Nafratni aag ma prem nu khilyu gulaab - 11 books and stories free download online pdf in Gujarati

નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૧૧

(આગળ આપણે જોયું કે, સંધ્યા ટ્રિપ ની પેકિંગ કરી ને સુઈ જાય છે,હવે જોઈએ આગળ.)

સંધ્યા ટ્રિપ ની તૈયારી કરી સુઈ જાય છે.આજે સવારે ટ્રિપ જવાની હોવાથી વહેલી ઉઠી તૈયાર થઈ મોહનભાઈ ની ગાડી માં કોલેજ જવા નીકળે છે.મીરા ને રસ્તામાં થોડો સામાન લેવાનો હોવાથી તે તેના મામા ની ગાડી માં વહેલી નીકળી ગઈ હતી.મીરા એ સંધ્યા ને મેસેજ કરી કહી દીધું હોવાથી સંધ્યા તેના પપ્પા સાથે તેની ગાડી માં કોલેજ પહોંચે છે.ગાડીમાથી ઉતરી સંધ્યા તેના પપ્પા ને બાય કહી ગ્રાઉન્ડ તરફ જાય છે.મોહનભાઈ સંધ્યા ને બાય કહી ને કહે છે,"બેટા, તારું ધ્યાન રાખજે.તારા મમ્મી એ ખાસ કહ્યું છે કે બહારનું ઓછું ખાવાનું,અને સમયસર આરામ કરી લેવાનો."
સંધ્યા તેના પપ્પા ની વાત સાંભળી હસવા લાગે છે ને કહે છે,"હા પપ્પા,એ બધી સુચના મને મમ્મી એ પહેલાં જ આપી દીધી છે.તમે ચિંતા ના કરો.હુ મારું ધ્યાન રાખી લઈશ."
સંધ્યા ના પપ્પા સંધ્યા નો સામાન ઉતારી ઓફિસે જવા નીકળે છે,ને સંધ્યા બધા સામાન સાથે કોલેજ ના ગ્રાઉન્ડ માં જાય છે.તે આમતેમ નજર કરી મીરાં ને ગોતે છે.ત્યા જ મીરાં તેના મામા ની ગાડી માં બેસી કોલેજ ના ગેટ પાસે પહોંચે છે. સંધ્યા મીરાં ને જોઈ તેની પાસે જાય છે.તેનો બધો સામાન ગાડીમાંથી ઉતારી બંને કોલેજના ગ્રાઉન્ડમાં જાય છે.હવે સંધ્યા ને સુરજ ની જ રાહ હતી.તે સુરજને શોધે છે.એટલામા તેની નજર કાર્તિક અને તેના બીજા મિત્રો પર પડે છે.પણ,તેની સાથે સુરજ નહોતો.તે જોઈ સંધ્યા ને આશ્ચર્ય થાય છે.સંધ્યા કાર્તિક ને સુરજ વિશે પૂછવા માંગતી હતી.પણ,તે થોડી રાહ જોવાનું વિચારે છે.ધીમે ધીમે આખું ગ્રાઉન્ડ બધા વિદ્યાર્થીઓ થી ભરાય જાય છે.પણ,સુરજ આવતો નથી.હવે સંધ્યા ની રાહ જોવાની હદ થતાં તે કાર્તિક પાસે જાય છે, ત્યાં જ પ્રોફેસર આવે છે,ને બધા ને બસમાં બેસવા માટે કહે છે.સંધ્યા મન ના હોવા છતાં બસમાં ગોઠવાય છે.થોડીવારમા બસ ભરાવા લાગે છે. કાર્તિક અને તેના મિત્રો પણ બસમાં ગોઠવાય જાય છે.પણ,સુરજનો હજુ ક્યાંય પત્તો નહોતો.સંધ્યા ઉદાસ થઈ નીચું મોં કરીને બેઠી હતી. ત્યાં જ પ્રોફેસર સુરજ નું નામ લે છે,ને સંધ્યા ની આંખો ચમકે છે.તે તરત ઉંચુ જોવે છે,ને સુરજ તેની નજર સામે જ ઉભો હતો.
