Kabir zoya ke jiya - 6 books and stories free download online pdf in Gujarati

કબીર ઝોયા કે જીયા - 6

કબીર વિચારમાં પડયો કે સોલા સિવિલ મને શું કામ બોલાવે છે ???એને તરત જ પોતાના મિત્ર ને ફોને કર્યો અને ત્યાં આવવા માટે કહ્યું.કબીર સીધો સોલા સિવિલ પહોંચ્યો.ત્યાં એને જાડેજા સર મળ્યા.સાહેબે પેલા એને પાણી પીવડાવ્યું.

જુઓ કબીર વાત જરા એમ છે કે તમારી પત્ની અને દીકરી કઈ કામ થી ઘર ની બહાર નીકળ્યા હતા એવા માં એક ગાડી એ એમને ટક્કર મારી છે …ત્યાં હાજર લોકો બંનેને હોસ્પિટલ લઇ આવ્યા.ઓપેરશન ચાલુ છે ચિંતા કરતા નહિ.ડૉક્ટર સાહેબ ને બહાર આવવા દો એટલે ખબર પડશે , કબીર ની આંખ માંથી આંસુ નીકળી ગયા હતા સાહેબે એને એક ખુરસી માં બેસાડયો.એનો મિત્ર પણ ત્યાં આવી પોહયો હતો.એને કબીર ને સાંત્વના આપતા કહ્યું દોસ્ત તું ચિંતા ના કર, બધું સારું થઇ જશે.

આશરે 2 કલાક પછી ઓપેરશન થિયેટર ની લાઈટ બંધ થઇ ને ડૉક્ટર બહાર આવ્યા.કબીર સીધો દોડતો ડૉક્ટર જોડે ગયો અને બોલ્યો સાહેબ મારી પત્ની અને મારી લાડકી દીકરી ?????
ડૉક્ટર સાહેબ બોલ્યા I am sorry ....મેં મારા થી બનતા બધા જ પ્રયત્ન કાર્ય પણ બંને માંથી કોઈ ને બચાવી શક્યો નહિ….

કબીર જોર થી ચીસ સાથે રડતો રડતો જમીન પર ઢળી પડે છે.એના સહન શીલતા ની બધી જ હદ પુરી થઇ જાય છે.
જાણે લડવાની બધી જ શક્તિ ખોઈ બેઠો ના હોય.એનો દોસ્ત અને ડૉક્ટર સાહેબ એને તરત જ એડમિટ કરે છે ત્યાં સુધી માં એના માતા-પિતા ને કુટુંબ વાળા ત્યાં આવી પહોંચે છે.કબીર ને ઘરે લઇ જાય છે.બધા કુટુંબ ના લોકો હાજર થઇ જાય છે બધા એ સફેદ પોશાક માં હાજર હોય છે !!!
કબીર પણ પોતાનું હૃદય માં દર્દ નો દરિયો સમાવીને બેઠો હોય છે પણ મન થોડું મક્કમ રાખી ને રામ નામ લેતો જાય છે. બધી જ ધાર્મિક વિધિ પ્રમાણે તૈયારીઓ કરી દેવામાં આવે છે.

રામ બોલો ભાઈ રામ .. રામ બોલો ભાઈ રામ ...

બસ કબીર આ દુનિયા ની વાસ્તવિકતા પોતાની નજરે નિહાળતો નિહાળતો છેક સ્મશાન સુધી ચાલતો જાય છે. કબીર આ દરેક પલ પોતાના મન માં જાણે કેદ કરતો હોય એમ બધું જોતો હોય છે.આ મહાન હિન્દૂ ધર્મ ના 16 સંસ્કારો માં સૌથી પવિત્ર એવો અગ્નિસંસ્કાર પોતાના હાથે પોતાની હાથે પોતાની પત્ની ને આપે છે.
કેટલો મહાન ધર્મ !!! મૃત્યુ પછીયે સંસ્કાર આપવાનું ભૂલતો નથી !!!
જયારે પોતાની વહાલી ઇવા ને જમીન માં દફનાવે છે.બંને ને દફનાવી ને 12 દિવસ કબીર દરેક વિધિ શાસ્ત્રોક્ત પ્રમાણે કરે છે. રોજ રોજ કબીર ના ઘરે શ્રીમદ ભગવદ ગીતા ના પાઠ નું વાંચન થાય છે.રાત્રે ભજન થાય કબીર આ બધું ધ્યાન થી સાંભળે.હવે 12 દિવસ પછી બધા ધીમે ધીમે પોતાના જીવન માં લાગી ગયા.

