College Girl - Last Part books and stories free download online pdf in Gujarati

કોલેજગર્લ - અંતિમ ભાગ

અંતિમ ભાગ શરૂ....

હવે વિહાન ને બચાવવા ઇન્સ્પેકટર અક્ષય વિહાનનો ઓનલાઈન ઇન્સ્ટાગ્રામ દ્વારા કોન્ટેકટ કરે છે અને વિહાન ને ખતરો છે એવું તેને જણાવે છે પણ વિહાન આ બધી વાતોમાં કાંઈ માનતો નથી અને તે તો બિન્દાસ્ત બધે ફરે છે.હવે ઇન્સ્પેકટર અક્ષય રાત્રે સુવે તો ઉપર પાંખ ઉપર કોઈ બેઠું હોય,તેનું આજુબાજુમાં કોઈ ફરતું હોય તેવો તેમને આભાસ થાય છે.રાત્રીના સમયે કોઈ છોકરીનો જોર જોર થી રડવાનો અવાજ આવતો હોય છે પણ જેવા ઇન્સ્પેકટર અક્ષય ઉભા થાય અવાજ એકદમ શાંત થઈ જતો હોય છે.આ બધું ઇન્સ્પેકટર અક્ષય સાથે ફેલાઈ વાર જ થતું હોય છે છતાં તે કેસ ઉપર પૂરેપૂરું ધ્યાન લગાવતા હોય છે.એટલામાં વધુ તપાસ કરતા જણાય છે કે રાધિના મર્ડર કેસ વખતે જે ઇન્સ્પેકટર હતો તેને આ કેસ ને ક્લોઝ કરવા માટે પૈસા ખાધા હોય છે અને આ પૈસા આપ્યા હોય છે વિહાન ના પપ્પા જે MLA હતા.મતલબ એ કેસ માં વધુ એક નામ જોડાઈ જાય છે MLA શંકરનાથ નું જે વિહાન ના પપ્પા છે.આ પણ ડોશી હોય છે પણ તેમને પેલા ઇન્સ્પેકટર ને પૈસા ખવડાવ્યા તેનું કોઈ સબૂત તો હોતું જ નથી પણ હા ઘણી બધી મહેનત પછી તેમને એ ઇન્સ્પેકટર,ડોકટર અને વિહાન અને મેનેજર સાથે થયેલા કોંફરન્સ કોલ નું રેકોર્ડિંગ સબૂત તરીકે મળી જાય છે.અને હવે આ કેસ ઇન્સ્પેકટર અક્ષયે પોતાની બુદ્ધિ થી 90% જેટલો સોલ્વ કરી લીધો હોય છે.પણ હજુ એ વાત પર પડદો હોય છે કે રાધી નું મર્ડર આ બધાએ કેવી રીતે કર્યું?આમ થોડાક દિવસોમાં ઇન્સ્પેકટર અક્ષય ઘણા સબૂત ભેગા કરી લે.છે અને એટલામાં વિહાન ત્યાં રિઝોર્ટમાં રહેવા આવી જાય છે અને તે એજ રૂમ નંબર.67 માં રહે છે.પણ જેવી રાત થાય છે રાધિની આત્મા આવે છે અને વિહાન ને દરવાજે અરીસામાં અને દીવાલો માં જોર જોરથી પટકે છે અને મારી મારીને લોહી લુહાણ કરી નાખે છે વિહાન ના મોઢામાંથી.તો બીક ના માર્યા કોઈ અવાજ જ નથી નીકળતો અને એટલામાં ત્યાં ઇન્સ્પેકટર અક્ષય વિહાન ના રૂમ માં આવે છે અને આ પૂરું દ્રશ્ય જોઈ જાય છે.

“જો તું આવું કરતી રહીશ રાધી તો તારી આત્મા આમ જ ભટકતી રહેશે,તને મોક્ષ મહીં મળે કૃપા કરીને તું વિહાન ને છોડી દે જો આજે તું વિહાન ને મારી નાખીશ તો કદાચ તને શાંતિ મળે પણ તારી ઉપર જે તે આત્મહત્યા કરી છે એવો ડાઘ નહિ હતે એટલે આ વિહાન ને તું મને સોંપી દે” ઇન્સ્પેકટર અક્ષય બોલ્યા.

