Be Jeev - 3 books and stories free download online pdf in Gujarati

બે જીવ - 3

બે જીવ

ડૉ. બ્રિજેશ મુંગરા

(3)

ટોટલ લોસ

આજે કંટાળાજનક પ્રેકિટકલ બાદ પ્રિતી દેસાઈ સાથે થયેલ થોડી વાત્ સુખરૂપ હતી. આસમાની કલરના ડ્રેસમાં તે ખરેખર સુંદર લાગતી હતી. સુંદર શરીર, સૈષ્ઠવ, ગોરું મુખડું અને ભોળી અદાઓ.

દરેકને આકર્ષવા પૂરતી હતી.

ડિસેકશન ટેબલ પર અમારા ટયુટર ડૉ. ભટ્ટે નાનું એવું ઈન્સીઝન મૂકયું અને એક અવાજ આવ્યો. મેં જોયું તો મારી બાજુમાં ઊભેલો વડોદરાબોય જમીન પર ચતોપાટ સુતો હતો. આ બનવું સામાન્ય હતું. પહેલાં જ ડિસેકશનમાં.

'ઠીક છે ?' મેં પૂછયું, 'હા... બરાબર... આજે નાસ્તો ન હોતો કર્યો એટલે.

જોગાનુજોગ આ જ ડાયલોગ ત્રણ વર્ષ બાદ 'મુન્નાભાઈ એમ.બી.બી.એસ.' માં માણવાનો હતો.

સાંજે રૂમ પર હું એનોટોમી વાંચતો હતો. વાંચતા સમયે હું બારણું બંધ રાખતો. કારણ... અમને સિનિયર્સની નોટ્‌સ મળતી. હું સંકુચિતતામાં ગરકાર થયેલો. કોઈને નોટ્‌સ ન આપતો. આ સંકુચિતતાનું મુખ્ય ઉે્‌શ્ય હતો. 'કોમ્પીટીશન' જીવનક્ષેત્રમાં આગળ વધવા સ્પર્ધા જરૂરી છે. પરંતુ કેટલી હદ સુધી અને કયાં સુધી એનો ખ્યાલ ખરેખર આપણને હોતો જ નથી.

અમન મારા રૂમમાં આવ્યો.

'ચાલ, આદિ. બધાં ફ્રેન્ડઝ પતે રમે છે, તું પણ ચાલ.' મને પરાણે ઢસડી ગયો. પતાનું તો નાટક હતું. ટોપીક હતો રેગીંગ. આ નવા નિશાળીયા એ જે શીખ્યોએ અજમાવવું તો ખરું ને પણ... એના માટે તો એક બકરો જોઈએને અને એ બકરો બન્યો તો હું

નીલ, અમન, હર્ષ અને બીજા બે અમદાવાદી મિત્રોએ ચાલુ કર્યું. પહેલા બકરાને એટલે કેમને નાસ્તો કરાવી તાજોમાજો કર્યો અને બાદ હલાલ કરવાનું સર્વાનુમ તે નક્કી થયું. પ્રશ્નોની કડીઓ જેને મારા દિમાગનું દહીં કરી નાખ્યું.

માન કે અહીં આ ફ્રી્જ માં હાથી છે તને કેમ ખબર પડશે ? સામેનાં જૂના ફ્રીજ તરફ જોઈ ઈશારો કર્યો.

'વૉટ એ જોક, આમાં કયાંથી હાથી હોય ? હું બોલ્યો.

'હોય જ ને યાર ચપ્પલ બહાર પડયા હોય તો ખબર ન પડે ?' નીલે હસતાં હસતાં જવાબ આપ્યો.

આપણી હોસ્ટેલમાં શાવર નથી તો શું કરવું ? હર્ષે પૂછયું. હવે ચારેય મારી આસપાસ એકઝામનો ( અય્–બ્ ) વાઈવા લેતા હોય તેમ બેસી ગયાં.

'પ્લમ્બીંગવાળાને કહીશું તો ફીટ કરાવી આપશે. મેં સીધોસાદો રોકડો જવાબ આપ્યો.'

અરે ગધેડા એમ પ્લમ્બરની શું જરૂર ? ફ્રીજ ખોલીશું એટલે હાથીભાઈ શાવર થી નવડાવી આપશે.

મને ખરેખર ગુસ્સો આવ્યો.

'ચાલ આદિ, બહાર ચપલ નથી. હાથી ફ્રીજમાં છે. એ કેમ ખબર પડશે ?

હું મુંઝાયો, આ સાલુ કઈ રીતે ? 'કેમ, હાથી અવાજ કરે તો ખબર ન પડી જાય. બધા હસ્યાં.

'લાસ્ટ કવેશ્ચન, ેક અમદાવાદીમિત્રને શરારતી અવાજમાં કહ્યું. 'જો હાથીના પરિવારમાંથી કોઈ આવી ચડે તો ખબર કેમ પડે કે હાથી ફ્રીજમાં છે. અહીં...

'હાથીનો અવાજ સાંભળીને જ તો' મેં પણ મસ્તીમાં કહ્યું.

