Be Jeev - 2 books and stories free download online pdf in Gujarati

બે જીવ - 2

બે જીવ

ડૉ. બ્રિજેશ મુંગરા

(2)

વેલકમ ટુ કોલેજ

૩નવેમ્બર–ર૦૦૦.

આજે કોલેજનો પ્રથમ દિવસ, વિશાળ કેમ્પસ. ઝળહળતા સપના દરેક ફ્રેશરની આંખોમાં સ્પષ્ટ દ્રષ્ટિગોચર થતાં હતાં. જાણે દરેક એનાં લક્ષ્ય માટે કટિબદ્ધ હતાં.

વેલ... પપ્પાનાં મિત્રની ઝેનમાં અમે કેમ્પસમાં એન્ટ્રી મારી. કાર સ્ટેટસ વધારે એ પપ્પાની કદાચ માન્યતા હતી. પણ હું વિશાળ કેમ્પસમાં મારા આભથી ઊંચા સપનાઓ લઈ પ્રવેશ્યો.

કલાર્ક ઓફીસમાં મારો એડમિશન નંબર કન્ફર્મ કરાવી અમે સામેની બિલ્ડીંગ તરફ જોયું. દર્દીઓનો ધસારો સ્પષ્ટ જણાતો હતો. પપ્પા એક વિદ્યાર્થીના માતા–પિતા સાથે ચર્ચા કરી મારી પાસે આવ્યાં. એમની આંખોમાં અનેરી ઉર્મિ હતી. મારી પીઠ થાબડી બોલ્યાં, 'ડૉકટર એટલે ભગવાનનું રૂપ 'સેવા' અને તેની સાથે 'મેવા' પણ.' માન–મોભો પણ એટલો તું ડૉકટર બનીશ પછી હું વટથી ફરીશ. આવેલા બધા પેરેન્ટ્‌સની આવી જ કંઈક આકાંક્ષાઓ હતી. જે મારા પપ્પામાં સ્પષ્ટ દ્રશ્યમાન થતું હતું.

પણ... કેમ્પસની દુનિયા અને મેડીકલ ફિલ્ડ કંઈક જુદું જ હતું. કેમ્પસમાં અસ્તિત્વ ટકાવવા ખૂબ પરિશ્રમ, હિંમત, ખંત અને હોશિયારીની જરૂર હતી. પરંતુ હજુ આ વાસ્તવિકતા નવા નિશાળીયાઓને કયાંથી સમજાય ?

મેં અને પપ્પાએ કોલેજમાં લટાર મારી, સામે ખૂબ મોટું બોર્ડ સ્પષ્ટ વંચાતુ હતું. બીજા શબ્દોમાં કહીએ તો સૌરાષ્ટ્રની ખ્યાતનામ મેડીકલ કોલેજ.

કોલેજમાં ડોકયુમેન્ટસની ખરાઈ કરાવી અમે હોસ્ટેલ જવા નીકળ્યા. મારા એકબારમા ધોરણમાં સાથે ભણતાં મિત્રનાં પપ્પા હાથમાં સામાન લઈ અમારી આગળ નીકળ્યા. અનેરો ઉત્સાહ હતો એની ચાલમાં.

અમીન અબ્દુલ્લાં, અમારા હોસ્ટેલ સુપ્રિન્ટેડન્ટ, પાતળા બાંધાના, શ્યામવર્ણ, નાની મૂછો અને ગોળ ચશ્મા, સ્વભાવે ગંભીર પ્રકૃતિનાં.

૧૦ઃ૩૦વાગ્યે હોસ્ટેલનાં રૂમ ફાળવવાની વિધિ શરૂ થઈ. બધાએ એમનાં પાર્ટનર શોધી લીધા હતાં. હું હજુ કેમ્પસનાં વાતાવરણમાં ઓતપ્રોત હતો. મારો ટર્ન આવ્યો. વચ્ચેથી જ એક સજ્જ્ન આવી બોલી ઉઠયાં, આ લો મીઠાઈ ખાસ તમારા માટે લઈ આવ્યો છું... હં... રૂમ નં. ર૧.

અમીન અબ્દુલ્લા આવા કાવા દાવા થી વાકેફ જ હતાં. સ્મિત કરતા બોલ્યા,

ઓહ યુ આર લકી. ર૧ નંબર ખાલી જ છે. કહેતા ચાવી તેનાં હાથમાં મૂકી એન્ડ થેંક યુ વેરી મચ. મને ડાયાબિટીસ છે. પેકેટ તુરંત જ પાછું આપી દેવામાં આવ્યું.

