Insearch of yarsagumba - 14 books and stories free download online pdf in Gujarati

યાર્સાગુમ્બા ની શોધ - ૧૪

ક્રમશ:

આટલું બોલી તેમણે વાત કહેવાની શરુ કરી.


અનમુલ : લગભગ ૬ દિન પહેલે વોહ નામચે બજાર ગઈ થી....વહાં સે લુકલા ગઈ થી ઔર એક ફોન કિયા થા...!


પછી તેમણે જે નંબર પર કોલ કર્યો હતો, તે જણાવ્યો. તે શાલિનીજીનો નંબર હતો.


અનમુલ : ઉસકે બાદ ઉસકા સિગ્નલ " કાઈદ ઘાટી " સે હોતે હુએ માઉન્ટ એવરેસ્ટ કે બેસ કેમ્પ કે પાસ ૩ દિન પહેલે રિસીવ હુઆ થા.

દેવેનજી અને શાલિનીજી તો તેની વાત સાંભળીને દિગ્મૂઢ થઈ ગયા.


અનમુલ : હો સકતા હૈ વોહ હિમાલય પર ટ્રેકિંગ કે લિયે ગઈ હો...?


શાલિનીજી : ઐસા નહિ હો શકતા સર ....વોહ અપને પાપા કો એક પલ કે લિયે અકેલા નહિ છોડતી થી...ઐસે સમય પર (તેમની બીમારી વખતે ) ટ્રેકિંગ પર જાના તો દૂર.....વોહ સોચ ભી નહિ સકતી...!


આટલું બોલી તેઓ રડવા લાગ્યા....!


અનમુલ : ગભરાઈયે નહિ...મેં કુછ કરતા હું...!


આટલું બોલી તેમણે ટ્રેકિંગ માટે લઈ જતી કંપનીમાં ફોન કર્યો અને ત્યાંથી જાણવા મળ્યું કે પ્રાચી શુક્લા કરીને એક છોકરી ટ્રેકિંગ પર આવી હતી, પણ બીજી એક વાત સાંભળીને તેઓ ચોંકી ગયા....!


કેમ્પઇન્સ્ટ્રક્ટરે તેમને જાણકારી આપી કે ઉપરવાસ માં બહુ વરસાદ અને બરફ પડવાથી ટ્રેકિંગ કેન્સલ થયો હતો, આથી તેઓ બધા પાછા આવી ગયા હતા. અનમુલના વધુ પૂછવા પર તેણે પ્રાચી અને તેનું ગ્રુપ કાઈદ ઘાટી પર પાછા આવવા માટે વહેલું નીકળી ગયું હોવાની જાણકારી આપી. ત્યારબાદ તેઓ પાછા આવ્યા છે કે કેમ તેની કોઈ ઈન્કવાયરી કંપનીએ કરી ન હતી....! ઓફિસર અનમુલે તેમને બેદરકારી દાખવવા બદલ ઠપકો આપ્યો. હવે શું કરવું તેની તમને સમજ પડી રહી ન હતી....!


------------------------------------------------------

આ બાજુ બિસ્વાસ અને લુસાને ભોલાને શોધવા ગયાને ૧ કલાકની ઉપર થઈ ગઈ હતી. પણ હજુ સુધી તેઓ પાછા આવ્યા ન હતા. પ્રાચીને અંદાજો આવી ગયો હતો કે તેના મમ્મીને જરૂર ખબર પડી ગઈ હશે કે પોતે ઇન્ડિયા નથી ગઈ. પણ હવે પસ્તાવાનો કોઈ મતલબ ન હતો. તેણે જોયું તો પ્રોફેસર જગ આમતેમ જોઈ રહ્યા હતા. તેણે પ્રોફેસરને સવાલ કર્યો...!

પ્રાચી : પ્રોફેસર...વોહ ડબ્બે મેં ક્યાં હૈ જો આપ છુપાકે રખતે હો...?


પ્રોફેસર તેની વાત સાંભળીને ચોંકી ગયા. પ્રાચીએ તે જોઈ લીધું.


પ્રોફેસર : ઉસમેં કુછ સિક્રેટ હૈ...મેરી પુરી જીન્દગી કી મહેનત...!

