ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 37 - અંતિમ ભાગ


" જીયા ...પ્રેમ બે અક્ષર નો આ શબ્દ કઇપણ કરાવી શકે છે." વેદાંતભાઇ.

" જીયા એક વાર ફરીથી તે દગો દીધો અને એ પણ આટલું મોટું ષડયંત્ર બોલ કેમ કર્યું ." મહાદેવભાઇ.

" પલકે લગ્ન કરી લીધા  મને થયું હાશ બલા ટલી પણ અહીં આવી ને ઝેન તો પલક અને પુલકીત ને અલગ કરવા માં લાગી ગયો.મે એને રોકયો તો તે મને કહે છે કે હું આ બધું આપણા ભવિષ્ય માટે કરું છું .હું પણ મુર્ખ તેની વાતો માં આવી ગઇ અને મારું સર્વસ્વ તેને સોંપી દીધું એ પણ એક નહીં વારંવાર .

પછી એક દીવસ મને ખબર પડે છે કે આ બધું તો ઝેન એટલે કરતો હતો કેમ કે તે પલક સાથે લગ્ન કરવા માંગે છે. અને હું માત્ર રસ્તો હતી પલક સુધી પહોંચવા માટે  મને ખુબ ગુસ્સો આવ્યો લાગ્યું હવે તો આ પલક નામનો કાંટો તો રસ્તા વચ્ચે થી હટાવવો પડશે.

તેટલાં માં મને આરાધનાજી ની યાદ આવી મને તેમની હિસ્ટ્રી ખબર છે કેમ કે તેમના નૃત્યની હું ફેન છું .મે તેમના પતિ ને પણ અહીં જોયા અને  દીલીપ અંકલ ના દેવા વીશે મને પપ્પા એ કીધું હતું તો મે બધાં ને ભેગા કર્યા નીવાન ને છોડાવ્યો પલક ને વેંચી કાઢવા નો પ્લાન બનાવ્યો.બધું બરાબર ચાલતું હતું .

નીવાન ને પણ પલક જોડે થી બદલો લેવો હતો અને એ બે ત્રણ દીવસ પલક ને પોતાની પાસે રાખી તે આગળ પ્લાન પ્રમાણે વેંચી દેત પણ આ પલક ની સ્માર્ટનેસ અને ચાલાકી ના કારણે અમારો પ્લાન નિષ્ફળ ગયો." જીયા ખુબજ ગુસ્સા માં છે તે પલક પાસે જઇ તેનું ગળું દબાવે છે.બધાં તેને પલક થી દુર કરે છે.

" તારા કારણે મારું બધું છીનવાઇ ગયું મારા આવનાર બાળક નું ભવિષ્ય પણ ."

બધાં ચોંકે છે.
" હા હું પ્રેગન્નટ છું .ઝેન ના બાળક ની મા બનવાની છું .હું મારા બાળક ને તેના પિતા નું નામ આપવા માંગુ છું સલામત ભવિષ્ય આપવા માંગુ છું મે શું ખોટું કર્યું ." તે નાના બાળક ની જેમ રડે છે.ઝેન ની આંખ માં પણ પાણી હોય છે.

" હું જ જવાબદાર છું આ બધાં માટે મારી લાલચ એ બધાં ને તકલીફ પહોંચાડી .તારા પપ્પા એ અમને ઓફર આપી ત્યારે મારા મન માં લાલચ જાગી કે તારી સાથે લગ્ન કરી ને આ બધું મારું થઇ શકે છે.પણ હું માફી માંગુ છું તમારા બધાં ની હું જીયા ને અને અમારા બાળક નવ સ્વીકારવા તૈયાર છું .જીયા મને માફ કરી દે  શું તું મારી સાથે લગ્ન કરીશ?" તે જીયા પાસે જઇને તેની માફી માંગે છે.

" જીયા તમારી પર થયેલો હુમલો ?" વેદાંતભાઇ

" સર એ બધું અમારા પ્લાન માં નહતું  અચાનક જ થયું ." જીયા

" બરાબર જ થયું . ભગવાન ન્યાય કરે છે." ગૌરીબેન તેને જઇને બે તમાચા મારે છે.