લાલચ આપી કામ કરાવી લેવું જેને બીજા શબ્દોમાં કહીએતો 'ભ્રષ્ટાચાર'નો પહેલો જ કિસ્સો મારી નજર સમક્ષ હતો, સામે જ ગાંધીજીની તસ્વીર હતી.

'' અચ્છા હૈ અબ ભી તેરા વજૂદ હૈ '' હું મનોમન બબડયો.

મારી મુલાકાત રઈશ દારુવાલા સાથે થઈ. એકદમ પઢાકુ લાગતો હતો. મેં તેને મારો પાર્ટનર બનાવ્યો.

મુસ્લિમ સાથે રહીશ ?' પપ્પા બોલ્યા. તો શું તે માણસો નથી ? મેં સામે કહ્યું પણ... ?

'પણ... બણ કંઈ નહીં. એ જ મારો પાર્ટનર બનશે. મેં મારો ફેસલો સુનાવી દીધો.

આજે પણ આ દિવાર સમગ્ર દેશને ભરડો લઈને બેઠી છે. એકતા છે પણ જુદી જુદી જ્ઞાતિં અને ધર્મોની એક હિન્દુસ્તાની હોવાનો ગર્વ બધા લેતા નથી અને ત્યારે જ શકય બનશે જ્યારે સમગ્ર દેશ 'માનવ ધર્મ એ જ સાચો ધર્મ' એ સ્વીકારશે. ખેર, આ પ્રકારની ફિલોસોફી ઝાડવા પૂરતા અમે પાકટ ન હતા.

દરેક રૂમમાં સફાઈ અભિયાન ચાલુ થયું. જે બક્ષીસ આપતાં તેનો રૂમ સાફ થતો. ઘણા સમયથી હોસ્ટેલનં.–૪ બંધ હતી. એ સ્પષ્ટ ભાસતું હતુ. રઈશે મને ઈશારો કર્યો. 'સિસ્ટમ આજ છે તો ફોલો કર્યા સિવાય છુટકો જ નથી.' અમે વિચાર્યુ.

અમારો રૂમ એકદમ સરસ સાફ થઈ ગયો પણ મારા મનમાં હજુ પણ 'ભ્રષ્ટાચાર' નામની બદીનો કીડો સળવળતો હતો. કારણકે એ આપણી સિસ્ટમની નસેનસમાં પ્રવેશી ચૂકયો હતો.

બધા વાલીઓની જેમ મારા પપ્પા પણ મને ઘણી બધી સલાહ આપી વિદાય થયા. જાણે અમે સ્કૂલના વિદ્યાર્થીઓ હોય.

મારી નજર હતી અનંત આકાશ તરફ આઝદ પંછીની જેમ હું આજે મુકત હતો. દરેક શ્વાસે હું મુકત મને વિહરતો હોય એવું મહેસૂસ થતું હતું.

બ્લેકપેન્ટ, ગ્રે ટીશર્ટ પહેરી હું કોલેજ તરફ રવાના થયો. એક સીનીયર્સે મને જોતાં કહ્યું, ''કયારે સ્માર્ટી સલમાન સ્ટાઈલ, પછી તો પૂછવું જ શું એક આગવી અદા મારી ચાલમાં આવી ગઈ.

આજે પહેલું લેકચર હતું. હું ફટાફટ દાદરા ચડયો. મારું ડિસ્ટીનેશન હતું ૩જો માળ, એનોટોમી વિભાગ. મારું હૃદય જોરથી ધબકતું હતું. કયાંક પહેલે દિવસે જ હું લેટ ન થઈ જાઉં.

દાદરા પૂરાં થતાં મેં મારી ગતિ વધારી, હું જમણી તરફ વળ્યો. લેકચર હોલ સામે જ હતો. પૂરપાટ વેગે જતી મારી સવારીને બ્રેક લાગી. કોઈકના ખભાના નાજુક સ્પર્શથી... એક અવાજ સાથે બૂકસ અને નોટ્‌સ પડી. પરંતુ મેં એમની બૂક કેચ કરી.

'આઈ થિન્ક ગુડ કેચ' મેં જરા ઉપર નજર કરી, બ્લેકડેસ, ખુલ્લાવાળ અને ચશ્મા... એના સુંદર, ગોરા ચ્હેરા પર અત્યારે ગુસ્સો હતો...

