Nafratni aag ma prem nu khilyu gulaab - 7 books and stories free download online pdf in Gujarati

નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૭

(આગળના ભાગમાં આપણે જોયું કે સંધ્યા, સુરજ અને મીરાં ત્રણેય અલગ-અલગ વિચારોમાં રાત પસાર કરે છે,હવે જોઈએ આગળ શું થાય છે.)




ઘણા વિચારો બાદ થોડી ઉંઘ કરીને સંધ્યા જાગે છે.તેની આંખમાં રાતનો ઉજાગરો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.તે ફટાફટ તૈયાર થઇ ને નીચે નાસ્તો કરવા જાય છે.નાસ્તો કરી તે તેની મમ્મી ને કહે છે,"મમ્મી હું કોલેજ જાવ છું."
સંધ્યા ના મમ્મી હસતાં હસતાં કિચનમાંથી આવે છે,ને સંધ્યા ને કહે છે,"રાતે સરખી સૂતી નથી કે શું?"
સંધ્યા તેની મમ્મી ની વાત સાંભળી થોડી વાર વિચારોમાં ખોવાઈ જાય છે,કે મમ્મી ને કેમ ખબર હું સૂતી નથી.ત્યા જ સંધ્યા ના મમ્મી રુકમણી બેન કહે છે કે,"આજ રવિવાર છે તો તારે કોલેજ જઈને શું કરવું છે.?"
ત્યારે સંધ્યા ને યાદ આવે છે કે આજ તો રવિવાર છે,ને તે ફરી વિચારોમાં ખોવાઈ જાય છે,કે હવે આજ તો સુરજને નહીં મળી શકાય.એવા વિચારો માં તેને યાદ આવે છે કે કાલ તેના નંબર લઈ લીધા હોત તો સારું થાત.,ને એ વિચારથી પોતાની ઉપર જ ગુસ્સો કરવા લાગે છે.પછી ખુદ જ બોલે છે કે વાંક મારો નહીં મીરાં નો છે તે અચાનક આવી એમાં મારી વાત અધૂરી રહી ગઈ.મીરાની યાદ આવતાં તે મીરાંને ફોન કરે છે.પણ,મીરાં ફોન ઉપાડતી નથી.થોડી કોશિશ કર્યા બાદ સંધ્યા ને યાદ આવે છે કે,"મેડમ તો આજ પણ ભણવામાં વ્યસ્ત હશે."એમ વિચારી સંધ્યા પોતાના રૂમમાં જાય છે.રાતે જાગી હોવાથી તેને ઉંઘ આવી જાય છે.તે જ્યારે ઉઠે છે ત્યારે બપોર થઈ ગયા હોય છે.સંધ્યાના મમ્મી સંધ્યાને જમવા માટે બોલાવે છે.સંધ્યા જમવા નીચે હોલમાં જાય છે.જમીને મમ્મી ને કામમાં મદદ કરી પોતાના રૂમમાં આવી મીરાંને ફરી ફોન કરે છે.પરંતુ,મીરા હજી ફોન ઉપાડતી નથી.તેને ડર લાગે છે,એટલે તે મીરાંના મામા ને ફોન કરે છે.પણ, મીરાંના મામા પણ ફોન ઉપાડતા નથી.સંધ્યાને કાંઈક તો ખરાબ થયું છે એવો આભાસ થતાં તે મીરાંની ઘરે જવા નીકળે છે.
સંધ્યા પોતાની એક્ટિવા લઇને મીરાંની ઘરે પહોંચે છે.ત્યા પહોંચતા જ તે જે દ્રશ્ય જોવે છે એ જોઈને સંધ્યા તો હેરાનપરેશાન થઈ જાય છે.મીરા હોલમાં બેભાન હાલતમાં પડી હતી.ઘરમા કોઈ દેખાતું નહોતું.એટલામા મીરાંના મામા ને ત્યાં કામ કરતો નોકર બહારથી આવે છે.સંધ્યા તેને જોતા તેને પૂછે છે," બધા ક્યાં ગયા છે?"
નોકર મીરાં તરફ જોઈને થોડો ડરી જાય છે ને, ડરી ગયેલા અવાજ સાથે કહે છે,"હું હમણાં જ આવ્યો છું.મને કાંઈ ખબર નથી કે બધા ક્યાં ગયા છે."
નોકર ને કાંઈ જાણકારી ન હોવાથી સંધ્યા સમયે બરબાદ કર્યા વગર મીરાંને હોસ્પિટલ લઈ જવા એમ્બ્યુલન્સ ને ફોન કરે છે,એટલામાં જ મીરાંના મામા ત્યાં આવે છે ને સંધ્યાનો ફોન લઈને ફોન કાપી નાખે છે.સંધ્યા મીરાંના મામા નું આ વર્તન જોઈ અસમંજસ માં આવી જાય છે.તે મીરાંના મામા સામે પ્રશ્નાર્થ ભરી નજરે જોવે છે.
