Revenge Prem Vasna Series 2 - 50 books and stories free download online pdf in Gujarati

રિવેન્જ - પ્રકરણ - 50

રિવેન્જ પાર્ટ 50

અન્યા પોતાનાં નક્કી કરેલાં લક્ષ્ય તરફ આગળ વધી રહી હતી. એ પોંડીચેરી અરવિંદો આશ્રમ પહોંચી ગઇ. મનોમન રાજન સરનો આભાર માની રહી. અહીં પન્નાબેન ઉર્ફે નલીનીમાલિની રાજની મંમીને મળી બધો સંવાદ થાય.. બધી બાજી પોતાનાં તરફ કરી લીધી એટલે કે એની મોમને ઘરે આવવા મનાવી લીધી. સંવાદનો છેલ્લો શેષભાગ યાદ રહી ગયો કે અહીં કોઇ અંતે કહેલું કે તને લેવા માટે સામેથી આવશે અને એનું નિમિત કોઇ અનન્ય જીવ હશે. શું એ સંતને એહસાસ હશે કે હું મનુષ્ય યોનીનો નહીં પ્રેતયોનીનો જીવ છું ? અને હું આવીશ ? એ બસ "અનન્ય જીવ" શબ્દને વાગોળતી રહી. દુનિયામાં ઘણાં સંત મહાત્મા, અઘોરી અને ઓલીયા વસે છે જેને ભૂત-ભવિષ્ય વર્તમાનને એહસાસ અને એની સાક્ષરતા હોય છે. બસ સાચાં સાક્ષરનો ભેટો થવો જોઇએ.

સંવાદ પુરો થયાં પછી પન્નાબહેને અન્યાને બાહોમાં ભેટી લઇને વ્હાલની ઉષ્મા આપી. અન્યાની આંખમાં ભીનાશ આવી એણે ક્યું "થેક્યુ આંટી... તમારો ખૂબ સહકાર મળ્યો હું રજા લઊં હજી મારે ઘણાં કામ નિપટાવવાનાં છે.

પન્નાબહેને ક્યું દિકરા આંટી નહીં... માઁ બોલ ઘણાં સમયથી બધાં સંબંધોનું નિર્વાણ થઇ ગયેલું હવે માંડ પાછી તે મારામાં આશા જગાવી છે હવે ઉષ્માભર્યું માં-સંબોધન ગમશે અને દીલને આનંદ અને ઠંડક આપશે બસ હવે રાજનાં હોઠેથી સાંભળ્યુ માં. એનામાં જીવ રહેલો. એ લોકોનું ઘર.. એટલે કે મારું ઘર છોડે વરસો થઇ ગયાં કોઇ પસ્તાવો કે ગ્લાની નહોતી બસ રાજ યાદ રહેલો.... એને મળવાની ઉત્ષ્ઠાંએ મને જીવતી રાખી.

પણ એ વાતનો પણ આનંદ છે કે ઇશ્વરે એને ખૂબ સાચવ્યો અને મારી પણ યાદ લાગણી સૂસુખ્ત એનામાં પણ રહી. બસ તમારાં લગ્ન થઇ જાય... તમારી ઇચ્છા પૂરી થઇ જાય એમ બસ તમારાં લગ્ન થઇ જાય.. તમારી ઇચ્છા પૂરી થઇ જાય એમ અહીં ગુરુજી કહે છે કે જીવવાની જીજીવિષાના ઘણાં કારણ અને મમતાની ભૂખ હોય છે એક માયા જકડી રાખે છે જીવવા માટે બસ એમાંથી પણ મુક્ત થઇ જઇશ. તે પછી બધાંજ કર્મ-માયા મમતા અને એં થકીનાં કારણોને દફનાવીને દફન થઇ જવું છે. કોઇ આકાંક્ષા કે અપેક્ષા નથી તને નિમિત્ત બનાવીને ઇશ્વરે પણ તને કોઇ જસ આવ્યો છે માંની મમતાનો ખોળાને ઉષ્મા બક્ષી છે.

અન્યા સંવાદનાં શબ્દે શબ્દ દીલમાં ઉતારી રહી હતી અને જશ પાછળનો આનંદ અને પ્રેમ અનુભવી રહી હતી.

એમાંથી કેડ સમાં વળીને ચરણ સ્પર્શ કરીને માં હું રજા લઊ એમ કહેવાઇ ગયું અને જાણે વરસોનો ઘરબાયેલો કોઇ સૂક્ષ્મ સંબંધ આજે પ્રગટ થઇ ગયો. પન્નાબહેને હસતાં ચહેરા રડતી આંખે અન્યાને બાહોમાં ભરીને વાત્સુલ્ય ભર્યો પ્રેમ આપીને ગળે વળગાવી દીધી. મારી દીકરી સો વરસની થા અને અખંડ સૌભાગ્યવતી રહે ઇશ્વર મારાં આશિષ કદી ખોટાં નહીં પાડે આજે તે એક માં ની વાત્સલ્યની આંતરડી ઠારી છે... એમ બોલીને અત્યાર સુધી દબાવી રાખેલો લાગણીનો ધોધ વહી રહ્યો આંખોથી…. અને ધુસ્કે ધુસ્કે રડી પડ્યાં.

