Revenge-Prem Vasna Series - 2 - 58 - last part books and stories free download online pdf in Gujarati

રીવેન્જ - પ્રકરણ - 58 - અંતિમ પ્રકરણ

રીવેન્જ - પ્રકરણ અંતિમ
રાજનાં રૂમમાં આવીને અન્યાએ કહ્યું આવો આઇ એમ ફીલ સો ગૂડ એન્ડ ફૂલ...મારાં બધાંજ કામ પતી ગયાં છે હવે જાણે કંઇ જ બાકી નથી.. રાજે જોયું અન્યા બોલી રહી છે સંભળાય છે પણ અન્યા ક્યાં છે ? સંભળાય છે દેખાતી નથી.
અન્યાએ કહ્યું "બાથરૂમાં છું.. પ્લીઝ મને ડાયેરીયા જેવુ લાગે છે.. રાજે કહ્યું પણ તું અંદર ક્યારે ગઇ ? હમણાં સુધી તો મારી સામે હતી.. અન્યાએ કહ્યું તને આજે આનંદનાં અતિરેકમાં કંઇ દેખાતું નથી લાગતું.. પ્લીઝ મારી કેશવાળી બેગ નીચે લઇને ડેડ તે આપી દેવાની છે એમને કામ લાગશે. હું હમણાં આવું.
રાજ અન્યાને આશ્ચર્યથી સાંભળી રહ્યો અને કંઇક કૌતુક જેવું લાગ્યું એને બરાબર ખબર છે આવીને અન્યા બેડ પર બેઠી હાંશ કરી રહી હતી અને હમણાં બાથરૂમમાં ? આ શું છે ?
*************
અન્યાને સ્ટુડીયોમાં સલીમને પકડ્યો અને કહ્યું સલીમ અહી આટલી પોલીસ ? સીબીઆઇનાં માણસો પણ છે ? તારી જુબાની લીધી ? સલીમે કહ્યું "હાં મેમ.. મે તમારાં સિવાયની બધી જ વાત કરી.. આપણે સાથે હતાં તમે એ લોકોને માર્યા કઇ જ કીધું નથી બસ તમને મૂકવા નીકળ્યો એજ પુરાવો છે બીજુ કાંઇ નહીં..
અન્યાએ કહ્યું તું આંખો બંધ કર સલીમ.. આંખો બંધ કર અને સલીમ આંખો બંધ કરી અને અન્યાએ માથામાં એક ચપાટ મારી અને સલીમ નીચે પડી ગયો. અન્યાએ થોડીવાર પડી રહેવા દીધો પછી ઢંઢોળ્યો અને સીલમ એની સામે જોવા લાગ્યો એણે અન્યાને પૂછ્યું તમે કોણ છો ? હું અહીં ક્યાંથી ? અને અન્યા સ્માઇલ આપીને ત્યાંતી નીખલી ગઇ...
****************
અન્યા બાથરૂમમાંથી બહાર નીકળી અને રાજને કહ્યું હું તારી સામે તો અંદર ગઇ હતી કેમ આમ કરે છે ? રાજે થોડાં બાધા વેડા કરીને કહ્યું "કંઇ સમજાતું નથી અન્યા... અને અન્યાની શક્તિ ઓછી થઇ રહી હતી.. અઘોરીનાથનાં શબ્દો અને ચેતવણી યાદ આવી રહેલાં.. એણે બધીજ શક્તિ વાપરી નાંખી હતી.. ફ્રેડી-માઇકલને મારવામાં ... એવું સ્વરૂપ બદલવા અને છેલ્લે સલીમની સ્મૃતિભૃંશ કરવા ... હવે એ વિવશ હતી.
અન્યાએ રાજને કહ્યું "ચાલ નીચે તુરંત જ બધાં જ છે ત્યાં હવે મારી પાસે સમય ઓછો છે પ્લીઝ રાજ...
રાજવીરે કહ્યું "અનુ... ડાર્લીંગ મારે તો તારી સાથે સાથ માણવો છે પછી નીચે જઇએ.. હવે મોમ છે એટલે વારેઘડીએ ચાન્સ પણ નહીં મળે પછી તો લગ્ન.. પ્લીઝ જાન... કમ ઓન.. લવ...મી..
અન્યા વધુને વધુ વિવશ થઇ રહી હતી એને ખબર નહોતી પડતી હવે શું કરું ? અ મનોમન મહાકાળીને યાદ કરવા લાગી.. પણ રાજે એની વિવિશતાને સમર્પણ સમજી લીધું. એણે અન્યાને ઊંચકીને બેડ પર સુવાડી.. અન્યાનાં વસ્ત્ર એક પછી એક ઉતારવા માંડ્યા. અન્યા એક લાશની જેમ પડી હતી એ કંઇ પ્રતિભાવ નહોતી આપી રહી બસ રાજને એકીટસે જોઇ રહી હતી.
