Be Jeev - 10 books and stories free download online pdf in Gujarati

બે જીવ - 10

બે જીવ

ડૉ. બ્રિજેશ મુંગરા

(10)

લવ ઈઝ લાઈફ

પરીક્ષા ઓન કહતી. પરંતુ હું તૈયાર ન હતો. કારણકે જિંદગીની પરીક્ષાનો પણ પ્રારંભ થઈ ચુકયો હતો. અને શરૂઆત નબળી હતી. એક પછી એક ઘટના ઘટતી જતી હતી. અને હું મૂક, દિગ્મૂઢ બની ને ખોવાયો હતો. ખરેખર... જીવન ધારે એ એટલું સહેલું નથી...

આજે ઈ.એન.ટી. નું પેપરહતું. બિલ્કુલ બકવાસ ગયું. પરીક્ષા પૂર્ણ થતાં મેં એક નિઃશ્વાસ નાખ્યો. અબ પ્રકારની બેચેની પેપર લખતા સમયે હતી અને હજુ પણ મેં ઝડપથી ચાલવા માંડયું. હોસ્ટેલ નજીક આવતા મેં ઈરાદો બદલ્યો. હું લેડીઝ હોસ્ટેલ તરફ વળ્યો. પ્રેમનું ભુત મારા પર સવાર હતું અને હું એકદમ લાચાર...

અમીને જતી જોઈ, હું તુરંત અમી પાસે ગયો.

'પ્લીઝ, પ્રિતીને... ' મારાથી આટલું જ બોલાયું.

મારી વેદનાએ મારી વાચાને જાણે બંધ કરી દીધી હતી. હું પૂરુ બોલી પણ શકતો ન હતો.

અમી પરિસ્થિતિ પામી ગઈ. તે ફટાફટ દોડી... હું ત્યાં જ સ્થિર ઊભો રહ્યો... મારી પ્રિયતમાની રાહમાં...

પાંચ... દસ... પંદર, આખરે વીસ મિનિટ બાદ મારી ઈન્તેજારીનો અંત આવ્યો. પિતીઆવી. તેને હાથમાં બુકસ હતી.

'બોલ, શુંછે ?' આજે તેને નરમાશથી વાતની શરૂઆત કરી.

'હું તને ખૂબ પ્રેમ કરું છું પ્રિતી...' પણ આટલા સમય સુધી હું તને કહી શકયો નહીં. મારા હૃદયનાં પૃષ્ઠ પર ફકત તારું જ નામ જ અંકિત છે.

પ્લીઝ, તું મને હા કહી દે... જાણે આ પ્રપોઝ હતી કે લાચારી...

પણ મેં ઘણું ખરું બધું જ પ્રિતી સમક્ષ ફટાફટ બોલી નાંખ્યું.

'ના' પ્રિતીએ સ્પષ્ટ અને ટૂંકો ઉત્તર આપ્યો... 'કેમ ?'

'જો આદિત્ય, યુ કોન્સ્ટે્રટ ઓન સ્ટડીઝ'... તારા જેવા હોનહાર છોકરાને મારું થોડું કહેવાનું હોય

'પણ મારા માટે હવે બધું' અશકય છે, તારા પ્રેમ વગર.'

'તું જે કહે છે એ પણ અશકય જ છે. પ્લીઝ મારી વાતમાન... ભૂલી જા.'

મેં વળી શિશ ઝુકાવ્યું... મેં મારી જિંદગીની ન પચાવી શકાય એવી પહેલી હાર સ્વીકારી લીધી.

'ઠીક છે પ્રિતી... આ આપણી છેલ્લી મુલાકાત હવે, આપણે કયારેય નહીં મળીએ.'

પ્રિતીને પણ શાંતિ થઈ. હું ચુપચાપ નીકળી ગયો. પણ આજની ઘટનાએ મને ઊંડે સુધી ચોટ પહોંચાડી. આ ઘા પર મલમ લગાવે એવું કોઈ ઉપસ્થિત પણ ન હતું. મને મારા ફ્રેન્ડઝ યાદ આવ્યા. ઈચ્છા થઈ મારા મિત્રોને ભેટી રડી પડું. પ્રિતી પ્રત્યેની બધી બડાસ કાઢી નાખું.