સુરજ ને આવવામાં મોડું થયું હોવાથી પ્રોફેસર તેને કહેતાં હતાં કે,"તું થોડો મોડો પડ્યો.બસ હમણાં ઉપડવાની જ હતી.તારે બધી જગ્યાએ મોડું પહોંચવાની આદત પડી ગઈ છે."
પ્રોફેસર ની વાત સાંભળી સુરજ મનમાં હસતો હતો ને બોલતો હતો કે,"આજે મોડું થયું નથી.મોડુ કર્યું છે.હુ ના આવું તો કોઈ ને ફેર પડે છે કે નહીં એ જોવા."
પ્રોફેસર ની વાત પૂરી થતાં સુરજ તેની સીટ પર જઈને બેસે છે.સુરજે જેવું વિચાર્યું હતું એવુ જ થયુ હતુ.સુરજ ના આવે તો સંધ્યા ના હાવભાવ કેવા રહે છે,તેને કોઈ ફેર પડે છે કે નહીં એ જોવા સુરજ જાણી જોઈને મોડો આવ્યો હતો.અને તેનો પ્લાન સફળ રહ્યો હતો. સંધ્યા સુરજને ના જોઈ ઉદાસ હતી.ને તેના આવવાથી ખુશ થઈ ગઈ. ટ્રિપ ની જાહેરાત થઈ અને સુરજ એ નામ ના લખાવ્યું.ને સંધ્યા ઉદાસ થઈ ગઈ. ત્યારે જ સુરજ એ નક્કી કર્યું હતું.કે કાર્તિક દ્વારા સંધ્યા ને ખબર પડે એમ બીજા દિવસે નામ નોંધાવવુ.અને પ્રોજેક્ટ સબમિટ કરવા પણ કાર્તિક ને જ કહેવાનુ.એક દિવસ કોલેજ નહીં જવાનું.અને ટ્રિપ માં જવા પણ બધા ના આવી ગયા પછી જ આવવું.આ બધું તેને અગાઉ થી પ્લાન કરેલું હતું.જે તે એક જ જાણતો હતો.તેણે કાર્તિક ને પણ નહોતું કહ્યું.તે જાણવા માગતો હતો કે સંધ્યા બીજી છોકરીઓની જેમ તેના રૂપિયા પાછળ પાગલ છે કે હકીકતમાં તેને સુરજ પ્રત્યે કોઈ લાગણી છે.અને તે આ જાણવામાં સફળ રહ્યો હતો.
બધાં વિદ્યાર્થીઓ આવી ગયાં.એટલે બસ મનાલી જવા રવાના થાય છે.બધા પોતપોતાની રીતે મોબાઇલ માં અને વાતો કરવામાં વ્યસ્ત હતાં.સુરજ અને સંધ્યા કોઈના ધ્યાન વગર એકબીજા સામે જોઈ.માત્ર આંખથી વાત કરી હસી લેતા.બંનેને એકબીજા સાથે વાત કરવાની ઈચ્છા હતી.છતા,બધા સાથે હોવાથી વાત કરી શકાય એમ નહોતી.મીરા તેના મોબાઈલ માં ગીતો સાંભળવામાં વ્યસ્ત હતી.સુરજના બધા મિત્રો અને કાર્તિક મોબાઇલ માં બીજી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હતાં.થોડીવાર બધાં એમ જ બેસી રહે છે.બધાને કંટાળો આવતો હતો.એટલામા જ સુરજ બધાને એક ગેમ રમવા માટે કહે છે.બધા ગેમ સાંભળતા ખુશ થઇ જાય છે.ગેમમા બધાંને તેના સપનાં વિશે કહેવાનું હતું.અને પોતાનું સપનું પૂરું કરવા તે કેટલી હદ સુધી જઈ શકે.એ જણાવવાનું હતું.અને ગેમ માં એક ખાસ વાત હતી.ગેમમા જે વ્યક્તિ નું સપનું સારું હશે.તેને તેનું સપનું પૂરું કરવા માટે બધાનો સપોર્ટ આપવામાં આવશે.આ સાંભળી બધાં ગેમ રમવા ઉત્સુક થઈ જાય છે.દરેક વ્યક્તિ ના કોઈ ને કોઈ સપનાં હોય છે.જે તે કોઈને કહેતા નથી.પરંતુ,એ સપનું પૂરું કરવા બધા મહેનત જરૂર કરતાં હોય છે.એટલે બધા ને આ ગેમ રસપ્રદ લાગે છે.બધા ખુશી ખુશી એમાં જોડાય છે ને ગેમ શરૂ થાય છે.
