Aadat se kamjor books and stories free download online pdf in Gujarati

આદત સે કમજોર

" આદત સે કમજોર "....... (વાર્તા-૧) " એય પરબત આ એડ નું બોર્ડ બરાબર લગાવજે.અને હા આ શંકર, ગોપાલ ની મદદથી કામ કરજે.આ સરકારી એડ નું બોર્ડ છે.અને પછી તેના ફોટા પાડી ને પાછા સાહેબ ને મોકલવાના છે.તોજ બીલ પાસ થશે." પારસ બોલ્યો. .. . " હા,હા, સાહેબ તમે ચિંતા કરતા નહીં.આતો અમારે રોજ નું કામ.અમે આ એડ બોર્ડ લગાવી દેશું.તમ તમારે ચા નાસ્તો કરવા જાવ." પરબત બોલ્યો. પારસ સીજી રોડ પર ની એક Advertising company માં સર્વિસ કરતો હોય છે . આજે એને સી જી રોડ પર જ એક સરકારી એડ નું બોર્ડ લગાવવાનું હોય છે.. અને તે પછી ફોટા પાડી ને સાહેબ ને લોકેશન સાથે ના ફોટા મોકલવાનું કામગીરી કરવાની હોય છે. પારસ નજીક ના કોમ્પલેક્ષ માં ગયો . અને ચા પીધી અને બીજી ચાર કટીંગ નો ઓર્ડર આપ્યો. અને પછી બાજુના પાન ની દુકાન માં જ ઈ ને એક સિગારેટ લીધી..પાન ની દુકાન વાળો બોલ્યો," સાહેબ ,આ શેનું બોર્ડ લગાવો છો?" ..." અરે આતો સરકારી જાહેરાત ની એડ છે. તંબાકુ અને સિગારેટ પીવાથી કેન્સર થાય છે.. વ્યસન થી દુર રહો.. વ્યસન મુક્ત રહો." પારસ સિગારેટ પીતા પીતા બોલ્યો. " અરે સાહેબ , તમે તો અમારા પેટ પર લાત મારો છો. આ એડ ની જગ્યા બદલો ને!!. આ એડ વાંચી ને અહીં કોઈ નહીં આવે.મને નુકસાન થશે." પાન ની દુકાન વાળો બોલ્યો. " ના,ના, આવું તને નહીં થાય.જો ગુટખા અને સિગારેટ પર ચેતવણી લખી છે છતાં લોકો ગુટખા અને સિગારેટ તો પીએ છે.આ આપણો સ્વભાવ અને આદતો જ એવી છે.ના કહે એ પહેલું કરીએ.જો અહીં કચરો નાખવો નહીં લખ્યું હોય ત્યાં જ લોકો કચરો નાખે!!!. અહીં પાર્કિંગ કરવું નહીં લખ્યું હોવા છતાં પાર્કિંગ થાય છે ચિંતા છોડી ધંધો કર. પહેલા કરતા પણ તમારો ધંધો ધમધોકાર ચાલે છે.!!! આમ બોલી ને પારસે સિગારેટ નો છેલ્લો કસ લીધો.અને સાથે સાથે ગુટખા ના બે પડીકાં લીધા......@ કૌશિક દવે. " લત "****** ( વધુ વાર્તા-૨) એક આધેડ વયના વ્યક્તિ Amts ના બસ સ્ટેન્ડ પર બસ ની રાહ જોઈ ને ઉભા હોય છે.તે વખતે બાઈક પર એક યુવાન બસ સ્ટેન્ડ પાસે આવીને બાઈક પાર્ક કરી.તેણે મોબાઈલ પર એક ફોન કરી ને ખિસ્સામાં થી સિગારેટ નું પેકેટ કાઢ્યું અને સિગારેટ પીવા બેઠા.સિગારેટ ના ધુમાડા પેલા આધેડ વ્યક્તિ ના મોઢા પર ઉડ્યા. તે વ્યક્તિ એ રૂમાલ નાક પાસે રાખ્યો જેથી ધુમાડો શ્વાસમાં જાય નહીં.