Love ni Bhavai - 18 books and stories free download online pdf in Gujarati

લવ ની ભવાઈ - 18

? લવ ની ભવાઈ - 18 ?

હા ..... અવની ,

હુ બેશરમ છુ કે તને મેં ગાંડા ની જેમ પ્રેમ કર્યો છે,
ગાંડા ની જેમ તારી કેર કરી છે,
ગાંડા ની જેમ દરેક વખતે તારી સાથે ઉભો રહ્યો છુ,
ગાંડા ની જેમ તારી માટે અવાર નવાર બીજા ને ખોટું બોલીને તને મળવા આવ્યો છુ..

અને હા ખાસ તો ગાંડા ની જેમ તને યાદ કરી છે અને તને દિલ થી અને આત્મા થી ચાહી છે..

વાત રહી મારી સમજની તો એના વિશે તને કહી કહેવાની જરૂર નથી. તારા પ્રત્યે નું માન એ મારી સમજ હતી.
તને આગળ વધારવી એ મારી સમજ હતી.
દરેક વાત માં તારી સાથે રહેવુ એ મારી સમજ હતી.
અને તારા શરીરથી નહીં પણ દિલ થી પ્રેમ કરવો એ મારી સમજ હતી.

Sorry To Say Bt...તું મારા પ્રેમ ને લાયક જ નથી..
જ્યારે તને કોઈ તારા જેવું જ મળશે ને ત્યારે તને આ નીલ ની યાદ આવશે અને મારી કદર થશે...કઈ નહીં જે હોય તે તને ખુશી મળી ને બસ.....

એટલુ કહી નીલ મોબાઈલ ને switch off કરી સુઈ જાય છે.(પણ યાર ઊંઘ કેમ આવે. એક વ્યક્તિ સાથે નો અનહદ પ્રેમ કઈ રીતે ભૂલી શકાય.) નીલ બસ પથારી માં આમ તેમ પડખા ફર્યા કરે છે અને આખી રાત બસ અવની ના વિચારો કરતા કરતા થોડી વાર હસે છે , રડે છે અને ગુસ્સે થાય છે..આ બધુ થતા થતા થોડી નીંદર આવી જાય છે અને આંખ લાગી જાય છે..

સવાર માં પોતાની આંખો ચોળતા ચોળતા ઉભો થાય છે. બસ કશુ જ ન થયું હોય એમ પોતાનુ બધુ કામ કરે છે, સવાર માં નાસ્તો કરીને પોતાના કામ પર ચાલ્યો જાય છે.પોતાનો ફોન ઘરે મૂકી ને જ જાય છે. આખો દિવસ પોતાનું કામ મન લગાવીને કરે છે. ચેહરા પર એક પણ પ્રકારનુ ખરાબ એક્સપ્રેશન દેખાડતો નથી..પણ કહેવાય ને સાહેબ કે પોતાના હોય એ ફેસ જોઈને જ ઓળખી કાઢે કે ખુશ છે કે દુઃખી..એમ એની ઓફિસના મેડમ એને પૂછે છે કે શું થયુ.
એના જવાબ માં નીલ કહી નથી થયું એમ કહી ને વાત ને ટાળી દે છે અને કામ માં પાછો વ્યસ્ત થઈ જાય છે..

સાંજે ઘરે પહોંચતા જ ફ્રેશ થઈ જમી લે છે અને પોતાના રૂમ માં જઈને પોતાનો મોબાઇલ switch on કરે છે અને અવની નો રીપ્લાય આવ્યો છે કે નહીં એ ચેક કરે છે પણ સાંજે જે નીલએ જે મેસેજ કર્યા હોય છે એ અવની એ વાંચ્યા હોય છે.
નીલ ફરી એક વાર પોતાના મન ને માનવી ને ફરી અવની ને મેસેજ કરે છે ..

