khajanani khoj bhag - 8 books and stories free download online pdf in Gujarati

ખજાનાની ખોજ - 8

ખજાનાની ખોજ ભાગ 8


આગળના ભાગ થી ક્રમશઃ.


શહેરથી દૂર એક જુના ગેરેજમાં ભરત અત્યારે કઈક વિચારમાં હતો. અને વિચાર કરતા કરતા જ સવાર પડી ગઈ પણ વિચારનું વાવાઝોડુ શાંત ના થયું. વનું જ્યારે સવારે આવ્યો ત્યારે ભરત હજુ વિચાર જ કરતો હતો. વનું ને જોઈને ભરતે તરત જ તેને બોલાવ્યો અને બધી માહિતી લીધી. વનુંએ બધી માહિતી કીધી પણ વનું પણ બધું જ જાણતો ન્હોતો એટલે ભરતને પોતાના સવાલના જવાબ હજુ મળ્યા ન્હોતા. વનું અને ભરત વાત કરતા હતા ત્યાંજ આકાશ નો કોલ આવ્યો અને વનું ને કહ્યું કે ભરત સાથે વાત કરાવ.
ભરત : (ફોન પર) "આકાશ મને તું કહીશ કે આ બધું શુ ચાલી રહ્યું છે? મને શુકામ અહીંયા લઈને આવ્યા છો? અને કેમ મને આ બાબત પહેલા ના જણાવી?"
આકાશ : "ભરત સાંભળ ભાઈ અત્યારે તું ઘરે હોત તો તારી જાન પર ગમે ત્યારે હુમલો થઈ શકતો હતો અને અમને તારી ચિંતા રહેતી હતી કે ડોન અબ્બાસ અને તારી પત્ની ભાવના મળી ને ક્યારે તારો ખેલ પૂરો કરી નાખે એ ખબર પણ અમને પડત નહિ અને એટલે જ અમે પ્લાન બનાવ્યો કે તને એ લોકો થી દુર કોઈ સેફ જગ્યાએ લઈ જવો. ત્યારે જ શક્તિએ મને વનું ની મદદ લેવા કહ્યું અને આ આખો પ્લાન બનાવ્યો."
ભરત :"એક વાત મને કહીશ કે આ ખજાનાની વાત માં ડોન અબ્બાસ ક્યાંથી વચ્ચે આવ્યો? અને ભાવના ને ડોન બન્ને મળ્યા છે એ તને કેમ ખબર પડી?"
આકાશ : "જો તે મને કહ્યું હતું ને ભાવના કોઈને આપડા પ્લાન વિશે વાત કરે છે અને મેં મારા મિત્ર અમિત ને એ કામ સોંપ્યું હતું અને એના દ્વારા ખબર પડી કે ભાવના ડોન અબ્બાસ ને બધી વાત કરે છે. ડોન અબ્બાસ સાથે ભાવના કેમ અને ક્યારે મળી એ હજુ ખબર નથી પડી પણ એટલું ખબર પડી છે કે ડોન અને ભાવના ખજાનો મેળવવા માંગે છે અને જ્યાં સુધી તું ઘરમાં હતો ત્યાં સુધી ડોનના માણસો સતત તારા પર નજર રાખતા હતા. અને એ લોકો ખજાના સુધી પહોંચયે ત્યાં સુધી મા તારો ખેલ પૂરો કરવાના હતા. એટલે જ અમે તને તારા ઘરે થી કિડનેપ કર્યો છે."
આકાશ : "હવે એક બીજી વાત એ કે તારે વનું ને કહેવાનું છે કે તારા ઘરે કોલ કરે અને ભાવના પાસે ખંડણી માંગે અને કોલ એ મધુના માણસ તરીકે કરશે. જેથી ડોન નું ધ્યાન અત્યારે મધુ પર ફોક્સ થાય. વનું ભાવના ને કોલ કરીને એટલું જ કહેશે કે હું મધુનો માણસ બોલું છું પોલીસ માં ખબર કરી તો ભરત તને જીવતો નહિ મળે. અમને 5 કરોડ રૂપિયા આપી જા અને ભરતને જીવતો લઈ જા તારા પાસે ખાલી 3 દિવસનો સમય છે."
ભરત :" પણ એક વાત મને એ કહે કે આ કરવાથી ફાયદો શુ થશે. અને બીજું ભાવના મને છોડાવવા માટે 5 કરોડ રૂપિયા ક્યાંથી લાવશે. ડોન અને મધુ ને સામસામે લાવવા થી આપણને શુ ફાયદો થશે?"
આકાશ : "ભરત તું અત્યારે એટલું જ કર જે હું કહું છું પછી તું જોતો જા આગળ શું શું થાય છે તારા બધા સવાલના જવાબ તને આપોઆપ મળી જશે"
ભરત :" ok. પણ આકાશ તમે લોકો થોડા સાવચેત રહેજો જો ડોન આ ખજાના પાછળ પડ્યો છે તો જરૂર કોઈક મોટી જાનહાનિ થશે ડોન આપડો પીછો છેલ્લે સુધી મુકશે નહિ."
આકાશ ": "એ બધી ચિંતા તું ના કર ભરત એ બધું મેં ગોઠવી લીધું છે આગળ શું કરવું એ બધું હું તમને સમય આવ્યે કહેતો રહીશ. ચાલ પછી વાત કરું બાય અને તારું ધ્યાન રાખજે અને વનું ને કેજે કોલ બપોર પછી કરે"
ભરત :" ok તમે લોકો પણ તમારું ધ્યાન રાખજો."