હું જ્યારે મારા રૂમ પર આવ્યો ત્યારે મારી ટીમ મારી રાહ જોઈને જ ઊભી હતી. તેઓનાં મોં જોઈને મને સ્પષ્ટ લાગ્યું કે તેમને આશ્વાસન આપવા આવ્યા હતાં.

'બસ, આદિ... પરીક્ષા પૂર્ણ થયા બાદ વળી એક ટ્રીપ મનાલી જેવી...'

હર્ષે શરૂઆત કરી.

'અને હા... ખૂબ ધમાલ અને તારી ભાષામાં કહીએ તો... અલૌકિક અહેસાસની મજા.' નીલે હાસ્ય રેલાવ્યું.

'આ વખતે તારે ડાન્સ સાથે ગાવું પણ પડશે આદિ.'... અમને ઉમેર્યું.

'સ્ટોપ ધીસ નોન–સેન્સ'... હું જરા પણ મજાકના મૂડમાં નથી.

'ભૂલી જા યાર'... અમને સલાહ આપનાર ખુદ કેમ કન્ફયુઝડ છે આજે ?

હર્ષ બોલ્યો...

'પ્લીઝ ફ્રેન્ડસ,... આ બધું થોડું અલગ છે.

' પ્રેમ.એટલે પ્રેમ... એમાં વળી શું અલગ ? તારી નિરાશા ખંખેરી નાખ આદિ.'

હર્ષે કહ્યું...

'ના, આ કંઈક જુદો જ અહેસાસ છે. જે પ્રતિદિન મને અંદરથી ખલાસ કરી રહ્યોં છે. તમે નહીં સમજો, યાર...'

'પણ તારે સમજવું પડશે પ્રિતીને છોડી દે આદિ... વળી અમારી ટીમમાં પાછો આવી જા..., નીલે આદેશાત્મક અવાજે કહ્યું...

'નહીં આવું જા... હવે એ શકય નથી. પ્લીઝ, લીવ મી એલોન...

મેં ઊંચા અવાજે કહ્યું...

'એકવાર તેંમને કહ્યું હતું કે પ્રેમ એક એવી બલા છે કે જે કાં તો ઊંચે લઈ જાય છે અને કાં તો નીચે તળીયે. આજે હું તને કહું છું અમારી ટીમમાં તારું ફરી સ્વાગત છે. આદિ...'

નીલે લાગણી સભર થઈ તેનાં બંને હાથ લંબાવ્યા.

મેં નકારમાં માથું ધુણાવ્યું.

'યાર, તું જ તો બધા મિત્રોને જોડતી કડી છે. તારા વગર બધા તુટી જશે.'

અમને શાંત થઈ કહ્યું.

'બસ... મારી સામે ફિલસૂફી ન કર.' મે કહ્યું ને પ્લીઝ, લીવ મી...

'પણ...'

'પણ... બણ કંઈ નહીં. બસ એટલે બસ...' મેં અવાજ બુલંદ કર્યો.

આજે એક ટીમ તુટી અને મિત્રતા ની ગુંથાયેલી માળા વિખેરાઈ ગઈ.

જવાબદાર કોણ ? એક છોકરી, હું કે મારો અપરિપકવ પ્રેમ...

થિયરી પૂર્ણ થયા બાદ પ્રેકિ્‌ટકલની તૈયારી શરૂ થઈ ચુકી હતી. પરંતુ હું પ્રિતીના પ્રેમમાં જ ડુબેલો હતો. મારા જીગરજાન મિત્રો પણ હવે મારા થી અંતર રાખતા થઈ ગયાં. હું પણ શું કરું ? સમયના તીક્ષ્ણ હથિયારનો ઘા જ કંઈ એવો લાગ્યો હતો.

રાત્રીના દસ વાગ્યાની આસપાસ થોડું વાંચી હું રૂમ તરફ રવાના થયો. સામે આગળ જોયું તો પ્રિતી... મેં દોટ મૂકી, મને જોઈ પ્રિતીએ ઝડપથી ચાલવાનું શરૂ કર્યું. જાણે એ મારાથી છુટવા જ માંગતી હોય ?

