લવ-લી-સ્ટોરી - 22

20 લાખ રોકડા અને પંચવટીના લક્ઝુરીયસ ફ્લેટ થકી મહેશના જીવનમાં ખુશી જોઈ જુલીને નિરાંત થઇ. ૧૦ લાખની ઉધારી ચૂકવીને કાયમ નું ટેન્શન દૂર કરી મહેશ હવે હળવોફૂલ લાગતો હતો.

‘ થેન્ક્યુ જુલી, તે મારા પરના બોજને હળવો કરી દીધો. હવે હું આરામથી બિઝનેસમાં ધ્યાન આપી શકીશ. અને હા  હવે કદી શેર-સટ્ટામાં નહીં ફસાઉ. માણસ ખરેખર વધુ મેળવવાની લાલચમાં ખોટું પગલું ભરે છે અને પછી આફત  નોતરે છે. હવેથી હું  વધુ મહેનત કરી જિંદગી નીતિ પ્રમાણિકતાથી જીવીશ.’ મહેશ પોતાની ભૂલ સ્વીકારતા બોલ્યો.

 ‘અરે ! એમાં થેન્ક્યુ શું વળી.  તને ખુશ જોઈને હું પણ ખુશ થઇ છું. અને તને ભૂલનો અહેસાસ થયો એટલું કાફી છે. મનુષ્ય જીવનમાં કરેલી ભૂલનો સ્વીકાર કરે એટલે એનું જીવન પરિવર્તિત થઇ જાય.  હવે આવનારા સમયમાં તને ક્યારેય આવી તકલીફ ન આવે અને   નવી આશા નવું સાહસ સાથે નવી જિંદગી મુબારક..’ જુલી મહેશને ખુશ જોતા બોલીઉઠી.

‘ ખરી વાત છે જુલી જીવનમાં ભૂતકાળની ભૂલોને ભૂલી જવામાં જ સાચી સમજદારી છે. પ્રત્યેક દિવસે નવી આશા, નવા વિશ્વાસ સાથે જીવનની શરૂઆત કરવી જોઈએ.  ભૂતકાળને પકડી રાખીએ તો દુઃખ સિવાય કશું હાથ લાગે નહીં. ‘ મહેશ આનંદિત થઈ બોલ્યો.

‘ તને આ નવી જિંદગી મુબારક !’

‘તારો ખુબ ખુબ આભાર જુલી, તારા જેવી પત્ની પામી હું ધન્ય થઇ ગયો’ મહેશ આભારવશ બોલી ઉઠ્યો.

 ખરેખર તો મહેશની ખુશી મારા કારણે નહીં પણ દેવાંગની દોસ્તી ના કારણે મહેશને હું ખુશી આપી શકી માટે આજે મહેશના ચહેરા પર ખુશીનો ભાવ જોઈ હૈયામાં સંતોષ થયો.  જુલીએ મનોમન બોલી ઈશ્વરનો આભાર માન્યો.

‘ હેલ્લો.. જુલી, હું તારાથી બહુ જ ખુશ છું. તે મને નવી જિંદગી બક્ષી છે. જુલી....જુલી.... આઈ લવ યુ જુલી..’ દેવાંગ ઉત્સાહથી બોલ્યો.

 ‘હેલો દેવાંગ, ઠીક તો છે ને તું ?’

‘ ઠીક ?  હા હું બિલકુલ ઠીક છું’

‘ જુલી તે મને એટલો પ્રેમ આપ્યો કે મને હવે દિવસ-રાત તું જ દેખાય છે. આંખ  ખોલુ તો પણ તું અને બંધ કરું તો પણ તું. મારા સપનામાં રાતોમાં અને જીવનમાં માત્ર તું, તું  અને તું જ છે જુલી’ દેવાંગ ફોન પર ખુલ્લેઆમ પોતાના પ્રેમનો ઇજહાર કરતા બોલ્યો.

 ‘સાંભળ, આપણી દોસ્તી માટે મેં મારી ફરજ માની એ બધું કર્યું હતું પરંતુ એને બહુ આગળ ન  લઇ જા તો સારું. હું કોઈની પત્ની છું એ તો તને ખબર છે ને ?’ જુલીએ ચિંતિત સ્વરે કહ્યું.

