Be Jeev - 14 books and stories free download online pdf in Gujarati

બે જીવ - 14

બે જીવ

ડૉ. બ્રિજેશ મુંગરા

(14)

જીવનનો મર્મ

હું નીકળી પડયો એક એવી સફરમાં જે મારા હૃદયને સાચી શાંતિ અર્થે અને જીવનને એક સાચો માર્ગ.

હું એ જ ગડમથલમાં રહ્યો કે જીવન શું છે એક વ્યકિત તમને અપૂર્ણ બનાવી દે છે અને તેના વગર જીવન નર્યુ બિસ્માર છે. એ પૂર્ણતા જે મને આ અપૂર્ણતાની ગર્તમાંથી બહાર નીકાળે ક્ષણને મારે પામવી છે. બચપણથી અત્યાર સુધીની યાદો એક ફિલ્મની જેમ મારી સમક્ષ હતી. બાળપણનાંલાડ, કિશોરાવસ્થા ની મુગ્ધતા, યુવાનીનો ઝંઝાવાત અને અંત પ્રેમની કરુણતા,જીવન હાલનાં તબક્કે અસ્પષ્ટ હતું અને સ્પષ્ટતા જરૂરી હતી. જીવનમાં આગળ ધપવા માટે.

બસ એક જગ્યાએ થોડી અને મારા વિચારો પણ સામે નાની સરખી એક હોટેલ હતી. સામે એક ટેકરી, ત્યારબાદ જંગલ હતું. અમે ગુજરાતની બોર્ડર ક્રોસ કરી ચૂકયા હતાં. હજુ અડધો કલાક વિરામનો સમય હતો. સામેની ચટાકેદાર વાનગીઓને અવગણી ટેકરી તરફ મેં કુચ કરી. એક જ શ્વાસે હું એ નાની ટેકરીની ટોચ પર પહોંચ્યો. આજે વળી મનાલીના ટ્રે્કીંગ ના દિવસો યાદ આવ્યાં અને યાદ આવ્યા તે મિત્રો જે કયારનાંયે મને છોડી ચુકયા હતાં.

મહદ્‌અંશે બધું ગુમાવી ચુકેલો વ્યકિત કંઈક થોડાની તલાશમાં હોય છે. જે એના જીવન અને આશને ટકાવી રાખે. સામે સૂર્યોદય થયો. નાનું જંગલ પક્ષીઓનાં કલરવથી ગુંજી ઉઠયું. જાણે કુદરતનું અમી સૃષ્ટિ પર વરસી રહ્યું હતું. હું નીચે ઉતર્યો. સામે ગાઢ જંગલ, કદાવર, ઊંચા વૃક્ષો અને સૂર્યનાં આછેરા કિરણો સામે મેં એક પ્રકાશપુંજનો અનુભવ કર્યો. આ અનુભૂતિ એ જ હતી જે મેં ઘણા વર્ષો પહેલાં અનુભવી હતી. હું રઘવાયો થઈને દોડયો, જાણે તરસ્યો માણસ મૃગજળ જોઈ દોડે. પરંતુ અહીંયા તો વાત્સલ્યનું ઝરણું હતું. એ યોગી મારી નજર સમક્ષ હતાં. હું દોડી તેનાં પગે પડયો.

'ઉઠો વત્સ, આદિત્ય'.

'ગુરૂજી, આપકી સબ બાતે સહી થી. હું સમજી ન શકયો.'

'હા, વત્સ વો તો હોના હી થા. સચ્ચા પ્રેમ હર કિસી કે નશીબ મેં નહીં હોતા ઔર હોતા હૈ તો વો કભી કભી મંઝીલ તક નહીં પહુંચતા. ઉસી દ્વિધા સે મેં તુમ્હે પહલે આગાહ કરના ચાહતા થા.

ક્યા કરૂં મેં મેરે હૃદય કી શાંતિ કે લિયે. બસ મેં યહાં–વહાં ભટક રહા હું. જીવન અસ્પષ્ટ હૈ, કોઇ દિશા નહીં.

જીંવન તો એક સરિતા હૈ જહાં પત્થરોં સે ભી ટકરાના હૈ ઔર શાંત હો કે બહના ભી હૈ, કિન્તું અન્ત મેં સમુદ્ર તક જાના હૈ યાને વિશાલતા કી ઔર '

હું હજુ અસંમજસ હતો.

'દેખો વત્સ, તુમ દ્વિધા મેં મત રહો. સચ્ચા પ્રેમ પાને કી જો તુમને કોશિશ કી ઉસમે તુમ ઉતીર્ણ ન હુએ પર સચ્ચા પ્રેમ તુમ્હે જરૂર કુછ પ્રદાન કરેગા. આગે બઢો, તુમ્હે તુમ્હારા માર્ગ સ્વયં હી મિલ જાયેગા.

'પર કૌન સા માર્ગ '

દયા ઔર કરૂણા કી યાદ કરો વો હર ઘટના જિસ મેં તુમ્હારે હૃદય સે કરૂણા નીકલી હો.

મેં આ બધા પ્રસંગો યાદ કર્યા. જેમાં ભૂકંપ, બે નાની છોકરીઓ, દોસ્તી, ગરીબી અને પ્રેમ જેને મારા હૃદયને સ્પર્શ્યુ હતું.