પ્રાચીને વધુ પૂછવું ઉચિત ન લાગ્યું. પ્રોફેસરે વાત બદલી નાખી. તેણે પ્રાચીને પોતાની ફેમિલી વિશે પૂછ્યું અને પોતાની ફેમીલી વિશે પણ જણાવ્યું.


આ તરફ બિસ્વાસ અને લુસા ભોલાને શોધતા-શોધતા ઘણા આગળ આવી ગયા હતા. તેઓ સંભાળીને અને કોઈ પણ જાતની હલન-ચલન ન થાય તેની તકેદારી રાખી રહ્યા હતા...!


એક જગ્યાએ ચાલતા તેઓ અટકી ગયા. બિસ્વાસ આગળ અને લુસા તેની પાછળ ચાલી રહ્યો હતો. લુસા માટે બિસ્વાસને મારવાનો આ સારો મોકો હતો. બિસ્વાસ નું ધ્યાન તેની તરફ ન હતું. તેણે હળવેકથી પોતાની છરી કાઢવા માટે ખીસામાં હાથ લંબાવ્યો. પણ આગલી પળે તેઓ સાવધ થઈ ગયા. તેમની ડાબી બાજુની ઝાડીઓમાંથી ટાઈગર નો ત્રાડ પાડવાનો અવાજ સંભળાયો. તેઓ ફટાફટ એક ઝાડ પાછળ છુપાયા...!. તેમણે ધ્યાનથી જોયું તો ઝાડીની પાછળ તે સફેદ વાઘ બેઠો હતો. ભોલાનો લગભગ ખવાયેલો મૃતદેહ તેની બાજુમાં પડ્યો હતો. તેનું કહેવા પુરતું માથું બચ્યું હતું. થોડીવાર પછી ટાઈગર ઊંઘી ગયો. તેઓ જ્યાં ઉભા હતા, ત્યાંથી વાઘનું અંતર ૧૦૦ મીટરથી પણ ઓછું હતું. હવે ત્યાં રોકાવાનો કોઈ મતલબ ન હતો. તેઓ પાછા આવવા લાગ્યા....!

--------------------------------------------------------

આ બાજુ ઓફિસર અનમુલે પ્રાચીની ૬ દિવસ પહેલાની કોલ ડિટેઇલ તપાસ કરી. તો ખબર પડી કે આગલી રાતે તેણે ભોલાને કોલ કર્યો હતો. તે ડિટેઇલ સામે આવી. તેના એક દિવસ અગાઉ તેના સિગ્નલ નુવાકોટ તેમજ ચિતવાન સુધીના બતાવતા હતા.

તેઓ સમજી ન શક્યા કે પ્રાચી એક દિવસ ચિતવાન અને પછી હિમાલય પર કેમ ગઈ હશે....?. તેમણે ભોલાના ઘરે તપાસ કરાવી તો તેના એક પડોસી ફ્રેન્ડે કહ્યું...કે તે હિમાલય પર કોઈ જડીબુટ્ટી લેવા ગયો છે...!


ઓફિસર અનમુલ સમજી ગયા કે ચોક્કસ પ્રાચી અને ભોલા સાથે ગયા હશે. પ્રાચીના ચિત્તવાન જવાના ઉદ્દેશથી તેઓ સમજી ગયા કે તે યાર્સાગુમ્બા ના બીજ લેવા ગઈ હશે, જેથી પોતાના પિતાનો ઈલાજ કરાવી શકે...!


હવે સમય બરબાદ કરવાનો કોઈ મતલબ ન હતો. તેઓ અને દેવેનજી ઇન્ડિયન એમ્બેસી ગયા. ત્યાંથી પ્રાચીના ગુમ થવાનો એક લેટર લઈ ગવર્મેન્ટ ઓફ નેપાલની ઓફિસમાં સબમીટ કરવાનો હતો. જેથી એક હેલિકોપ્ટર લઈ તેમને શોધવા જઈ શકાય...!


----------------------------------------------------------

આ બાજુ બિસ્વાસ અને લુસા પાછા પ્રાચી પાસે પહોંચી ગયા હતા. બિસ્વાસની આંખોમાં જોઈ પ્રાચી સમજી ગઈ કે ભોલા હવે આ દુનિયામાં રહ્યો નથી. પ્રાચી અને પ્રોફેસર નીચે ઉતર્યા. લુસાના હાથમાં અત્યારે એક મરેલું સફેદ સસલું હતું. પ્રાચી તેને જોવા લાગી. લુસાએ પાછા ફરતી વખતે તેનો શિકાર કર્યો હતો.