મીરાંના મામા ને પોતાના વર્તન નો ખ્યાલ આવતાં તે સંધ્યા ને કહે છે,"બેટા,મીરાંને કાંઈ નથી થયું.તે હમણાં સાજી થઈ જાશે.હુ તેના માટે જ આ દવા લેવા ગયો હતો.આ દવા પીતાં જ તે સાજી થઈ જાશે."
સંધ્યા ને મીરાંના મામા ની વાત ઉપર વિશ્વાસ નથી આવતો.છતા તે કાંઈ બોલતી નથી.તેને દવા જોતા પણ કાંઈક અલગ જ હોય એવું લાગે છે.મીરાના મામા મીરાને દવા આપે છે.થોડીવારમા મીરાં ભાનમાં આવી જાય છે.પરંતુ, સંધ્યા ને ત્યાં જોઈ થોડી હેરાન થાય છે ને સંધ્યા ને પૂછે છે,"તું અહીં ક્યારે આવી?"
સંધ્યા ને મીરાંના આ સવાલ પર થોડું અજીબ લાગે છે.કેમ કે તે ક્યારેય સંધ્યા ને એવું ના પૂછતી.તે તો સંધ્યા ને જોઈને હંમેશા ખુશ થતી.છતા, તે બિમાર છે એટલે એવું કરતી હશે.એમ સમજી તે મીરાંને કહે છે,"હું હમણાં જ આવી."
સંધ્યા મીરાને વધુ કાંઈ પૂછે એ પહેલાં મીરાંના મામા સંધ્યાને કહે છે,"બેટા,તું હવે તારી ઘરે જા.મીરા હવે ઠીક છે.આરામ કરશે તો જલ્દી સારું થઈ જશે."
સંધ્યા કાંઈ બોલે એ પહેલાં મીરાંના મામા મીરાને લઈને ઉપર તેના રૂમમાં ચાલ્યા જાય છે.સંધ્યા ના મનમાં અનેક સવાલો હતાં.પરંતુ,એક જ દિવસમાં પોતાની મિત્ર અને તેના મામા નો આટલો બદલાયેલો સ્વભાવ જોઈ તે કાંઈ બોલી શકતી નથી.સંધ્યા મન ના હોવા છતાં ઘરે જવા નીકળે છે.ઘરે પહોંચીને તે મીરાંના જ વિચાર માં ખોવાયેલી હતી.એટલામા ત્યાં રુકમણી બેન આવે છે,ને સંધ્યા ને પૂછે છે,શું થયું બેટા,કેમ આટલી ઉદાસ છે?સવારની તું કોઈ વિચારોમાં ખોવાયેલી છે."
સંધ્યા તેની મમ્મી ને પરેશાન કરવા નહોતી માંગતી.પણ,સવાર અને અત્યારના વિચારો માં ઘણો તફાવત હતો.સવારે તે સુરજના વિચારો કરતી હતી.જેના લીધે તે અમુક અંશે ખુશ હતી.જયારે અત્યારે તે મીરાંના વિચારો કરે છે.જેમા તો દુઃખી હતી.પરંતુ, અત્યારે તેને બંનેમાંથી કોઈ પણ વાત તેની મમ્મી ને કહેવી યોગ્ય ના લાગી.જેથી તે પોતાની મમ્મી પરેશાન ના થાય એટલે એમ કહે છે કે,"કાંઈ નથી થયું મમ્મી એ તો કોલેજનું થોડું કામ હતું એ કેમ કરવું એ જ વિચારતી હતી."
રુકમણી બેન સંધ્યાની વાત માની લે છે.કેમ કે તેને વિશ્વાસ હતો કે તેની છોકરી ક્યારેય કાંઈ ખોટું કામ નહીં કરે.તે પોતાનું કામ કરવા લાગે છે.સંધ્યા પણ તેના મમ્મી પરેશાન ના થાય એટલે તેને કામમાં મદદ કરવા લાગે છે.બંને મળીને સાંજનું ડીનર તૈયાર કરે છે.આઠ વાગતાં સંધ્યાના પપ્પા મોહનભાઈ ઘરે આવે છે.બધા સાથે મળીને ડીનર કરે છે.મોહનભાઈ ડીનર કરી પોતાનું કામ કરવા લાગે છે.સંધ્યા જમીને પોતાના રૂમમાં જાય છે.તેના મનમાં હજી મીરાંના મામા નું અજીબ વર્તન અને મીરાં ને શું થયું હતું એ જ વિચારો ચાલતા હતા.
આખરે કંટાળીને તે કાલ મીરાંને જ પૂછી લેશે એમ વિચારી સૂઈ જાય છે.







હવે જોઈએ સંધ્યા ને મીરાંની એ હાલત કેવી રીતે થઇ,અને મીરાંના મામા નું વર્તન એટલું બધું કેવી રીતે બદલાઈ ગયુ.એ વાતની જાણકારી મળે છે કે નહીં.એ જોશું આગળના ભાગમાં.