Dream story one life one dream - 34 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 34

ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 34


" આપણી સામે જે વાત આવી છે અલગ અલગ જગ્યાએથી તે કયાંક જોડાયેલી લાગે છે.પણ કઇંક ખુટે છે.અને હા પેલી કાર જેમા અનુરાધા નું કીડનેપ થયું હતું તે કાર નું લાસ્ટ લોકેશન ટ્રેસ થઇ ગયું છે.અને જલ્દી જ મારી સર્ચ ટીમ કોઇ સમાચાર આપશે." વેદાંતભાઇ કોફી નો ઘુંટ લેતા બોલે છે.

" સર મારી એક રીકવેસ્ટ છે કે આ વાત અત્યારે આપણા ત્રણ વચ્ચે જ રહે .મને એવું લાગે છે કે કોઇ અંગત જ મોટું ષડયંત્ર રચી રહ્યું છે.હવે મને કોઇના પર વિશ્વાસ નથી કરવો." પુલકીત

" યસ યંગમેન યુ આર રાઇટ આ જો આ મેપ છે જયાં તે કાર લાસ્ટ ટાઇમ લોકેટ થઇ હતી.આ એક રેસીડેન્શીયલ એરીયા છે.અહીં સર્ચ કરવું અઘરું છે." વેદાંતભાઇ પુલકીત ને તેમના ઓફિસ ની એડવાન્સ સ્માર્ટ સ્ક્રીન પર મેપ દેખાડે છે.

" સર એવું પણ થઇ શકે કે આ બીજી બાજુ ના એરીયા મા રાખી હોય તેને?" પુલકીત તે જગ્યા પોઇન્ટ કરે છે.વેદાંતભાઇ કઇંક વિચારે છે.પછી બોલે છે.

" ના પુલકીત તે ગીચ જંગલ છે.એટલા ઘેરા કે એક વાર ત્યાં માણસ જાય ને તો માણસ ખોવાઇ જાય "

તેટલાં માં એક ઓફિસર આવે છે.તો ઝેન દ્રારા બનાવાયેલું સ્કેચ લઇને આવે છે.

" સર આ માણસ તેજ હોટેલ માં હતો.જે હોટેલ માં અનુરાધા જી હતા.પણ અત્યારે તે ત્યાં નથી .

" પુલકીત ખુટતી કડી મળી રહી છે.આ જો સ્કેચ "વેદાંતભાઇ તે સ્કેચ પુલકીત ને આપે છે.

" સર આ તો એ જ માણસ છે.હવે શું થશે પલક ખરેખર મોટી મુસીબત માં છે."

" હા જલ્દી જ શોધવી પડશે." વેદાંતભાઇ .

ગૌરીબેન આ બધી વાત સાંભળી ને ભાંગી પડે છે.તે બે હાથ જોડી ને જમીન પર ફસડાઇ જાય છે.ભગવાન ને પ્રાર્થના કરે છે.

" હે ભગવાન કઇંક તો રસ્તો બતાય મદદ કર અમારી."

* * *


અહીં પલક બંધાયેલી હાલત માં પડી છે.તે વિચારે છે.

" અહીં થી નીકળવા બળ નહીં પરંતુ બુધ્ધિ વાપરવી પડશે, ચાલાકી નહીં ચાલબાઝી વાપરવી પડશે.નીવાન ને ઉલ્લુ બનાવવો પડશે.જે તે પહેલે થી છે જ ઇડીયટ."

નીવાન આવે છે.પલક સામે બેસે છે

" પલક અહીં થી ભાગવા નું ના વિચારતી આ જંગલ એટલું ગીચ છે.અને જંગલી પ્રાણી થી ભરપુર છે કે બચવા ના કોઇ ચાન્સ જ નથી ."

પલક એક સ્વીટ સ્માઇલ આપે છે.

" હું નહીં ભાગુ પણ પ્લીઝ મને આ બંધન માંથી મુક્ત કર થોડીવાર માટે મને હાથપગ દુખે છે.શરીર જકડાઇ ગયું છે.હું થોડીવાર મુક્તપણે ફરવા માંગુ છું .પ્લીઝ નીવાન." પલક તેના બોલવા ના હાવભાવ બદલે છે.

" અરે વાહ બહુ જલ્દી તું સમજી ગઇ કે મારા સીવાય તારે કોઇ સહારો નથી હવે.સારું ચલ આટલા પ્રેમ થી બોલે છે તો છોડી દઉં છું ."

તે પલક ને બંધનમુક્ત કરે છે.પલક માંડ માંડ ઊભી થાય છે અને નીવાન ને હગ કરે છે.મોઢું બગાડી ને.

