Be Jeev - 7 books and stories free download online pdf in Gujarati

બે જીવ - 7

બે જીવ

ડૉ. બ્રિજેશ મુંગરા

(7)

ઓસમ ટ્રીપ

ડીસેમ્બર–ર૦૦ર

ઠંડી નો માહોલ હતો. હું કેન્ટીન માંથી કોલેજ તરફ રવાના થયો. પાર્કિંગ પાસે બધા ઊભા હતાં.

'અરે આદિ, આજ તો સપનાની રાણી આપણી કોલેજમાં પધારી છે. જો તો યાર, શું એની અદાઓ છે ?

'કોણ છે એ ' મેં સહજતાથી પૂછયું.

'અરે, આપણી બેચમેટ પ્રિતી દેસાઈની કઝીન્સ, એક અમેરિકાથી અને એક... મુંબઈની પરી...

તો શું છે ? ચાલો લેકચર એટેન્ડ કરવા નથી જવું ? પછી વાઈવામાં કંઈ નહીં આવડે... સમજ્યા...

'આદિ... તું તો આવો આવો જ રહ્યો. શું સેકસી લાગે છે. શું ડ્રેસ સેન્સ અને કાતિલ અદાઓ... ખરેખર કિલર છે આ બંને છોકરીઓ... ' ઉત્તમ બોલતા બોલતા ઝુમી ઉઠયો.

'તો જા પરણી જા એને... જા પ્રપોઝ કર એટલે હમણં બધો નશો ઉતરી જશે

જા... મેંકહ્યું.

ચાલો, આદિ પ્રેમ–બ્રેમ સમજતો જ નથી.

'આજ તો સમય છે, યુવાની ને જીવી લે... '

'આ ઉંમર ભણવાની પણ છે. ખેર, આ બધું છોડો આપણી મનાલી ટ્રીપનું શું થયું ?'

'ટ્રીપનું છોડ અહીં... જો પ્રિતી તારી સામે કેવું ધારીધારીને જોવે છે ? જરા નજર માર બ્રહ્મચારી...

ચાલો હશે, લેકચરમાં મોડું થાય છે. મેં ત્રણેયને સામે આવતા જોઈ છતાં ઈગ્નોર કરી ચાલવા માંડયું.

એક મારી સાથે અથડાઈ...

'એમિસ્ટર, વોકસ્ટ્રેટ–વે...'

'ચશ્મા, તમે પહેરેલા છે મિસ... મેં નહીં '

'યોર કોલેજ નીડ ડિસીપ્લીન પ્રિતી... અમેરિકન છોકરીએ કહ્યું.'

'માય કોલેજ હેવ પરફેકટ ડિસીપ્લીન. ફર્સ્ટ યુ જસ્ટ ચેક યોર નંબર્સ મેડમ.'

અમેરિકન કઝીન્સે એની આંખ દબાવી.

ખરેખર, ચબરાક છે આ છોકરી...

ત્રણેય હસી પડી.

ખરેખર આવનારા તુફાનથી હું બિલકુલ બે ખબર હતો અને કદાચ પ્રિતી પણ... હશે.

૦૦૦

માર્ચ–ર૦૦૩

ઉનાળાની શરૂઆત. અમારા ફ્રેન્ડસર્કલમાં આનંદ છવાયો હતો. કારણ... મનાલી ટ્રીપ જે યુનિવર્સિટી દ્વારા ઓર્ગેનાઈઝડ હતી.

ધક–ધકગર્લનું ગીત ગાતા અમે ઉપડયા છુક–છુકગાડીમાં. બધા પૂરા જોશમાં હતાં. અંતાક્ષરી, સ્ટાર્ટ થઈ અને સાથે બધી રમૂવા તો પણ... જેમા અમારું 'લઠાગુ્રપ' પંકાયેલું હતું. પરંતુ હું તો મારી ધક–ધકગર્લના વિચારોમાં ખોવાયેલો હતો. પ્રિતી... પ્રિતીઝીંન્ટા... તેની અદાઓ, તેનાં ગાલ પરનું ખંજન ખરેખર કિલ કરે એવું હતું. 'દિલ ચાહતા હૈ' મૂવી મેં વારંવાર જોઈ. ઘણા યુવાનોની જેમ હું પણ પ્રિતીનો જબરદસ્ત પ્રશંસક હતો અને એક પ્રિતી હતી મારીબેચમેટ... જેના માટે મારા હૃદયમાં ખાસ સ્થાન હતું. એક સુંદર અને હોનહાર છોકરીનું...