હેલો અવની , યાર બસ છેલ્લી વાર રીપ્લાય આપી દે..
સાથે ના રહેવુ હોય તો પણ ના પાડી દે.. હા મને ખબર છે કે તે એક વાર મને ના કહ્યું છે પણ છતાં એક વાર મને વિચારીને કહે plz.....

એટલુ કેહતા જ અવની નો મેસેજ આવે છે..

હા ચાલ નીલ તારે મારી સાથે રેહવું છે ને તો એક કામ કર..
એક અઠવાડિયા પછી દિવાળી છે બરોબર..
તો હું તને આવતી દિવાળી એટલે કે એક વર્ષ પછી તને મેસેજ કરીશ. એટલે કે આપણે એક વર્ષ સુધી વાત નહીં કરીએ..
ના વોટ્સએપનમાં , ના ફેસબુકમાં અને ના કોલમાં..
હું પણ જોવ કે તારો પ્રેમ કેવો છે...
આમ પણ તું બોવ પ્રેમ પ્રેમ કરે છે ને !!
તો જોઈએ !!!!

નીલ - ઓહ વાહ સરસ !! શુ વાત છે !!!
અલગ રહેવાનુ એક અલગ બહાનુ એમને??

અવની - ના નીલ બહાનુ નહી.જે છે એ જ કહુ છું ને...

નીલ - અરે અવની. હુ સમજી ગયો બધુ...
તું શુ કહેવા માંગે છે..
પણ તું એ નથી સમજતી કે આપણે રિલેશનશિપમાં છીએ.
અને રિલેશન એટલે એક બીજા સાથે રેહવુ, ટાઈમ વિતાવવો , એક બીજાને સપોર્ટ કરવા..
વગેરે...

પણ તારા માટે હવે કદાચ આ બધુ કઇ પણ રહ્યું નથી..
બસ છેલ્લે વાત એટલે જ નીકળે છે કે તું મારા થી કંટાળી ગઈ છે અને Now U want To Live alone....

અને હા આ દિવાળી સુધી વાત નહીં કરવાની , કોલ નહીં કરવાના તો આ રિલેશનનો મિનિંગ શુ ???
ચાલ માન્યું કે તું તારા મતે સાચી હશો..પણ એક વાર એટલુ વિચાર કે એ ક્યાં પ્રકાર નું રિલેશન જે એક વર્ષ માટે નહીં બોલવનું?..
એક બીજા ને યાદ કરવાના પણ વાત નહીં કરવાની.,
એક બીજા ની કેર કરવી પણ એક બીજા ને મળવાનું નહીં.,
એક બીજાના ફોટો જોવાના પણ સામે નહીં આવવાનું.,
કઈ નહીં હશે ચાલો...મેં માન્યું આ બધુ,
પણ મને આ મંજુર નથી.....I am Sorry....

અવની - હા તારે તો નો જ ચાલે ને!!! તું તો છો જ કેરેકટર લેસ છોકરો... તારે તો ના જ ચાલે ને કોઈ ગર્લ વગર લાઈફ માં !!! તારે ટાઈમ પાસ માટે કોઇ તો જોઇએ જ,,

નીલ - અવની તને ખબર જ છે કે હું કેવો છોકરો છુ !!
અત્યાર સુધી તો તારા માટે હું જ સારો હતો ને..
અને તું જ કહેતી ને કે you are the Best husband of this universe...
અને એ પણ કહેતી કે તારા થી સારું કોઈ ના હોઈ શકે અને આજે હું તારા માટે ખરાબ બની ગયો...સરસ....
અને વાત રહી તારી તો તું ખૂબ જ સારી છે..
તારા જેવું કોઈ ના હોઈ શકે..
અને હા હું કઈ આ ટોન્ટ મારી ને નથી કહેતો.

અવની - તારે તો બસ કારણ જ જોઈએ ને નીલ જગાડવા માટે અને મને નીચું દેખાડવા માટે.. રિયલી તું બોવ ખરાબ છે હો નીલ...

નીલ - ઓહ ના ના અવની ખરાબ છુ નહીં પણ હવે થી તે મને બનાવી દીધો છે...

