Prem ke sharat ? Chhodne, let's breakup... - 1 books and stories free download online pdf in Gujarati

પ્રેમ કે શરત..? છોડને, લેટ્સ બ્રેકઅપ.... ! - 1

"પ્રેમ કે શરત..?
છોડને, લેટ્સ બ્રેકઅપ.... ! "

પ્રકરણ ૧: પ્રથમ શરત(ફ્રેન્ડ્સ ફોરેવર)

એ.જી. હાઇસ્કુલ,
કોમર્સ છ રસ્તા,
અમદાવાદ...

સવારનો દસ વાગ્યાનો સમય.
10th ક્લાસનો રિસેસનો ટાઈમ.
ચારેકોરથી થતો દસમા ધોરણના એટલે કે બોર્ડ આપવા જઇ રહેલા છોકરાઓનો શોર બકોર..

ક્લાસરૂમની પહેલી બેન્ચ પર ચશ્મા પહેરીને એક છોકરી ઉંધુ ઘાલીને બુક વાંચી રહી હતી અને એક બેંચ છોડીને પાછળ બેઠેલી છોકરીઓ તેના વિશે ખુલ્લા દિલે પંચાત કરી રહી હતી હતી.
"રેવતી" એ છોકરીનું નામ..!

બોર્ડમાં રેન્ક લાવવાનો છે બસ એ જ એનું ધ્યાન. આજુબાજુના શોર બકોર ની અસર બહુ એના પર થતી ન હતી.
તે એની જ તલ્લીનતાથી વાંચી રહી હતી.
જેટલી ભણવામાં સ્માર્ટ હતી એટલી જ તે લાડલી ત્યાંના ટીચર્સની પણ હતી.

રેવતી ટીચર્સની પાડેલી પોપટ હતી કે જે બધા જ સ્ટુડન્ટસની ચુગલી આરામથી કરી શક્તી.
અને આ વાતની જાણ આખા ક્લાસને હતી ..
બધા તેનાથી હંમેશા દૂર જ ભાગતા.

એજ ક્લાસમાં ૨ છોકરાઓ બેસીને કંઈક ડિટેલમાં ગુફતગુ કરી રહ્યા હતા..

બન્નેની ત્રાંસી નજર રેવતી પર હતી.

"નવી ચિબાવલી આવી છે ભાઈ..!"
અમિતે ચિરાગ ની સામે જોઈને કહ્યું..

"કોણ..?
પેલી પહેલી બેન્ચ વાળી ચશ્મીશ..?
દેખાવમાં તો એમ તો સારી છે..!"
ચિરાગે હસતા હસતા કહ્યું..

"ભાઈ દૂર રહેજે એનાથી,
તારા રેન્ક પર એની નજર છે...!"
અમિતે દબાતા અવાજે કહ્યું..

ચિરાગે કહ્યું,
"એટલી એનામાં ઓકાત નથી...!"

ચિરાગ એટલે ભણવામાં હોશિયાર,
ટેકનિકલી જુગાડું અને તમામ રીતે સ્માર્ટ વ્યક્તિ.
બહુ વધારે ફ્રેન્ડસ ના બનાવવા વાળો વ્યક્તિ.
એવો વ્યક્તિ જે ક્યારેય કોઈના પર ડિપેન્ડન્ટ નથી.
જે કોઈને ના ગમે એ કદાચ ચિરાગને ગમે ,
તેનું પ્રમાણ આ છોકરી સામે જ હતી.

ચિરાગના ટીનએજના હોર્મોન જાણે પરાકાષ્ઠાએ પહોંચી ગયા હતા,
અને ટીચરની પોપટ રેવતી તેના દિલમાં ઉતરી ગઈ હતી.
કોઈને ઇંપ્રેસ કરવું એ પણ એક કલા છે જે ચિરાગ પાસે કદાચ જન્મથી જ હતી..

ચિરાગે રેવતીને બુક્સની બહાર પણ એક મોટી દુનિયા છે એનો પરિચય કરાવ્યો..

મેથ્સ અને સાયન્સ સિવાય એક રોમેન્સ નામનો સબ્જેક્ટ પણ હોય છે તેના બધા જ પાઠ ચિરાગે રેવતીને બરાબર ભણાવ્યા..!

"હેલો, તારું નામ શું છે?
કઈ સ્કૂલમાં પહેલા તું ભણતી હતી એવા સવાલથી શરૂ થયેલો પ્રેમ આજે લિપ કિસ સુધી પહોંચવા આવેલો...!"
પણ એ લિપ કિસ તેના ડેસ્ટિનેશન સુધી ના પહોંચી શકી,
પ્રેમ સાચો હતો અને રિલેશન પ્યોર હતો.
બંને સ્કૂલમાં હાથમાં હાથ પરોવીને ફરતા રહેતા..
એક તો બંને ટીનેજર અને બંનેને જોવાવાળા પણ નાસમજ ટીનેજર છોકરાઓ.