લુસા : યે રાત કે ખાને કે લિયે હૈ...!


આમપણ તેમની પાસે ખાવા માટે બીજું કઈ ન હતું. થોડો સુકો નાસ્તો હતો, તે પણ ભીનો થઈ ગયો હતો, અને ખાવાલાયક ન હતો. લુસાએ ગમે તે રીતે આગ પ્રગટાવી. અને પ્રોફેસર જગની મદદથી માસ શેકવા લાગ્યો. વાઘે ભોલાનું મારણ કર્યું હોવાથી તેના આવવાનો હવે કોઈ સવાલ ન હતો. આમપણ એક ઇલાકામાં એક જ વાઘ હોય છે....બીજો વાઘ ત્યાં આવે તો તેઓની વચ્ચે ખૂંખાર લડાઈ થાય છે, અને એકે ક્યાંતો ઇલાકો છોડવો પડે છે યા તેનું મૃત્યુ થાય છે. બિસ્વાસ અને પ્રાચી વાત કરવા માટે અલગ ગયા...!.

બિસ્વાસ : કુછ સમજ મેં નહિ આ રહા કે ક્યાં કરે...?!


આટલું બોલી તે અટક્યો.


બિસ્વાસ : હમને યહાં આકે બહોત બડી ગલતી કર દી હૈ....વોહ બીજ હમે અગર મીલ ભી ગયે તો વાપસ જાને મેં કમસે કમ ૪ દિન લગેંગે. ઇતને દીનો તક બીના ખાયે-પીયે રેહના મુશ્કિલ હો જાયેગા....!


બિસ્વાસની વાતોમાં સચ્ચાઈ હતી. પ્રાચી પાસે તેનો કોઈ ઉકેલ ન હતો. પ્રોફેસર જગે થોડું માસ પકાવ્યું અને બાકીનું રાખી લીધું.


લુસા : યે કિસ લિયે રખા પ્રોફેસર ?


પ્રોફેસર : કલ કે લિયે....!

લુસા : કલ કી ફિકર છોડીયે..જરૂરત પડી તો ....દો - તીન શિકાર ઔર કર લેંગે...!


આટલું બોલી તે હસવા લાગ્યો. ભોલાના મોતનું તેને કોઈ દુઃખ ન હતું. પ્રાચીને તેના પ્રત્યે નફરત થઈ ગઈ. બિસ્વાસ પોતાનું દૂરબીન કાઢી દૂર અંધારામાં જોવા લાગ્યો...!


બિસ્વાસ : ગાય્સ...હમ સુબહ તક વેઇટ નહિ કર સકતે....હમે અભી નિકલના હોગા...!.


બધા તેની વાત સાથે સહમત થયા. રાત પુરી થતા પહેલા તેઓ જંગલમાંથી નીકળી જવા માંગતા હતા. તેઓએ જરૂરી સામાન લીધો અને ઝડપથી પણ સાવચેતીપૂર્વક ચાલવા લાગ્યા....!

----------------------------------------------------

આ બાજુ દેવનજી, ઓફિસર અનમુલ અને એક પોલીસ અધિકારી આહુપથી હેલિકોપ્ટર લઈ ૨ કલાક પહેલા જ નીકળી ગયા હતા. તેઓ અત્યારે કાઈદ ઘાટી આવી પહોંચ્યા હતા. ત્યાંથી તેમણે એવરેસ્ટ બેસ કેમ્પ તરફ જવાનું હતું. અત્યારે રાતના ૧૦ વાગી ગયા હતા. ચારેતરફ સુસવાટા મારતો પવન ફૂંકાઈ રહ્યો હતો અને વરસાદે માજા મૂકી હતી...! તેમનું આગળ જવું શક્ય ન હતું. આથી રાત તેમણે ત્યાં જ રોકાવું પડ્યું. સવારે તેમને શોધવા જવાનું નક્કી થયું.