'યુ ઈડિયટ' તેને ચીલ્લાઈને કહ્યું' નો આઈ એમ મેડીકો અને મેડીકો ઈડિયટ તો ના જ હોય... મેડમ... મેં શાંત સ્વરે જવાબ આપ્યો.

'તમારી બૂકસ',

'ઓકે' તેને મોં મચકોડયું અને ચાલતી પકડી. પણ આ સુખદ ઘટના મને હંમેશા યાદ રહી...

હું સીટ પર ગોઠવાયો, વિશાળ લેકચરરૂમ – સાગથી બનેલી બેઠક, ૧૭પની બેઠક વ્યવસ્થા અને અમે ૧૪ર મારો સીટનં. ૧૧૯ એક સુખદ આશ્ચર્ય વચ્ચે એ છોકરી લેકચરમાં આવી. એ મારી બેચમેટ હતી. પ્રોફેસર સ્ટેજ પર આવ્યાં. પછી શરૂ થયું લેકચર્સ. ખરેખર બોરીંગ હતું. કારણ... અમારા ગુજરાતી માધ્યમવાળા વિદ્યાર્થીઓ માટે મુસીબત હતી. ઈંગ્લીશમાં લેકચર્સના વિષયને અનુરૂપ હતું. પરંતુ અમને એમાં ઝાઝો રસ ન હતો. પણ આ તો મેડીકલ કોલેજ એકઝેટ ટાઈમ પર લેકચર્સ, લંચ–બ્રેક અને પ્રેકિટકલ્સ.

લાઇફ્નો બીજો અર્થ એ સમય સમયનું મૂલ્ય અમે કેમ્પસમાં શીખી રહ્યા હતાં. આજ હતી અમારી જિંદગી... કોના રૂમની લાઈટ છેલ્લે ઓફ થાય એની પણ કોમ્પીટીશન થતી. બધા જ પોતાને સાબિત કરવામાં લાગ્યા હતાં.

પરંતુ એ સુંદર ચહેરો મારી નજર સમક્ષથી હટતો જ ન હતો. મિત્રો પાસેથી જાણવા મળ્યું. એનું નામ પ્રિતી હતું. 'પ્રિતી દેસાઈ' ખરેખર તે નામ પ્રમાણે જ હતી. બસ પ્રિત થઈ જાય.

ખેર હવે અમે જેના કેમ્પસમાં આવ્યા ત્યારની ચર્ચા હતી. તે... રેગીંગ, જો કે હું રેગીંગનો સખત વિરોધી હતો. પણ જૂનિયર્સનું આવે શું અંતે અમને બોલાવવામાં આવ્યા. અમે પંદર જૂનિયર્સ સામે પાંચ સિનિયર્સ.

'આવો સ્માર્ટીઓ પધારો' કહેતાં સિનિયર્સોએ તાલીઓ વગાડી. જાણે કોઈ શો ચાલુ થવા નો હોય...

એક સિનિયરે સ્ટેથોસ્કોપ ઉપાડયું. એકની છાતી પર મૂકયું.

કિસીકો બ્રેડીકાર્ડીયા,કિસિકો ટેકીકાર્ડીયા

કિસીકો કંસ્ટીપેસનકિસિ કો લુજમોસન્

હર કિસી કો ચશ્મે કા નંબ ઔર ફ્રિ મેં મિલેગા મેંટલ રિટૅડેસન્

ભાઇસાહેબ, આપકા ગુબ્બારા ફટ જાયેગા એકની છાતી પર સ્ટેથોસ્કોપ મૂકી તેને ટાપલી મારી.

શું નામ છે તારું બકા

' હર્ષ '

તો હસ ને બધા સિનિયર્સ વળી હસ્યો.

હર્ષની ધડકન વધી ગઈ, તેનાં કપાળ પર પરસેવો છુટયો. મને ગુસ્સો આવ્યો. મારી બાજુમાં ઊભેલા અમને મારી સામે મેં જોયું. 'અરે આપણે આટલી મહેનત કરી મેડીકલમાં આવ્યા છીએ. શું આ માટે

મારી નારાજજ્ગી ચહેરા પરથી સ્પષ્ટ હતી. બધા સિનિયર્સ બેપ લંગ પર ગોઠવાઈ ગયાં. અંદર ગુપચુપ કરી મારી સામે જોયું 'તું નીકળ' હુ મલકાયો અને તું પણ' અમનને પણ રૂમ બહાર કર્યો.