છેલ્લા દિવસે જયારે એટલે કે 13 માં દિવસે કબીર મરેલા લોકો પાછળ જમવાની પ્રથા બંધ કરાવી ને 50,000 રૂપિયા હોસ્પિટલ માં પોતાની પત્ની અને પુત્રી ના નામ પર ભેટ આપે છે.નવી યુવા પેઢી , નવા વિચારો સાથે. કબીર પણ હવે પોતાના માતા-પિતા અને દાદા-દાદી ને પગે લાગે છે અને અમદાવાદ આવવા નીકળી જાય છે.

અમદાવાદ પોતાના મકાન માં પાછો આવી જાય છે. ત્યાં દરેક જગ્યા એ પોતાની પત્ની અને પુત્રી જોડે રહેલા સંસ્મરણો વાગોળે છે.બીજા દિવસે કબીર પોતાના ઘરે મંદિર માં દીવો પ્રગટાવે છે અને અગરબત્તી કરે છે.
પણ આ શું ??? સવારના 4 વાગે !!!
આટલો વહેલા !!! કબીર આવો કેમ દેખાય ???
કબીરે ભાગવા વસ્ત્ર ધારણ કરી લીધા હતા.
કબીર ઘર ની બહાર આવે છે ઉપર આકાશ માં પ્રણામ કરે છે અને નીકળી જાય છે.

એ પરમ સત્ય ની શોધ માં !!!
પણ આ નવા સાધુ ના મન માં એક સવાલ ઘર કરે છે....
બોલ સાધુ !!! ગિરનાર કે હિમાલય ???
આતો બહુ મોટો યક્ષ પ્રશ્ન ???

કબીર હવે ઘડાઈ ગયો હતો અને એનો જવાબ શોધવા આંખો બંધ કરી અને જવાબ આયો ગિરનાર !!!
કબીર સીધો પહોંચ્યો જૂનાગઢ !!!
આતો અલખ ની ધરતી ...પવિત્ર ધરતી ...અને નજર કરી ને જોયું તો સામે ગરવો ગિરનાર !!!
મોં માંથી શબ્દો નીકળી ગયા અલખ નિરંજન !!!
કબીર ને જાણે ગિરનાર પોતાની જોડે બોલાવતો હોય એમ લાગ્યું.કબીરે હવે ગિરનાર ચઢવાનું ચાલુ કર્યું સવારે 4 વાગે !!!

સમય અને જગ્યા ની પવિત્ર તો એહસાસ એને થઇ રહ્યો હતો !!!
ઠંડો પવન …
પહાડ ની માટી ની પવિત્ર સુગંધ !!!
કબીરે ચડવાનું ચાલુ કર્યું ... 2 કલાક પછી કબીર ગિરનાર ના દ્રસ્યો જોવે છે
સૂર્ય ના ભગવા રંગ માં રંગાયેલું આકાશ !!!
આહલાદક વાતાવરણ !!!
ચારે બાજુ લીલોતરી … ગાઢ જંગલ !!!
પક્ષીઓનો કલરવ !!!
સાધુ અને શ્રદ્ધાળુ ઓનો જય ગિરનારી જો જય જય કર !!!
કબીર નું હૃદય જાણે જુમી ઉઠયુ !!! નાચી ઉઠયુ !!!

આમ ને આમ બીજા 2 કલાક પછી કબીર ગિરનાર ની ટોચ પાર પહોંચી ગયો.ગુરુ દત્ત ના દર્શન કર્યા.પછી જાણે બધો થાક ઉતારી ગયો હોય એમ કબીર એક અજાણ્યા રસ્તે ચાલવા માંડ્યો.કબીર ચાલે પછી થોડો આરામ કરે , પાછો ચાલે આમ ને આમ કબીર પ્રકૃતિ ની ગોદ માં ચાલતો ચાલતો જાય.

હવે સાંજ ઢળવા આવી ને રાત થવા આવી હતી.કબીર હવે ભૂખ અને તરસ નો મારો થાક્યો હતો.એનું મન ભમવા લાગ્યું હતું.
કબીર ઝાડ નીચે બેઠો અને અવાઝ આવ્યો કબીર !!! કબીર !!!
કબીર ને લાગ્યું કે આતો મન નો વહેમ છે.અહીં એને કોણ ઓળખે છે.
પાછો ફરી અવાઝ આવ્યો.કબીર ઉભો થયો અને જોયું તો સામે ભગવા વસ્ત્ર પહેરેલા દિવ્ય પુરુષ ઉભા હતા.કબીરે એમને પ્રણામ કાર્ય.