અન્યાનો ખભો લાખેણાં આંસુઓથી ભીંજાઇ રહ્યો અને એનો જીવ અંદરથી જાણે આનંદથી ભીંજાઇ રહ્યો.

અન્યાએ ખૂબ પ્રેમ અને સન્માન સાથે ફરી મળીશ તમે ફોન પણ કરતી રહીશ.. શક્ય એટલી જલ્દી તમને રાજ લેવા આવશે એનું પણ વચન આપું છું.

"તું પણ સાથે જ આવજે મને તમે સાથે આવશે વધુ ગમશે અને પન્નાબેનનાં આશીર્વાદ વાગોળતી અન્યાએ ત્યાંથી વિદાય લીધી.

*****************

ઇન્સ્પેક્ટર સિધ્ધાર્થને ત્યાંના PSI એ બધો જ રીપોર્ટ આપીને જણાવ્યું કે આટલાં વિજ્ઞાનનાં આધુનિક સમયમાં પણ આવુ દૃશ્ય મેં મારી આખી 25 વર્ષની કેરીયરમાં નથી જોયું સર.. એ પેશન્ટ જે એક્સીડન્ટમાં ઘાયલ હતો એ પંખે ઊંધો કેવી રીતે લટકી ગયો ? ઇઝ ઇટ પોલીબલ ?

સિધ્ધાર્થે કહ્યુ "તમે ભાંગ પીને આવ્યા છો ? શું બોલો છો ? આવુ કેવી રીતે બને ? પેલા પીએસઆઇએ કહ્યુ "તમે સાચુ નથી માનતાં ને હું પણ નહોતો માની રહ્યો પણ ત્યાંનાં ડોક્ટર -નર્સ બધાને પૂછો બધાની જુબાની લો...ઉપર લટકેલો પાછો એની મેળે જ પલંગ પર પછડાયો એની રાડા રાડ પણ સામાન્ય નહોતી એણે કોઇ પ્રેત જોયું હોય કંઇક અગમ્ય બિહામણું જોયું હોય એવું લાગેલું એતો પછી બેહોશ થઇ ગયેલો બેહોશીમાં પણ મને માફ કરો માફ કરો બોલતો હતો.

સિધ્ધાર્થ થોડીવાર ઇન્સપેક્ટની સામે જોઇ રહ્યો પછી એણે કહ્યુ "ચાલ હું સાથે આવું છું અને પછી ત્યાં ડોક્ટર પેશન્ટ સાથે હું જ વાત કરીને માહિતી લઊં છું એમ કહીને બંન્ને જણાં નીકળ્યાં. સિધ્ધાર્થે ડ્રાઇવરને કહ્યું સંજય ચાલ… આ ઇન્સપેક્ટ જણાવે એ હોસ્પીટલ લઇલે.

એણે ડ્રાઇવરને સૂચના આપી અને એનાં મોબાઇલ પર રીંગ આવી. સિધ્ધાર્થ ઉપાડીને જોયું સેમનો ફોન હતો. એણે કહ્યું હાય સેમ કેમ છે ? પાછા કલકત્તા સેટ ? તમારું તો હોમટાઉન છે પછી શું ચિંતા ? કેવું છે કામ ? અને અન્યાનું શું સમાચાર છે ? તારા ગયાં પછી અહીની દોડાદોડી ખૂબ રહે છે. અન્યા અહીંજ છે પણ દીકરીને ફોન નથી કરી શક્યો પણ આજે યાદ કરીને કરીશ.

સેમે ક્યુ "અરે સિધ્ધાર્થ અન્યાનાં સમાચાર આપવા જ ફોન કર્યો છે અને એ હમણાં અમારી સાથે 3 દિવસ રહીને ગઇ એનાં લગ્ન નક્કી કરવાનાં છે એનાં ફ્રેન્ડ રાજનાં ઘરેથી મેસેજ આવેલો તો હું અને રૂબી પણ મુંબઇ આવવાનાં છીએ ત્યારે રૂબરૂ મળીશું અને અન્યાને કહીશ તને ફોન કરે.

સિધ્ધાર્થે કહ્યુ "અરે વાહ સરસ તો તો હવે મળવું જ પડશે અને મુંબઇ આવો તો બીજે ક્યાંય ઉતરવાનું નથી બસ સીધાં મારાં ઘરે જ અને ફલાઇટનો સમય મને જણાવો હું એરપોર્ટ પણ આવીશ. ઘણાં સમયે મળીશું મને જાણ કરજો.