'ચલ જઈએ.' બોલ્યો.

'બીજા બધા ?' હુંબોલ્યો.

'એની ફીકર છોડ'

હું બીજા માટે હંમેશા વિચારતો અને ભાવુક પણ થતો. પરંતુ બીજા દિવસે... જે જાણવા મળ્યું તે સાંભળી અંતે હસીહસીને લોથપોથ થઈ ગયા.

હંમેશની જેમ લેકચર્સ, જેમાં અમે વિશ્વની કોઈ અજાયબીની જેમ પ્રોફેસરનાં ચહેરા નીહાળતાં. આજે ફિઝીયોલોજીનો ટોપીક હતો. 'સલાઇવરી ગ્લેંડ એંડ ઇટ્સ ફુંકસન,નૂપુર મેડમ મોં ખોલી કંઈક સમજાવી રહ્યા હતાં. જાણે વેસ્ટેન્ડીઝનાં બોલર સામે ભારતીય બેટ્‌સમેન પીચ પર હોય તેમ બધું બાઉન્સ જતું હતું.

હું પ્રિતી દેસાઈના દીવાસ્વપ્નમાં જ રાચતો હતો. તેની અદાઓ, સાદગી અને સુંદર મુખડું કલાકો સુધી જોતાં જ ન ધરાય. હું તો પ્રિતી ની પ્રિતમાં જ ઓળઘોળ થતો જતો હતો.

લંચ પૂરો થયા બાદ અમે બધા એકઠાં થયા. જ્યાં સ્ટુડન્ટ દ્વારા ચાલતી મેસ જેમાં ભોજનની સુંદર વ્યવસ્થા હતી.

'લાગે છે નૂપુર મેડમને ચાંદા પડયા હશે,' એકે મજાકમાં કહ્યું.

ના, ના તેને હોટફુડ ની સાઈડ ઈફેકટ વિશે સમજાવ્યું, મેં ઉમેર્યુ.

ડૉ. નૂપુરનાં બંને ગાલ પર સોજા હશે તેથી બંને હાથથી છુપાવતા હશે. ત્રીજાએ ઉમેર્યું.

'શટ–અપ' એ લાળગ્રંથિ વિશે સમજાવી રહ્યાં હતાં અને મોંમાં જે પાણી આવે છે એક સલાઈવા... ઉત્તમ બોલ્યો. ઉત્તમ આમ તો ગુજરાતી પટેલ. પણ બેંગ્લોરમાં જ ઉછર્યો હતો. ઈગ્લીશ મીડિયમસ્ટુડન્ટસ, પણ ગુજરાતી સારું આવડતું.

'ઓકે યાર, ઉત્તમ' અમન બોલ્યો.

નીલ અને હર્ષ સામેથી આવતા હતાં. અમે સિનિયર્સ જોઈ જુકીઝુકીને ચાલતાં અને આજે આ બંને રોફ મારતા આવ્યાં.

'હેલ્લો જૂનિયર્સ' નીલે આગવી શૈલીમાં કહ્યું.

'સાલા, તું પણ જૂનિયર જ છો' મેં કહ્યું.

'હવે નહિ'.

કેમ

'અરે યાર રેગીંગ આપીને અમે હવે જૂનિયર નથી રહ્યાં અને તમે બંને તો કેમ્પસથી અજાણ જ છો.'

'શું થયું કાલે ' અમે બધા એકી સાથે બોલી ઉઠયાં. અમે જાણવા ખૂબ ઉત્સુક હતાં. બધાની નજર નીલ અને હર્ષ તરફ હતી.

નીલ બોલ્યો, મને... લૂંગી પહેરાવી હર્ષે દિવાલને ધક્કો માર્યો. નૈતિકે સ્વીમીંગ કર્યું. અને આ આળસુ ઉત્તમેં કર્યુ 'સેક્શાસન'.

''સેક્શાસન'

'હા, જ તો વળી... '

'બધું ડિટેઈલ માં બોલ ' મે કહ્યું.

કંઈ નહીં, તારા અને અમનનાં ગયા પછી અમને ટોક્ષીસીટીની દુનિયામાં એન્ટ્રી, મળી વળી બધાં પાસે કંઈકને કંઈક કરાવ્યું. અમારા ચારનો ઉત્સાહ જોઈ અમને રોકયા.

પછી અમે ચાર, સિનિયર્સ આઠ.