રાજે અન્યાન સાવ નિર્વસ્ત્ર કરી નાંખી અને એને વળગી ને ચૂમવા લાગ્યો... અનહદ પ્રેમ કરવા લાગ્યો એનાં બધાં વસ્ત્ર ઉતારી ચૂકેલો જાણે ભવોભવનો ભૂખ્યો હોય એમ અન્યાને પ્રેમ કરવા લાગ્યો એનાં અંગે અંગને ચૂમવા અને ભોગવવા લાગ્યો. અન્યા એમજ પડી રહેલી પણ રાજ એની તાનમાં મશગૂલ હતો એ ધીમે ધીમે અંગભંગની મુદ્દાઓ કરતો આગળ વધી રહેલો અને અન્યાને ભોગવીને અંતિમ તૃપ્તિ પર પહોચ્યો અને એણે અન્યાને જોરથી ભીંસ દીધી. અંગે અંગ એકબીજામાં સંપૂર્ણ પરોવાઇ ગયાં.. તૃપ્તિનો હાંસકારો કરે એજ સમયે..
અન્યાએ મોડી રાડ નાંખી.. બસ કર રાજ.. બસ કર.. હું તને છેતરતી આવી છું.. બસ તારાં પ્રેમને ધક્કો ના પહોચે એટલે તને સાચી વાત નથી કીધી રાજ... હું તારી અન્યા નહીં એક પ્રેત શરીર છું.. તારી અન્યાનાં શરીરે ક્યારની દુનિયા છોડી દીધી છે અને હુ માત્ર એક પ્રેતાત્મા છું...
રાજે એની ચીસનો અવાજે જ ઉભો થઇ ગયો એની આંખોમાં ભય છવાયો.. એણે વસ્ત્રો પહેર્યા. એણે જોયું કે અન્યાનાં તનની જગ્યાએ એક માત્ર ઓળો છે.. એણે જોરથી ભયાવહ ચીસ નાંખી અને નીચેથી પન્નાબેન-સુમીધસિંહ-સેમ રૂબી બધાંજ રાજનાં રૂમાં દોડી આવ્યાં.
શું થયું દીકરા ? શું થયું ? સુમીધસિંહે જોરથી રાડ નાંખી ... રાજ ભયથી થર થર ધ્રુજતો હતો.. એનાં ગળામાંથી અવાજ નહોતો નીકળી રહ્યો એણે આંગળીનો ઇશારો કર્યો માત્ર...
બધાએ જોયું રાજ ખૂબ ગભરાયેલો છે સામે અન્યા નથી પણ કોઇ અગમ્ય રૂપ ધરેલું કાંઇક છે.. કંઇ સમજાયું નહીં કોઇને…… એટલી વારમાં પાછળ દોડને સિધ્ધાર્થ આવ્યો. એણે સેમને કહ્યું અન્યા ક્યાં છે ? મારે એની ખાસ જરૂર પડી છે.
સેમે હાથનો ઇશારો કરીને બેડ પરનાં પડછાયાને બતાવ્યો અને જોરથી રડી ઉઠ્યો એ સાવ ભાંગી પડ્યો. આ બધું શુ થઇ ગયું કેવી રીતે થયું ? રૂબી અને સેમ બંન્ને ઉગ્ર રૂદન કરી રહેલાં.
અન્યાનાં પ્રેતે કહ્યું "અહીં હાજર મારાં સ્વજન, મારો પીયુ બધાંજ હાજર છો. અંકલ સિધ્ધાર્થ તમે પણ સાંભળો અને એમ કહીને... સ્ટુડીયોમાં શુંટીગ દરમ્યાન થયેલાં બળાત્કાર માઇકલ ફ્રેડીનું ખૂન- દરિયે શરીરનો ત્યાગ, પ્રેત યોનીમાં પ્રવેશ પરંતુ કોઇ અગમ્ય શક્તિની મદદ.. પ્રેત શરીરથી અન્યા સુધીનું કામ માંકાળી-અઘોરીનાં આશીર્વાદ- લીધેલો બદલો રીવેન્જ.. રાજને આપેલું પ્રોમીસ કે માંને ઘરે લાવીશ.. આશીર્વાદ લીધું બધુ જ કીધુ.. અને પછી અન્યા બોલી... "રાજ મને માફ કરજે પણ એવું બળાત્કારી.. અપવિત્ર શરીર.. અભડાયેલાં તારી સાથે તારી પાસે કેવી રીતે આવું ? બસ એટલે ત્યાગ કર્યો. મારો પ્રેમ સાચો હતો એટલે માં મહાકાળીએ મદદ કરી છે બધાં કામ મારાં પુરા કરાવ્યા મે રીવેન્જ લીધો અને માં ને લઇ આવી એનો સંતોષ અને આનંદ છે.