'ના રે, ચપ્પલ બહાર છે તો ઓળખી ન જાય અરે આદિ., અમે તો તને ખૂબ ઈન્ટેલીજન્ટ સમજતાં હતાં. પણ તું તો આટલું પણ ન સમજી શકયો.

મને ગુસ્સો આવ્યો. 'સાલાઓ, બંધ કરો મુર્ખાઓ, આ શું માંડયું છે

આને તો કહેવાય ટૉક્ષીસીટી શાંત રહે અને જરા મગજ કસ.

એટલામાં એક પી.એમ.ટી. આવી ચડયો. પ્રિ–મેડીકલટેસ્ટ આપી બીજા રાજયમાંથી આવતા સ્ટુડન્ટસ જેને અમે પી.એમ.ટી. શોર્ટમાં કહેતા.

' ક્યા મસ્તીટાઇમ ' તેણે પૂછયું.

' હા, તું કહાઁ જા રહા હૈ હાથ મેં ટમલર લિયે ?

કુછ નહીં યાર તીન દિન સે સિનયરને ફીમર્ ( જાંઘનુંહાડકું ) પે બૈઠા રખા થા કૉલેજ આતે હી બૈઠ જાતા હું.

વૈસે તેરી સીટ કે હિસાબ સે ફીમર્

ક હૈ. એકે મસ્તી કરી

દુઃખ રહા હૈ બહુત હર્ષે પૂછયું.

નહીં યાર કન્સ્ટીપેશન કા પ્રોબ્લેમ થા દૂર હોગ યા' બધાં જ હસ્યાં.

મેં ઘડિયાળ સામે જોયું ૧૧.૩૦ થયા હતાં.

'ચાલો, ખૂબ મોડું થઈ ગયું. સુઈ જાઓ. સવારે નૂપુર મેડમનો કલાસ છે.

બધા વળી મોં ફુલાવી હસ્યાં. અમે છુટા પડયાં. આજે મને લાગ્યું કે વાસ્તવમાં હોસ્ટેલલાઈફ પણ ખૂબ રોમાંચક અને સુંદર છે.

જાન્યુઆરી–ર૦૦૧

આજે કેમ્પસમાં સ્ટુડન્ટસ બહુ ઉત્સાહિત હતાં. આજે યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને વકતૃવસ્પર્ધામાં ઘણા ખરા સ્ટુડન્ટસે ભાગ લીધો હતો. અને એમાં નો એક હું પણ હતો. ખુદની સાબિત કરવી અને ખુદને ઈમ્પ્રુવ કરવું એ મારા સ્વભાવની લાક્ષણિકતા હતી. મેં આ સારી પેઠે કર્યુ હતું. પરંતુ આ અલગ માહોલ હતો. વિશાળ અને મોટું ફલક અને આ અદ્‌ભુત મંચ પર મારે પોતાની જાતને બધાથી અલગ સાબિત કરવાની હતી.

મારો પરમ પ્રિયમિત્ર પોપટ સ્ટેજ પર આવ્યો સ્ટેજ પર તેની આગવી છટામાં ભાષણ કરી સ્ટેજ હલાવીદીધું. ચારે બાજુ ફકત તાળીઓનો ગડગડાટ, એક સિનિયર્સે સીટી મારી 'સાલા, જૂનિયર ઈન્ટેલીજન્ટ છે હો...

હું સ્ટેજ પર આવ્યો. મારા મિત્રોએ તાળીઓ અને સીટીથી મારું અભિવાદન કર્યું. એન્કરે મારું નામ કંઈક અલગ ઢબે પ્રસ્તુત કર્યું. 'લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ'.

આદિત્ય પટેલે' શીધ્ર વકતૃત્વસ્પર્ધામાં મને ટોપીક આપવામાં આવ્યો 'વસુધૈવ કુટુમ્બકમ્‌ '.

ડાયસ પર બિરાજમાન મહાનુભાવો , ડીનશ્રી , મારા સિનિયર્સ અને મિત્રો.

વર્તમાન સમય માં ટેક્‌નોલોજી એ હરણફાળ પ્રગતિ કરી છે. વિશ્વ એક પરિવાર બન્યું છે. વિશ્વના કોઈ પણ ખૂણામાં સંપર્ક કરી શકાય છે. સામે પક્ષે કયાં, શું થઈ રહ્યું છે તે જાણી શકાય છે. આ ર૧મી સદી ની ટેક્‌નોલોજીની કમાલ. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદે કહ્યું તેમ 'વસુધૈવકુટુમ્બકમ' એટલે કે વિશ્વ એક પરિવાર એ સાર્થક થઈ રહ્યું છે.

વસુધૈવ કુટુમ્બકમ નો એક અર્થ છે. સમગ્ર વિશ્વને એક જ પરિવાર સમજવાની ભાવના. આજે સમગ્ર વિશ્વ એક તાંતણે તો બંધાયેલું છે. પણ ભૌતિક દ્ર્ષ્ટિએ પણ સામાજિક અને પારિવારિક દ્ષ્ટિએ ઉમદાભાવના વિશ્વમાં હજુ કેળવવાની જ રહી.