મને પેન્ટ પર લુંગી પહેરાવી અને કાગળમાં કંઈક લખીને આપ્યું. ગોઠણ સુધી લુંગી ઊંચી કરાવી. હાથમાં બોટલ થમાવી અને વાંચવા કહ્યું.

'એ ગાંવ વાલો' ઈસ બસંતી કે સાથ મેરા લગન હોને વાલા થા, પર ઉસકી મોંસીને બીચ મેં ભીંંડી માર દી. ઈસ દારૂ ઔર પહની હુઈ લુંગી કી કસમ અગર બસંતી મેરી નહીં હુઈ તો કિસીકી નહીં હોને દુંગા ઔર લુંગી ઉતર જાતી હૈ

'સિનિયરે ટાપલી મારી. આ બોલવાનું નહોતું કરવાનું હતું.' એમ કહી સિનિયર્સે નોટ છોડી અને લુંગી ગઈ નીચે...

બધા સિનિયર્સ હસ્યાં. 'કમાલ હૈ ઈસ લુંગી કા. સચ મેં ઈતના પાવર આ જાતા હૈ ?'

અને હર્ષ ?

હર્ષ બીજા એક જૂનિયર્સ સાથે દિવાલને ધક્કો મારી રહ્યો હતો અને જૂનિયરને વારેવારે સમજાવી રહ્યો હતો. ' જો બકા, હમણાં દિવાલ ખસશે. પછી બાજુનો રૂમ પણ આપણો. આ રીતે દિવાલ ન ખસે ત્યાં સુધી સિનિયરે ધક્કો મારવાનું ચાલું રાખવા કહ્યું.

ગજબછે આ તો વળી યાર દિવાલ તો કાંઈ ખસતી હશે એમ ? અમને આશ્ચર્યથી પૂછયું.

આગળ, સાંભળ, આ નૈતિકે નીચે સુઈ સ્વીમીંગ કોસ્ચ્યુમમાં સ્વીમીંગ કરી રહ્યો હતો.

'સ્વીમીંગકોસ્ચ્યુમ'

'હા જ તો વળી, એક સિનિયરનો સ્વીમીંગ કોસ્ચ્યુમ હતો અને એ પણ તુટેલા ? અને હા કયાંથી તૂટેલો એ નૈતિકને પૂછો.'

'આ ઉત્તમ સૂચના મુજબ ઉલટો સુઈ કરી રહ્યોહતો. 'સેક્શાસન'. નીલે ટાપસી પુરાવી 'એટલે'

બે કાન ખેંચી, જીભ બહાર કાઢી બંને હાથે કુલ્લા થપથપાવી હો ગયા' કરો એટલે થયું 'સેક્શાસન'. વળી અધૂરામાં પૂરા, સિનિયર્સ બોલ્યો, આવા પ૦ રાઉન્ડ કર.

બધું પતી ગયા પછી સિનિયર્સે એક સલાહ આપી. ' ટૉક્ષીસિટીની દુનિયામાં આજે તમારી એન્ટ્રી છે. આજે તમારા દિમાગને કેળવો લડવા માટે, ખૂબ સ્ટ્રેસ માટે, નહીં તો ડૉકટર બનવાને બદલે પેશન્ટ બની જશો.

'પણ, યાર આ તો ખોટું છે. રેગીંગ કઈ બાબતનું એ આપણા સિનિયર્સ છે એટલે ? મેં સૂફીયાણી ભાષામાં પ્રશ્ન પૂછયો.

'હા, સાચી વાત છે, મેડીકલ ફિલ્ડમાં અમુક પાસાંઓ છે અને એ પહોંચી વળવામાટે કદાચ આ જરૂરી છે. અને હા તમે બે કબૂતરોને એ લોકોએ ઓળખી લીધા હતાં એટલેજ રૂમ બહાર કર્યા.

'હા, ઠીકછે, અમને આ પસંદ પણ નથી.' અમોએ નિરાંતે શ્વાસ લીધો.

આ નીલ તો સિનિયરની લુંગી પહેરીને જ બહાર નીકળી ગયો.

'અરે ગધેડા તું આ લુંગી લઈ જઈશ તો હું શું પહેરીશ ઘાઘરા અને ફરી બધા હસ્યા.

'ખરેખર '

'હા તમારા જેવા નાજુક હૃદયના માણસો માટે આ છે પણ નહીં.' નીલે ખીલી ઉડાવી.

અમે છુટા પડયાં. પે્રેકિટકલનો ટાઈમ થયો હતો. વળી, વળગ્યા અભ્યાસમાં.

***