Nafratni aag ma prem nu khilyu gulaab - 4 books and stories free download online pdf in Gujarati

નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૪

(આગળના ભાગમાં આપણે જોયું કે મીરાંના મામા મીરાંને એક પ્રસંગ માં જવાનું ખોટું કહે છે.જેથી મીરાં સંધ્યા ની ઘરે રોકાય જાય છે. જ્યાં મીરાં ના મામા નો એક આદમી સંધ્યા ના ઘરની બધી વાતો ઉપર ધ્યાન રાખે છે.હવે જોઈએ આગળ.)






બીજા દિવસે સવારે સંધ્યા અને મીરાં કોલેજે જાય છે.જેવી તે બંને કોલેજ માં પ્રવેશ કરે છે.તેવા જ સુરજ અને તેના મિત્રો સંધ્યા અને મીરાં ને રોકે છે.

"તે કાલ શુ કર્યું તેનું તને કાંઈ ભાન છે?"સુરજ સંધ્યા ને કહે છે.

આ સાંભળી મીરાં અવાચક થઈ જાય છે કે સુરજ સંધ્યા ને આવું કેમ પૂછતો હશે.જેથી મીરાં સંધ્યા ને પૂછે છે,"શું કર્યું છે તે કાલ સંધ્યા?"

મીરાં સંધ્યા ની મિત્ર હતી.જે વાત સુરજ અને તેના મિત્રો જાણતા હતા.મીરા કાંઈ નથી જાણતી કે સંધ્યા એ શું કર્યું હતું.એ વાત ઉપર સુરજ અને તેના મિત્રો ને વિશ્વાસ નથી આવતો.

સુરજના મિત્રો મીરાં ને કહે છે,"જોવો તો મેડમ એવું વર્તન કરે છે કે પોતે કાંઈ જાણતા જ નથી.તેની મિત્ર એ શું કર્યું છે"

આ સાંભળી સંધ્યા ને ગુસ્સો આવે છે,અને તે સુરજના મિત્રો ને કહે છે,"હા તે નથી જ જાણતી કેમ કે પ્રોફેસર ને તમારી ફરિયાદ કરવા હું એકલી જ ગઈ હતી."

મીરાં આ બધું સાંભળી સંધ્યા પર ગુસ્સે થાય છે,અને કહે છે,"મેં તને આ લોકો થી દૂર રહેવાનું કહ્યું હતું.છતા તું કેમ સમજતી નથી.હંમેશા પોતાની મનમાની કરે છે."

મીરાં ને સંધ્યા પર ગુસ્સો કરતી જોઈ સુરજ સમજી જાય છે કે મીરાં હકીકત માં આ અંગે કાંઈ જાણતી નથી.એટલે સુરજ મીરાં ને કહે છે,"સમજાવ તારી દોસ્ત ને કે અમારા વચ્ચે ના પડે.આ વખતે તો જવા દવ છું.હવે સામે જવાબ આપ્યા વગર મને કોઈ રોકી નહીં શકે."

સંધ્યા ને વધુ ગુસ્સો આવતા તે સુરજને કહે છે,"ઓય સાંભળ,હું તારા જેવા થી ડરતી નથી.જે થાય એ કરી લેજે.તારા જેવા ઘણા જોયા છે.ધમકી કોને આપે છે?"

કોલેજ નો સમય થઈ ગયો હોવાથી મીરાં સુરજને રોકતા કહે છે,"હું તેને સમજાવી દઈશ.તમે લોકો અત્યારે અહીંથી જાવ પ્લીઝ."

સુરજ આગળ કાંઈ બોલ્યા વગર ત્યાંથી ચાલ્યો જાય છે.પણ, સંધ્યા ને છેલ્લી વાર કહેતો જાય છે,"હવે આગળ થી ધ્યાન રાખજે.હવે આવું કાંઈ થયું તો મારા જેવું ખરાબ કોઈ નહીં હોય."

સંધ્યા આગળ કાંઈ બોલે એ પહેલાં મીરાં તેનો હાથ પકડી ક્લાસરૂમમાં ખેંચી જાય છે.

સંધ્યા નુ બોલવાનું ચાલુ હોય છે,"તે શા માટે મને રોકી? આજ તો હું એ પાગલ છોકરાને સીધો કરીને જ રહેત.સમજે છે શું તે તેના મનમાં?મોઢું અને કપડાં જોતા તો સારા ઘરનો લાગે.પણ, છોકરી સાથે વાત કરતા તો બિલકુલ નથી આવડતું.કોઈ ગુંડા જેવું વર્તન કરે છે."

