Be Jeev - 5 books and stories free download online pdf in Gujarati

બે જીવ - 5

બે જીવ

ડૉ. બ્રિજેશ મુંગરા

(5)

મસ્તીટાઈમ

આમારા પટેલ ગ્રુપનો દબદબો હતો. એમાં પણ અમે મિત્રો, એક પરિવાર અને સાથી... સુખના અને દુઃખના. અમા રુંસ્લોગન હતું.

જહાઁ હૈ લેન્ડ વહાઁ હૈ પટેલ ઔર જહાઁ હૈ

નો મેન્સ લેન્ડ વહાઁ પહુંચે વો પરફેકટ પટેલ.

આજ તો છે યુવાની, ઉર્જાથી, તરવરાટથી છલોછલ, કંઈ કરી છુટવાની તત્પરતા અને હાર ન માનવાની આદત. ખરેખર અમારી દુનિયા ઉત્સાહ અને ઉમંગથી ભરપૂર હતી.

રોજનો અમારો ક્રમ સવાર થી સાંજ સુધી ભણવું અને સાંજે પાળી પૂરી બેસી કોલેજની છોકરીઓની હાળવી અને તેનું ઊંડું મૂલ્યાંકન કરવું.

હા, દરેક વિકેન્ડમાં અમે ક્રિકેટ રમતાં અમારી ટીમ પણ હતી. જ્યારે મેચ હોય ત્યારે અમે બાજુની ડેન્ટલ કોલેજનાં ગ્રાઉન્ડમાં રમવા જતાં.

આવાં જ ઉનાળાનાં દિવસો હતાં. ગરમીનો પ્રકોપ ખૂબ હતો.

'આવે છે ને આદિ આજે મેચ છે' હર્ષે જોરથી ચીસ પાડી.'

'અમ, આઈ એમ રેડી' મેં કહ્યું.

અમે પહોંચ્યા ક્રિકેટ ગ્રાઉન્ડમાં ' ભાગ્યવશ અમારો બેટીંગ નો ટર્ન હતો. હું અને હર્ષ દિવાલ કુદી ડેન્ટલ કોલેજનાં કેમ્પસની હોસ્ટેલ માં ગયાં.

'વાઉ, યાર શાહરૂખનું પોસ્ટર'

'અલ્યા આખા રૂમમાં ફકત શાહરૂખખાનનાં જ પોસ્ટર છે. હર્ષ બોલ્યો.

'શાહરૂખની ફેન લાગે છે' જે હોય તે ચાલ.

'ચલ એ રૂમ પાસે જઈએ.'

તારે શું સેન્ડલ ખાવા છે. આ લેડીઝ હોસ્ટેલ છે ચૂપચાપ પાણી પીને નીકળી જઈએ.'

બસ, પાણી પીધા બાદ જાણે અમારી તરસને તૃપ્તિ મળી.

ચાલ, જલ્દી મારે તો આજે ફિફટી કરવી છે. –સપનામાં... ફિફટી તો આજે હું કરીશ.

હર્ષે ખભા ઉછાળ્યા.

નીકળતી વખતે મેં ઉપર તરફ જોયું તો પીન્ક ટી–શર્ટ, બ્લેક જીન્સમાં એક સુંદર છોકરી હોસ્ટેલની બાલ્કનીમાંથી ક્રિકેટની મજા માણી રહી હતી.

મેં હર્ષના ખભા પર હાથ રાખ્યો અને ઉપર તરફ ઈશારો કર્યો.

હર્ષે નજર ઉપર કરી. એની નજર જોતાં જ સ્થિર થઈ ગઈ. અચાનક એને શું સૂઝયું એને જોરથી સીટી મારી.

'ક્ યારે જાને મન '

છોકરીએ નીચે જોયું, તેની આંખ મળી અને એ ફુલઝડીની આંખોમાંથી અંગારા વરસ્યા. 'અપની સુરત તો દેખ બંદર', ગેટ આઉટ આ ચીસાચીસ સાંભળી સામેથી એક ચોકીદાર દોડતો આવ્યો. અમે મુઠીઓ વાળી, અને એક જ કુદકામાં દિવાલ પાર કરી કેમ્પસની બહાર.