ગુરુ અઘોરીનાથે કહ્યું હતું કે શક્તિઓ આપી છે પણ ચેતવણી પણ આપું છું.. એટલે છેલ્લે પ્રેતદેહ પણ ત્યાગવો પડ્યો છે અત્યાર સુધી તને પ્રેમ આપતી રહી પણ હું ક્યારેય આ રૂપમાં પ્રેમવાસનાને સમર્પિત નથી થઇ.. બસ રીવેન્જ લીધો.
માં પાપા મને માફ કરજો હું તમારે કામ ના આવી શકી પણ હવેનાં જન્મમાં પણ તમારી જ દીકરી થઇને આવીશ નક્કી અને રાજ હું તારી જ રહીશ.
પન્ના માં તમારી સાથે આટલી જ મારી મુલાકાત અને લેણદેણ હશે.. પાપા માફ કરજો તમારાથી મારી કારકિર્દી કામ છૂપાવેલાં... કાશ કીધાં હોત તો બચી હોત.. પણ અંતે ધાર્યુ ઇશ્વરનું જ થાય છે મંગેશને ના મળી શકી સારુ જ થયું એક મોત બચી ગયું. સિધ્ધાર્થે અંકલ હોસ્પીટલમાં હું જ હતી મેં જ રીવેન્જ લીધો હવે બધુ જ સંપૂર્ણ થયું.
અર્ધસત્ય ક્યાં સુધી બોલી શકું ? આજે સંપૂર્ણ સત્ય તમારી સમક્ષ છે. હું આપ સૌની માફી માંગુ છું.
રૂબી બોલી "દીકરા તે એકલીએ કેટલું વેઠ્યું. કેમ અમને કંઇ કીધુ નહીં ? પહેલીવારમાં જ અમને કહેવુ જોઇતું હતું તું સહેતી રહી કેમ ? મારી ફૂલ જેવી છોકરીને જીવતાં નરકમાં નાંખી એ નરોધમોને તે શિક્ષા આવી સારુ જ કર્યુ નરકમાં પણ જગ્યા નહીં મળે અને રૂબી સેમ બંન્ને ખૂબ જ રડી પડ્યાં. સેમને સંભાળતાં સિધ્ધાર્થ ક્યુ મને વહેમ હતો અને સાચો પડ્યો પણ દીકરીએ માંકાળી બનીને બધાંજ રાક્ષ્સોનો બદલો લીધો છે.
સુમિધસિંહે કહ્યું "દીકરી.. તું મારાં ઘરે વહુ થઇને ના આવી શકી પણ તારું ઋણ કહી નહીં ભૂલૂં - મારો ભ્રમ પણ ભાંગી નાંખ્યો મારી જોવા મૂલવવાની નજર બદલી... દીકરા શું આશિષ આપું બોલ ?
અન્યાએ કહ્યું "માં એ જે કરાવ્યુ એ કર્યુ અને મારાં આત્માએ જ રીવેન્જ લેવો હતો એ લઇ લીધો હવે માત્રે રાજની માફી માંગુ કે મેં અંધારામાં રાખ્યો.. રાજ હું વિદાય લઇ રહી છું અને મારે અઘોરીબાબાને આત્મા સમર્પિત કરવાનો છે એમની શરત હતી મને હસતાં હૃદયે અને હસ્તી આંખે વિદાય આપ.
રાજે કહ્યું "અન્યા... તુ માનવ શરીરે કે પ્રેત શરીરે જે રીતે તારું અસ્તિત્વ હોય બધાં અસ્તિત્વમાં તું મારી જ છે હું તને કોઇ રીતે છોડીશ નહીં.. તારુ માનવ શરીર નહીં મળે પાછું.. તો હું માનવ દેહ ત્યજી ને તારી સાથે બળી જઊં છું મહાકાળી અને રાધાકૃષ્ણનાં આશિષ હશે તો આપણે બધી રીતે બધાંજ અસ્તિત્વમાં સાથે રહીશું અને ફરીથી આ પૃથ્વી પર જન્મ લઇને ખૂબ પ્રેમ કરીશું એમ કહીને રાજ અન્યાનાં પડછાયા તરફ આગળ વધ્યો.. અન્યા એને છોડીને દૂર જઇ રહી હતી.. એ અટકાવવા માંગતી હતી પરંતુ રાજ... પાછળ પાછળ અન્યા બાલ્કનીની બહાર ગમન કરી રહી અને રાજ બહાર કૂદી પડ્યો...
રાજનું શરીર ભોંય ભેગું થયું પડ્યું એવું જીવ છૂટ્યો અને સીધો અન્યાનાં જીવ સાથે ભળ્યો અને યુગ્મ જીવ એક સાથે અવકાશ ગમન કરી ગયાં..
સેમ, રૂબી, સુમીધસિંહ, પન્નાબેન અને સિધ્ધાર્થની છતી આંખે બંન્ને જણાને જતો જોઇ રહ્યાં આશીર્વાદ આપી રહ્યાં.
--- સમાપ્ત---