પ્રેમનું ઝનુન મારા પર હાવી હતું. મેં રીતસર દોટ મૂકી અને તેણી ને ક્રોસ કરી...

'આઈ લવ યુ, પ્રિતી, પ્લીઝ મારી વાત સાંભળ...

'ગો અવે આદિ...'

'આઈ લવ યુ'... 'ના'

'પ્રિતી, આઈ. લવ. યુ. હું તારા વગર જીવી નહિ શકું ?... તું સમજતી કેમ નથી ?

કહ્યું ને 'ના', તું અત્યારે સ્વસ્થ નથી. 'આદિ.' તેણે કડક શબ્દોમાં કહ્યું...

એ ઝડપભેર મારી સામેથી ચાલી ગઈ.

મારા પ્રેમને એ અસ્વસ્થતા કે બિમારી ગણાવતી હતી. મને ખૂબ રોષ ચડયો. પણ પ્રિતીને પામવી એ મારું લક્ષ્ય હતું અને તેની પાસે વારંવાર જવું એ કદાચ મારી લાચારી...

દિલ તુટા,

જહાઁ રુઠા,

હમસે હમારા

પ્યાર છુટા

જાએ તો જાએ કહાઁ

એકી પંછી કા આશીયાના તુટા.

આ શબ્દો હૃદયમાં ઊંડેથી આવતા હતાં. પ્રેમનું ઝનુન, લાગણીઓનું તુફાન... અને ચારે બાજુ નિરાશા... ફકત નિરાશા.પ્રિતી દરરોજ નીકળતી. મંઝીલ મારી સામે હતી પણ આ થોડું અંતર હજારો જોજન બરાબર હતું. સંવેદનાઓ હવે મરી પરવરી હતી. હવે પ્રત્યુત્તરની કોઈ આશા ન હતી. પ્રિતી મને જોતાં જ મોં ફેરવી લેતી. વનનીઆઅણમોલક્ષણોઘોરનિરસબનીચુકીહતી.

આજે રીઝલ્ટનો દિવસ હતો. હું ફેઈલ થયો. મારા જીવનની આ હાર પણ મેં હસતાં... હસતાં સ્વીકારી લીધી. પણ મારું મન આહાર સ્વીકારવા તૈયાર ન હતું.

હું કોલેજની બરાબર સામે મારા રીઝલ્ટ સામે સુનમુન બેઠો હતો. થોડે દુર મારા મિત્રેા એને મળેલી સફળતાથી ખુશ હતો. આજે અમન, નીલ અને હર્ષની મને ખૂબ જ જરૂર હતી. પણ... એ લોકો મારી પાસે આવવા પણ તૈયાર ન હતાં, કેમ ને દિલાસો આપ વારા પણ ન હતાં. હું તેની ટીમમાંથી આઉટ થઈ ચુકયો હતો. સફળતાને છોડી મેં નિષ્ફળતાને ગળે લગાવી હતી...તેઓની મજાક સ્પષ્ટ સંભળાતી હતી.

'એક છોકરડી ને કારણે ફેઈલ... ખરેખર... નબળો... ' બધા હસી પડયાં.

ઉત્તમ, મારી પાસે આવ્યો.

'શું થયું બ્રો ?'

'કંઈ નહીંંયાર... ફેઈલ... ?'

'હશે... નેકસ્ટ એકઝામમાં પાસ થઈ જઈશ,...

ચિંતા ન કર... બી રિલેકસ...

આ શાંત્વનાએ મારી અંદરની જ્વાળાને થોડી શાંતિ આપી.

હું ભારેખમ હૃદય સાથે કેમ્પસથી નીકળ્યો, એક અજાણી સફરમાં જેની મંઝીલ શું છે એ ખ્યાલ મને ન હતો.

'ચલ કહીં ઔર ચલે એ મુસાફીર,

યેનહીં તેરી મંઝીલ,

જીસે માના થા અપના...

વો નહીં તેરી રહેમત કે કાબીલ.'

***