Imagination world: Secret of the Megical biography - 15 books and stories free download online pdf in Gujarati

કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - 15

અધ્યાય-15


પ્રો.અલાઈવ પોતાના ઘોડા પાસે વિનાશના દ્વારે જવા તૈયાર હતા અને તે પણ એકલા તેમને એકજ છલાંગ મારીને તે કોઈ હીરોની જેમ ઘોડા ઉપર બેઠા અને આ કોઈ સામાન્ય ઘોડો હતો નહીંઆ તો એક હવાઈ ઘોડો હતો જેને બે લાંબી લાંબી પાંખો હતી. પ્રો.અલાઈવ ઉડવાનું શરૂ કર્યું અને તે થોડીકજ વારમાં ત્યાં પહોંચી ગયા જ્યાં વિનાશે સહુને બોલવાય હતા.તે એક બહુજ મોટું ઘર હતું તેની અંદર પ્રવેશતા ની સાથેજ કેટલાક જાદુગરો એ તેમને રોકી લીધા અને તમને પોતાની ઓળખ બતાવા કહ્યું.પ્રો.અલાઈવે પોતાની સાચી ઓળખ એક સિક્કા દ્વારા કરાવી જે હમેશાં સાતેય પ્રાંત ના પ્રમુખ પાસે જ રહેતો ત્યારબાદ તે અંદર ગયા અંદર આવતાની સાથેજ ત્યાં બહુ બધા જુદા જુદા રૂમ હતા.પ્રો.અલાઈવ ને સૂઝતું ના હતું ક્યાં જવું ત્યાંજ એક સેવક આવ્યો અને તેમને ઉપરની એક બહુ મોટા દરવાજા વાળા રૂમની પાસે લઈ ગયો.તે સેવક દરવાજા આગળથી જ પાછો વળી ગયો.પ્રો.અલાઈવે દરવાજો ખોલ્યો જ્યાં અને સર્વે નું ધ્યાન પ્રો.અલાઈવ પાર ગયું

"ઓહ...પ્રો.અલાઈવ આપની જ રાહ જોવાતી હતી." તેમના એક દોસ્ત કહી શકાય તેવા એક પ્રાંત પ્રમુખે તે વાક્ય કહ્યું હતું. તેમનું નામ શાશ્વત હતું.તે પણ બાજુ ના પ્રાંતના રાજા હતા. પ્રો.અલાઈવ તેમની બાજુમાં બેસી ગયા.સૌએ તેમનું અભિવાદન કર્યું કેટલાક દુશ્મનો એ પણ.તે વાત અત્યારે વધુ મહત્વની નહોતી.વિનાશ હજી આવ્યો નહોતો.

થોડીવાર બાદ જ્યારે અંદરોઅંદર વાતો નો અવાજ વધવા લાગ્યો ત્યારે પાછળથી દરવાજા ખુલ્યા અને વિનાશનો પ્રવેશ થયો.એક લાંબો,તગડો અને જેની આંખોમાં જ સ્પષ્ટ કપટ દેખાતું હોય અને તેની ચાલવાની હરકત પણ એક દમ સ્ફૂર્તિલી તે આવીને સૌથી વચ્ચે વાળી ખુરશીમાં બેઠો જોકે સૌ એક મોટા ડાઇનિંગ ટેબલ પર બેઠા હતા.ત્યારબાદ એક ભવ્ય દાવત શરૂ કરવામાં આવી બધીજ જાતનાં મિષ્ટાન હતા દાવત માં જોકે દાવતમાં પણ સૌએ સંકોચીત થઈને ખાધું કારણકે સૌ ને ખબર હતી. વિનાશ જેટલું પણ આપે છે તેનાથી ત્રણગણું પાછું લેવાની હિંમત ધરાવે છે અને આજ તો તે તેમની જગ્યાએ આવ્યા હતા.

છતાંય ત્રણ પ્રાંત પ્રમુખ જે પહેલેથી જ વિનાશના પક્ષમાં હતા તે બહુ ખુશ દેખાતા હતા કારણકે તે પહેલે થી જ વિનાશની દરેક શરતો થી સહેમત હતા.