ફોન મૂકી ને થોડીવાર પછી ભરતે આખી વાત વનું ને કરી. અને કહ્યું કે જા બહાર જઈ ને ભાવના ને ફોન કરીને ખંડણી માંગ અને કહેજે જે ભરતને જીવતો જુવો હોય તો 5 કરોડ જલ્દી આપી દે.

વનું બહાર જઈ ને ભાવના ને કોલ કર્યો અને ખંડણી માંગી તેના જવાબ માં ભાવના એટલું બોલી કે ભરત ને કઈ ના કરતા હું જલ્દી થીજ 5 કરોડ રૂપિયા તમને પુગતા કરીશ. ભાવનાએ કોલ મુક્યા બાદ ડોન અબ્બાસ ને કોલ કરી ને કીધું કે મધુ એ ભરતને કિડનેપ કરીને 5 કરોડ રૂપિયા માંગ્યા છે હવે શું કરીશું.
ડોન અબ્બાસ : "જો ભાવના હું તને કાલ સુધી મા 5 કરોડ તારી પાસે મોકલું છું તું એ મધુના માણસને આપીને ભરતને છોડાવી લેજે પણ ભરત પૂછશે તો તું શું કહીશ કે આટલા રૂપિયા ક્યાંથી આવ્યા?"
ભાવના :" હું એક કામ કરૂં છું હું અત્યારે પેલા ભરતના મિત્ર ધમાં ને કોલ કરીને કહી દવ છું અને એ શું કહે છે એ જાણી લવ ત્યાં સુધી તમે મને 5 કરોડ રૂપિયા પુગાડી દેજો. ભરતને હું સમજાવી દઈશ કે રૂપિયા મેં ક્યાંથી આવ્યા એ."
ડોન : "ok તું તારી રીતે આગળ કામ કર હું મધુ ને કહીને ભરત ને છોડાવવા માટે કહી દવ છું તારે રૂપિયા આપવા નહિ પડે ભરત એમનુમ છૂટી ને આવી જશે. મધુ તો શું એનો બાપ પણ ભરત મેં છોડી મુકશે."
ડોન થોડીવાર રહીને મધુ ને કોલ કરીને ભરત ને છોડવા માટે કહ્યું ત્યારે મધુ ખુદ આચર્ય માં પડી ગયો કે મેં ભરત ને નથી કિડનેપ કર્યો પણ મધુ કહી ના શક્યો કે મેં ભરતને કિડનેપ નથી કર્યો.
મધુ: "ભાઈ મેં ભરતને કિડનેપ નથી કર્યો પણ તમને જેણે પણ મારા નામ થી કોલ કર્યો એને હું ઓળખતો પણ નથી."
ડોન : "એય મધુ જો સાંભળી લે મારી છેલ્લી વાત કાળ સવાર સુધી ભરત ને છોડીશ નહિ તો તું પરમદિવસ નો સૂરજ જોવાં નહિ પામે. ભરત મારો માણસ છે અને એને કઈ પણ થયું તો તું આ દુનિયા માં રહી નહિ શકે. તું અને તારા માણસો ક્યાં સુધી ભરતને પકડીને રાખશો. છેલ્લી વાર કહી દવ છું કે ભરત ને સીધી રીતે છોડી દેજે.
મધુ :"ભાઈ પણ મારી વાત તો સાંભળો મેં ભરતને નથી કિડનેપ કર્યો તો હું એને કેમ છોડું છતાં હું મારા માણસો ને ભરતનો પત્તો મેળવવા લગાડી દવ છું અને કાલ સુધીમાં તેને તમારી પાસે મોકલી દઈશ."