આમ બને એકબીજા જોડે વાતો કરે છે. એક બીજા ઉપર આક્ષેપો કરે છે , એક બીજા ઉપર ગુસ્સો કરે છે. ન બોલવાનું બોલે છે અને છેલ્લે..

અવની - બસ નીલ હવે આપણા વચ્ચે સાવ પૂરું..
હવે મારે તારા જોડે નથી રેહવુ.
તું તારા રસ્તે અને હું મારા..

નીલ - હા અવની આમ પણ તારા તરફ થી ઘણા સમય પહેલાથી પૂરું થઈ ગયુ છે..કાઈ વાંધો નહીં તને મેં બોવ જ સમજાવી. હવે મારા માં એટલી તાકાત નથી કે હું તને સમજાવી શકુ.
મને અફસોસ તો બોવ જ છે કે હું તારી સાથે ના રહી શક્યો..
તારી સાથે જે સપના જોયા હતા એ પુરા ન કરી શક્યો..
તારી સાથે જે હસતા હસતા જીવન પસાર કરવાની જે સપના હતા એ પણ ના પૂરી કરી શક્યો...
કઈ નહીં ચાલ ....
તે અત્યાર સુધી મને જે સપોર્ટ કર્યો એ બદલ તારો ખૂબ ખૂબ ધન્યવાદ...
કદાચ મારા પ્રેમમાં કઈક ખોટ રહી ગઈ હશે...
મારા થી કશી ચૂક રહી ગઈ હશે..
કદાચ તને મારે અમુક વસ્તુ નહી ગમી હોય..
કદાચ મારો પ્રેમ તને પૂરો નહીં પડયો હોય..
કદાચ મારો પ્રેમ તને ઓછો પડ્યો હશે..
અને
કદાચ મારો પ્રેમ તને સમજમાં નહીં આવ્યો હોય કે
પછી કદાચ...
હું તારા પ્રેમ ને લાયક નહીં હોય એટલે આ બધુ થઈ રહ્યું છે...
પણ કઇ વાંધો નહીં....
જેવી ભગવાનની ઈચ્છા.....
તને જેમ ઠીક લાગે એમ..
તું ખુશ તો હું ખુશ....

સારું મારા થી કાઈ બોલાઈ ગયું હોય તને , કઈ ખોટું લાગ્યું હોય કે પછી ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજે....
બસ હવે તું પણ મને ભૂલી જા અને હું પણ...
બને જણાં આગળ વધીએ અને ખુશ રહીએ....

છેલ્લે બસ એટલુ જ કે.....
અવની...
કોઈપણ સંબંધ હોય એમાં એક વ્યક્તિ ને નમતું મૂકવું જ પડે..એક વ્યક્તિએ તો સમજવું જ પડે..
સંબંધ માં જ્યારે ઈગો ની શરૂઆત થાય ને ત્યારે બધુ ગો થઈ જાય છે..

પહેલું કહેવાય ને કે ઢાઈ અક્ષર પ્રેમ કા ,
પણ એ કોઈ નથી કહેતું કે બે અક્ષર ઈગો ના...