બંનેનો પ્રેમ આખી સ્કૂલમાં દરેકના મોઢે બોલાઈ રહ્યો હતો..
કોઈકના મોઢે સારી રીતે તો કોઈકના મોઢે અપશબ્દોથી..!
"સાલુ અને ગર્લફ્રેન્ડ મળી ગઈ અને આપણે રહી ગયા...!"
એવી માનસિકતાથી પીડિત અને ધરાશાયી પણ કેટલાક છોકરાઓ હતા...

ચિરાગના વધુ મિત્રો ન હતાં, પણ જે હતા તે બહુ જ ખાસ હતા..!

ખાસ ગણાતા એમાના અમુક ફ્રેન્ડ્સે રેવતીને જોઈને કમેન્ટ કરી,
"ભાભી, આજે તો ઘણા સારા લાગો છો,ચિરાગ ભાઈનો પ્રેમ તમારા ચહેરા પર ભારોભાર છલકાય છે."

રેવતીને આ વાત સાંભળી ઘણું લાગી આવ્યું.

સ્કૂલ બાદ સાંજની એ મુલાકાત ,
રેવતીની આંખોમાંથી દરિયો ફાટી રહ્યો હતો..
આટલા ભારે ઈમોશનલ આંસુઓનો ચિરાગ ના મગજ પર પહેલી વાર અથડાઈ રહ્યા હતા,
આ એક્સપિરિયન્સ ચિરાગ માટે આવકાર્ય ન હતો.

"થયું શું છે એ તો કે...?"
ચિરાગે કહ્યું,

"તારા ફ્રેન્ડ આપણા બન્નેના રિલેશનશિપ વિશે બધાને કહી રહ્યા છે...!"
રેવતીએ રડતાં રડતાં કહ્યું.

"તો એમાં ખોટું શું છે..?"
ચિરાગે સહજતાથી પૂછ્યું..

"મને નથી ગમતું કે આપણા બંનેની વાત બધાને ખબર પડે..!"
રેવતી બોલી

"હા, હું એમને વાત કરીશ કે બધાને આ વાત ના ફેલાવે.
તુ પ્લીઝ રડવાનું તો બંધ કર...!"
ચિરાગે વાતને આટોપવાનો પ્રયાસ કર્યો..

"એ બધું જે હોય તે,
આજે તારે ડિસાઈડ કરવું જ પડશે કાતો તું એમની ફ્રેન્ડશીપ રાખીશ કાં તો મારી જોડે રિલેશન..!"
અઘરો સવાલ પૂછયો હતો છોકરીએ ..

ચિરાગે એ વખતે કંઈ જ ના વિચાર્યુ,
બસ એક જ જવાબ આપ્યો ,
"મારા ફ્રેન્ડ્સ ને હું તારા ઉપર રાખીશ,
સોરી પણ હું એમની સાથેની ફ્રેન્ડશીપ નહીં તોડી શકું."
પીઠ ફેરવી ચિરાગે ચાલતી પકડી હતી..!

બાઘાની જેમ રેવતી ત્યાં જ ઉભા ઉભા ચિરાગને જતાં જોઈ રહી..
ચિરાગ ની સ્ટોરીની આ પહેલી શરત,તેના બ્રેકઅપ નું કારણ બની.
અને દોસ્તી સાલુ પ્રેમ પર બરાબર ભારે પડી.

એકાદ-બે વર્ષ સુધી "કમિટેડ રરિલેશન"ચિરાગે પુસ્તકો જોડે જ રાખ્યો.
12th સાયન્સમાં સારા સ્કોર સાથે તેને કરમસદ મેડિકલ કોલેજમાં એમ.બી.બી.એસ.માં એડમિશન લીધું ..
ટીનેજ હવે નીકળી ચુકી હતી..
મેચ્યોરિટી થોડીક વધારે હતીષષ
હોર્મોન્સનું સ્તર પણ વધી ગયું હતું અને ફર્સ્ટ યર એમબીબીએસમાં ચિરાગ ની મુલાકાત થઇ એક એવી ભારતીય છોકરી સાથે જેના મૂળિયા અમેરિકામાં નખાયેલા હતા.
હંમેશા ખુશ રહેતી એવી આ મુસ્કાન ચિરાગની નજરથી સીધી દિલમાં અને પછી રાતે સપનામાં પ્રવેશી ચૂકી હતી અને એક દિવસે એનાટોમી ના ડીસેકશન હોલ ના ટેબલ પર એક ઘટના બની...!!!

To be continued



ડૉ. હેરત ઉદાવત.