં જઈને એક નવી દુનિયા બનાવીશું જયાં તુ અને મારા સિવાય ત્રીજું કોઈના હોય. " રવિન્દના દિલની અવાજ રીતલના ધડકતા દિલ સુધી પહોંચી રહી હોય તેમ ધીરેધીરે તેની આખો ખુલી રહી હતી તેને જોયું તો આચપાસ કેટલા ડોકટરો તેનો ઇલાજ કરવા માટે ઊભા છે ને તેનું બાળક તેની પાસે ન જોતા તેને તેમની પાસેલા રવિન્દને સીધું પુછયું

" રવિન્દ આપણું બેબી????"

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥

આ વાર્તા જયારે એકદમ જ છેલ્લા ભાગ ઉપર ઊભી છે ત્યારે શું તમને લાગે છે કે આનો એન્ડ ખુશીથી ખીલી ઉઠશે કે પછી દુઃખ નો દરીયો બની વહી જશે. તે જાણવા વાંચતા રહો જયારે દિલ તુટયું તારા પ્રેમમાં (ક્રમશ :)