Dream story one life one dream - 36 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 36

ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 36


"પલક અને ગૌરીબેન ઠીક છે.મહાદેવભાઇ શાંત થાઓ તમને પુરી વાત જણાવુ .તે માત્ર દવા ના ધેન હેઠળ સુતેલા છે." વેદાંતભાઇ મહાદેવભાઇ ના હાથ માંથી પુલકીત નો કોલર છોડાવે છે.

" અને તમારે કોઇનો ખરા દીલ થી આભાર માનવો હોય તો તે પુલકીત છે તેની હિંમત ,બુધ્ધિ અને સર્તકતા ના કારણે એક મોટું ષડયંત્ર નિષ્ફળ થયું ."

" તમે શું બોલો છો મને કઇ જ ખબર નથી પડતી.અને ત્યાં કોણ છે પડદા પાછળ."મહાદેવભાઇ.

" બધું જ જણાવુ પણ પહેલા આ પાણી પીવો અને બેસો .બહુ મોટા ષડયંત્ર મા ફસાઇ હતી તમારી દિકરી અગર અમે બે મિનિટ પણ મોડા પહોંચ્યા હોત તો આ જિંદગી મા તમારી દિકરી ને જોવી પણ તમારા નસીબ મા ના હોત ."

થોડા કલાકો પહેલા......

" મળી ગયો દવા નો ડબ્બો." નીવાન

" તો આપી દો .આ પલક ની હાલત તો બગડતી જ જાય છે." આરાધના.

તેટલાં માં ગાડી ના આવવા નો અવાજ તેમને સંભળાય છે.
" જે પણ હોય આ સમયે અહીં ગાડી નો અવાજ મને લાગે છે પોલીસ હસે ચલો નીકળો આ ડબ્બો પકડો અને પાછળ ના દરવાજા થી નીકળો હોશીયારી ના કરતા.નહીંતર જીવ જશે તમારો." નીવાન આરાધના બેન ને દવા નો ડબ્બો આપે છે.તે પલક ને પોતાના બે હાથ માં ઉચકી લે છે.તે આરાધના બેન ને પાછળ બેસાડે છે અને તેમના ખોળા માં પલક ને સુવાડે છે.અને ગાડી ભગાવે છે
આરાધના બેન પલક ને દવા શોધી ને આપે છે.પણ ભાન માં નથી આવતી.
અહીં પુલકીત ,વેદાંતભાઇ,ગૌરીબેન અને ઓફિસર અંદર આવે છે અને અંદર નું દ્રશ્ય જોઇ ને આંચકો લાગે છે તેમને.અંદર કોઇ નથી જમીન પર જમવા નું પડ્યું છે ઉલ્ટી ની દુર્ગંધ ફેલાયેલી છે.પુલકીત ને ગાડી નો અવાજ આવે છે.
" સર તે લોકો નીકળી ગયા લાગે છે જલ્દી પેલી બાજુ તેમનો પીછો કરીએ ફટાફટ."
બધાં ગાડી માં ગોઠવાય છે.

"પુલકીત આર યુ શ્યોર કે તે ગાડી માં પલક અને કીડનેપર છે.કદાચ કોઇ આપણ ને ગેરમાર્ગે દોરતુ હોય." વેદાંતભાઇ

" પલક જ છે તે ગાડી માં જલ્દી ચલો."

ગાડી હાઇવે પર ભાગી રહી છે.તેમને ત્યાં બે ગાડી દેખાય છે.એક રેડ અને એક વાઇટ .

" હવે કઇ ગાડી હશે?" ડ્રાઇવર પુછે છે.

" રેડ " પુલકિત તેને રેડ કલર ના કપડા નો ટુકડો બતાવે છે.