છેવટે રાધી ઇન્સ્પેકટર અક્ષય ની વાત માની લે છે અને વિહાન ને ત્યાં છોડી દે છે.એટલામાં જ ત્યાં ઇન્સ્પેકટર અક્ષય ની પૂરેપૂરી ટિમ આવી જાય છે અને વિહાન અને તેના પપ્પા જે MLA હોય છે તેમને પકડી પાડે છે અને બીજા દિવસે આ કેસ પર કોર્ટ માં સુનાવણી થાય છે અને MLA અને તેનો છોકરો વિહાન તેમને રેપ ના કેસમાં અને સબુતો ને દબાવવા ના જુલમ માં વિહાન ને ફાંસી ની સજા અને તેના પપ્પા ને ઉંમર કેદ ની સજા આપવામાં આવે છે.અને આ કેસ માટે જયદીપ,માનસી,મેનેજર ને પણ આ કેસમાં દોષી માનવામાં આવે છે અને છેવટે રાધિકા ને ઇન્સાફ મળે છે..હવે રાધિ ની આત્માનો જવાનો સમય થઈ ગયો હોય છે એટલે હવે તે 40 મિનિટ સુધી બધાને દેખાઈ જોઈ શક્તિ હોય છે અને ત્યાં મોજૂદ તમામ લોકો રાધિની આત્માને જોઈ શકતા હોય છે.ત્યારે ઇન્સ્પેકટર અક્ષય રાધીને તેની સાથે શું થયું એ પૂછે છે.