'ભાગો' હર્ષે જોરથી ચીસ પાડી.

'બસ, મેચનું પરિણામ આવી ચુકયું હતું. ચંદ સેકન્ડમાં જ મેદાન સાફ અને અમે અમારા કેમ્પસ તરફ. કેમ્પસમાં પહોંચ્યા બાદ મેં અને હર્ષે નિરાંતનો દમ લીધો. ત્યાંજ નીલ આવી ચડયો. બંનેના કાન પકડી મચકોડયા.

'સાલાઓ, એવું તેં શું કર્યું મેચ જ પૂરી થઈ ગઈ. અમારી તો મજા જ મરી ગઈ.

'યાર, એક ફુલઝડી એ આ બંદરની કમ્પલેન કરી. મેં હર્ષ તરફ ઈશારો કરતાં કહ્યું.

બધાં જ હસવા માંડયા, 'યે બંદર, તો ઠીક હૈ.'

પણ તમને આ બાબતની સજા મળશે.

'સજા' ? અમે ભવાં ઊંચા કર્યા.

'હા, જ તો વળી, આટલી સુંદર મેચને બરબાદ કરવની કંઈક તો સજા મળવી જોઈએ ને નીલે ઠાવકાઈથી કહ્યું.

'અંતે સર્વાનુમતે નક્કી થયું. 'અમારે આઈસ્ક્રીમની પાર્ટી જોઈએ.'

એક સીનીયર ત્યાંથી પસાર થયાં.

'આદિ, મેચ બરબાદ થવાનું દુઃખ અમને પણ છે. આઈસ્ક્રીમડબલ, અન્ડર સ્ટેન્ડ'

હર્ષ રીતસર ચીડાઈ ગયો અને રૂમ પર જઈ પર્સનો ઘા કર્યો.

'યાર, આદિ. પૂરા મહિનાની અડધી પોકેટ મની તો બરબાદ પાક્કી...

'પેલી ફુલઝડી એ તને' બંદર– કહ્યો' એ બરાબર જ છે.

'તું પણ'

તે બેટ હાથમાં લઈ મને મારવા દોડયો.

ખેર પોકેટ મનીની હાલત તો કફોડી થઈ ચુકી હતી. બસ, હવે સાંજ પડવાની રાહ હતી.

સાંજે હોસ્ટેલનં.૧ની ૩૩ નંબરની રૂમમાં બધા એકઠાં થયાં. આઈસ્ક્રીમની રાહ જોવાતી હતી. મિમીક્રિ, જોકસ દ્વારા માહોલ એકદમ જીવંત હતો. અમે આઈસ્ક્રીમ લઈને આવ્યાં.

'લો, સર સ્પૂન' હર્ષ બોલ્યો.

'સ્પૂન ? એની શું જરૂર' સીનીયરે હર્ષ સામે જોયું આઈસ્ક્રીમ માટે'.

'અરે જૂનિયર્સ , સતે પે સત્તા નથી જોઈો

આપણે પણ ભાઈઓ જ છીએ ને...

એક સિનિયરે અંગૂલી નિર્દેશ કરતા કહ્યું કે આજ તો છે આપનીચમચી. તો ચાલો સ્ટાર્ટ'...

બસ પછી તો પૂછવું જ શું ? આઈસ્ક્રમ માટે હાકલ પડી અને ચંદ મિનિટસમાં જ આઈસ્ક્રમનું અસ્તિત્વ ગાયબ

આ રીતે પાર્ટી કરવાની રીતનો અમને ખ્યાલ ન હતો. એટલીસ્ટ મને અને હર્ષને તો નહીં જ પરંતુ જે કંઈ હતુ. અફલાતુન હતું ખૂબ મજા પડી.

રાત્રે હું નીલ, અમન અમે હર્ષ ચાંદની રાતમાં અગાશી પર સુતાં.

યાર, આદિ મને તો એ ફુલજડી જ યાદ આવે છે ખરેખર શું અદાઓ હતી...