"સર આ પલક ના ડ્રેસ નો ટુકડો છે.જે કદાચ પલકે આપણા માટે હીંટ તરીકે મુકયો હશે રેડ ગાડી નો પીછો કરો." પુલકીત.વેદાંતભાઇ ને આ બધું નોનસેન્સ અને વેસ્ટેજ ઓફ ટાઇમ લાગે છે.
ડ્રાઇવર રેડ કાર ની નજીક લે છે.અહીં ગાડી માં પલક વીચારે છે.

" હેભગવાન કાશ પુલકીત ને મારા ડ્રેસ નો ટુકડો મળી ગયો હોય " તે સાઇડ મીરર મા એક ગાડી જુવે છે

" આ પુલકીત જ છે " તે ભાન મા આવે છે એવુ જતાવે છે અને તેનો હાથ ઉંચો કરે છે.

પુલકીત ને આગળ રેડ કાર માં હાથ દેખાય છે અને ચમકતો ડાયમંડ દેખાય છે.

" સર પેલી રહી પલક .રોકો તે ગાડી ને." વેદાંત ને આ બધી વાત વાહીયાત લાગે છે તે કંટાળી ને પોતાના ડ્રાઇવર ને ઇશારો કરે છે.અને જેવી ગાડી નજીક આવે છે તે ગન થી ફાયર કરીને ગાડી ના ટાયર પંચર કરે છે.ગાડી જઇને ઝાડ સાથે અથડાય છે.અને ગાડી માંથી ધુમાડો નીકળે છે.બધાં ગાડી માંથી બહાર આવે છે.

પલક પુલકીત ને જોઇને ખુશ થાય છે.વેદાંત ને પણ પુલકીત ના વિશ્વાસ પર આશ્ચર્ય થાય છે.તે ગન નીવાન તરફ તાકે છે.બધાં ઓફિસર્સ એકશન માં આવે છે.નીવાન ગન કાઢી ને પલક ના લમણે મુકે છે.

" જેટલી ગોળી છે બધી તેની અંદર જશે.પલક મારી નહી તો કોઇ ની નહીં .બધાં ગન ફેંકો નહીં પલક નહીં બચે."

નીવાન ની ધમકી ને તાબે થઇ બધાં ઓફિસર્સ ગન ફેંકી દે છે.પણ તે અજાણ છે કે પુલકીત ની પાસે પણ ગન છે.જે તે જરૂર પડ્યે વાપરી પણ શકે છે.નીવાન ખુશ થાય છે.

" હવે તમારી ગાડી ની ચાવી આપી દો અને અમને જવા દો." નીવાન પલક ના લમણે ગન રાખી ને ગાડી તરફ જાય છે.

" પલક મારી દિકરી " અત્યાર સુધી ચુપ ઉભેલા ગૌરીબેન પલક તરફ દોડે છે.

" સ્ટોપ નહીં તો હું ગન ચલાવી દઇશ તમારી ઉપર " નીવાન તેમની તરફ ગન તાકે છે.

" મમ્મી સ્ટોપ " પલક ગૌરીબેન ને ના પાડે છે પણ ગૌરીબેન આગળ વધે છે.વેદાંત પુલકીત ને ઇશારો કરે છે.પુલકીત ગન કાઢે છે.તેના હાથ ધ્રુજે છે.પણ વાત પોતાના પરીવાર પર આવેલી હોય છે તેના માં હિંમત આવી જાય છે.

૧ ૨ ૩ ૪ ચાર બુલેટ છુટે છેઅને ચાર લોકો પડી જાય છે.પહેલી ગોળી એ ગૌરીને બચાવતા આરાધના પડી જાય છે.બીજી ગોળી ગૌરીબેન ને ખભે અડીને જતી રહે છે એટલે એ પડી જાય છે.અને બાકી ની બે ગોળી નીવાન ને વાગે છે એટલે એ પડી જાય છેઅને પલક ખરાબ તબીયત ના કારણે પડી જાય છે.ચાર એમ્બ્યુલન્સ આવે છે અને ચારેય ને લઇ જાય છે.