ભરત ને પકડવા થી આકાશ ના બે કામ આસન થઈ ગયા એક તો એ કે ખજાના પરથી બન્નેનું ધ્યાન હાલ પૂરતું બીજી જગ્યાએ ગયું અને બીજું એ કે ભરત પરનો ખતરો ટળી ગયો. આકાશ તો અત્યારે આ ચાલ મા કામયાબ થઈ ગયો હતો.
ભાવનાએ ધમાં ને ફોન કરી ને બધું કહી દીધું કે ભરત ને મધુએ કિડનેપ કર્યો છે અને 5 કરોડ રૂપિયા માંગ્યા છે મારી પાસે તો હાલ પાંચ લાખ નથી અને એને હું કેવી રીતે છોડાવીશ તે લોકો ભરતને કઈ કરી દેશે તો હું શું કરીશ.
ધમો : "ભાભી તમે ચિંતા ના કરો કઈક તો થશે જ અને હું ભરત ને કઈ નહિ થવા દવ તેની ચિંતા ના કરો. પણ હાલ આપણે 5 કરોડ રૂપિયા ક્યાંથી લાવીશું? આટલી રકમ તો મારી પાસે પણ નથી. જો અત્યારે ક્યાંયથી મળી જાય તો ખજાનો મળ્યા પછી આપણે તેને રકમ વ્યાજ સહિત ચૂકવી દઈશું."
ભાવના :" એક માણસ છે જે આપણને મદદ કરી શકે પણ એ રૂપિયા આપવા રાજી થશે કે નહીં એ ખબર નથી અને બીજું એ કે રૂપિયા પાછા આપવા માટે કંઈક નક્કર પુરાવો પણ આપવો પડશે. ક્યારે આપણે એને રૂપિયા પાછા આપીએ એ પણ કહેવું પડશે."
ધમો :" ભાભી તમે અત્યારે તેની પાસેથી રૂપિયા લઈ લો અને કહો કે એક મહિના સુધીમાં તેને રૂપિયા વ્યાજ સાથે પાછા મળી જશે.'
ભાવના :"સારું હું અત્યારે તેની પાસે થી રૂપિયા લઈને ભરત મેં છોડાવી લવ છું પણ તમે લોકો જલ્દીથી કામ પૂરું કરીને આવજો એટલે એને રૂપિયા તરત પાછા આપી દઈએ."

ક્રમશઃ...



આવતા અંકમાં.
ભાવના ને ખબર પડી જશે કે ભરત નું કિડનેપ કોણે કર્યું?
ડોન ને ખબર પડશે કે આ એક ચાલ હતી તો શું થશે?
મધુ હવે ભરત ને શોધવા માટે શુ કરશે?
મધુ હવે ભરતને શોધશે કે ખજાના પાછળ જશે?
ડોન હવે આગળ શું કરશે?
શુ આકાશ પોતાના પ્લાન માં સફળ થશે?
ભરત અને વનું શુ મધુ અને ડોન અબ્બાસ થી છુપાઈ ને રહી શકશે કે તે લોકો ના હાથમાં આવી જશે?.
ભાવના રૂપિયા આપશે તો વનું ભરત ને છોડી દેશે?
જો ભરત ફરી ભાવના પાસે તેના ઘરમાં આવશે તો શું થશે?
કે પછી આકાશે પ્લાનમાં કઈક નવો રસ્તો હશે?
આ બધા સવાલ ના જવાબ જાણવા માટે આગળના ભાગ ની રાહ જુવો.
જય શ્રી રામ.
જય હનુમાન દાદા.
જયશ્રી ક્રિષ્ના.
મળીએ આગળના ભાગમાં.🙏🙏🙏
આ ભાગ વાંચી ને પોતાનો મંતવ્ય જરૂર આપજો.