સૌથી પહેલાં કોમલ પોતાના સપના વિશે કહે છે,કોમલ સુરજ ના ક્લાસની જ હતી.તેને નવી નવી રસોઇ બનાવવાનો શોખ હતો.તે એક સેફ બનવા માગતી હતી.જેના માટે તે ઘણા વર્ષો થી મહેનત કરતી હતી.તે જર્નાલિઝમમાં માં તો તેના પપ્પા ના આગ્રહ ના લીધે આવી હતી.તેનો ખુદનું સપનું તો સેફ બનવાનું હતો.જે પૂરુ કરવા તે તેના પપ્પા થી છુપાઈને અવનવી વાનગીઓ બનાવતાં શીખવા જતી.
કોમલ પછી કાર્તિક પોતાનું સપનું કહે છે. કાર્તિક ને પોતાનો અલગ બિઝનેસ કરવાનુ સપનું હતું.તે બિઝનેસ ની લાઈનમાં પોતાનું તેના પપ્પા કરતા પણ મોટું નામ કરવા માંગતો હતો.એટલે તેણે જર્નાલિઝમ પસંદ કર્યું.જેનાથી તે અલગ અલગ જગ્યાએ જઈ નવા નવા અને દેશ વિદેશના બિઝનેસમેન ને મળી બિઝનેસ અંગે નવીનવી માહિતી મેળવી શકે.
કાર્તિક પછી મીરાં પોતાના સપના વિશે કહે છે.તે તેના પરિવાર માટે નોકરી કરી તેના પરિવાર ને ખુશ રાખવા માગતી હતી.એ જ તેનું સપનું હતું.જે પૂરું કરવા પરિવાર થી દૂર રહી તે દિવસ-રાત મહેનત કરતી.મીરા પોતાના સપના વિશે વાત કરતાં જ રડી પડે છે.બધા હોવાથી પોતાના આંસુ કંટ્રોલ કરી બેસી જાય છે.
મીરાં પછી સંધ્યા પોતાના સપના વિશે કહે છે,સુરજ ધ્યાન થી તેનું સપનું સાંભળે છે,તેને બીજાના સપના સાંભળવાનો કોઈ શોખ નહોતો.તેણે બસ સંધ્યા વિશે જાણવા જ બધું કર્યું હતું.આખરે સંધ્યા પોતાનું સપનું કહે છે,"મને હરવા ફરવા નો શોખ છે.અને હું મારી મહેનત ના રૂપિયા થી મારા શોખ પૂરા કરું.એવુ મારુ સપનું છે.જેના માટે જ મેં જર્નાલિઝમ કરવાનો વિચાર કર્યો.જેનાથી હું રૂપિયા પણ કમાઈ શકું.અને મારો શોખ પણ પૂરો કરી શકું."
સંધ્યા ની વાત સાંભળી સુરજ ખુબ ખુશ થાય છે.સંધ્યા બીજી છોકરીઓની જેમ સુરજ ના રૂપિયા પર નજર રાખી નહોતી બેઠી.તે મહેનત કરી તેના સપનાં અને શોખ પૂરા કરવા માંગતી હતી.સંધ્યા પોતાનું સપનું કહી પોતાની જગ્યાએ બેસી જાય છે.સંધ્યા પછી બધા સુરજને કહે છે,"સુરજ તે જ આ ગેમ ચાલુ કરી છે.હવે તું તો તારા સપના વિશે જણાવ."