વેદાંત નીવાન ની સાથે એમ્બ્યુલન્સ માં જાય છે.તેનું નીવેદન લેવા માટે. તે નીવાન સાથે થયેલી વાત અને તેમના સાથીદારો ના નામ રેકોર્ડ કરે છે.

અત્યારે .....

" કોણ છે એ લોકો." મહાદેવભાઇ પુછે છે.પલક અને ગૌરીબેન ભાન માં આવે છે.વેદાંત ભાઇ તેમના ઓફિસર્સ ને ઇશારો કરી પડદો હટાવવા કહે છે.આરાધનાબેન , એક નકાબ ધારી પુરુષ ,દીલીપભાઇ અને જીયા ત્યાં હાજર છે.

મહાદેવભાઇ આગળ આવે છે આરાધનાબેન પાસવ જાય છે.

" કોમલ "

વેદાંતભાઇ તે નકાબધારી પુરુષ નો નકાબ હટાવે છે.
" જાની ઉર્ફે પ્રકાશ." મહાદેવભાઇ

" પપ્પા આ બધાં કોણ છે? અને કેમ મારી પાછળ પડ્યાં છે?" પલક માંડ માંડ બોલી શકે છે.

" જણાવું" મહાદેવભાઇ ભુતકાળ મા સરી પડે છે.

" તું હંમેશા થી જાણવા માંગતી હતી મારા ડાન્સ ના પ્રત્યે ની નફરત નું કારણ તેનો જવાબ આ સ્ત્રી છે."

મારી મોટી બહેન કોમલ ઉર્ફે આરાધના
મારા દાદાજી ખુબ જ મોટા શાસ્ત્રીય સંગીતકાર અને નૃત્યકાર હતા તે વખતે રાજા ના દરબાર માં તે સંગીત વગાળતા અને નૃત્ય પ્રસ્તુત કરતા હતા.રાજા ની કૃપા કૃપાથી ખુબ જ નામ અને પૈસો હતો.રાજા ની કુંવરી ના પ્રેમ મા પડી ને રાજા ના જમાઇ બની ગયા મારા પપ્પા ને, અને દાદી ને છોડી ને.

મારા દાદી એ ખુબ જ મહેનત થી પિતાજી ને મોટા કર્યા .મારા પપ્પા એ મહેનત કરી ખેતી કરી ને ગુજરાન ચલાવ્યુ.પણ મારી બહેન ને ખબર નહીં ક્યાંથી નૃત્‍ય નો શોખ લાગ્યો.અને દીવસે ને દીવસે વધતો ગયો.અમારા બધાં નો વીરોધ હતો છતાં પણ તે ફિલ્મો માં કામ કરવા ઘર છોડી ને ચાલ્યા ગયા.જેનો આધાત પિતાજી ના સહી શક્યા અને આ દુનીયા છોડી ને જતા રહ્યા .હું મમ્મી ને લઇને મોટા શહેર માં આવ્યો મહેનત કરી ને આ ઇન્ડસ્ટ્રી ઊભી કરી.

મને ડર હતો કે આ ડાન્સ મારી બહેન ,પપ્પા અને દાદાજી ની જેમ તને મારાથી દુર ના કરી દે મારો ડર સાચો પણ પડ્યો ."

મહાદેવભાઇ આંખો લુછે છે.

" તો મહાદેવ હું આવી હતી એ બધું છોડી પ્રકાશ સાથે લગ્ન કરી ને માફી માંગવા પણ મને અપનાવવા ની જગ્યા એ મને ધૃત્કારી.મને કાઢી મુકી." આરાધના

" મુંબઇ ગયાં પછી મારા ભાગ્યે મારો સાથ આપ્યો.આરાધના ના નામે મને કામ અને નામ બન્ને અપાવ્યું પણ પ્રેમ થયો એક ગુંડા જાની જોડે જે છોકરીઓ વેચતો હતો તે વાત મને પછી ખબર પડી.તે મારા માટે બદલાઇ ગયો .પણ તમે કશું જાણ્યા વગર જ અમને કાઢી મુક્યા."

