Pauranik kathao ane salamatini drushti - 2 books and stories free download online pdf in Gujarati

પૌરાણિક કથાઓ અને સલામતીની દ્રષ્ટિ - 2

આપણે ઘણાં ભાગ્યશાળી છે કે આપણને ધાર્મિક પુસ્તકો અને કથાઓનો અમુલ્ય વારસો મળ્યો છે. આપણી ધાર્મિક કથાઓમાથી આપણે ઘણી બધી સમસ્યાઓનુ સમાધાન મળી જાય છે. તેના માટે યોગ્ય દ્રષ્ટિકોણ અપનાવવો પડે છે. જૂના પ્રસંગોમાંથી પણ ઘણી બધી શીખ મળે છે. મહાભારત સિરિયલનું ગીત પણ છે કે- 'सिख हम बिते युगोसे नये युग का करें स्वागत'
( અહીં રામાયણ અને મહાભારત તથા બીજા કેટલાક પ્રસંગોનુ ઉદાહરણ આપી સલામતીનો દ્રષ્ટીકોણ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. મુળ કથા ફક્ત રૂપક તરીકે લેવામાં આવી છે. કારણ કે આ કથાઓ બધાને ખબર જ છે. પણ સલામતીની સરળતાથી સમજણ આપવા અહીં તેનું વર્ણન કરવામાં આવ્યું છે. અને તેમાં કંઇ ભુલ ચુક થાય તો માફ કરશો. )

સેફ્ટી શુઝ :-
પુરાતન કાળમાં એક તપસ્વી હતા.તે ધનુષ વિધા નો અભ્યાસ કરતા હતા. અને જાતે બનાવેલા બાણનો ઉપયોગ કરતા હતા. અભ્યાસ દરમિયાન ચલાવેલા બાણ તેમની પત્ની પાછા લઈ આવતા. અને ફરીથી એ જ બાણનો ઉપયોગ કરતા હતા. તેમણે જોયું કે બાણ પાછા લઈ આવવા નું કામ કરવા દરમિયાન તેમણી પત્ની ના પગમાં કાંટા વાગતા હતા અને તાપ હોય તો તેમણા પગ દઝાતા હતા. તો તેનાથી રક્ષણ મેળવવા ઝાડની છાલ અને પાન વગેરેનો ઉપયોગ કરી પગરખાં બનાવ્યા. અને ત્યારથી પગરખાં ચલણ માં આવ્યા. અને માણસે પોતાની જરૂરિયાત પ્રમાણે એમાં સુધારો વધારો કરી તેનો ઉપયોગ ચાલુ કર્યો.
માણસ ચાલવાનું શીખે ત્યારથી પગના રક્ષણ માટે પગરખાંની જરૂર પડે છે. કારખાનામાં કામ કરતા માણસોને ખબરજ હોય છે કે બુટનુ કેટલું મહત્વ છે. ત્યાં જુદા જુદા જાતના મશીનો ચાલતા હોય છે.હેરફેર માટે નાના મોટા વાહનો ચાલતા હોય છે. અમુક ભંગાર પણ કદાચ જ્યાં ત્યાં પડેલું હોય છે. તો તેનાથી ઇજા થવાની પુરેપુરી શક્યતા રહે છે. એટલે જ મોટા ભાગના કારખાનામાં ખાસ પ્રકારના બુટ કે જે મજબૂત હોય અને ઉપરના ભાગમાં એક મજબૂત લોખંડની કેપ હોય છે, જે પહેરનારા માણસને ઈજા થવાથી બચાવે છે. તે પહેરવાનું ફરજિયાત કરવામાં આવે છે. જે ખરેખર ખુબજ આવકાર દાયક પગલું છે. આ સિવાય કેમીકલથી બચાવ માટે અને ઈલેક્ટ્રીકનુ કામ કરતી વખતે પણ ખાસ પ્રકારના બુટનો ઉપયોગ કરવામાં આવે તો આપણી સલામતી બની રહે છે. અને મોટું વાહન ચલાવતી વખતે પણ બુટ પહેરવા ફરજિયાત છે. એવો સરકારી નિયમ પણ છે. જેની જાણકારી પણ અમુક વાહન ચાલકો ને હોતી નથી. આ ઘણી દુઃખદાયક વાત છે. તો સલામતીના બધાંજ નિયમોનું પાલન કરવું એ આપણી ફરજ છે. આપણે સલામત રહીશું તો જ આપણો પરિવાર સુરક્ષિત રહેશે.
એવું નથી કે પગની સલામતીની જરૂર અત્યારના સંજોગોમાં જ છે. પહેલા ના જમાના પણ જોઇએ તો ભગવાન કૃષ્ણએ પણ જો કદાચ સેફ્ટી શુઝ પહેર્યા હોત તો પારધીનુ બાણ તેમણે ઇજા પહોંચાડી શક્યું હોત અને તે સમય પુરતું તેમનું મૃત્યુ ટળી જાત. માટે વિચારો કે જો ભગવાન જેવા ભગવાન પણ સલામતીના નિયમ વિરુદ્ધ સલામત નથી રહી શકતા તો હું કે તમે કંઇ રીતે સલામત રહી શકીશું.
ફાયરપ્રુફ ક્લોથ :-
આગ જેવા બનાવો બનતી વખતે ફાયરપ્રુફ ક્લોથ નો ઉપયોગ કરવામાં આવે છે. જેનાથી શરીરને આગ સામે રક્ષણ મળી રહે છે. જુના કાળમાં આવું જ કોઈક વસ્ત્ર હોલીકા પાસે હશે. જેનાથી તેના શરીર ને આગ સામે રક્ષણ મળી રહેતું હશે. અને પ્રહલાદ ને આગમાં લઇને બેસતી વખતે તે વસ્ત્ર થકી જ પ્રહલાદ નો બચાવ થયો હોય એવું પણ બની શકે છે. પણ આખી ઘટનાને આપણે વરદાન અને ચમત્કારને ધ્યાન માં રાખી જોઇએ છે. અને આગની સામે રક્ષણ આપતા વસ્ત્ર વિશે વિચાર કરતા જ નથી. તો કહેવાનો આશય એ છે કે આપણે સલામતીના બીજા વિકલ્પો પણ ધ્યાન વિચારવા જોઇએ. ફકત ચમત્કારમાં જ વિસ્વાસ ન રાખતા આપણી જાતે તૈયાર રહેવું જોઈએ. યાદ રાખો કે 'કિસ્મત બચાવે એકવાર, સલામતી બચાવે વારંવાર'
માટે સલામતીના નિયમોનું સમજણ પુર્વક પાલન કરો અને સલામત રહો. ફરી મળીશું બીજા અંકમાં નવી કથાઓ સાથે....

Kishor Padhiyar
For you... With you... always...
______________________________