કાતિલ...

'હા, બંદર'

'વળી મને કહ્યું' તને હળવી ટાપલી મારી.

'ખરેખર, દૂધ જેવી સફેદ, શું મુસ્કાન, શું એનો ગુસ્સો, એકદમ લાલ મિર્ચ માફક'.

'સુઈ જા. રોમિયો. સવારે સુપર સાઈકો પ્રોફેસર વ્યાસનું લેકચર છે. કંઈ સમજ નહીં પડે અને તેના ગુસ્સાનું ભોગ બનવું પડશે. એ વધારાનું... નીલે છંછેડાઈને કહ્યું બધાં સુઈ ગયા. પણ મારું મન કહેતુ હતું કે હર્ષ બસ એ ફુલજડીનાં ખ્યાલોમાં જ આખી રાત વીતાવી.

રોજ સાંજે ડિનર બાદ અમે હોસ્ટેલનાં ગ્રાઉન્ડમાં એકઠાં થતાં. જ્યાં એક ખૂબ જૂનું વૃક્ષ હતું. જેના મૂળ પાસે એક નાનો પત્થર હતો, ફર્સ્ટયરમાં આવેલો દરેક જૂનિયર અહીં આરતી કરતો કારણ... તેમાં રહેતા 'એકઝામ બાબા' ફિયર, ટેન્સનથી રક્ષા કરતા, પછી જ એને જમવાની મેસમાં એડમિશન મળતું. હવે વર્ષો જૂની માન્યતાને તોડવાની કોઈ જૂનિયરની મજાલ તો ન જ હતી...

બધા એ વારા પ્રમાણે આરતી કરી. એક નાળિયેલ, કુમકુમ દીવો, બે કિલો પેંડા અને ૧૦૧રૂા. રોકડા આ હતો એકઝામબાબાનો ચડાવો.

સમય જતાં અમોને ખ્યાલ આવ્યો કે આ સિનિયર્સે ઉપજાવી કાઢેલી એક વાર્તાથી વિશેષ કંઈ ન હતું. જૂનિયર્સને જોઈ હસતાં અને પેંડાની મજા માણતાં. ખરેખર, હવે તો અમને પ ણ જૂનિયર્સની જ રાહ હતી.

જે દિવસે મેસ બંધ હોય તે દિવસે ફકત એક જ ટાઈમ અમે જમતાં અને એક ટંક ભોજન લેવાનું સ્થાન હતું. 'એકતા ભોજનાલય' કેમ્પસની એકઝેટ સામે...

આજે કંઈક આવો જ દિવસ હતો. હું નીલ, અમન અને હર્ષ અમારા ચારેયની ટીમ 'એકતાભોજનાલય' પર પહુંચી ફૂલથાળીનો ઓર્ડર આપ્યો.

વેઈટરે પીરસવાનું ચાલુ કર્યુ. ગરમાગરમ રોટી અમે કાઉન્ટર ચાલુ કર્યા. એક, બે, ત્રણ, ચાર અનેપાંચ... ક્રમશઃ૧૦ પર પહોંચતાં વેઈટર થાકયો. કારણકે અત્યાર સુધીમાં તેમણે ચાલીસ રોટી પીરસી હતી. 'સ્પેશ્યલ દાળ–ભાત કહેતા એ કટૉરીમાં ભાત લઈ આવી ચડયો.

'હજુ રોટી ચાલુ રાખો.' મેં અને હર્ષે સૂચના આપી.

'લગતા હૈ દો દિન સે કુછ ખાયા નહીં હૈ.' એક વેઈટરે બીજા સામે ધીમેકથી ગણગણાટ કર્યો. અગિયાર, બાર પર ક્રમશઃઅમન અને નીલની વિકેટ પડી. ચૌદમી રોટી પૂરી કરી મેં સ્ટોપ કર્યું. પરંતુ હર્ષ જે અમારામાં સૌથી પાતળા બાંધાનો હતો. તેની વિજયકૂચ હજુ જારી હતી. અંતે 'સોળ' રોટલી પૂરી કરી. તેને દાળ–ભાતનો વિચાર આવ્યો. 'ચાલો, હવે દાળ–ભાત લઈએ.' ભોજન પૂર્ણ કર્યા બાદ વેઈટરે બીલની પરચી આપી. અમે બીલ ચૂકવ્યું. શેઠને ઈશારાથી વેઈટરે કહ્યું 'ટોટલ લોસ'.