સેમે ક્યું "ઓકે તારાં ઘરે જ રોકાઇશું. રૂબરૂ બધી વાત કરીશું તારે કેસ માટે જવાનું હશે એવુ લાગે છે તું જીપમાં ક્યાંક જઇ રહેલો છે.

સિધ્ધાર્થે ક્યુ "હા યાર પેલો પ્રસિદ્ધ ડાયરેક્ટર હીંગોરી કેસ છે એ હોસ્પીટલમાં છે અને એને દોરા પડે છે અને આ PSI કહે છે ભૂતપ્રેત છે... હા.હા. હા. હા. એનો ખરખરો કરવા જઊં છું.. અન્યાનું જે ફીલ્મ બનાવે છે એજ..

સેમે ક્યુ "ઓહ.. કંઇ નહીં રૂબરૂમાં બધી વાત બાય એન્ડ ટેક કેર.. કહી સેમ મૂક્યો.

*****************

અન્યા રાજના ઘરે આવીને ભવદાસે ક્યુ મેડમ રાજભાઇ ઉપર એમનાં રૂમમાં છે હમણાં જ જીમ પરથી આવ્યા છે અને તમારી આપેલી બેગ પણ એમનાં રૂમમાં છે. ગઇકાલે આખો દિવસ રૂમમાં જ રહ્યાં છે ખબર નહીં કેમ ?

અન્યા રાજનાં રૂમ પાસે પહોચીને નોક કર્યું તો રૂમ ખૂલ્લો જ હતો અને એણે પ્રવેશ કર્યો. રાજ બેડ પર માથે હાથ રાખીને આંખો બંધ રાખી સૂઇ રહેલો.

અન્યા ધીમે રહીને બેડ પર જઇને એની આંખો પર ચૂમી ભરી અને રાજ જાગી ગયો એણે અન્યાને જોઇ સરપ્રાઇઝ લી. જોઇ રહ્યો. અરે જાન તું ક્યારે આવી ? આમ બિલ્લી પગે મારાં રૂમમાં કયારે આવી ?

અન્યાએ ક્યું તારાં નહીં આપણાં રૂમમાં આવી છું ચોર પગલે કે બિલ્લી પગે બસ લક્ષ્ય તારી પાસે આવવાનું હતુ બહુ લૂચ્ચી છે બોલવામાં એમ કહીને અન્યાને બાહોમાં ભીંસ દીધી પછી અન્યાએ પણ એની બાજુમાં લંબાવી દીધું. અને બોલી હું પણ થાકી છું ? પણ તને શેનો થાક લાગ્યો છે ? હું તો હતી નહીં.. એમ કહીને એણે રાજને ચિડવ્યો..

રાજ કહે.. લૂચ્ચી તું હતી નહીં એટલે મને થાક ના લાગે ? બીજા કામ ના હોય ? પાપાએ લગ્નનો ઉપાડો લીધો છે ભારે હું નવરો નથી પડતો બધી તૈયારીઓ એકલે પંડે કરવાની અને જીમ પણ જવાયું નહોતું એટલે જીમ પર જઇને આવ્યો.

અન્યાએ ક્યુ "ઓહો હો મારો રાજ થાકી ગયો છું લાવ થાક ઉતારી આપું એક કહીને એણે ઉભા થઇને દરવાજો લોક કર્યો અને રાજની પાસે પાછાં આવીને એને સટીને સૂઇ ગઇ એનાં માથામાં હાથ ફેરવવા માંડી.. આંખો હોઠ અને ગાલ બધું ચૂમવા માંડી એનાં ગળે છાતીએ બધે હાથ ફેરવવા માંડી.

રાજ કહે ચાલુ રાખ ખૂબ સારું લાગે છે એણે અન્યાને પણ હાથ ફેરવવા માંડ્યો બંન્ને જણાં એકબીજાને સ્પર્શનું સુખ આપવા માંડ્યા.

રાજે કહ્યું "એય તારાં વિનાં ગમે પણ નહીં અને તારાં વિના કંઇ મૂડ પણ નહીં. બસ જે ગમે છે એ તારી સાથે જ ગમે છે. તારાં વિના મારી શ્રૃષ્ટિ શૂન્ય થઇ જાય છે અને એણે અન્યાને બધે જ સ્પર્શ કરીને પ્રેમ કરવા માંડ્યો આજે અન્યાએ રાજને બધે જ સ્પર્શી સુખ આપવા માંડ્યું અને એકતરફી... જાણે.. બધુ સ્પર્શ સુખ થઇ રહેલું....

રાજે કહ્યું "એય ડાર્લીંગ ચાલુ રાખ ખૂબ સુખ મળે છે પણ તને શેનો થાક ? કાલે ક્યાં હતી ? અન્યાએ કહ્યું “ કહું પછી..

વધુ આવતાં અંકે - પ્રકરણ-51