જમ્યા બાદ વિનાશે પોતાની વાત શરૂ કરી

"તમને તો ખબર છે કે સાતેય પ્રાંતના મહાન અને બહુ બહાદુર પ્રમુખનુ મૃત્યુ થઈ ગયું છે.જેથી હવે કોઈ એક પ્રમુખને તે બધીજ જવાબદારી સ્વીકારવી પડશે.જે હું ખુશી ખુશી લેવા તૈયાર છું.તો કોઈને તેવાત નો કોઈ સંકોચ છે તો મને જણાવે."

સૌ ચૂપ હતા પણ પ્રો.અલાઈવ ની બાજુમાં બેઠેલા પ્રાંત પ્રમુખ શાશ્વતે કહ્યું "હું આ વાત થી સહેમત નથી કારણકે એવું સાંભળવામાં આવ્યું છેકે સાતેયપ્રાંતના મહાન પ્રમુખની હત્યા આપે કરેલી છે.જ્યાંસુધી તે પુરવાર નથી થઈ જતું કે તે હત્યા કોણે કરી છે ત્યાં સુધી તમારું પ્રમુખ બનવું શક્ય નથી."

"તે એક ગંભીર આરોપ છે.હા, હું પ્રાંત પ્રમુખ બનવાનું સ્વપ્ન બહુ પહેલાથી ધરાવું છું પણ મેં તેની માટે કોઈની હત્યા નથી કરી અને તેની માટે મારે કોઈ ન્યાયલયના નિર્ણયની જરૂર નથી.હું બેકસુર છું તે હું જાણું છું અને તેની માટે જેને કોઈ તકલીફ હોય તે હાથ ઊંચો કરે."

થોડીજ વાર બાદ ત્રણ પ્રાંત પ્રમુખ સિવાય બીજા ચાર પ્રાંત પ્રમુખનો હાથ ઊંચો થયો જે જોઈને વિનાશના ગુસ્સાનો પારના રહ્યો પણ અહીંયા એક બહુ મોટી ભૂલ થઈ ગઈ પ્રાંત પ્રમુખ શાશ્વતે તેમના મોજા વડે એક બહુ મોટો ભાલો પ્રકટ કર્યો અને તે વિનાશ તરફ જોરથી નાખ્યો પણ વિનાશના સેવકે તેની ઢાલ વચ્ચે લાવતા તે બચી ગયો.શાશ્વત તો તેજ ક્ષણે ગાયબ થઈ ગયો અને વિનાશ કંઈ બીજું પગલું ભરે તે પહેલાં દરેક પ્રાંત પ્રમુખ ચપટી વગાડતા જ જાદુઈરીતે ગાયબ થઈ ગયા અને પોતપોતાના વાહન પાસે આવી ગયા વિનાશ બહાર આવે તે પહેલાજ તે ભાગી ગયા.પ્રો.અલાઈવ પણ પાછા પણ પોતાના ઘરે પાછા આવી ગયા જે સ્કુલની પાછળ જ હતું અને ત્યાં સુરક્ષા વધારી દીધી.પાછા આવ્યા બાદ સૌ પ્રોફેસર ને આ તમામ વાત જણાવી અને મિસ.મિરિકા ને કહીને આખા જ પ્રાંતમાં એલર્ટ જાહેર કરી દીધું. મિસ.મિરિકા ન્યુઝ અંગે ની કામગીરીના હેડ હતા. જે આખા પ્રાંતમાં ન્યુઝનું કામ સંભાળતા.વિનાશ હવે ચૂપ બેસવાનો નથી તે સહુ જાણતા હતા.બાજુના પ્રાંતમાંથી એક ખબર આવી જે ખૂબ દુઃખ ભરી હતી.પ્રાંત પ્રમુખ શાશ્વત હવે રહ્યા નથી અને તે પ્રાંત હવે વિનાશ ના તાબા હેઠળ છે.તે પ્રાંત બીજા છ પ્રાંત કરતા સૌથી નજીકનું પ્રાંત હતું પ્રો.અલાઈવના પ્રાંતથી પણ છતાંય તે બે પ્રાંત વચ્ચે એક સમુદ્ર જેટલું અંતર હતું એટલેકે તે બે પ્રાંત વચ્ચે સમુદ્ર હતો.

