Be Jeev - 15 - Last Part books and stories free download online pdf in Gujarati

બે જીવ - 15 - છેલ્લો ભાગ

બે જીવ

ડૉ. બ્રિજેશ મુંગરા

(15)

લવ નેવર ડાઈ

આ.સી.સી.યુ.ની સામે હું ગંભીર મુદ્રામાં બેઠો હતો. હું મારી પત્ની અને થોડે અંતરે મિ. શાહ જેનાપ્રત્યે મને અપાર નફરત હતી એ શખ્સ આજ મારી સામે હતો. પણ મેં એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહીં. કારણ... પરિસ્થિતિ જ કંઈક એવી હતી. આજે મિ. શાહનાં મુખ પર પણ ચિંતા ની લકીરો હતી.

પ્રિતી જીવન–મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી. હું કશું કરી શકું એમ ન હતો.

'યશ, ડૉકટર થયું.' મેં તેનાં પર તરાપ મારતા કહ્યું.

'કંડીશન ઈઝ સીરીયસ.' વી રીમુવ્ડ ટયુમર ફ્રોમ બ્રેઈન બી ફોર વીક. બટ નાઉ કંડીશન ઈઝ ક્રિટીકલ. નાઉ ગોડ હેલ્પ હર.' એન્ડ હું ઈઝ આદિત્ય. '

'આઈ. એમ. આદિત્ય' મેં કહ્યું.

'સી વોન્ટ ટુ ટોક વીથ યુ.'

હું આગળ વધ્યો. આઈ.સી.યુ. રૂમ તરફ મારા હૃદયની ગતિવધી. મારું મન શૂન્ય હતું અને હૈયુ ભારેખમ...

પ્રિતી જેને મેં ઘણા વર્ષો બાદ જોઈ. અત્યંત ખરાબ હાલતમાં હતી.

'હાય, આદિ.'

'કેમ છો, પ્રિતી...'

'બસ જલસા'

'મજાક ન કર'... મેં કહ્યું.

'આઈ.એમ. સીરીયસ.' હું લાઈફને બાય–બાય કરવાની છું અને હવે તું આવ્યો બસ હવે કોઈ ચિંતા નથી. અહીંયા આવ આદિ.. આ મારી ડૉટર.' સામે બેઠેલી નાની ચાર વર્ષની માસૂમ છોકરી મને તાકી રહી.

'હું સમજી શકું છું'

'ના, તું નથી સમજ્યો યુ ઈડિયટ, પ્રેમ તો હું પણ તને જ કરતી હતી, પણ સંજોગો વિપરિત હતો.'

'કદાચ, તેં મને કહ્યું હોત' આંખમાં આવતા આંસુને રોકવાનો મેં પ્રયાસ કર્યો.

'છોડ... ભૂતકાળનીવાતો.' મારી પાસે વધારે સમય નથી.

'ના, પ્રિતી હિમ્મત ન હાર, હું...' હું રડમસ થઈ ગયો.

'રડિશ નહીં આદિ. હવે જિંદગી મને સદતી નથી.' તેણે મોં ફેરવી કહ્યું.

'તારો હસબન્ડ કયાં છે ?'

'એ નહીં આવે... મારા કયારનાંય ડિવોર્સ થઈ ગયા છે...'

'તો, તું... '

'હા, આદિ લાઈફ તો ઘણું બધું આપે છે. આપણે જ અપનાવી શકતા નથી.'

'મારી જેમ ફિલસૂફી, શીખીગઈ. જેનાં પર તને ચીડ હતી...' મેં દર્દભર્યા અવાજે કહ્યું.

'હા, યાર...'

'બોલ, હું શું કરી શકું તારા માટે... '

'આદિ... એની ચિંતા છે મને'

'એની ચિંતા ન કર. એમારી ડોટર છે.'.

'પણ અંકલ...'

'એ ટકલું સાથે તો હું ફોડી લઈશ, એને તો નહીં જ આપું. તને મારા પર વિશ્વાસ છે ને ?'

'ખુદ થી પણ વધારે... 'એની બંને આંખોમાંથી આંસુ ટપકી પડયા.' પ્રિતી ને શા્તિ થઈ.'

'જ્યારે તેં કેમ્પસ છોડયું ત્યારે હું કહેવા માંગતી હતી.' તેનાં શ્વાસોચ્છવાસ વધ્યાં, ઈ.સી..જી માં ફેરફાર થવા માંડયા.

'પ્રિતી તને કંઈ નહીં થાય.' મેં મદદ માટે બૂમ પાડી.