" લઇ જાઓ આ બધાં ને પુરો જેલ માં "

" ના મમ્મી .સર પ્લીઝ સ્ટોપ મારે કોઇ ના વિરુદ્ધ ફરીયાદ નથી કરવી નીવાન સીવાય.
મમ્મી જીયા મા બનવા ની છે તેને અત્યારે ઝેન ની અને સારી સાર સંભાળ ની જરૂર છે.અને પપ્પા ને તેમના મોટાબહેન ની તે બન્ને ની ગેરસમજ દુર થઇ ગઇ છે.

પપ્પા માણસો ખરાબ નથી હોતા તેમનો સમય ખરાબ હોય છે જે તેમની પાસે આ બધું કરાવે છે.એક ચાન્સ તો બધાં ને મળવો જોઇએ સુધરવા માટે .સાચો પ્રેમ બધાં ને બદલી કાઢે છે.દીલીપ અંકલ મારા પિતા સમાન છે એમની તકલીફ ના કારણે તેમને આ ભુલ કરવી પડી.તમે તેમને મદદ કરો ને પપ્પા.

આરાધના ફોઇ અને પ્રકાશફુવા ને પણ આ સંધર્ષ ભરી જિંદગી થી આઝાદી આપો તમને આપણી જોડે બોલાવી લો .મને પણ મારી ફોઇ નો પ્રેમ તેમનો લાડ જોઇએ છે.

જીયા મા બનવા ની છે અને ઝેન ની સંભાળ અને પ્રેમ ની તેને જરૂર છે તો તેને પણ હું એક મોકો આપવા માંગુ છું .હા બાકી નીવાન ને તેના કરેલા પાપ ની સજા જરૂર મળવી જોઇએ.

બધાં ની આંખો મા આંસુ છે પલક ની મહાનતા જોઇને જેને તેઓ વેંચી નાખવા ના હતા તેણે આટલી લાગણી થી માફ કર્યા .જીયા તેની પાસે આવે છે તે રડે છે.

" મને ખબર નથી પડતી હું તારી માફી કઇ રીતે માંગુ તું મહાન છો મને માફ કરી દે થઇ શકે તો."

" પલક બેટા મને પણ માફ કરી દે ના ઇચ્છતા હોવા છતા મારે આ બધાં મા સામેલ થવું પડ્યું ." આરાધના

" ફોઇ તમે મારી મમ્મી નો જીવ બચાવી તમારો પ્રેમ સાબીત કરી દીધો છે.ફુવા મને વચન આપો કે તમે જુની બધી ખરાબ આદતો અને કામ ભુલી નવું જીવન જીવશો."

પ્રકાશ આગળ આવે છે .તેના માથે હાથ ફેરવે છે.

" વચન આપું છું મને માફ કરી દે."

આવુ અદભુત વાતાવરણ જોઇ વેદાંતભાઇ પણ લાગણીશીલ થઇ જાય છે .
" સોરી આવા સારા સમય મા એક ખરાબ સમાચાર આપવા ના છે.નીવાન ઇઝ નો મોર."

બધાં ને આચકો લાગે છે.અત્યાર સુધી ચુપચાપ બેસેલો પુલકીત ઉભો થાય છે.

" સર મને અરેસ્ટ કરી લો મે તેનું ખુન કર્યું છે.આ બે હાથે થી મે તેને ગોળી મારી છે .મને કોઇ અધીકાર નથી ભગવાન અને કાનુન છે ન્યાય કરવા માટે.હું મારી જાત ને કયારેય માફ નહીં કરી શકું ."

વેદાંતભાઇ આવે છે તેને ગળે લગાડે છે.

" માય બોય તે કોઇ ગુનો નથી કર્યો તે તો અમારી સુચના નું પાલન કરી ને અમારી મદદ કરી છે.અને તારી  જ સુઝબુજ ના કારણે આપણે પલક સુધી પહોંચી શકયા છતા પણ તારે કઇ કરવું હોય તો તેના માબાપની સંભાળ રાખજે તેમને પણ સત્ય ની રાહ પર લાવજે."

મહાદેવભાઇ આવી ને તેને ગળે લગાડે  છે.