અમે થોડા આગળ જઈ બોલ્યા, 'ડબલ બેનીફીટ' બંને ટાઈમનું ભોજન પત્યું...

૦૦૦

બ્લૂ, જિન્સ, પિન્ક શર્ટ, બ્લેક બેલ્ટ, શૂઝ અને મારી પ્રિય રિસ્ટવૉચ થી હું સજ્જ હતો અને મારો પાર્ટનર અમન પણ. કારણ હતું એન્યુઅલ ફંકશન. એ પણ અમારું નહીં. આયુર્વેદિક કોલેજનું ફંકશન ભવ્ય રજવાડી હોલમાં થોડાં જ સમયમાં ચાલુ થવાનું હતું.

સ્માર્ટ લાગે છે આદિ અમને કહ્યું 'તું પણ યાર.'

અમે બંને એ સ્ટાઈલથી સામસામે પંચ અથડાવ્યાં અને આખી ટોળકી નીકળી આયુર્વેદ કોલેજ તરફ હંગામો કરવા.

'પિન્ક, સિલ્વરવાળીને જોઈ ગજબ ફીગર છે.'

નીલે કહ્યું.

'તને તો બધી જ એવી લાગે છે.' મેં બેધ્યાનપૂર્વક કહ્યું.

'નાયાર, સરખી રીતે મેં... એની શું સ્ટાઈલ છે કાશ આ પર્ફોમ કરે...

પર્ફોમ કરશે. ઉત્તમે ટાપસી પુરાવી.

ફંકશન ચાલુ થયું. પહેલા પ્રાર્થના, નૃત્ય અને ત્યારબાદ નાટક...

અમે પણ અમારી મસ્તીમાં બાલ્કનીમાં ઝુમતાં હતાં. અમારો ટોક્ષીક સિનિયર્સ સુમીત પણ અમારી સામે હતો. સ્ટેજ પર નૃત્ય જોઈ તે પણ ડાન્સ કરવા લાગ્યો અને સાથે લાવેલા ગુલાબના ફૂલોનો ગુલાલ કરવા માંડયો.

ઉપરની આખી બાલ્કની અમારી ટીખળટોળકીથી ભરેલી હતી. બસ ત્રણ કલાક ધીંગા–મસ્તી, ડાન્સ અને ભરપૂર કોમેડી. અમારા હંગામાથી ત્રાસેલા આયુર્વેદિક કોલેજનાં મિત્રો અમે શાંત રહેવાની રીકવેસ્ટ કરવા આવ્યાં. દરેક એન્ટ્રી પર સીટી મારવાનો દોર ચાલું જ રહ્યો.

આખરે અમારી શાહજાદાંની અનારકલી નૃત્ય કરવા આવી... અને નીલ તેની અદાઓમાં ઘાયલ...

અમારામાંથી નીલ અને હર્ષ કિલન બોલ્ડ થયાં. એક આયુર્વેદ અને એક ડેન્ટલ કોલેજની છાત્રા પર હું અને મારો પાર્ટનર અમન હજુ સ્વસ્થ હતાં. કોઈ વાર નીલ અને હર્ષની મજાક પણ કરી લેતા. બંનેના એક જ સરખાં ઉદ્‌ગાર હતાં.

'દિલ કા દર્દ તુમ કયા જાનો, યારો...

ખરેખર, દિલનું દર્દ જાણવાની ફુરસદ પણ કોને હતી. 'જેવા પડશે એવા દેવાશે' એ પ્રમાણે અમે બેફિકર હતાં. હું પણ ભવિષ્યમાં આવનારી ઘટનાથી અજાણ અને બેફિકર હતો.

કયૂંકિ કલ કિસને દેખા હૈ ?

***