ખેર... અમારું ડેસ્ટીનેશન હતું. મનાલી, અને આ એક ટ્રેકિંગ કેમ્પ હતો. જેમાં અમારે ચૌદ હજાર ફીટની ઊંચાઈ સુધી જવાનું હતું.

મનાલી પહોંચતાં જ અમારો ટ્રેકિંગનો પ્રથમ અનુભવ જ બન્યો શોકીંગ... રહેવાની વ્યવસ્થા હોટેલમાં ન થઈ શકી. બધાં મૂચ્છડ સર્ર થી નારાજ થયાં. શર્મા સર, જે અમારા ટ્રેકિંગ કેમ્પનાં કોચ હતાં. એક રીટાયર્ડ આર્મીમેન હિંમત શા માટે હારે ?

'સર, આવી ઠંડીમાં કયાં જઈશું ?' નીલે જેકેટમાં હાથ ઘુસાડતા રીતસર ઠુઠવાતા કહ્યું. 'એ થઈ જશે. નાહકની ચિંતન કરો.' તેણે સ્પષ્ટ કર્યું.

થોડી પળો જણ બાદ રહેવાની વ્યવસ્થા તો થઈ ગઈ. એ પણ કયાં ખુલ્લા આકાશ નીચે લાકડાનાં બનાવેલા એક સ્ટોરમાં, લગભગ રાત્રીનાં બે વાગ્યા હતાં. ખૂબ જ ઠંડી ર.૦ થી૩.૦ ડીગ્રી તાપમાન. પરંતુ અમારા યુવા હૈયાનો જોશ આવી ઠંડીમાં પણ અમને ટકાવી રાખવા પૂરતો હતો.

સવારે નાસ્તા સમયે અમે ચારેયે ટીખળ આદરી. નાસ્તા સાથે એકસ્ટ્રા મીઠાઈ પણ મંગાવી, બસ અમારે મુચ્છડ શર્માને પરેશાન કરવા હતાં. ગઈ રાત્રીની અવ્યવસ્થા બદલ.

'યે લો બીલ' દુકાનદારે કહ્યું. 'મુચ્છડ શર્માએ ઝીણી નજર કરી અને પેમેન્ટ કર્યુ પણ પેમેન્ટ સમયે એને અમારી સમક્ષ નજર કરી મને હસતાં હસતાં જ બીલ આપી દીધું.

'જો મુચ્છડ આપણી સામે જોઈ રહ્યો છે.' અમને કહ્યું.

'ભલે, કોઈ વાંધો નહીં. આખરે આપણે બદલો લઈ જ લીધો' મે કહ્યું.

હોટેલ પર પહોંચ્યા બાદ થોડી જ વારમાં અમારા દરેકના હાથમાં એક કવર થમાવવામાં આવ્યું. જે ગઈ રાત્રી જે એક સ્ટોરમાં સુવું પડયું. અને હોટેલ નું ભાડું બચ્યું. એ રકમ હતી.

આશ્ચર્યની વચ્ચે અમારા ચારની રકમ ઓછી હતી. અમે ગયા સીધા મુચ્છડ શર્મા પાસે.

'સર ઈસ મેં અમાઉન્ટ કમ હૈ ' અમે મોં મચકોડીને કહ્યું.

'તો કેસે લગે રસગુલ્લે, ગુલાબ જાંબુન' દોસ્તો...

અમે નીચું જોઈ ગયાં અને કંઈ પણ કહ્યા વગર ચાલતી પકડી.

'યાર, આ શર્મા તો કોચની સાથે સાથે ગણિતશાસ્ત્રી પણ છે.'

'મીઠાઈ તો ભારે પડી'.

'કંઈ નહીં, બરાબર જ છે. શર્મા સર પાસે ગઈ રાત્રે કોઈ ઓપ્શન ન હતો. આપણે થોડા વહેલા જ મનાલી પહોચ્યાં હતાં. મને એ પણ શીખવા મળ્યું કે, આપણા સિવાય આસપાસના લોકો પણ સચેત હોય જ છે.

'હા, બસ... તારી ન સમજાય એવી વાતો રહેવા દે.' નીલે કંટાળીને કહ્યું.

'ઠીક છે. તો ટેન્ટ બનાવીએ અને આ આહલાદક વાતાવરણની મોજ માણીએ.' એ વાત પૂરી કરતાં કહ્યું.