'બસ, એક જીવ સે તુમ્હે હાની હુઇ લેકિન પૂરે વિશ્વ મેં, બ્રહ્માંડ મેં તો અનેક જીવ હૈ. હરજીવ કે પ્રતિ કરૂણ, સમભાવ રખો. ઉસકા પ્રેમ તુમ્હારી તકલીફો કો કમ કરેગા. ઉસીકી મદદ કરો જો તુમ્હારી તરહ જીવન સે ત્રસ્ત હૈ તુમ્હે શાંતિ મિલેગી ઔર જીવન કો એક નયી દિશા. યે માર્ગ જાન લોગે તો, તુમ્હારે જીવન કા લક્ષ્ય સ્પષ્ટ હો જાયેગા.'

હું થોડો રિલેક્તસ થયો. જાણે મારા પરથી મુશ્કેલીઓનો પહાડ ખસી ગયો. મારા માટે નવો માર્ગ ખુલ્યો. મેં ગુરૂદેવ સામે શિશ ઝુકાવ્યું.

'મંગલ હો ૐનમઃ' તેણે આશીર્વાદ આપ્યાં.

હું આજે કૃતજ્ઞ થયો મેં મસ્તક ઊંચું કર્યુ. સામે કોઈ ન હતું. પણ મારા માટે હવે એ આશ્ચર્ય ન હતું. મે ચરણ રજ લઈ ફરીચાલવાનું શરૂ કર્યું. નવી હિમ્મત, નવો જુસ્સો, મારા રોમેરોમમાં હતાં અને જીવન પ્રત્યે હું વધુ સ્પષ્ટ હતો. હવે મારા જીવનની પ્રત્યેક ક્ષણ મારા એ પરમ લક્ષ્ય માટે હતી.

જીવનચક્ર અને કુદરતનું રહસ્ય હંમેશા અંકબંધ હોય છે. એક પછી એક પડદા ઉઠે છે અને જીવનની નરી વાસ્તવિકતા સામે આવે છે. સામે આવેલી પરિસ્થિતિ પ્રત્યેક યોષ્ટિ કોણ અપનાવવો ? કદાચ આ બાબતે હું વધુ સ્પષ્ટ હતો. ઉચ્ચવિચાર શ્રેણી ભલે એ પછી મારી કલ્પના હોય. આજ મને બળ આપશે. આ કલ્પના ઓને હકીકતમાં પરિવર્તીત કરવાની હોય.

જેમ તેમ કરી હું ફાઈનલ પાસ થયો. ઈન્ટર્નશીપમાં આવ્યો. મેં ફરી થી મિત્રો બનાવ્યાં. આખરે કયાંકથી તો શરૂઆત કરવાની જ હતી.

જેને મેં હૈયું આપ્યું તે મારી હૃદયની સંવેદનાઓથી બેખબર હતી. હવે નવી શરૂઆત કરવાની જ હતી. મેં એક સુશીલ ઘરની છોકરી સાથે લગ્ન કર્યા. નામ રાધિકા, થોડી શ્યામવર્ણી, સુદર અને સ્વભાવે ખૂબ સારી.

લગભગ દસેક વર્ષનાં વિરામ બાદ જીવન પથ પર મારી ગાડી પૂર પાટ વેગે દોડવા માંડી, મને પ્રેમ મળ્યો જેનો હું વર્ષોથી તલાશમાં હતો. રાધિકાના પ્રેમનો સ્પર્શ મને પુલંકિત કરતો. મારા વિચારોને, મારા સમગ્રઅસ્તિત્વને એક નવો આયામ મળ્યો.

'શું કરો છો ' તેણે એક પ્રશ્ન કર્યો. હું ન્હાવા જાઉં છું. તું પણ ચાલ.' મેં તેનો હાથ પકડતા કહ્યું. કોમળ હાથો, સુંદર કાયા, નશીલી આંખો અને સોહામણું સ્મિત ખરેખર સુંદર લાગતી એ...

'છે... તમને શરમ નથી આવતી', તેણે છણકો કર્યો.

'હું... હા હું બેશરમ જ છું.' મેં ક્ષણભરનાં વિલંબ વગર જવાબ આપ્યો.

'જલ્દી નાહી લો... નહીં તો પાણી ઠંડુ થઈ જશે.'

મેં પણ એ ઉચિત માન્યું.

'ઠંડે ઠંડે પાની સે...' ગાતાં મેં સ્નાન કર્યું. આવા અનેક પ્રેમભર્યા પ્રસંગોથી જીવન ગુંથાઈ ગયું. જાણે જીવનની ગુંથેલી કળી ફરી જોડાઈ ઊર્મિઓને વેગ મળ્યો. રાધિકા મારા માટે જીવનમાં નવો વળાંક સાબિત થઈ. મને જોબ મળી. જિંદગીને મેં ફરીવાર માણવાની શરૂ કરી. એ ન્યાયે કે અંધકારમય રાત્રી પછી સૂર્યોદય ચોક્કસ થાય છે. સુખનો દોર ચાલુ થયો અને ખૂબ ઊંડે પડેલી, દબાઈ ગયેલી ફિલસૂફી પણ.

મેં કામનાં સ્થળે ખૂબ પરિશ્રમ કર્યો. હોસ્પીટલમાં આવનાર દરેક ગરીબદર્દીની મદદ મારા માટે ખૂબ મૂલ્યવાન હતી. ભલે એ ખૂબ નાની કેમ ન હોય. આજ મારો સેવાયજ્ઞ હતો. હું મારા કામ અને નાનાપરિવારથી ખૂબ ખુશ હતો. પરંતુ અચાનક એક દિવસ...

***