આ જોવાં છતાં યુવાન સિગારેટ પીતો જાય અને ધુમાડો કાઢતો જાય. હવે આધેડ વ્યક્તિ થી રહેવાયું નહિ ને બોલ્યા," ભાઈ, તમારા આ સિગારેટ ના ધુમાડા થી મારો શ્વાસ રુંધાય છે.જાહેર સ્થળે સિગારેટ પીવી પ્રતિબંધ છે એ તને ખબર હશે જ.અને સાથે સાથે જણાવું કે સિગારેટ અને તંબાકુ થી કેન્સર થાય છે અને કુટુંબ પાયમાલ થાય છે." " કાકા, ઉપદેશ આપવાનું બંધ કરો.આ બસસ્ટેન્ડ તમારું બનાવેલું છે? આ સરકારી છે.અને રસ્તા માં તલબ લાગી હોય તો સિગારેટ તો પીવી જ પડે.ઓફિસ નું ટેન્શન દુર થાય." યુવાન બોલ્યો. " બેટા, સિગારેટ અને તંબાકુ ખરાબ છે.કેન્સર ને આમંત્રણ આપે છે.તારા અને તારા કુટુંબ ના ભલા માટે આ વ્યસન માં થી મુક્તિ મેળવ.". " કાકા , કેન્સર થવાનું કારણ ફક્ત સિગારેટ અને તંબાકુ નથી.જેને વ્યસન નથી એને પણ કેન્સર થાય છે.અને હું ભણેલો ગણેલો છું સારું નરસું બધી ખબર પડે છે." " બેટા,મારે પણ તારા જેવો યુવાન પુત્ર હતો પણ મિત્રો ના સંગત માં પહેલા તંબાકુ પછી ગુટખા અને સિગારેટ ની લત માં પડ્યો ઘણું સમજાવ્યું પણ વ્યસન મુક્ત થયો નહિ.અને એક દિવસ એને કેન્સર થયું ઘણી દવાઓ કરાવી કેન્સર હોસ્પિટલમાં દાખલ કર્યો પણ દસ દિવસ માં તે આ દુનિયા છોડી જતો રહ્યો.બેટા,તારા લગ્ન થઈ ગયા છે? અને કેટલા સંતાન છે ? કુટુંબ ના ભલા માટે પણ સિગારેટ છોડી દે.એક વખત કેન્સર ની હોસ્પિટલમાં આંટો તો મારી જો.વ્યસન કેટલું ખરાબ છે." કાકા બોલ્યા." કાકા આ જમાનામાં કેટલું ટેન્શન હોય છે.એક બાજુ ઘર નું બીજી બાજુ ઓફિસમાં બોસ નું.ટેન્સન મુક્ત થવા જ આ સિગારેટ પીવું છું.તમને નહીં સમજાય." યુવાન આટલું બોલે છે અને તેજ વખતે કાકા ની બસ આવી.કાકા બસ માં બેસવા જ જતા હતા ત્યારે તેમને પેલા યુવાન ને બબડતો સાંભળ્યો.' સાવ અભણ અને ગામડીયો.સલાહ આપવા બધાં તૈયાર હોય છે." .................. મિત્રો.... આપનો આવા વ્યસનો અને વ્યસન મુક્તિ વિશે નો આપનો અભિપ્રાય આપવા વિનંતી છે......આજ કાલ બધાં ફિલ્મો અને ટીવી ના શોખીન છે. તેમાં વારંવાર આવા વ્યસનો થી થતી હાની વિશે જણાવવા માં આવે છે. છતાં પણ આપણે ભણેલા ગણેલા ના સમજી એ તો... ભણતર નકામું છે. હા, કેન્સર માટે ફક્ત સિગારેટ અને તંબાકુ જ એક માત્ર કારણ નથી,પણ સિગારેટ અને તંબાકુ થી કેન્સર થાય છે તે એક કારણ છે.જો આપણે એક વ્યક્તિ ને પણ આ વ્યસન માં થી બહાર કાઢી શકીએ તો એક ઉમદા કાર્ય ગણાશે. @ કૌશિક દવે