લીલાછમ ઊંચા પહાડો, સામે વહેતી ખળખળ કરતી નદી, બાજુમાં જ બેઝ કેમ્પ

એક સુંદર રમણીય દ્ર્શ્ય, પ્રકૃતિ જાણે સોળેય કલાએ ખીલી ઊઠી હતી અને એમાં ખોવાઈ જવાનું મન થાય એવું ગુલાબી વાતાવરણ. ભલભલાને કવિ બનાવી દે.

બીજા દિવસે ટ્રેકિંગ શરૂ થવાનું હતું. આજનો દિવસ ફુરસદ હતી. પણ આવા રમણીય સ્થળ પર સમય થોડો ફાજલ જવા દેવાય ? વોલીબોલ કબ્બડી અને ઈન્ડોર ગેમ્સ ખૂબ રમ્યાં. આ બધામાં ઉડીને આંખે વળગી એ હતી નીલ અને હર્ષની દરેક બાબતોમાં મીટીંગ અને સાથે સાથે રમૂજ કરી બધાને પેટ પકડીને હસાવ્યા. મને આવા હસમુખા મિત્રો મળ્યાનો ગર્વ હતો. જ્યારે આવા સ્થળ પર જેની ખૂબ જરૂરિયાત હતી.

રાત્રે ડિનર વખતે હું અને અમન લેટ હતાં.

'આવો, લેટ્. લતીફ' નીલે છણકો કર્યો.

'શું થયું ' મે કહ્યું.

'સબ્–રોટી લો, પછી ખ્યાલ આવે.'

'ખરેખર, આવી ઠંડીમાં રોટી ફટાફટ આરોગવી પડે એમ હતું. નહીં તો ચાવવામાં અને પચવામાં મુશ્કેલી જ હતી.'

'હવે સમજાયું લેટ્. લતીફ' નીલ વળી બોલ્યો.

'હા, સમજાઈ તો ગયું પણ ભુખ જબરી લાગી છે અને આ રોટી તો ચવાતી જ નથી અને સબ્છે કે પછી શું... '

અમને મોં બગાડતા કહ્યું.

'જે છે બસ આજ છે. બાકી બધું તો સવારે જ ખ્યાલ આવશે...'

બધા હસ્યા. હું અને અમન બસ થાળીમાં તાકતારહ્યાં. પરંતુ અમે નિશ્ચિંતહતાં. આ ફોલાદી રોટી ચાવવા માટે અમારા દાંત હજુ મજબૂત હતાં.

૦૦૦

સવારે અમે પ્રસ્થાન કર્યું. પર્વત ખૂબ ઊંચો હતો. એક તરફ બરફ અને બીજી તરફ વૃક્ષેા અને લીલોછમ ગાલીચો. ચૌદ હજાર ફૂટની ઉંચાઈએ પહોંચવું અમારું લક્ષ્ય હતું. ખરેખર વનમાં પણ આવું જ છે. ખૂબ ઊંચાઈ પર જવા માટે નીચેથી જ પગ માંડવા પડે છે. જે લક્ષ્ય તરફ નજર હોય તો સફળતાનાં શિખરેા સર કરી શકાય છે. પણ માર્ગમાં જ ભટકી જઈએ તો એ માર્ગ જીવનનું લક્ષ્ય બની જાય છે. જરૂર હોય છે સચેત રહેવાની આપણા લક્ષ્ય તરફ અને મનની મક્કમતામાં કેળવીએ જ વિચારોને પોતાનું જીવન બનાવવા તરફ...

અમે પહાડની ટોંચ પર પહોંચવાં ચારે તરફ પહાડો અને ગુલાબી વાતાવરણ.

'આજ યંગીસ્તાન હૈ અપને પંખ ફૈલાકે જીવન કી હર ખુશી કો સમેટને કે લિયે' હર્ષે બની શકે એટલા જોશથી બૂમ મારી.

ઊંચા પર્વતો, સર્વત્ર હરીયાળી આહ્‌લાદક આબોહવા અને સૂરજનાં આછેરા કિરણો. પ્રકૃતિનો વાસ્તવમાં રોચક નજારો હતો. અમે જાણે પ્રકૃતિની ગોદમાં જ સમાઈ ગયા હતાં. એવુ ફીલ થતું હતું કે જિંદગી કુદરત સાથે અહીં જ રૂબરૂ થાય છે. કદાચ... મૃત્યુશૈયા પર પડેલો માણસ પણ એક વાર આશ્ય જોઈ પુલંકિત થઈ જાય. આ ઘટાદાર જંગલો અને લીલીછમ ચાદર ઓઢેલા આ પર્વતો વનનો એક અમૂલ્ય સંદેશ આપણા સમક્ષ પ્રસ્તુત કરે છે. 'હસતા રહો, પ્રફુલ્લિત રહો, ભલે ગમે તે વિપદા આવીપડે. એનો મક્કમ મને સામનો કરો. તમે પણ પ્રકૃતિનો એક અંશ જ છો અને એ હંમેશા તમારી મદદ માટે તૈયાર જ છે. અહીંની આબોહવામાં અલગ સત્ત્વ હતું. કારણકે અહીં ફકત કુદરતનું સામ્રાજ્ય હતું.