સુરજ નું ખાસ કોઈ સપનું નહોતું.તે તો જર્નાલિઝમમાં પણ કાર્તિક ના કહેવાથી જોડાયો હતો.તેને ભણવાની પણ ખાસ કોઈ ઈચ્છા નહોતી.પણ,તે તેના મમ્મી નું એક સપનું પૂરું કરવા માંગતો હતો.જે તે બધાને કહે છે,"મારું પોતાનું તો કોઈ સપનું નથી.પણ,હું મારા મમ્મી નું એક સપનું છે એ પૂરું કરવા માગું છું.મારા મમ્મી ની ઈચ્છા હતી.ગરીબ બાળકો માટે એક શાળા ખોલી તેમાં બધા ગરીબ છોકરા છોકરીઓને મફત શિક્ષણ આપવામાં આવે.મારા પપ્પાને રૂપિયા ની કોઈ કમી નથી.પરંતુ,તેને પોતાના કામમાંથી જ સમય ના મળતો કે એ તેની પત્ની નું સપનું પૂરું કરી શકે.એટલે હવે એ સપનું હું પૂરું કરવા માગું છું.મારા મમ્મી મને બહુ વહાલા હતા.તે મારી દરેક વાતનું ધ્યાન રાખતાં. પપ્પા ને તો કામમાંથી જ સમય ના મળતો.તો મારી બધી ઈચ્છા મમ્મી જ પૂરી કરતાં.આજ જ્યારે તે આ દુનિયામાં નથી.તો હું તેનું અધૂરું સપનું પૂરું કરવા માગું છું."
સુરજની વાત સાંભળી સંધ્યા ની આંખ માં આંસુ આવી જાય છે.બધા વિદ્યાર્થીઓ સુરજની વાત સાંભળી આશ્ચર્યચકિત થઈ જાય છે.સુરજ જેવો ગુસ્સેલ છોકરો, પપ્પા ના રૂપિયા થી મોજ મજા કરવાવાળો તેના મૃત્યુ પામેલ મમ્મી માટે આટલું કરવા તૈયાર હતો.તે જોઈ બધાને આશ્ચર્ય સાથે ખુશી પણ થાય છે.બધા સુરજના આવા સારા વિચાર ને તાળીઓથી વધાવી લે છે.
એક પછી એક બધા પોતાના સપનાં કહે છે,ને ત્યાં રાત પડી જાય છે.બસ એક હોટલ પર રોકાય છે. જ્યાં બધા ડીનર કરી થોડીવાર આરામ કરે છે.પછી ફરી સફર ચાલુ થાય છે.બધા થોડી વાતો કરી સૂઈ જાય છે.
બે દિવસ પછી બપોરે બધા મનાલી પહોંચી જાય છે.સંધ્યા તો ત્યાં નું વાતાવરણ જોઈને જ બહું ખુશ થઈ જાય છે.તેને કુદરતી અને ઠંડુ વાતાવરણ બહુ પસંદ હતું,ને અલગ-અલગ જગ્યાએ ફરવાનો શોખ પણ હતો.એટલે તૈ વધુ ખુશ હતી.એમા સુરજના આવવાથી તેની ખુશી ડબલ થઈ ગઈ હતી.