" મને માફ કરી દે બેટા તારા પર હાથ ઉઠાવ્યો .અમે નસીબદાર છીએ તને પામી ને."

" ડોકટર સાહેબ પલક અને ઝેન નેક્સ્ટ વીક પરફોર્મન્સ આપી શકશે?"
મહાદેવભાઇ ના પ્રશ્ન થી બધાં ચોંકે છે.

" હા ચોક્કસ પણ ઝેન બહુ સ્ટ્રેસ નહી લે તે શરતે."

" ઝેન અને પલક બી રેડી નેક્સ્ટ વીક ના પરફોર્મન્સ માટે ડુ યોર બેસ્ટ હારશો કે જીતશો અમારા માટે તમે બન્ને વીનર છો જ."

એક અઠવાડિયા પછી......

ઝેન અને પલક કપલ ડાન્સ ના ફીનાલે મા ફીનાલે પરફોર્મન્સ આપી રહ્યાં છે.જેની કોરીયોગ્રાફી પલકે એ રીતે કરી છે કે ઝેન ને તકલીફ ના થાય .સુંદર વ્હાઇટ ગાઉન ,ડાયમંડ નેકલેસ મા પલક પ્રિન્સેસ જેવી લાગે છે.અને બ્લેક શુટ મા ઝેન કોઇ પ્રિન્સ ચાર્મિંગ જેવો લાગે છે.ગીત વાગી રહ્યું છે.

"
વો કરમ ખુદાયા હે,
તુજે મુજસે મીલાયા હે,
તુજપે મરકે હી તો ,
મુજે જીના આયા હે.

હો તેરે સંગ યારા,
ખુશ રંગ બહારા ,
તું રાત દિવાની ,
મે જર્દ સીતારા.
પલક અને ઝેન સુંદર પરફોર્મન્સ આપી દર્શકો ને મંત્રમુગ્ધ કરે છે .તેમનું અભિવાદન કરે છે.બધાં ઊભા થઇ ને તાલી પાડે છે.જેમા સૌથી આગળ મહાદેવભાઇ છે ફોરમ અને પુલકીત ના મમ્મી પપ્પા પણ આવેલ છે તે પણ ખુબ જ ખુશ છે.

હવે વારો આવે છે સોલો પરફોર્મન્સ નો એક જ દીવસે બે ફીનાલે હોય છે.પલક સોલો પરફોર્મન્સ મા ખુબ જ સુંદર એરીયલ અને ક્લાસિકલ નું કોમ્બીનેશન વાળો ડાન્સ કરે છે.
રીઝલ્ટ નો સમય આવે છે.

" એન્ડ ધ વીનર ઓફ ધ ડબ્લ્યુ .ડી.સી સોલો પરફોર્મન્સ ઇઝ મીસીસ પલક મહેતા.પ્લીઝ કમ ઓન સ્ટેજ એન્ડ એક્સેપ્ટ ધ ટ્રોફી એન્ડ પ્રાઇઝ મની."

વર્ષો થી રોજ સવારે જોયેલુ સપનુ આજે પુરુ થાય છે.પલક ટ્રોફી સ્વીકારે છે મહાદેવભાઇ ભાવુક બની જાય છે.કપલ ડાન્સ નું પણ રીઝલ્ટ આવે છે ઝેન અને પલક તથા એક બીજું કપલ તે ચેમ્પિયનશિપ ની ટ્રોફી અને પ્રાઇઝ શેયર કરે છે.

" થેંક યુ પલક તે મારું પણ વર્ષો નું સપનુ આ ચેમ્પિયનશિપ જીતવા નું પુરુ કરી દીધું ." ઝેન પલક થેંકયુ કહે છે.

એક મહીના પછી...

શહેર આખા મા એક જ ચર્ચા છે એ ઝેન અનેજીયા તથા પલક અને પુલકીત ના લગ્ન ની.