આજે ડિનર સમયે હું અને અમન સૌથી પહેલા હતાં. આખરે અનુભવ માણસને ઘણું શીખવે છે. રાત્રે ટેન્ટમાં ધીંગામસ્તી અને હાસ્યની રેલમછેલ. હર્ષ ચીટ્ટરે આજે પણ મીટીંગ કરી. બધા રમતમાંથી પરવારી સુઈ ગયા. મેં એક ઊંડો શ્વાસ લીધો. કુદરતના આ સત્ત્યવ ને હું મારા રોમેરોમમાં ભરી લેવા માંગતો હતો.

સવારે અમે ફરી ચાલવાનું શરૂ કર્યું. અમારી સાથે બીજા કોલેજનાં ત્રીસેક વિદ્યાર્થીઓ પણ હતાં. એમને અમારી સાથે ફાવી ગયું હતું અને કેમ ન ફાવે અને ખરા અર્થમાં જિંદાદિલ હતાં.

અમે દૂરથી એક ઝરણું જોયું. બધાં નાચી ઉઠયા. હજુ ઉત્તમ ફોટોગ્રાફીમાં જ વ્યસ્ત હતો.

'અબ આયેગા અસલી મજા... નીલ બોલી ઉઠયો.'

અમે દોડયાં, ઝરણું ખૂબ વેગથી ઊંચાઈથી પડતું હતું. બાજુમાં એક નાનું ઝરણું હતું. અમે કપડાં ઉતારી નાહવા પડયાં. ખૂબ નાહયા બધો જ થાક ગાયબ... કુદરતી ગોદમાં આજે જાણે અમી વરસી રહ્યું હોય એવું લાગી રહ્યું હતું.

વિરામનો સમય હતો. મં થોડીવાર માટે આખો બંધ કરી. મને એક અદ્વિતીય પ્રકાશનો અનુભવ થયો. મેં તુરંત આંખો ખોલી. મેં કુતૂહલતાવશ આસપાસ જોયું. સામે ઘટાદાર જંગલ હતું. મેં ચૂપચાપ ચાલવાનું શરૂ કર્યું જાણે કોઈ વસ્તુ મને એ તરફ ખેંચી રહી હતી.

હું થોડો આગળ વધ્યો ત્યાં જ અલૌકિક વાતાવરણનો મને અનુભવ થયો. વૃક્ષોની ગોળાકાર ગોઠવાયેલા વૃક્ષોની વચ્ચે એક પત્થર હતો. એ મોટા પત્થર પર સફેદ વસ્ત્રોમાં સએક વ્યકિત બેઠો હતો. ઊંચો અને પહાડી, જાણે કોઈ મોટા યોગી હોય એવું મને લાગ્યું. આ નિર્જન સ્થળે આ ધ્યાનસ્થયોગી જોઈ મને અચરજ થયું.

મેં આજુબાજુ દ્રષ્ટિ કરી ખૂબ તેજોમય વલય અને દિવ્ય વાતાવરણ તાદ્રશ્ય થતું હતું. મને ખલેલ પહોંચાડવાનું બરાબર ન લાગ્યું. મે પાછું વળવા ડગ માંડયા ત્યાં જ એક મધુર અવાજ સંભળાયો.

'વત્સ, આદિત્ય યહાં આઓ.'

મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. આ યોગી મારું નામ શી રીતે જાણે છે ?

મેં તેમની સામે જોયું અને પળવારમાં હું અંજાઈ ગયો. આવો અપ્રિતમ અહેસાસ આ પહેલા મને કયારેય થયો ન હોતો.

'યહાં, આઓ વત્સ' તેમને ફરીથી કહ્યું. આપ કૌન હૈ ઔર મેરા નામ કૈ સે જાનતે હો? મેં આશ્ચર્યથી પૂછયું.

'તુમ કૌન હો, વત્સ યે તુમ જાનતે હો ?' તેણે મને વેધક પ્રશ્ન પૂછયો.