તેણે મારો હાથ પકડયો, પ્રિતી એ મારી આંખોમાં આંખો પરોવી.

'આઈ... લવ... યુ... આદિ...' એણે સ્મિત કર્યુ. અને...

એ સર્વસ્વ છોડીને ચાલી ગઈ અનંતની વાટે.

હું સ્તબ્ધ થઈ ઊભો હતો...હું ભૂતકાળમાં સરી પડયો. પ્રિતી... મારું જીવન, મારી ધડકન... મારો પ્રેમ, મારું સર્વસ્વ જાણે ભસ્મીભૂત થયું.

રાધિકા અંદર પ્રવેશી, તેણી એ મારા ખભા પર ધીમેથી હાથ મૂકયો.

'હં' મને કળ વળી.

'મારા હાથમાં ચાવી હતી... મેં નીરખીને જોયું તો એ પ્રિતી એ મારા હાથમાં મૂકી હતી.'

મેં પ્રિતીની આંખો બંધ કરી, રોકકળ ચાલું થઈ. મેં અદિતીનો હાથપકડયો.

'અંકલ... આ લોકો શા માટે રડે છે ?'

'બેટા... મમ્મી જાગતી નથી એટલે...'

'એ કેમ જાગતી નથી ?'

'એ અંકલથી નારાજ છે એટલે... '

'કેમ '

'બસ અંકલ મોડા પહોંચ્યા.' મારાથી રોવાઈ ગયું.

'ચાલ બેટા ઘેર જઈએ અને હા... હું તારો અંકલ નથી, એ પપ્પા.'

'હા, પપ્પા' એણે માસૂમિયત થી સ્મિત કર્યું.

હું એ નિર્દોષ છોકરીની આંખો સામે જોઈ રહ્યો, જેમાં ચમક હતી જે પ્રિતીને પહેલી વખત મળતાં મેં જોઈ હતી. મારી પ્રિતીની પરછાઈ ફરી વાર મારી પાસે આવી ગઈ હતી. દીકરી બનીને, મારા જીવનનો ખાલીપો હંમેશ માટે ભરાઈ ગયો.

૦૦૦

થોડાં દિવસ બાદ મને એ ચાવી યાદ આવી. હું ચાવી લઈ પ્રિતીનાં ફલેટ પર પહોંચ્યો. મુખ્ય દરવાજો ખોલ્યો, સામે જ કપ બોર્ડ હતું.

મેં બીજી ચાવી તપાસી... એક લાગી, પણ... આ શું...

ઉપરથી નીચે સુધી ઠસોઠસ ભરેલ પત્રો હતાં. ઘણા વર્ષોથી દિલમાં ભભૂકતી આગ ને ભીંજવતા આ પત્રોથી મારી આંખો માંથી અશ્રુ સરી પડયા. મેં ધ્યાનથી જોયું. મારા પ્રથમ પ્રપોઝથી લઈ અત્યાર સુધીનાં બધાં જ પત્રો હતા.

સામે જ પ્રિતીનો ફોટો હતો.

'છુપી રૂસ્તમ છો. બસ નાની અમથી જિંદગીમાં ઘણું બધું કહી ગઈ. પ્રેમ અને પરિવારની ભાવના વચ્ચે તે પરિવાર સામે શિશ ઝુકાવ્યું. પણ મૂક પ્રેમ પણ કર્યો. હવે આ બેઈઝ મારી જિંદગીની જ માપું છે.

ઈતના પ્યાર ન કર

એ સંગદિલ સનમ

કિ ખુદા ભી

મુજ સે રુઠ જાયે.

ડર લગતા હૈ

મુજે ખુદ સે...

કહીં તેરા–મેરા

રિશ્તા ન ટુટ જાયે.

દસ વર્ષ બાદ...

કોલેજકાળનાં પ્રેમનાં એ અવિસ્મરણિય અને ઝંઝાવાતી અનુભવ બાદ આજે હું સફળતાની ટોચ પર હતો. હજુ હું મારા પરમતત્વ સુધી પહોંચવા તત્પર હતો. મારા રીડીંગ રૂમની ચેર પર બેસી હું પુસ્તક વાંચી રહ્યો હતો. અચાનક અદિતી જે હવે ચૌદ વર્ષની થઈ હતી. તે આવીને વળગી પડી. તેની આંખોમાં આંસુ હતાં.

'બોલ બેટા, શું થયું ?'

'પાપા, તમે પ્રિતી મમ્મીને ખૂબ જ ચાહતા હતાં '

'હા, ખૂબ જ'

'આ ડાયરી મેં વાંચી.' મેં તેનાં હાથમાં રહેલી ડાયરી જોઈ. મારા અને પ્રિતીના દરેક સંસ્મરણો એ ડાયરીમાં હતાં.