બધાં સ્નો વેલી રીસોર્ટ માં રોકાય છે.બધા પોતાનાં રૂમમાં જઈ ફ્રેશ થઈને ગ્રાઉન્ડ ફ્લોર પર ભેગા થાય છે.આખી રાત નો થાક હોવાથી આજ બધા રીસોર્ટ માં રહેવાનો જ પ્લાન બનાવે છે.બધા આખા રીસોર્ટ માં અલગ-અલગ જગ્યાએ ફોટોઝ ક્લિક કરે છે,ને રાત થતાં ડીનર માટે ભેગા થાય છે.ડીનર કરી બધાં પોતપોતાનાં રૂમમાં ચાલ્યા જાય છે.પરંતુ, સંધ્યા ને તો આવી જગ્યાએ આવી નીંદર જ ના આવતી.એટલે તે રીસોર્ટ ના ટેરેસ પર જઈને બેસે છે. ત્યાં નો નજારો બહુ સરસ હતો.રાત ના અંધારા માં કુદરતી નઝારો જોવામાં સંધ્યા એવી વ્યસ્ત થઈ જાય છે કે સુરજ ક્યારે ત્યાં આવી પહોંચે છે,તેની તેને જાણ પણ નથી રહેતી.સંધ્યા હાથ ફેલાવી ને ટેરેસ ઉપર ચકરડી ફરતી હતી.અડધી રાત ઉપર થયું હોવાથી ટેરેસ પર કોઈ હતું પણ નહીં.એટલે સંધ્યા મન મૂકીને આ નઝારા ની મજા લેતી હતી.ત્યા જ તે સુરજ સામે આવી ઉભી રહી જાય છે.સુરજ ને ત્યાં જોઈ તેને પહેલા તો આશ્ચર્ય થાય છે.પછી તે ખુશ પણ થાય છે.
સુરજ ને અત્યારે ટેરેસ પર જોઈ સંધ્યા પહેલા તો તેને પૂછે છે,"અત્યારે તું અહીં શું કરે છે?"
સુરજ સંધ્યા સામે જોઈ હસીને સામે તેને એ જ સવાલ કરે છે,"તું મને પૂછે છે તો તુ અત્યારે અહીં શું કરે છે,એ મારે પણ જાણવું છે."
સંધ્યા હસીને કહે છે,"મને તો કુદરતી વાતાવરણ બહુ ગમે.ને મને ઉંઘ પણ નહોતી આવતી.ને આમ પણ મનાલી મને બહુ પસંદ છે.એટલે અહીં આ વાતાવરણ ની મજા લેતી હતી."
સંધ્યા ની વાત સાંભળી સુરજ કહે છે,"ઉંઘ તો મને પણ નહોતી આવતી.એટલે હું અત્યારે અહીં આવ્યો.બાકી બીજું કોઈ કારણ નથી.મને તારી જેમ વાતાવરણ કે મનાલી પસંદ છે એવું કાંઈ નથી.એમ કહી હસવા લાગે છે."
સુરજ ને હસતો જોઈ.સંધ્યા પણ હસવા લાગે છે.પછી બંને નીચે બેસી વાતો કરે છે. થોડી વાર આડાં અવળી વાતો કરી સંધ્યા સુરજ ને તેના પરિવાર વિશે પૂછે છે,"તારા પરિવાર માં કોણ-કોણ છે?"
સુરજ થોડી વાર વિચાર કરી કહે છે,"હું અને પપ્પા. મમ્મી તો હું અઢાર વર્ષનો હતો ત્યારે જ મૃત્યુ પામ્યા હતા."આટલું બોલતાં જ સુરજની આંખો માં આંસુ આવી જાય છે.જે તે ફટાફટ સાફ કરી લે છે.છતા, સંધ્યા ને ખબર પડી જાય છે.તે સુરજની વ્યથા સમજી ને વાત બદલે છે ને સુરજને કહે છે,"તું મારા પરિવાર વિશે નહીં પૂછે?"
સંધ્યા ની વાત સાંભળી સુરજ સંધ્યાને ચીડવતા કહે છે,"હું નહીં પૂછું તો શું તું નહીં કહે!"
સુરજના હાવભાવ જોઈ સંધ્યા પણ હસવા લાગે છે ને કહે છે,"શા માટે ના કહું.હુ તો તુ નહીં પૂછે તો પણ કહીશ."