હા, મેં આદિત્ય લેકિન... યે સબ છોડો તેણે મને અધવચ્ચે રોકતા કહ્યું. તુમ ઈતને સારે મિત્રો મેં સે તુમહી કયો યહાં આયે ? યે તુમ જાનતે હો ? નહીં,

વો મેં...

સબ ધ્યાન સે સુનો. જીવન કે દો પહેલું હૈ, એક સુખ ઔર દુસરા દુઃખ, જીવન એક એસી પહેલી હૈ. સમેંયે દોનોં પહેલું છુપે હૈ ઔર કભી–કભી દુઃખકી પરાકાષ્ઠા હી જીવન કી નયી રાહ દિખાતી હૈ. ઈસલિયે તપને સે મત ડરો. વહી તુમ્હે સુવર્ણકી તરહ પ્રકાશિત કરેગી.

મેં કુછ નહીં સમજ પા રહા હું, આપ કયા કહેના ચાહતે હૈ ? મેં ભારે અસંમજસમાં કહ્યું.

વત્સ, સમજને સે નહીં અનુભવ સે સીખા જાતા હૈ, તુમ્હારે જીવન મેં કુછ એસી ઘટના ઘટેગી જિસમેં તુમ વિચલિત હો સકતે હો. મન કો સ્થિર ઔર સ્વયં મેં કાબૂ રખના. ઈશ્વર કા સ્મરણ રોજ કરના કયોંકિ ઉત્તમ મનુષ્ય સહનશીલ ઔર સામર્થ્યવાન હોતા હૈ તુમ્હે જીવન પથ પર ચલતે રહના હૈ.

હુંપણ અસંમજસ માં હતો. શું કઈ ઘટના હશે એ ?

આપ કૌન હૈ ? મેં છેલ્લે ચીસ પાડીને કહ્યું.

મૈં કૌન હું યે તુમ્હે સમય આને પર સમજમેં આ જાયેગા. કસોટી કે લિયે તૈયાર રહના વત્સ ૐ નમઃ શિવાય

આટલું બોલતાં જ તે અદ્રશ્ય થઈ ગયાં અને હું અવાચક બની નિહાળ તો રહ્ય જાણે એ દિવ્ય શકિત વાતાવરણમાં અલિપ્ત થઈ ગયું.

હું રહ્યો એ જ કોયડાની વચ્ચે ઘટના, સામર્થ્ય અને જીવનપથ. આ કડીઓ શું છે અને મારા જીવનને કઈ દિશામાં લઈ જશે

ખેર, શોરબકોર વધ્યો, નક્કી નીલ, અમન અને હર્ષ જરૂર ધિંગા મસ્તી કરતા હશે. મેં આ દિવ્યશકિતના અનુભવને મારા શ્વાસમાં ઊંડે ઉતારી નમસ્કાર કરી ચાલવા માંડયું. વળી એક દુનિયા માંથી બીજી દુનિયામાં પ્રવેશ્યો. એક આધ્યાત્મિક અને બીજી ભૌતિક.

'શું શૌચાલયની શોધમાં હતો. આદિત્ય ?' નીલે મસ્તી કરી.

ના, બસ... આ પ્રકૃતિનાં સાંનિધ્યમાં ખોવાયેલો હતો.

'કયાંક અમોને પણ ના ભૂલી જતો.'

'ચાલ, હજુ પોઈન્ટ ઘણો ઉપર છે. ઘણું ચાલવા નું બાકી છે.' અમને ઉમેર્યું.

અમે ચાલતા થયાં, પણ આજનાં દિવ્ય વાતાવરણનો અહેસાસ, એ યોગી પુરષ અને તેની વાતો મારા માટે એક કોયડો જ બની ચૂકી હતી. શું છે આનું રહસ્ય ?

અમોએ કેમ્પસમાં ખૂબ ધમાલ, મસ્તી અને એન્જોય કર્યેાં. અંતે ચંદીગઢથી જામનગર રવાના થયાં.

જાણે એક કદી ન થંભે એવી અનોખી સફર પૂરી થઈ. એ લીલીછમ ચાદર ઓઢેલા પહાડો, પકૃતિનું સાંનિધ્ય અનેખુ શ્નુમાં વાતાવરણે મન પર એક અવિસ્મરણિય છાપ છોડી. જે કદી ન ભૂલી શકાય.

આ યાદગાર ક્ષણોને અમારા અંતઃકરણમાં ખૂબ ઊંડે મૂકી વળી અભ્યાસમાં પોરવાયા.

***