" એટલે બદલો લેવા પલક ને કીડનેપ કરાવી." જાની ઉર્ફે પ્રકાશ આગળ આવે છે.

" મે તો આ બધું છોડી દીધું હતું આવક નો અભાવ હતો છત‍ા પણ તેને આપેલા વચન ને કારણે કશું કરી નહતો શકતો.

પણ એક દિવસ એક જોરદાર ઓફર આવી પલક નો સોદો કરવા ની મહાદેવ ની દિકરી ની જેણે મારું અપમાન કર્યું હતું ધક્કો મારી મને કાઢયો હતો.બદલો પણ અને પૈસા પણ મે હા પાડી દીધી આરાધના ને ઇમોશનલ કરી ને પરાણે હા પડાવી.

નીવાન નું પલક ની સાથે પાર્ટી માં બદતમીઝી કરવી તે બધું અમારી યોજના હતી.આરાધના નું ત્યાં પહોંચવુ તેને બચાવવી બધું નાટક હતું ."

" તો આરાધના ને કેમ કીડનેપ કરી ?" વેદાંત .

" સીમ્પલ નજર રાખવા માટે અને કોઇને શંકા ના જાય એટલે ."

" આ બધું તમે પતિ પત્ની અને નીવાન એકલા ના કરી શકો." વેદાંત .

" હા તો દીલીપભાઇ ની મદદ ના હોત તો કશું જ ના થાત . કેમકે પલક ને ફોસલાવી ને તેમણે જ તો બહાર લાવી હતી જયાં કેમેરા ના હતા.એટલે જ તો અમે તેનું કીડનેપ કરી શક્યા અને નીવાન ને નિર્દોષ સાબીત પણ તેમણે જ કરાવ્યો.તેમની ઓળખાણ ના કારણે.પણ તમને મારા પર શંકા કેવી રીતે ગઈ?" પ્રકાશ.

" ગૌરીબેન ના ભાઇ જે મુંબઇ મા પોલીસ ઓફિસર છે તેમણે આરાધના અને તમારી પુરી વીગતો અમને આપી હતી પુરી હિસ્ટ્રી .પણ દીલીપભાઇ તમે મહાદેવ ના ખાસ મિત્ર અને પાર્ટનર છો તમે કેમ આવું કર્યું ?" વેદાંતભાઇ.

" મહાદેવ એ આ ઇન્ડસ્ટ્રી મારા પિતા ની મદદ થી ઊભી કરેલી છે.અને શેરમાર્કેટ ના કારણે મારી બધી મુડી અને સંપત્તિ ગીરવે મુકાઇ ગઇ અગર પલક ના રહે તો આ બધું મારી પાસે આવે અને હું દેવા મુક્ત થઇ જઉ.મારા પિતા એ મદદ ના કરી હોત તો તું આજે કશું જ ના હોત .જે મારું હતું તે જ મે લેવા ની કોશીશ કરી બસ."

" પણ હજુ કોઇ છે મુખ્ય સુત્રધાર તેનું નામ તો જણાવો." વેદાંતભાઇ ની વાત થી બધાં ચોંકે છે.

" હજુ પણ કોઇ છે ?" મહાદેવભાઇ

" હા એક વ્યક્તિ છે " વેદાંતભાઇ

બધાં ઝેન અને જીયા ની સામે જોવે છે

વાંચો અંતીમ ભાગ આવતા અઠવાડિયે .

Rate & Review

Neepa

Neepa 8 months ago

Geeta Nilesh

Geeta Nilesh 9 months ago

Hardas

Hardas 1 year ago

Saryu Shah

Saryu Shah 2 years ago

Jignesh Surani

Jignesh Surani 2 years ago