" થેંક યુ નીવાન "

તેના અવાજ માંથી ચાસણી ટપકે છે.
" સ્ટુપીડ " પલક મન માં બોલે છે.અનુરાધા આ બધું આશ્ચર્ય થી જોવે છે.પલક ના બદલાયેલા રૂપ ને .તેને તેના પર શંકા જાય છે.પલક બહાર ના રૂમમાં આવે છે જુનુ લાકડા નું કોટેજ છે વર્ષો થી બંધ પણ સચવાયેલુ લાગે એક નાનકડુ કીચન છે જેમા ચા કોફી બનાવવા માટે એક સગડી અને કેટલાક ફુડ પેકટ્સ અને નાસ્તો છે.
પલક ને મન મા એક આઇડિયા આવે છે.

" નીવાન કોફી બનાવીશ પ્લીઝ આપણે સાથે કોફી પીએ." તે નીવાન નો હાથ પકડે છે.નીવાન તેના હાથ માંથી મોબાઇલ સાઇડ માં મુકે છે.એક શેફ ની જેમ નીચે નમી ને કહે છે

" યસ મેડમ .તારા માટે કઇપણ .હું તને ખુબ પ્રેમ કરું છું પલક" તેની આંખ મા આ વખતે સચ્ચાઈ ના ભાવ હતા. નીવાન જાય છે તે પાછો વળી ને ફલાઇંગ કીસ આપે છે પલક ને.

પલકને જે જોઇતો હતો તે સમય તેને મળી ગયો છે.તેના હાથ મા નીવાન નો મોબાઇલ છે.
તે વિચારે છે.

" ફોન કરીશ તો પેલા ને ખબર પડી જશે તો શું કરું હા લોકેશન સેન્ડ કરું "

તે ફોન અનલોક કરવા સ્વાઇપ અપ કરે છે.તે પેટર્ન લોક થી લોક છે.

" હવે પાસર્વડ શું હોઇ શકે અફકોર્સ P.તે P ડ્રો કરે છે અને ફોન અનલોક થાય છે.તે ફટાફટ પુલકીત નો નંબર સેવ કરે છે અને તેને અહીં નું લોકેશન વોટ્સ એપ માં સેન્ડ કરે છે અને લખે છે.હેલ્પ અેન્ડ ડોન્ટ રિપ્લાય.

તે જલ્દી પુલકીત નો નંબર અને તે મેસેજ ડિલીટ કરી ને ફોન ને તેની જગ્યા એ પાછો મુકી પોતે બેસી જાય છે.
નીવાન બે મોટા મગ ભરી ને કોફી અને નાસ્તો લઇને આવે છે.તે નીવાન સાથે હસી ને પ્રેમ થી વાત કરે છે.અને કોફી પીવે છે.નીવાન પલક નો હાથ પકડી લે છે અને બીજા હાથ થી તેનો ચહેરો પોતાના ચહેરા ની નજીક લાવે છે.પલક ગભરાઇ જાય છે.

ત્યાં જ નીવાન ના ફોન માં રીંગ વાગે છે.તે સાઇડ માં જઇને ફોન ઉપાડે છે

" હા આવું છું પાચ મીનીટ માં "

" સોરી પલક મારે તને ફરીથી બાંધી ને એક અગત્યના કામ થી જવું પડશે.તે તેને બાંધી ને જતો રહે છે.આરાધના કટાક્ષ માં બોલે છે.
" બસ આટલા માં જ ડરી ગઇ અને તારો તારા પતિ માટે પ્રેમ અને વફાદારી પતી ગઇ."
પલક તેમને બધું જણાવવા માંગે છે પણ તે ચુપ રહે છે.
" આંટી પ્લીઝ મને સલાહ ના આપો મને જેમ ઠીક લાગશે એમ કરીશ તમે બે વાર મારી હેલ્પ કરી એના માટે થેંક યુ અને આપણ ને બન્ને ને જીવતા રહેવું હોય ને તો તેના કહ્યા પ્રમાણે કરવું પડશે."

તે મનોમન ભગવાન ને પ્રાર્થના કરે છે.

" હે ભગવાન પ્લીઝ જલ્દી પુલકીત મને લેવા આવે તેની મદદ કરજો."

નીવાન એક અજાણ્યા પુરુષ જે અંધારામાં છે તેની પાસે બેસેલો છે.