એ દિવ્ય પુરુષ નું આભાનું તેજ કબીર જોતો જ રહ્યો ..કેટલું તેજોમય શરીર !!! એમના શરીર માંથી આવતી એક અનોખી સુગંધ...
એમણે કબીર ને કહ્યું સવાલ જવાબ પછી કરીશુ પેલા મારી પાછળ પાછળ આવ !!!

કબીર કઈ પણ બોલ્યા વગર એમની પાછળ પાછળ ચાલવા લાગ્યો.આશરે અડધો કલાક પછી એક મોટી ગુફા આવી.કબીર એમની પાછળ પાછળ એ ગુફા માં ગયો.ગુફા નું પવિત્ર વાતાવરણ નો અનુભવ જોઈ ને સમજી ગયો કે આ બહુ જ પવિત્ર જગ્યા છે.

ત્યાં જાણે જોર થી એક ગર્જના થઇ અને કબીરે પાછળ ફરીને જોયું તો આતો સિંહ !!! કબીર ના હાંજા ગગડી ગયા એના હાથ-પગ ધ્રુજવા લાગ્યા…કબીર દોડી ને દિવ્ય પુરુષ જોડે જતો રહ્યો.દિવ્ય પુરુષ મન માં હસતા હતા એમને એ નરકેસરી સામે જોયું અને પરિચય આપતા કહ્યું આ આપણા નવા મેહમાન છે. સિંહ જાણે આદર આપતો હોય એમ ગર્જના કરી. કબીર ના હાંજા ફરી ગગડી ગયા અને એ જોઈ ને દિવ્યાત્મા ખાંડખડાટ હસી પડયા.

કબીરે ત્યાં ફળાહાર કાર્ય અને સુઈ ગયો. કબીરે એ દિવ્ય પુરુષ ને ગુરુજી સંબોધન કર્યું અને પ્રણામ કરીને રાતે સુઈ ગયો.
બીજા દિવસે સવારે 4 વાગે જાગીને ગુરુજી કબીર ને યોગ , સાધના , અને ઈશ્વર વિશે જ્ઞાન આપ્યું.સવાર થી રાત સુધી એ દિવ્ય પુરુષ કબીર ને આખા વન માં ફેરવે. ગુરુજી રોજ રોજ સવારે જ્ઞાન અને સાધના કરાવે અને પછી આખો દિવસ વન માં ફેરવે.પ્રકૃતિ બતાવે.જંગલ ના જીવન , નિયમ , પોતાની જાત ને કઈ રીતે બચાવવી એ બધી માહિતી આપે.
આ બધા માં નવાઈ વાત એ કે જયારે કબીર પોતાના ગુરુ જોડે ભ્રમણ માં નીકળે ત્યારે વનરાજ એમની જોડે ને જોડે.કબીર ને તો હવે આ નરકેસરી જોડે મિત્રતા થઇ ગઈ.1 મહિના સુધી પ્રકૃતિ જાણ્યા પછી હવે એના ગુરુ દ્વારા યોગ-સાધના નો સમય વધાર્યો.એ કબીર ના દરેક પ્રશ્નો ના જવાબ આપે.હવે જયારે પણ કબીર ને વન માં જવાની ઈચ્છા થાય ત્યારે એ પોતાના મિત્ર એવા સિંહ જોડે જાય.આમ ને આમ બીજો 1 મહિનો પસાર થયો.

હવે કબીર નો દિવસ-રાત નો મોટા ભાગ નો સમય ધ્યાન માં જવા લાગ્યો.કબીર ને ફરવું પણ બહુ ગમે એટલે જયારે પણ સમય મળે ત્યારે એ જંગલ માં ફરી આવે.એક દિવસ સવારે જયારે કબીર જાગે છે ત્યારે એ પોતાના ગુરુજી ને ત્યાં જોતો નથી કબીર થોડો ઘભરાય છે અને આમ તેમ શોધવા માંડે છે પણ એ ક્યાંય જોવા મળતા નથી.

લેખક નું નામ : વેદ ચંદ્રકાન્તભાઈ પટેલ
24,ગોકુલ સોસાયટી , કડી, ગુજરાત
મોબાઈલ નંબર - 9723989893