‘ હા ખબર છે , તો હું તને તારા પતિ સાથે સ્વીકારી લઈશ એમાં શું. મારે તો તું જ જોઈએ. બસ કોઈપણ રીતે...’ દેવાંગ અતી વિશ્વાસ સાથે બોલ્યો.

‘ દેવાંગ તુ નશામાં તો નથી ને ?’

‘ હા હું નશામાં છું, નશામાં હતો અને કાલે પણ નશામાં રહેવાનો છું. પણ એ નશો માત્ર તારો જ છે જુલી .’ દેવાંગની દીવાનગી જોઇ જુલી હતપ્રભ થઈ ગઈ.

 કોઈ પુરુષ સ્ત્રીને આટલો પ્રેમ કરી શકે તેવું જુલીને માનવામાં આવતું ન હતું પરંતુ આજ પોતાના થકી પતિ અને મિત્ર બંને ખુશ છે તેમ માની જુલીએ મનોમન સંતોષ વ્યક્ત કર્યો.

‘ દેવાંગ પાગલ થઇ ગયો છે કે શું ? તું શું  કહે છે એ તો તને ખબર છે ને ?’

‘ હા જુલિ હું પાગલ છું તારા પ્રેમમાં, તારી અદાઓમાં, તારા બદનની ખુશ્બૂ માટે. જુલી તું  ઘરે છે ? હું તને અત્યારે જ મળવા આવું છું.’

‘ અત્યારે...? અરે ! ના..ના... દેવાંગ, અત્યારે ન આવતો કાલે અમારે બહાર જવાનું છે. એક વિક માટે દુબઈ જઈ રહ્યા છીએ અમે. મહેશ નું સપનું હતું દુબઈનું’ જુલીએ કહ્યું.

‘ હા તો હું પણ આવું છું ને  દુબઈ તમારી સાથે. મારી ટિકિટ બુક કરી લે હું એકલો અને કેમ રહીશ તારા વિના .?’

‘ દેવાંગ તું કેવી રીતે આવી શકીશ અમારી સાથે. ના પ્લીઝ, એવું ન કરતો અમે જઈ આવ્યા પછી તું કહે ત્યાં આવીશ બસ. તુ સાથે ન આવતો પ્લીઝ..., તને રિક્વેસ્ટ કરું છું.’

‘ ઓકે, ઓકે.. તું કહે એમ જ કરીશ જુલી. હું નહિ આવું તમારી સાથે દુબઈ બસ, પણ પછી તો તું મારી સાથે આવીશ ને ? હું એક વીક તારી જુદાઈ શહન કરી લઈશ.’

 ઓ.કે થેંક્યુ દેવ. ફોન મુકું છું મારે બીજી તૈયારી કરવાની છે.’

જુલીને નિરાંત થઇ પણ દેવાંગનો પોતાના પ્રત્યે નો પ્રેમ જોઈ જુલી નું ટેન્શન વધી ગયું .દેવાંગ તો મારા પ્રેમમાં સાવ પાગલ થઇ ગયો છે સ્ત્રીમાં એવું તે કયું જાદુ હોય કે પુરુષને પોતાના મન પરનો કાબુ ગુમાવી બેસે. આખી દુનિયામાં માત્ર પ્રિયપાત્રને જ દેખે. જુલીને માટે  પતિ અને મિત્ર બંનેને ખુશ રાખવા હવે તલવારની ધાર પર ચાલવા જેવું હતું પરંતુ જે થયું અને થવાનું છે તેની લેશમાત્ર ચિંતા વગર પોતાની ફરજ બજાવવા તૈયાર હતી.

‘ હલો... જુલી, હું તમારી સાથે દુબઈ આવું છું’ દેવાંગે ફરી ફોન કર્યો. ‘જુલી કોનો ફોન છે ? ‘મહેશ પૂછ્યું.

 ‘દેવાંગનો છે એ પણ આપણી સાથે દુબઈ ફરવા આવે છે.’

‘ દુબઈ આપણી સાથે.....?’

******

( ક્રમશઃ)

***

Rate & Review

Daksha

Daksha 5 months ago

Malti Patel

Malti Patel 5 months ago

Jignesh

Jignesh 5 months ago

sunil mehta

sunil mehta 5 months ago

jyoti

jyoti 5 months ago