બીજી બાજુ આ બધીવાતો થી અર્થ અને બીજા વિદ્યાર્થીઓ અજાણ હતા.રાતના અગિયાર વાગ્યા હતા.કરણ અને ક્રિશ સુઈ ગયા હતા.અર્થ ચોપડી વાંચતો હતો પણ અત્યારે તે ચોપડી મોં ઉપર મૂકીને સુઈ ગયો હતો અને તેને સ્વપ્નમાં એક અવાજ આવ્યો જે અવાજ તેણે પહેલા સાંભળ્યો હતો.હા, આ તે તેજસ્વી બાળકનો અવાજ હતો જે કંઈક અર્થને કહી રહ્યો હતો.તેજ શબ્દો જે તેને પહેલીવાર મળ્યો ત્યારે કહ્યા હતા."કાલ્પનિકતા ની દુનિયામાં કોઈ દિવસ ફરિયાદ નહીં કરવાની બસ પોતાના ધ્યેય તરફ લાગી રહો તો તમારા તમામ સવાલોના જવાબ મળી જશે."

તેના મુખ તેજસ્વી હતું અને તેનું હાસ્ય એટલું મધુરું હતું કે કોઈ જો એક વખત જોઈ લે તો મહિનાઓ સુધીતે ના ભૂલી શકે.તેના મુખ પર લાગણી,પ્રેમ અને કરુણાના ભાવ સ્પષ્ટ છલકાતા હતા.ત્યાંજ અચાનક બારણે ટકોરા પડ્યા.પહેલીવાર તો અર્થ જાગ્યો નહીં પણ બાદમાં બીજા ટકોરે અર્થ ખુરશી માંથી સફાળો બેઠો થઈ ગયો અને તેને સંભળાયું કે કોઈ બારણે ટકોરા મારી રહ્યું છે. તે ચોપડી બાજુમાં મૂકીને બારણું ખોલવા ઉભો થયો અને બારણું ખોલ્યું ત્યારે ખબર પડી કે બહાર માનવ હતો તેણે માનવ ને હાથ પકડીને અંદર બેસાડ્યો.

માનવે પૂછ્યું "શું રૂમમાં બીજું કોઈજ નથી?"

"ના છે પણ તે ભર ઊંઘમાં સુઈ ગઈ છે."

"ઓહ અચ્છા મારે તારું એક જરૂરી કામ છે,શું તમે મારી મદદ કરશો?"

" હા, કેમ નહીં"

"મારી એક જરૂરી બુક વનવિહાર માં રહી ગઈ છે.હું સવાર સુધી રાહ જોઈ શકું તેમ નથી તે કોઈના હાથમાં આવી જશે તો ગડબડ થશે.તો શું તમે મારી સાથે વનવિહારમાં આવશોતે બુક પાછી લેવા?"

"હા, જરૂર પણ શું તમને પાકી ખબર છે કે બુક વનવિહાર માં જ છે."

"હા, આજે છેલ્લા કલાસ માં કદાચ ત્યાં મારાથી જ રહી ગઈ હશે અમને પ્રાણીઓ વિશે શીખવવવા ત્યાં લઈ ગયા હતા. કદાચ સુવર્ણ હરણની નજીકના પાંજરા પાસે તે બુક રહી ગઈ હશે."

"હા, જરૂર હું આવીશ.બસ બેજ મિનિટ હું ટોર્ચ લઈ લઉં."

ત્યારબાદ બંને ધીમે ધીમે નીચે ઉતર્યા ત્યાં જ માનવ બોલ્યો

"શું તું મને કહીશ કે ચોકીદાર ક્યાં છે?"

"ચોકીદાર સુઈ ગયા છે આપણે તેને કીધા વગર જઈને પાછા આવી જશું તો તેને ખબર પણ નહીં પડે."

"નહીં બસ તું મને તેના મોં પાસે લઈ જા"

અર્થ ધીમા પગલે તેને ચોકીદાર ના મોં પાસે લઈ ગયો અને માનવે મોજા પહેરેલો હાથ તેના મોં ઉપર ફેરવ્યો."

માનવે અર્થ ને કહ્યું "હવે તે સવાર સુધી નહીં ઉઠે."

અર્થ માનવ ને જોતો રહી ગયો.

બંને આગળ વધ્યા અને પુલ પાસે આવ્યા.ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો.અર્થે માનવ નો હાથ પકડ્યો હતો અને બંને મૌન હતા.ઉપરાંત પાણી નો ખડખડ અવાજ સાફ સંભળાઈ રહ્યો હતો."