" નીવાન અહીં ની પોલીસ મને શોધી રહી છે હું વધારે સમય છુપાઇ ને નહીં રહી શકું તું પલક અને આરાધના ને લઇને નીકળ મે બધી ગોઠવણ કરી દિધી છે.આગળ નો પ્લાન મારા માણસો તને ત્યાં સમજાવી દેશે "

" આપણી વાત થઇ હતી તેમ પલક મારી.." તે માણસ તેની વાત કાપે છે.

" તારી ઇચ્છા ઓ અને કામના ઓ અધુરી નહીં રહે.પછી જ આપણો પ્લાન આગળ વધશે.હા હા હા " એક ઘોઘરો અટ્ટહાસ્ય તે અંધારા રૂમમાં ગુંજે છે.

નીવાન પણ હસે છે અને પગે લાગે છે તે માણસ ને.
" ગોડ છો તમે મારા માટે થેંક યુ "

" જા હવે મુસાફરી માટે જરૂરી સામાન ખરીદી લે હવે તારી પલક ને તેના ઘરવાળ આ જિંદગી માં તો નહીં જ શોધી શકે."

* * *


પુલકીત ના મોબાઇલ માં અજાણ્યા નંબર પર થી મેસેજ આવે છે જેમા એક જગ્યા નું લોકેશન હોય છે અને લખેલું હોય છે હેલ્પ મી અેન્ડ ડોન્ટ રીપ્લાય. તે આ મેસેજ વેદાંતભાઇ ને બતાવે છે

" આ તો પેલા જંગલ નું જ લોકેશન છે જે તે બતાવ્યું હતું શું પલકે મોકલ્યું હશે ? કે આપણ ને ગેરમાર્ગે દોરવા માટે ચાલ છે જે પણ હોય આ મેસેજ ને ઇગ્નોર ના કરી શકાય હું હમણાં જ મારા જાંબાઝ ઓફિસર ની ટીમ ને લઇ ને ત્યાં જઉ છું ." તેઓ તેમની ટીમ ના બે કાબેલ ઓફિસર ને ઇન્ફોર્મ કરે છે અને તે નંબર ટ્રેસ કરવા માટે પણ કહે છે.

" સર હું પણ આવીશ તમારી સાથે પ્લીઝ" પુલકીત

" લુક યંગમેન આ એક ખતરનાક મીશન હોઇ શકે છે એક તો એ કીડનેપર્સ અને બીજું તે ખતરનાક જંગલ જે જંગલી પ્રાણીઓથી ભરપુર છે હું તારો જીવ ખતરા માં ના નાખી શકું " વેદાંતભાઇ

" પલક વગર આમ પણ આ જીવ ની કોઇ કિંમત નથી પ્લીઝ હું લખી ને આપું છું કે તમામ જવાબદારી મારી રહેશે." પુલકીત આશા ભરી નજરે વિનંતી કરે છે.

" ઠીક છે લે આ ગન રાખ જરૂર પડે તો જ વાપરજે."

" હું પણ આવીશ " ગૌરીબેન ઊભા થતા બોલે છે.

" મોમ પ્લીઝ "

" વેદાંતભાઇ અને પુલકીત પ્લીઝ હું એક મા છું તમે મને મારી દિકરી ને મળતા ના અટકાવી શકો અને મારી ચિંતા ના કરો જરૂર પડ્યે આ નારી દુર્ગા મા નું રૂપ પણ લઇ શકે છે."

સહમતી આપવા સિવાય કોઇ રસ્તો નથી .સીક્રેટ મીશન પર નિકળી પડે છે ત્રણ જાંબાઝ ટ્રેઇન્ડ ઓફિસર અને બે સીવીલીયન.

* * *

નીવાન આવે છે પલક અને આરાધના ને તે દોરડા ના બંધન થી મુક્ત કરે છે તેમને આશ્ચર્ય થાય છે.

" શું થયું નીવાન ?" પલક

" જમવા નું લાવ્યો છું જમી લો પછી નીકળવા નું છે.અહીંથી ."

" પણ કેમ અને કયાં ?" પલક ને ફાળ પડે છે

" હે ભગવાન પ્લીઝ પુલકીત ને જલ્દી મોકલ નહીંતર હું તેને કયારેય નહીં મળી શકું ."

શું ભગવાન પલક ની સાંભળશે કે બે પ્રેમ કરવા વાળા હંમેશા માટે અલગ થઇ જશે ? જાણવા વાંચતા રહો.


Rate & Review

MINAXI PATEL

MINAXI PATEL 4 months ago

Neepa

Neepa 8 months ago

Saryu Shah

Saryu Shah 2 years ago

MIHIR_Sathwara

MIHIR_Sathwara 2 years ago

Heena Suchak

Heena Suchak 3 years ago