સંધ્યા નો નિખાલસ સ્વભાવ અને માણસની મનોસ્થિતિ ઓળખવાની આવડત જોઈ સુરજ ખુશ થાય છે ને કહે છે,"તો બોલો મેડમ,તમારા પરિવાર માં કોણ કોણ છે?"
સંધ્યા સુરજને પોતાના પરિવાર વિશે કહે છે,"મારા પરિવાર માં હું અને મમ્મી પપ્પા અમે ત્રણ છીએ.મારા મમ્મી-પપ્પા મને બહુ પ્રેમ કરે છે.હુ બહુ લક્કી છું કે મને આવા મમ્મી-પપ્પા મળ્યા છે.મારા પપ્પા મારી દરેક વાત માં સાથ આપે.એ મારી દરેક ઈચ્છા પૂરી કરે છે. મમ્મી ક્યારેક દુનિયાના વિચારો ધ્યાનમાં રાખીને મને અમુક કામ કરતા રોકે છે,પણ મારા પપ્પા મારો દરેક કામ માં સાથ આપે."
સંધ્યા ની વાતો સાંભળી સુરજ થોડો ભાવુક થઈ જાય છે.તેના મમ્મી તેને બહુ યાદ આવતા.તેના પપ્પા તો ક્યારેય તેની પાસે એક મિનિટ પણ ના બેસતાં.સુરજને પોતાની બધી ખુશી અને તકલીફ કહી શકાય.એવા એક તેના મમ્મી જ હતાં.એટલે સુરજ તેના મમ્મી ના મૃત્યુ પછી બહું ગુસ્સો કરતો.તેને કોઈ સાથે વધુ સંબંધ રાખવા પસંદ નહોતા.તેને એક જ ડર પરેશાન કરતો.કોઈ સાથે વધુ સમય પસાર કરી,તેને પોતાની જીંદગી નો હિસ્સો બનાવી,તે તેનાથી દૂર થઈ જાશે.તો તેને બહુ તકલીફ થાશે.તેના મમ્મી ના ગયાં પછી તે બીજા કોઈને પોતાની બહુ નજીક રાખવા ન્હોતો ઈચ્છતો.કોઈ નજીકનું અચાનક દૂર થઈ જાય તો કેટલી તકલીફ થાય એ સુરજ સારી રીતે જાણતો હતો.સંધ્યા તો તેના પરિવાર વિશે કહેતા થાકતી નહોતી.અચાનક તેનું ધ્યાન સુરજ પર પડે છે ને તેને રડતો જોઈ.સંધ્યા ને ખ્યાલ આવે છે કે,સંધ્યા ના પરિવાર ની વાતો સાંભળી સુરજ ને પોતાના પરિવાર ની યાદ આવી ગઈ છે.સુરજ ને રડતો જોઈ સંધ્યા તેને ભેટી પડે છે.સંધ્યા નો સ્પર્શ થતાં સુરજ વધુ ભાવુક થઈને વધુ રડવા લાગે છે.સંધ્યા સુરજના માથા પર અને પીઠ પર હાથ ફેરવી તેને શાંત કરવાની કોશિશ કરે છે.
સુરજ શાંત થાય છે, ત્યારે ખબર પડે છે કે તે સંધ્યા ને ભેટી ને રડતો હતો.સમય અને સ્થળ નું ભાન થતા તે સંધ્યા ને પોતાનાથી દૂર કરી દે છે.ને ઉભો થઇ ચાલવા લાગે છે.તે ફટાફટ સીડી ઉતરી પોતાનાં રૂમમાં ચાલ્યો જાય છે.સંધ્યા મૂક બનીને બસ સુરજને જતો જોઈ રહે છે.તેને બધું યાદ આવતાં વિચાર આવે છે કે તેણે કાંઈ ખોટુ નથી કર્યું.છતા સુરજ કેમ આમ અચાનક કાંઈ બોલ્યા વગર ચાલ્યો ગયો?



(ક્રમશઃ)