Are parents more beloved their traditions than their children. books and stories free download online pdf in Gujarati

શું માં-બાપ ને પોતાની સંતાન કરતા પણ જૂની પરંપરા વધારે વહાલી હોય છે ..?

" શું માં-બાપ ને પોતાની સંતાન કરતા પણ જૂની પરંપરા વધારે વહાલી હોય છે ..?..?..? "

પ્રશ્ન : કેટલાયે માં-બાપ મને Personally Message કરી ને પૂછે છે કે આજ કલ માં-બાપ ને તડછોડવાના કિસ્સા ઘણા વધી ગયા છે એનું કારણ શુ છે મુર્તઝા ભાઈ ?

જવાબ: તો મારે એટલુંજ કેહવું છે એ માં-બાપ ને કે તમે ઘણા અરમાનો ની સાથે ,ઉમમીદો ની સાથે ,તમારા સંતાન ને ભણાવો છો , કે એક દિવસ ભણી ગણી ને તમારા ફેમિલી નું નામ રોશન કરશે . દુનિયા ને બદલી દેશે , યા જ્યા જોબ / બિઝિનેસ્સ કરે છે ત્યા હાઈસ્ટ પોઝિશન પર પોંહચશે.

પણ જ્યારે એજ હાઈસ્ટ ડિગ્રી મેળવેલ સંતાન જ્યારે પોતાના ઘર ના કેટલાક કુ -રિવાજો , જૂની માન્યતાઓ , યા બેમતલબ ની પરંપરાઓ બદલવાની પહેલ કરે છે કે જે રિવાજો આજના જમાના ના હિસાબે યોગ્ય નથી ત્યારે એ માં-બાપ કે જે ને એમ ગર્વ હોય છે કે મારુ સંતાન દુનિયા બદલશે એજ માં-બાપ જ્યારે એની સંતાન ઘરના અમૂક રૂઢિચુસ્ત નિયમોને જ્યારે બદલવાની પહેલ કરે છે તો શું કામ એ માં-બાપ એને સાથ નથી આપતા ? શુ કામ એ નવી પેઢી અને એની નવી સોચ ને સપોર્ટ નથી કરતા ? શુ કામ એમને એ એડયુકેટેડ સંતાન ની સામે વિરોધ હોય છે ? ચાલો માન્યું કે તમારો અનુભવ વધારે છે પણ એ અનુભવ અને તમારા સંતાન ની નવી સોચ બંને મળી જાય તો સોચો કેવા નવા માહોલ ની શુરુઆત થાય . કેવી better understanding ના સાથ તમે life ને પેહલા કરતા વધારે enjoy કરી શકો . પણ ના સાહેબ અહીંયા માં બાપ ને એમનો અહંમ નડી જાય છે. વર્ષો સુધી જે લાઇફસ્ટાઇલ માં જીવતા આવ્યા છે બસ એજ લાઈફ્સ્ટલે જીવવું યોગ્ય માને છે અને જબરદસ્તી મનાવે પણ છે.

વિચારો માં વાંધો અહીંયા ઉભો થાય છે . માં-બાપ ને એતો પસંદ છે કે મારી સંતાન પુરી દુનિયા બદલે પણ એ જરાયે પસંદ નથી કે ઘરના બેફિઝુલ ના નીતિ નિયમો કે જેનો આજના જમાના સાથે કોઈ તાલ મેલ જ નથી એવી So Called પરંપરા તોડે . માં બાપ ને એ જરાયે પસંદ નથી હોતું કે એની શુરુઆત સંતાન પોતાનાજ ઘર થી કરે. તેમને સંત્તાન ની દરેક આધુનિક વિચારશૈલી,રહનસહન, ખાન પાન અને દરેક જાતના તૌરતરીકા પાર વાંધો,વાંધો અને વાંઘોજ હોય છે સંતાન ભલે તેમને માનપાન આપે , ભલે તેમની નાનામાં નાની જરૂરિયાત ની કાળજી લે , ભલે ને તેમને એક સુખી સમૃદ્ધ જીવન આપવા ૧૨ ૧૨ કલાક કામ કરે , ભલે ને એક શહેર છોડી બીજા શહેર ,યા પોતાનું વતન મૂકી પરદેશ કમાવા માટે જાય કે જેથી કરી ને તેના ઘરડા માં બાપ ને જીવન ના આખરી પળો માં એમને હર એ સુખ આપે જે કયાંક તેમને મોટા કરવામાં ગુમાવ્યું છે, પણ ના સાહેબ અહીંયા તો એજ રૂઢિચુસ્ત માનસિકતા માં બાપ ની, માટે અહીંયા શુરુઆત થઇ છે મા-બાપ ને તડછોડવાની.

જો તમારે સુખી જીવન જીવવું હોય તો હર એક નવી સોચ ને અપનાવતા શીખો કેમકે કુદરત ભી બદલાવ ઈચ્છે છે .જેમ વૃક્ષ ના જુના પાંદડા ખરીને નવા આવે છે , જેમ ઋતુઓ બદલાય છે ,જેમ દિવસ પછી રાત થાઈ છે , તેમ બદલાવ એ સંસાર નો નિયમ છે .

Thank you All,


Written by:
Murtaza Dhilawala

જો તમારે આ આર્ટિકલ ગમ્યો હોય તો Please Like કરજો ,Share કરજો અને તમારા વિચારો સાથે મને Comments પણ જરૂર થી કરજો .મને પણ તમારા વિચારો થી કદાચ એક નવી સોચ અને સમજણ મળશે .

જય હિન્દ.

*******************************************************************************************************************