“ આ વાત છે 6 મહિના પહેલાની કે હું કોલેજના પહેલા વર્ષમાં જ આવી હતી.અને હું એટલી પણ કાયર નહોતી કે આત્મહત્યા કરી લવ.પણ મારી ઉપર ખોટો આરોપ નાખવામાં આવેલો.અમારે ત્યાં કોલેજમાં થી બધા મિત્રો પ્રવાસ જવાના હતા જેમાં માનસી,જયદીપ,વિહાન હતા.મને ઘરેથી આવવાની મારા મમ્મી એ ના પડેલી છતાં પણ માનસી પરાણે મને પ્રવાસ માં હું છું મજા આવશે એમ કરીને લઈ ગઈ.અને અમે છેવટે આવ્યા ગોલ્ડ રિઝોર્ટ.અમે સવારે બપોરે સાંજે ખૂબ જ મોજ કરી.મજા માણી.અને પછી અમે બધા રાત્રે જ્યારે બેઠા હતા ત્યારે બધા ને કોલ્ડડ્રિન્ક આપવામાં આવ્યું પણ મારા કોલ્ડડ્રિન્ક ની અંદર જયદીપે ઊંઘની ગોળી નાખી દીધી પણ મને તેની ખબર ના હતી.મેં જેવું તે ડ્રીંક પીધું મને ચક્કર આવવા લાગ્યા હું બેહોંશ થઈ ગઈ પણ મને બધું સંભળાતું હતું ત્યારે માનસી એમ બોલી કે”ચાલ જયદીપ હવે તમે લોકો આની સાથે મજા કરો અને લાવ આને હું અહીંયા સુધી લઈ આવી તેના પૈસા અને વિહાન અને જયદીપે તરત જ માનસીને પૈસા આપ્યા અને તે ત્યાંથી નીકળી ગઈ.હું બેહોંશ હતી પણ મને બધી ખબર હતી કે મારી સાથે શું થશે હવે પણ મારી એ હાલત હતી જ નહીં કે હું ત્યાંથી ભાગી શકું.અને રાત્રે મને જયદીપ અને વિહાન બન્ને મને ત્યાં રિઝોર્ટ ના રૂમ નંબર.67 માં લઇ ગયા અને મને તેમની હવસ નો 1 વાર નહિ પણ સતત 5 વાર શિકાર બનાવ્યો.હું પીડાતી રહી મારા આંખમાંથી આખી રાત આંસુ નીકળતા રહ્યા પણ આ હવસખોરોએ મારા એ આંસુ ના જોતા આખી રાત મારી સાથે આવું કર્યું.અને છેવટે સવાર પસ્તા હું ઉઠી ત્યારે મારા કપડા આમ તેમ ફેલાયેલા હતા આ બન્ને લોકો મારી બાજુમાં સુતા હતા હું જેવીબેડ પરથી નીચે ઉતરવા ગઈ હું પડી ગઈ અને મને મારુ આખું શરીર ખૂબ જ દુઃખતું હતું.હું દર્દ થી રડવા લાગી અને મારો અવાજ સાંભળીને આ હવસખોરો ઉઠ્યા અને સવારે પાછું તેમને મને તેમની હવસ નો શિકાર બનાવ્યો ને ત્યારે મેં દમ તોડી દીધો.અને છેવટે આ વિહાન ના પપ્પા MLA હતા તેમને મેનેજર અને ડોકટર અને ઇન્સ્પેકટર ને પૈસા ખવડાવી દીધા અને એવો ખોટો કેસ બનાવ્યો કે મને ડ્રગ્સ લેવાની આદત હતી અને નશાની હાલતમાં મેં આત્મહત્યા કરી નાખી.અને મેં આત્મહત્યા નહોતી કરી એટલે મારી આત્મા આ હવસખોરોને સજા અપાવવા આમ તેમ છેલ્લા 6 મહિનાથી ભટકતી હતી.અને હા જયદીપ,માનસી અને મેનેજર,ડોકટર,ઇન્સ્પેકટર આ બધાને મેં મારેલા છે કારણ કે આ લોકોએ મારી સાથે ખૂબ જ ખરાબ હરકત કરી હતી.અને ઇન્સ્પેકટર અક્ષય તમે મને ન્યાય આપાવ્યો તે માટે તમારો ખૂબ ખૂબ દિલથી આભાર.”આટલું કહેતા જ રાધી ઇન્સ્પેકટર અક્ષય ને પગે પડીને રડવા લાગે છે MLA અને તેનો છોકરો રાધિની માફી માંગે છે.અને હવે રાધી ની 40 મિનિટ પૂરી થઈ જાય છે અને રાધી ની આત્મા ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે.અને ત્યારબાદ ઇન્સ્પેકટર અક્ષય આ કેસને પણ સોલ્વ કરી દે છે અને ઇન્સ્પેકટર અક્ષય ની બઢતી કરી દેવામાં આવે છે અને શ્રેષ્ઠ બહાદુર વીરતા પુરસ્કાર પણ તેમને આપવામાં આવે છે.અને છેવટે રાધિની આત્માને મોક્ષ મળી જાય છે.ત્યારબાદ સવારે સૂરજ ના કુમળા કિરણો ઝાડ ઉપર પડે છે અને નવી આશાઓ સાથે બધા લોકો પોતાના નવા દીવસની શરૂઆત કરે છે પણ રાધિકા નું મૃત્યુ થયું તેની વેદના તેના મા બાપ ના દિલમાં હમેશા રહી જાય છે!


આખી સ્ટોરી પૂર્ણ.....

દોસ્તો હું આશા રાખું છું કે તમને આ સ્ટોરી પસંદ આવી હશે મેં આ સ્ટોરી ને એકદમ રસપ્રદ બનાવવાની પૂરેપૂરી કોશિશ કરેલી હતી અને તમે આવી જ સ્ટોરી માટે મને જરૂરથી માતૃભારતી ઉપર Follow કરજો અને જો કોઈ સજેશન આપવું હોય તો મને મેસેજ કરીને સજેશન પણ આપી શકો છો...તમારી કોમેન્ટ મને ઘણી પ્રેરણા આપે છે તો પોઝિટિવ કોમેન્ટ આપી સહકાર આપશો તેવી અપેક્ષા સાથે જય શ્રી કૃષ્ણ..???