ચાલ માન્યું કે તારા માં ઈગો નથી પણ.....
કઈ નહી છોડ બધુ .......
પેહલુ મુવી છે ને જેમાં એવું કહે છે કે...
જ્યારે તમને કોઈ ગમે ને ત્યારે તમને બધું જ ગમવા લાગે...
પણ સાલું એમ શા માટે ના કહ્યું કે જ્યારે તમને એ જ વ્યક્તિ ના ગમે તો એ અને એની બધી જ વસ્તુ પ્રત્યે નફરત થઈ જાય..જે વ્યક્તિ કાળ સુધી બધુ હતો એ જ વ્યક્તિ એના આજે સૌથી ખરાબ થઈ ગયો છે , વેલ્યુ વગરનો થઈ ગયો છે..
એ જેટલી કેર કરતો ત્યારે એવું કેહતા કે એટલી કેર ના કર..મને કાઈ જ નહીં થાય..
મારી એટલી બધી ચિંતા ન કર...
અને આજે એ જ વ્યક્તિ એવું કહે છે કે તે મારા માટે શુ કર્યું , તે ક્યાં મારુ ધ્યાન રાખ્યું છે.
કાલ સુધી તો એવું હતું કે મારા માટે તું અમૂલ્ય છે , તારા માટે તો હું બધુ કરીશ , તને ટાઇમ આપીશ, આખી દુનિયા સામે લડી લઈશ અને હમેશ ને માટે તારી / તારો જ બની ને રહીશ...પણ આજે આ બધું ક્યાં ગયુ ???
પોતાના બનવા માટે તો દૂર રહ્યું પણ બીજા ની સાથે નફરત કરાવી દીધી એનું શું ???
પોતાનું ધ્યાન ઓછું રાખ્યું અને સામે વાળા ઉપર જાન લૂંટાવી એનું શુ ?.

કઈ નહીં અવની મારા થી બોવ વધુ બોલાઈ ગયુ..
બાય......
એક ખરાબ સપનુ સમજી ને ભૂલી જજે...
અને આગળ વધજે...
તું આગળ વધીશ અને કઈ ક બની જઈશ તો
સૌથી વધારે ખુશી મને થશે....
બસ તારું ધ્યાન રાખજે...
અને હંમેશા ખુશ રે જે....
બાય........

આમ કહી બનેં એક બીજા મોબાઈલમાંથી નંબર ડીલીટ કરી દે છે.
એક બીજાને સોશિયલ મીડિયામાં બ્લોક કરી છે , અનફ્રેન્ડ કરે છે , બધા ફોટોસ ડીલીટ કરે છે અને બન્ને સુઈ જાય છે.
પણ બોસ ...
કોઈ પ્રિય વ્યક્તિ નુ લાઈફ માંથી ચાલ્યા જવું એનાથી વધારે દુઃખ બીજુ શુ હોય..
એ વસ્તુ કેમ ભૂલી શકાય જે એક સાથે વિતાવી હોય..
બને જણાં આખી રાત ઊંઘી શકતા નથી..
છેલ્લે નીલ ને એમ થાય છે કે મેસેજ કરું પણ કેમ કરવો એ વિચારે છે....છેલ્લે હિંમત કરીને મેસેજ કરે છે....

નીલ - જો અવની જે થયું હોય એ પણ આ વાત માં હું તને દોષ આપવા નથી માંગતો.
તું ખૂબ જ સારી છોકરી છે, તારા જેવું કદાચ આ દુનિયામાં કોઈ નહીં હોય. તે જ્યાં સુધી મને પ્રેમ કર્યો એ કદાચ મને કોઈ નહીં કરી શકે. તારો પ્રેમ મારા માટે બોવ જ અમૂલ્ય હતો..તું તારા વિચાર પ્રમાણે સાચી છે..

આપણા રિલેશનશિપના અંત માં તારો કોઈ જ વાંક નથી.બસ વાંક છે તો એ છે સમય અને સંજોગ નો..
જે થયું હશે એ કદાચ સારા માટે જ થયુ હશે.
આપણી વચ્ચે જે થયુ એતો હું ક્યારેય નહીં ભૂલી શકુ.
પણ પ્લીઝ આ વસ્તુ માં તું પોતાને દોષ ના આપતી..
જે થયું હોય એ...

બસ તું આગળ વધ...તારા સપના ખૂબ ઉંચા છે એ પુરા કર..લાઈફ માં કઈક બની ને બતાવ...આ જે થયું હોય એ એને જવા દે , એક ખરાબ સપનુ હતું એમ સમજી ભૂલી જા અને પહેલા ની જેમ ફરી તારા પ્રમાણે જીવન જીવવાનું સ્ટાર્ટ કર...

પહેલું કહેવાય ને કે.....