'બેટા, તને કયાંથી મળી.'

'જૂના કપ બોર્ડ માંથી. જ્યારે કાલે હું નોટ્‌સ લેવા આવી હતી ત્યારે ' તેણે રડમસ થઈ કહ્યું.

'પાપા, એક સવાલ પૂછું...' આ ડાયરી નું શીર્ષક 'બે જીવ' જ કેમ તેણીએ આશ્ચર્યથી પૂછયું.

મેં આંખોના ખૂણે આવેલાં આંસુ છુપાવતા કહ્યું. 'બે જીવ... હા... જે કયારેય એક ના થઈશકયાં.'

૦૦૦

પ્રેમના અહિર્ભાવ

આખરે પ્રેમ શું છે એક તૃષ્ણા, એક બંધન કે એક ઝનૂન. કદાચ, એ ત્રણેય છે કોઈવાર તૃષ્ણા, કોઈવાર બંધન અને કોઈવાર ઝનૂન. માણસ સતત શોધતો જ રહે છે. એ લાગણીઓ જે એને પોષે, પણ દરેક વખતે એવું બનતું નથી. જે આદિ સાથે થયું. જે આ સમયનાં ઘણા યુવક–યુવતી સાથે થયું હશે. પ્રેમ મળે તો ખુશી, ન મળે તો કણાંતિકા સર્જે છે. પરંતુ કોઈ કકિસ્સામાં આવું પણ થતું હશે. પ્રેમ એક નવી દિશા અર્પે છે. નવી દ્રષ્ટિ આપે છે. જે આદિત્યએ એક સમયે પાગલપનની સીમાએ પહોંચ્યો હતો એ આજે જીવનની સફળતા ની ટોંચેછે. જરૂર છે દુનિયાને, પરિસ્થિતિને એક નવા દ્રષ્ટિકોણથી જોવાની.

જે પ્રેમ આદિત્યને પ્રિતી તરફથી ન મળ્યો એ એણે એનાં જીવનમાં આવેલ દરેક વ્યકિત પાસેથી મેળવી લીધો, એમને પ્રેમ, સન્માન, મદદ કરીને. આ બધી જ વ્યકિતઓએ એનાં હૃદય પર મલમ લગાડયો અને આદિત્યનાં જીવનમાં નવો પ્રાણ સંચાર કર્યો.

પ્રકૃતિ હર ક્ષણ એક તક સર્જેછે. એ તક આપવાની જેની તમને જરૂર છે. આપણે તકો ગુમાવીએ છીએ. છતાં એ આવતી જ રહે છે, જરૂર છે એને ઓળખવાની. એ રહસ્યને પામવાની, જે મનુષ્યને ખરા અર્થમાં મનુષ્ય બનાવે.

આદિત્યએ પ્રેમ ગુમાવ્યો. પણ સર્વસ્વ નહીં પ્રકૃતિ માટે પ્રેમની વ્યાખ્યા એ છે એ દરેક ક્ષણે પ્રેમનો અવિરત પ્રવાહ વહાવતી જ રહે છે. આપણે એ પ્રેમ પામવો છે તો દ્રષ્ટિ બદલવી પડશે. અને જો એ બદલશે તો અંતે તમને એ બધું મળશે જે તમારા હૃદયની ઈચ્છા હતી. આદિત્યને એ અદિતી રૂપે મળ્યું અને રાધિકાનાં રૂપમાં પ્રેમાળ પત્ની તમને પણ એ અલગ રૂપમાં મળશે... બસ... પ્રેમને હર તરફ વહાવતા રહો...એની અમી વરસામાં ભીંજાઈ જાવ... એને હૃદયમાં સૌથી ઊંચુ સ્થાન આપો. કારણકે એ જઈ ઈચ્છે છે પ્રેમ તેનાં દરેક પ્રેમી પાસેથી...

અસ્તુ.

આ નવલિકા ડૉ બ્રિજેશ મુંગરાનાં સ્વહસ્તે લખાયેલ કાલ્પનિક સંયોગ છે એ આદિત્ય કોઈ પણ હોઈ શકે કદાચ આપની આસપાસમાંથી જ કોઈ જે સમય પ્રમાણે બદલાતી દુનિયાદારીની વાસ્તવિકતા સૂચવે છે ઈતો એક તરફ અગાધ પ્રેમ અને હા,આ પ્રેમ નાં અવિરત પ્રવાહને પામવાની દ્રષ્ટિ પણ..…

સમાપ્ત

***