શાલિનીજી સાથે હવે આનંદજી પણ ચિંતામાં મુકાઈ ગયા હતા. બહુ પૂછવા પર શાલિનીજીએ પ્રાચી હિમાલય પર ગઈ છે, તેની હકીકત આનંદજીને જણાવી હતી. અલબત્ત તેમણે ટ્રેકિંગ માટે ગઈ હોવાની જૂઠી માહિતી આપી હતી ,જેથી તેઓ વધુ ચિંતા ન કરે.


બિસ્વાસ અને તે લોકોએ લગભગ ૪ કલાક પછી જંગલ પાર કરી લીધું. તેઓ અડધો કિલોમીટર વધુ ચાલ્યા અને પછી એક નાની ટેકરી પર ત્યાંજ રાત વિતાવવાનું નક્કી કર્યું. તેમણે એક જ ટેન્ટ બનાવ્યો . દરેક જણે તેમાં જ સુવાનું હતું. પ્રાચી અને બિસ્વાસ બહાર ટેકરી પર ઉભા હતા. અને લુસા અને પ્રોફેસર જગ અંદર ઉંઘી ગયા હતા.


પ્રાચી બિસ્વાસને ભેટી પડી અને રડવા લાગી.તેને ભોલા માટે બહુ દુઃખ થઈ રહ્યું હતું. બિસ્વાસે તેને રડવા દીધી, જેથી તેનું મન હલકું થઈ જાય..!. પ્રાચીને હવે બિસ્વાસની કંપની સારી લાગી રહી હતી. તેને બિસ્વાસ પોતાનો કોઈ જુનો સાથી હોય તેવી પ્રતીતિ થઈ રહી હતી. સામે બિસ્વાસ પણ એવું જ મહેસુસ કરી રહયો હતો. થોડીવાર પછી તેઓ ટેન્ટમાં જઈને ઊંઘી ગયા.


દિવસ - ૬


સવારે તેઓ ઉઠ્યા ત્યારે પ્રોફેસર જગ કાલનું બચેલું માસ પકાવી રહ્યા હતા. લુસા બહાર ગયો હતો. પ્રાચી તો બ્રાહ્મણ હોવાથી માસ ખાતી ન હતી. પણ બિસ્વાસને કકડીને ભુખ લાગી હતી,આથી તે માંસ ખાવા લાગ્યો. તેણે જોયું કે પ્રોફેસર જગે સરસ માંસ પકાવ્યું હતું. તેઓ પોતાની દિનચર્યા પતાવી આગળ વધ્યા. હવે તો પ્રાચી પાસે કોઈ કપડું બાંધવા માટે ન હતું. આથી તેણે પોતાનો સ્કાફ એક જગ્યાએ બાંધી દીધો.


આખા સફરમાં એક સારી વાત એ બની હતી કે તેઓ પોતાનો રસ્તો ભટક્યા ન હતા. જો તેઓ જરા સરખો પણ રસ્તો ભટકી જાત તો ઘણા દિવસ સુધી પહાડોમાં ભટકતા રહેતે...!

લગભગ ૨ કલાક સુધી ચાલ્યા પછી તેઓ રૉન્ગબક નદી સુધી પહોંચ્યા. નદી પાસે પહોંચતા સુધીમાં બિસ્વાસને પેટમાં લોચા વળવા લાગ્યા. તે લગભગ જમીન પર ફસડાઈ પડ્યો. પ્રાચી તેની હાલત જોઈ ગભરાઈ ગઈ.તે તેની મદદ માટે જવા ગઈ ત્યાં પ્રોફેસર જગે તેને પકડી લીધી...!. તેની આંખોમાં એક ઝેરી સ્મિત હતું. તેના હાથોની પકડ એટલી મજબૂત હતી, કે પ્રાચી શું તેના જેવી બે છોકરીઓ હોય તો પણ હલી ન શકે....!

બિસ્વાસ તેની મદદ માટે ઉભો થવા ગયો ત્યાં પાછળથી લુસાએ તેના માથા ઉપર પથ્થરથી એક જોરદાર વાર કર્યો. તે અર્ધબેહોશ થઈ ગયો...!

(વધુ આવતા અંક - યાર્સાગુમ્બા ની શોધ - ૧૫ માં)


ક્રમશ: