Love ni Bhavai - 21 books and stories free download online pdf in Gujarati

લવ ની ભવાઈ - 21




☺️ લવ ની ભવાઈ - ૨૧ ☺️

દિવ્ય - અરે પણ ( હસતા હસતા ) અરે કોઈ નથી હવે..પાગલ
મારો જીવ ન ખા......

અવની - હમમ.. ભાઈ તું હસ્યો એટલે કઈક તો છે જ...

આમ એક બીજા ને હેરાન કરતા કરતા છેલ્લે દિવ્ય માની જાય છે
અને એ છોકરી વિશે બધુ જણાવે છે...

જો અવની કોઈ ને કીધુ ને તો તારો વારો પાડીશ..
જો એ છોકરીનુ નામ સિયા છે અને ઈન્ડિયામાં જ રહે છે અને અમે ચાર વર્ષથી સાથે છીએ..( આમ દિવ્ય બધુ અવનીને કહી આપે છે )

અવની - વાહ ભાઈ શુ વાત છે ?? ચલ મને એનો ફોટો બતાવ ..

દિવ્ય પોતાના મોબાઈલમાં સિયાનો ફોટો બતાવે છે. ફોટો જોતા જ અવનીના ચહેરાનો હાવભાવ બદલાઈ જાય છે. જે ચેહરો ખુશીમાં હતો એ હવે શોક માં ફેરવાઈ જાય છે. સ્માઈલ તો ઉડી જ જાય છે. ફોન દિવ્ય ને આપી કશુ પણ બોલ્યા વગર પોતાના રૂમમાં જવા માટે ઉભી થાય છે..

દિવ્ય - અરે અવની શુ થયુ.. ક્યાં જાય છે. કશું બોલતી તો જા કે કેવી લાગી સિયા ????

અવની - ના ભાઈ કશું નહી થયુ..
મને એક કામ યાદ આવી ગયુ એટલે જાવ છુ..

દિવ્ય - હા જા...પછી મને કેજે હો સિયા કેવી લાગી એ...

અવની - હા ભાઈ..

અવની પોતાના રૂમમાં આવી જાય છે અને માથુ પકડીને પોતાના બેડ પર બેસી જાય છે. સિયાને જોઈ ને એના મનમાં અવનવા પ્રશ્નો ઉદ્દભવવા લાગે છે કારણકે સિયા એ નીલ ની કઝીન હોય છે.

અવની એક બે વાર સિયા ને મળેલી હોય છે અને ક્યારેક ક્યારેક નીલ એના વિશે વાત પણ કરતો જેથી એ સિયા વિશે અવની બધુ સારી રીતે જાણતી. હવે પોતાના ભાઈ સાથે સિયાનુ હોવું એ અવનીને થોડુ ગૂંચવાઈ રહ્યું હતુ. કેમ કે જો કઈ પણ વાત આગળ વધે તો નીલ ને ખબર તો પડવાની હતી.
હવે અવની અંદર ને અંદર મૂંઝાઈ રહી હતી.
શુ કરવુ ???
શુ ન કરવું ???
એ કશું જ ખબર નહોતી પડી રહી..

બસ આમ ને આમ વિચારતા વિચારતા દિવસો વિતતા જાય છે. અવની ના સ્વભાવ અને બહેવીયર ના કારણે દિવ્ય ને અવની પર શક જાય છે કે " હું આવ્યો ત્યારે કઈક અલગ બહેવીયર હતું અને જ્યારથી સિયા નો ફોટો જોયો છે ત્યારથી અવનીનુ અલગ બહેવીયર થઈ ગયુ છે "

પોતાની બહેનની આવી વાત થી દિવ્ય બધી વાત સિયા ને કરે છે..

હેલો...વાંચકમિત્રો... તમે કહેતા હશો કે આ શું થઈ રહ્યું છે ??
નો પ્રોબ્લેમ હું તમને સમજાવી આપું છુ.

( સિયા એ નીલ ની કઝીન છે જેથી સિયાને નીલ અને અવનીના સંબંધ વિશે ખ્યાલ છે. પણ સિયાને એ નથી ખબર કે નીલ અને

અવની વચ્ચે હવે એક પણ જાતના રિલેશન રહ્યા નથી.
સાથે જ દિવ્યને સિયાના ફેમેલી વિશે ખ્યાલ નથી. હા ખાલી બધા ને નામ થી ઓળખે છે.

સામે સિયાને એ નથી ખબર કે અવની ને મારા અને દિવ્યના રિલેશનની ખબર પડી ગઈ છે

આ બાજુ દિવ્યને એ નથી ખબર કે અવની અને નીલ વચ્ચે રિલેશન છે માટે આમ જોઈએ તો બધા એક બીજાથી અજાણ છે )

જ્યારે દિવ્ય સિયાને વાત કરે છે ત્યારે સિયાને થોડોક એવો અંદાજ આવી જાય છે કે નીલ અને અવની વચ્ચે કંઈક થયુ હશે.
એટલે અવની કંઈક અલગ વર્તન કરતી હશે.

દિવ્ય - એક કામ કરને સિયા તું અવનીને પુછ ને શુ થયુ છે.

સિયા ( મનમાં ) અરે યાર. હું કઈ રીતે પુછુ ??
જો હું કઈક પૂછીશ તો અવનીને મારા અને દિવ્ય ખબર પડી જશે.
એ વિચારતા સિયા દિવ્ય ને કહે છે કે કઇ ટેંશન ના લે.
હમણાં એકસામ આવી રહી છે માટે તે ટેંશનમાં હશે. આમ વાત ને ગોળ ફેરવી સિયા વાત ને ટાળી નાખે છે..

દિવ્ય સાથે વાત કાર્ય બાદ સિયા અવનીને કોલ કરે છે પણ અવની કોલ રિસીવ કરતી નથી માટે તે અવનીને મેસેજ કરે છે કે કાલે તું મને કોફી કાફે માં મળવા આવ.. તારું ખૂબ મહત્વનું કામ છે. સામે અવની આ મેસજે ને વાંચે છે. થોડી વાર વિચારે છે કે નીલ એ મળવા માટે બોલાવી હશે એમ કરી મેસેજમાં ના પાડી દે છે પણ થોડી વાર પછી એ પણ વિચાર આવે છે કે જો દિવ્ય એ કીધું હશે મળવાનું અને નહીં જાવ તો ભાઈ ને ખરાબ લાગશે. એટલે ફરીવાર તે સિયા ને મેસેજ કરે છે અને મળવા માટે ની હા પાડે છે..

બીજા દિવસે સવારે સિયા અને અવની કોફી કાફેમાં મળે છે. બંને એક બીજા ના ખબર અંતર પૂછે છે. થોડી વાર અલક મલકની વાતો કરે છે પછી સિયા અવની ને પૂછે છે.

સિયા - શુ થયું અવની તારા અને ભાઈ વચ્ચે..?

અવની- કશુ જ નહીં કેમ... અમારા વચ્ચે શુ થાય..

સિયા - ના અવની જૂઠું ન બોલ. કઈક તો થયું જ છે. બોલ શુ થયુ છે...

અવની - અરે પણ સિયા કશું નહીં થયુ. તને કોણે કીધુ કે અમારા બંને વચ્ચે કઈક થયુ છે.???

હવે સિયા મુંજવણમાં આવે છે કે મારે અવની ને શુ જવાબ આપવો.તેથી તે પોતાની વાત છુપાવતા એમ કહી આપે છે કે મને નીલ એ કહ્યું કે તમારી વચ્ચે શુ શુ થયું છે હાલમાં..

અવની - ( અજાણ બનીને વાત કરવા લાગે છે )
ઓહ તો તને નીલ એ બધી વાત કરી એમને....

સિયા - હા બધી વાત કરી...

અવની - ( જૂઠું પકડવા માટે )
હા બોલ શુ કહ્યું છે તને તારા ભાઈએ.. કહે મને જરા...

સિયા - અરે બસ થોડી ઘણી વાત કરી હતી બીજુ કીધુ ન હતુ.

અવની - હા તો એ મને કહે ...
કઈ થોડી ઘણી વાત કરી હતી...

આમ બંને એક બીજાની સાચી ખોટી વાત મેળવવા માટે પ્રયત્નો કરે છે. એક બીજા સાથે દલીલ કરે છે. આખરે સિયા અવનીને પોતાના અને દિવ્ય વચ્ચેના રિલેશન વિશે કહી દે છે..

સિયા - જો અવની મારે તારા ભાઈ દિવ્ય સાથે રિલેશન છે. મને નથી ખબર કે તારી અને નીલ વચ્ચે શુ થયુ છે. આતો મને દિવ્ય એ વાત કરી એટલા માટે હું તને મળવા અને વાત ચિત કરવા માટે આવી ગઈ..

અવની - પ્લીઝ નીલનુ નામ મારી સામે ના લે..
હું એના વિશે કશું જ સાંભળવા માંગતી નથી..
મને મારી રીતે રેવા દે. અને એને એની રીતે રેવા દે..

સિયા - કેમ વળી....
કેમ આવુ બધુ બોલે છે ???
શુ થયું ????

અવની - કેમ તારા ભાઈ એ તને કઇ વાત નથી કરી....???

સિયા - ના અવની ...
મને નીલ એ કશી વાત નથી કરી..
આજ કાલ તે ખૂબ જ બીઝી થઈ ગયો છે. મારા મેસેજના આન્સ કે કોલ કશુ નઇ રિસીવ કરતો..
મને એમ કે કામ માં હશે એટલે નઈ રિસીવ કરતો હોય...
પણ તું આવુ કઈઇ બોલે છે એટલે પાકું કંઈક વાત છે.
મને કહે અવની શુ વાત છે ?????

અવની - એ તારા ભાઈ ને જ પુછ જે....

સિયા - હા હું એને પૂછીશ ... પણ પહેલા તું મને કહે....પ્લીઝ..

અવની - અમે બંને હવે સાથે નથી...અમે બનેં અલગ થઈ ગયા એનો ઘણો બધો સમય થઈ ગયો..
અને હા વાત રહી મારા ભાઈ ની તો પ્લીઝ એની લાઈફ માંથી તું જતી રહે...મારા ભાઈ ને ખુશ રેવા દે...આમ પણ તમે ભાઈ બહેન એક સરખા જ છો....

સિયા - એક સરખા એટલે તું કહેવા શુ માંગે છે..

આમ સિયા અને અવની વચ્ચે થોડી વાર માટે બોલાચાલી થાય છે અને આખરે સિયા કોફીકાફે માંથી નીકળી પોતાના ઘરે નીકળી જાય છે..

રસ્તામાં જતા જતા સિયા ના ફોન પર એક મેસેજ આવે છે જે અવનીનો હોય છે જેમાં...

હું કોઈ પણ સંજોગોમાં તમને બંને ને એક નહીં થવા દવ..
સિયા મારા ભાઈને ભૂલી જા...
તું .......

આગળ

ક્રમશઃ

મારા વ્હાલા વાંચકમિત્રો ...
બોવ મોટું બધુ સોરી કે આપ સૌને મારી નોવેલ્સ માટે ઘણી રાહ જોવી પડે છે...
માફ કરશો.
હું જેમ બને તેમ વહેલી તકે નોવેલ પબ્લિશ કરવાની ટ્રાય કરીશ...
i Hope U understand

Thank U so Much...

and Dont Forget Read
ચાલ જીવી લઈએ..
ને
નામ મેં કયા રખ્ખા હૈ....

Thank You