અરે... હા આ ઉમદા ભાવના કેળવવી તો જ શકય છે જો મનુષ્યની પોતાની ઝંખનાઓનો અંત આવે અને આ ઝંખનાઓનો કોઈ અંત નથી. પરંતુ આ ઝંખના તો મૃતઃપાય છે... જે જીવનને અનુપમ શાંતિથી ભરી દેતી નથી.

આજે એક પ્રસંગ યાદ આવે છે. એક ભૂખ્યો–તરસ્યો માણસ ગામનાં ચોગાનમાં ભિક્ષા માંગવા બેઠો હતો. ઘણા દિવસોથી અન્નનો દાણો પણ નસીબ ન થયો હોય તેમ તેનું શરીર હાડપિંજર સમાન ભાસતું હતું.

એક નગરશેઠ ત્યાંથી નીકળ્યાં. તે માણસની હાલત જોઈ તેને દયા આવી. તેને પોતાને ઘેર લઈ ગયા. ભાતભાતની વાનગીઓ તૈયાર કરાવી અને જમાડયા. અનાયાસે પ્રશ્ન પૂછયો, તમારા માટે આ દુનિયામાં મહામૂલું શું ? એ માણસે જવાબ આ પ્યો 'અન્ન અને જળ'. શેઠે તેને પોતાના ઘેર જ રોકી દીધાં. સારું ભોજન મળતાં તે થોડા સમયમાં રુષ્ટ પુષ્ટ દેખાવા લાગ્યો અને શેઠની સેવામાં રોકાઈ ગયો. છ મહિના બાદ શેઠે વળી પ્રશ્ન પૂછયો. તમારા માટે આ દુનિયામાં મહામૂલુ શું ? આજે એ માણસ થોડા વિરામ બાદ બોલ્યો, જે તમારા માટે મહામૂલું એ જ. 'વાસ્તવમાં બધી ભૌતિકતા સુખ–સાહિબી મળતાં માણસની તત્પરતા કોઈ અન્ય વસ્તુમા વધી જાય છે. એટલે કે જેમ મેં આગળ કહ્યું તેમ મનુષ્યની ઝંખના નો કોઈ અંત નથી.

કર્મની દ્ર્ષ્ટિએ જેવું કર્મ કરશો તેવું ફળ મળશે તો બીજી તરફ જેવુ વિચારશો તેવુ પામશો. વિજ્ઞાન પણ એ વાતને સમર્થન આપશે કે જે વિચાર આ જે મનુષ્યનાં મનમાં છે તે આવતીકાલે તમારી પહેચાન બનશે.. તો શા માટે મનમાં એક ઉમદા ભાવના ન પોષવી ? સમગ્ર વિશ્વ એક પરિવાર છે એ ઉમદા ભાવના આખા રાષ્ટ્રમાં જગાવવી. હા આ જ છે વસુધૈવ કુટુમ્બકમ નો સાચો અર્થ

મનુષ્યનું જ્ઞાન સતત વિસ્તરી રહ્યું છે તો મનુષ્યમાં પડેલી ઉમદા વિચારશ્રેણી નું શું ? તે પણ પરિપકવ થવી જોઈએ જે સમગ્ર દેશને નહિ સમગ્ર વિશ્વને આવરી લેતો, ચાલો આજ થી જ આપણે ખોટી સામાજિક વિચારશ્રેણી, કુરિવાજો છોડી એક બનીએ અને વસુધૈવકુટુમ્બકમની ઉત્તમ વિચારશ્રેણીનું બીજ આપણા મનમાં રોપી એ જે આપણને એક ઉમદા તથા ઉત્તમ મનુષ્ય બનાવે. અસ્તુ...

તાળીઓનો ગણગણાટ થયો. ખેર... મારો રેન્ક નો આવ્યો નહિ હું નિરુત્સાહ થયો. એ દિવસથી જ મેં વકતૃત્વસ્પધાને તિલાંજલી આપી.

કાર્યક્રમ પૂર્ણ થયા બાદ નીલ અને અમન મારી પાસે આવ્યા. 'સો સ્પિરીચ્યુઅલ યાર, ગુડ સ્પીચ.'

'થેન્કસ' મે કહ્યું.

તને ખબર છે તારા સ્ટેજ પર આવતાં પહેલી તાળી કોને પાડી ? નીલે જરા શરારતથી કહ્યું. 'કોણે'

'નીતાએ, બોસ.'

નીતા મારી બેચમેટ હતી. સામાન્ય દેખાવ ધરાવતી પટેલ છોકરી, એનું મારા પ્રત્યેનું આકર્ષણ મેં કયારેય અનુભવ્યું નહિ. જે આગળ જઈ મારી મોટી ભૂલ સાબિત થવાનું હતું.

એક તરફ કોમ્પીટીશનમાં નંબર ન આવ્યો બીજી તરફ મિત્રોની રેગીંગની વાતોથી મગજનું દહીં થઈ ગયું. ખરા અર્થમાં 'ટોટલલોસ'.

***