સંધ્યા નું બોલવાનું બંધ ન થતાં મીરાં ને ગુસ્સો આવે છે અને તે સંધ્યા ને ચિલ્લાઈને કહે છે,"બંધ થા ને હવે કેટલું બોલીશ.અહી ભણવા આવી છે બધાને સુધારવા?"

સંધ્યા થોડીવાર ચૂપ થઈ જાય છે, પછી તરત કહે છે,"બધાને તો નહીં પણ સુરજને જરૂર સુધારીને રહીશ"

સંધ્યાની વાત સુરજ સાંભળી જાય છે,અને મનમાં જ બોલે છે,"(આ છોકરી સમજતી કેમ નથી.મારા સ્વભાવ થી બધા મારાથી દૂર રહેવા માગે છે, જ્યાંરે આ મને કોઈ સંબંધ વગર સુધારવા માંગે છે.)"

કાર્તિક ના આવવાથી સુરજ પોતાના વિચારો માંથી બહાર આવે છે.બધા પોતાની જગ્યાએ બેસી જાય છે.એક લેક્ચર પૂરો થાય છે. સંધ્યા ને હવે કંટાળો આવતો હતો.તેના મગજમાં સુરજના વિચારો જ ચાલતા હતા.તે પાછળ ની બેન્ચ માં જોવે છે.સુરજ ત્યાં નહોતો. કાર્તિક એકલો ત્યાં બેઠો હતો. સંધ્યા સુરજને શોધવા બહાર જાય છે.

સંધ્યા ઊભી થાય ત્યાં જ મીરાં તેનો હાથ પકડે છે અને પૂછે છે,"ક્યાં જાય છે તું?"

સંધ્યા મીરાં ને પહેલા તો કોઈ જવાબ નથી આપી શકતી.થોડુ વિચારીને કહે છે,"થોડો કંટાળો આવે છે તો બહાર જાવ છું.હાલ જ આવું થોડીવારમાં."

આટલું કહી સંધ્યા મીરાં કાઈ કહે એ પહેલાં ફટાફટ બહાર નીકળી જાય છે.બહાર આવી સંધ્યા ને વિચાર આવે છે કે તે શા માટે સુરજ ને શોધે છે?શું સંબંધ છે તેને સુરજ સાથે?તે તેનો મિત્ર પણ નથી.તે તેને ઓળખતી પણ નથી.તો તેને શોધવાની શું જરૂર છે?

ઘણા વિચારો બાદ તે જાતે જ બોલે છે કે,હા કોઈ સંબંધ નથી.પણ,મને તેની આંખોમાં એક દર્દ દેખાય છે.તેના આટલો ગુસ્સો કરવાનું કારણ પણ એ દર્દ જ છે.તેને જોતા લાગતું નથી કે તે પહેલાં થી એવો હતો.કાઈક તો એવું છે જે સુરજને અંદરથી પરેશાન કરે છે.જે મારે જાણવું છે.

આટલું વિચાર્યા પછી પણ સંધ્યા કોઈ નિર્ણય ઉપર નથી પહોંચી શકતી.તેને ફરી ફરીને એક જ વિચાર આવે છે કે કોઈ સંબંધ વગર કોઈ કારણ વગર સુરજ સાથે વાત કેમ કરવી?

આખરે તે સુરજ પાસે જવાનું માંડી વાળે છે,અને ક્લાસરૂમમાં જાય છે.

અહીં સુરજ કેન્ટીન માં બેઠો બેઠો સંધ્યા વિશે જ વિચારતો હતો.

સુરજ એકલો એકલો જ બોલતો હતો કે કોઈ છોકરી મને શા માટે સુધારવા માંગે છે?શું સંબંધ છે તેનો મારી સાથે?હું તો જ્યારથી તેને મળ્યો ત્યારથી તેની ઉપર ગુસ્સો જ કરું છું છતાં તે મને સુધારવા માંગે છે.






(આમ જ સંધ્યા અને સુરજ એકબીજાને જાણતા ન હોવા છતાં એક જ પ્રકારના વિચાર કરતા હતા.હવે સંધ્યા અને સુરજના વિચાર તો એક જ છે,પણ સ્વભાવ તો હજુ અલગ જ છે.તો તે એકબીજાને સમજશે કે આમ જ લડી ને વિચાર કર્યા કરશે.તે આપણે આગળ ના ભાગમાં જોઈશું.)