કોઈ ને પ્રેમ કર્યો હોય તો એનું અંતિમ પગથિયું લગ્ન હોય... પણ ના કોઈ ને પ્રેમ કર્યો હોય તો એનું અંતિમ પગથિયું એ વ્યક્તિની ખુશી હોય...
બસ ખુશ રહે.............
આવજે........
અને હા ક્યારેક આ ભૂત ની યાદ આવે તો યાદ કરતી રે જે..
કે નહીં એ નમૂના ટાઈપ ભૂત મળ્યું હતું એક દમ એન્ટિક....

સારું.....ચાલો....સોરી...મેસેજ કર્યો એ માટે.....
હવે મેસેજ નહીં આવે......

Good Bye.....Take Care...God Bless You...

બસ આખરે આ લવ સ્ટોરી નો અંત આવે છે....
નીલ અને અવની હવે એક બીજાથી અલગ છે અને પોતપોતાની લાઈફ માં ખુશ છે અને આગળ વધી ગયા છે...
બે વ્યક્તિ વચ્ચેનો પ્રેમ, ગુસ્સો અને અસમજણ આ લવ સ્ટોરી નો અંત લાવે છે........

પેલુ કહેવાય ને કે......
અમુક યાદો અને અમુક વાતો માણસ કોઈ દિવસ ભૂલતો નથી.....

★★★★★★★★★★★★★★★★★★★★★★
સૌ પ્રથમ તો બધા ને ખૂબ મોટુ સોરી....???
તમારે બધા ને જે રાહ જોવી પડી એ બદલ...

મિત્રો કોઈ પણ સંબંધ વિશ્વાસ કરતા , એક બીજાની સમજણ પર વધુ ટકેલો હોય છે. જો સમજણ હશે તો વિશ્વાસ શબ્દ ની જરૂર જ નથી.. બસ બને વ્યક્તિઓ એક બીજા ને સમજે એ જ જરૂરી છે...

આલીશાન બંગલા બનાવવા , કાર લેવી ખૂબ સરળ છે પણ કોઈના દિલ માં વસી જવું અને જગ્યા બનાવવી એ જ અઘરૂ છે...

મિત્રો... જીવન ત્યાં સુધી જીવન નથી જ્યાં સુધી એમાં પ્રેમ નથી...અને પ્રેમ ત્યાં સુધી પ્રેમ નથી જેમાં હસાવીને રડાવતો નથી...પ્રેમ માં બધા ખુશ હોય જ છે પણ ક્યારેક ક્યારેક મીઠો ઝઘડો પણ આનંદ આપતો હોય છે.ક્યારેક કયારેક એક બીજા માટે રડવું એ પણ એક આનંદ છે , એ પણ એક જાત નો પ્રેમ છે....

બસ છેલ્લે એટલું કે ...
કોઈ ની ખુશી માટે દૂર રહેવું એ પણ એક જાતનો પ્રેમ છે...

પ્રેમ અને કિસ્મત માણસ ને ખૂબ જ હેરાન કરે છે પણ સાહેબ જ્યારે સાથ આપે છે ને ત્યારે જિંદગી બદલી નાખે છે...

બસ.....

તમારા બધા નો ખુબ ખુબ ધન્યવાદ કે મારી આ નવલકથાને તમે બધા એ વાંચી અને પસંદ કરી...મારી પાસે અત્યારે શબ્દ નથી કે આપ સૌ નો આભાર કઈ રીતે પ્રગટ કરું..પણ હા એટલુ તો જરૂરથી કહીશ કે...તમે મારા ફકત વાંચકો નહીં પણ મારા આ લેખન જીવનનો એક અમૂલ્ય હિસ્સો છો...

બસ .....

લોકો શુ કહેશે એ છોડી દો સાહેબ,,
તમારે શુ કરવું છે અને તમને શું ગમે છે એ કરો....

આમ જ પ્રેમ આપતા રહેજો....
અને ફરી એક વાર સોરી કે તમારે સૌને રાહ જોવી પડી એ બદલ.....

? Mr.NoBody....?