મહાદેવભાઇ એ પુરા શહેર ને શણગારી ને ધામધુમથી તેમના લગ્ન કરાવ્યા .જીયા ના પપ્પા પણ હાજર છે.બધાં ખુબ જ ખુશ છે આજે પુરો પરીવાર એક થઇ જાય છે.આરાધના અને પ્રકાશ ને પણ મહાદેવભાઇ પુરા સન્માન થી સ્વીકારી ને તેમના ઘરે તેમનું સ્વાગત કરે છે.પલક નું પણ તેના સાસરા માં વીધીવત ગૃહપ્રવેશ થાય છે.

મહાદેવભાઇ બન્ને કપલ ને એક સુંદર જગ્યાએ હનીમૂન પર મોકલે છે.વીશાળ બ્લુ દરિયો ,શાંત અને રોમેન્ટિક વાતાવરણ ઝેન અને જીયા ને વધારે નજીક લાવે છે.ઝેન પ્રેગનેંટ જીયા નું ખુબ જ ધ્યાન રાખે છે અને તેને ખુબ જ પ્રેમ આપે છે.તે બન્ને સાચા દિલ થી એકબીજા ને સ્વીકારે છે.

પલક અને પુલકીત નો સંબંધ તો મજબુત હતો જ અહીં આવી ને તેમનો રોમેન્સ પુરબહાર માં છે.તેઓ બન્ને એકબીજા માં ખોવાયેલા છે પ્રેમ ની ક્ષણો માણી રહ્યા છે.પલક નો હાથ પુલકીત ની છાતી પર હોય છે પુલકીત ના હાથ પલક ના ખભા પર વીંટળાયેલા છે.

" પુલકીત મારે પણ મા બનવું છે." પુલકીત ચોંકે છે.

" પલક સોરી પણ હમણાં નહીં .તારે તારા પપ્પા નું  સપનુ પુરુ કરવા નું છે."

" કયું ?" પલક ને આશ્ચર્ય થાય છે.

" એમ.બી.એ કરી તેમની મહાદેવ ઇન્ડસ્ટ્રી ને સંભાળવાનુ."

" હા એ તો હું  કરીશ જ " પલક પુલકીત ને હગ કરે છે.બન્ને ફરી મીઠી ક્ષણો મા ખોવાઇ જાય છે.

સમય વીતતો જાય છે.નવ મહીના પછી જીયા એક સુંદર તંદુરસ્ત દિકરી ને જન્મ આપે છે.જેનું નામ તે અને ઝેન પલક રાખે છે.આરાધના અને પ્રકાશભાઇ મહાદેવભાઇ ના પરીવાર માં પ્રેમથી ભળી જાય છે.

ગૌરી,અનીતા ,મહાદેવ અને પુલકીત ના પપ્પા પોતાની યુવાની ના સાથે ના વીતાવી શકેલા સમય ને માણે છે.

ઝેન અને આરાધના હવે નૃત્ય ની આરાધના કરે છે પલક ડાન્સ એકેડેમી મા તેઓ પ્રતીભાશાળી બાળકો ને ડાન્સ શીખવાડે છે.હા ડી.જે ડાન્સ એકેડેમી હવે  પલક ડાન્સ એકેડેમી છે.

હા અને આપણી પલક મહાદેવ ઇન્ડસ્ટ્રી ની ચેયર પર્સન છે.પ્રકાશભાઇ અનવ દીલીપભાઇ સાથે મળી ને તે મહાદેવ ઇન્ડસ્ટ્રી ની કમાન સંભાળે છે.

ડ્રીમ તો ગૌરીબેન નું પણ પુરુ થયું તે પુલકીત સાથે મળી ને પોતાની રેસ્ટોરન્ટ ખોલે છે.જેમા તે બન્ને  ભાગીદાર છે જેનું નામ છે ડ્રીમ કીચન.
બધાં ના ડ્રીમ પુરા થાય છે અ હેપી લાઇફ..

આ સાથે ચોથી નવલકથા પુરી કરું છું  તેના માટે વાચકો નો ખુબ ધન્યવાદ તમારા પ્રતિભાવ દર અઠવાડિયે વાંચી ને વધુ લખવા ની પ્રેરણા મળે છે.તમારો પ્રેમ વાંચન પ્રત્યે આમ જ રાખજો .સાથે નવા વર્ષ ની શુભેચ્છાઓ.

આભાર વાચક મિત્રો

રીન્કુ શાહ