"શું આપણે પુલ પર છીએ?"માનવે પૂછ્યું

"હા"

બંને ચાલતા ચાલતા સ્કુલની ઉતારદિશાના નાનકડા રસ્તા પર ચાલતા હતા ત્યાં દૂર એક ઓરડી ની પીળી લાઈટ જબૂકતી હતી.ત્યાં વનવિહાર નો મુખ્ય દરવાજો હતો.

"શું આપણને કોઈ જોઈ તો?"

"શું તું વનવિહાર ના ચોકીદારની વાત કરી રહ્યો છે?"

"હા, તેમના રૂમની લાઈટ ચાલુ છે તે જાગતા હશે તો આપણને અંદર નહીં જાવા દે"

"તું તેમની ચિંતા છોડી દે.હું સંભાળી લઈશ."

બંને પાતળી કેડીથી વનવિહાર ના દરવાજા થી અત્યંત નજીક આવી ગયા હતા.જ્યારે દરવાજે પહોંચ્યા ત્યારે દાદા ત્યાં રખેવાળ તરીકે બેઠા હતા અને તેમણે માનવ ને જોયો ત્યારે તે બોલ્યા "અરે માનવ તું અહીંયા આટલી રાત્રે શું થયું? બધું ઠીક છેને?"

માનવે શાંત સ્વરે પોતાની વાત રજૂ કરી અને અર્થ ની મુલાકાત પણ કરાવી દાદા એ બંને ને અંદર જવા દીધા.

માનવે ખુલાસો કરતા કહ્યું "તે મને પ્રથમ વર્ષમાં જ્યારે હું અહીંયા આવ્યો ત્યારના મને ઓળખે છે.તે મને ઘણીવાર જૂની જૂની વાતો કહે છે.તે વર્ષોથી અહીંયા રખેવાળી કરેછે જ્યારે પણ હું ફ્રી હોઉં અહીંયા આવી જાઉં છું.તે એક મારા પિતા સમાન છે અને એક સારા દોસ્ત પણ છે."

બંને ધીમે ધીમે આગળ નીકળી ગયા અને ત્યાંએક બોર્ડ મારેલું હતું સુવર્ણ હરણ માટે અહીંયા વળવું. ત્યાં અર્થ અને માનવ વળી ગયા.બંને ખૂબ ધીમે ચાલતા હતા.બહુ અંધારું પણ હતું માત્ર પગમાં આવતા ઝાડના સૂકા પાનની સળવળાટ થતી હતી.નજીક ના પાંજરા માંથી અમુક પક્ષી નો ધીમો અવાજ આવતો હતો.ત્યાંથી સામે નવશીંગા નું પાંજરું હતું તે સૂતો હતો તે સાફ દેખાતું હતું.બીજી બાજુ સર્પઘર જવાનો વળાંક આવ્યો. ત્યાં સર્પઘરની કાચ ની દીવાલ હતી.જેમાં દિવસે સૂર્ય પ્રકાશ ના પ્રવેશે તેમાટે છાપાના કાગળ લગાવ્યા હતા.અર્થ ટોર્ચ મારી અને તે છાપા ના ટુકડા જોતો હતો. જેમાં કેટલીક ખબરો લખી હતી.જે તેણે મનમાં વાંચી જાદુઈક્રિકેટ ની રમતમાં નવજીવન સ્કુલ ફરી એકવાર વિજેતા.તેમણે ચોથી વાર આ કપ જીત્યો.છેલ્લા કેટલાક વર્ષોથી મહાન જાદુગરોની ગાયબ થવાની ઘટના આવી સામે,ઘણા મહાન જાદુગરોની કોઈ ખબર નથી મિસ.મિરિકા ની સનસની ફેલાવતી ખબર, બાજ ચિન્હ ધરાવતા દેશ ના નવા પ્રાંતપ્રમુખ શ્રી અયનકુમાર.

આ બધી ખબરો તે મનમાં વાંચતો હતો ત્યાં માનવે અર્થના નામની બૂમ પાડી જે થોડાક ડગલાં આગળ પહોંચી ગયો હતો. અર્થ અને માનવ બંને સુવર્ણહરણ ના પાંજરા પાસે આવ્યા ત્યાં તેની સામે એક છાપરા વાળી ઓરડી હતી.જે ચારેબાજુ થી ખુલ્લી હતી. માત્ર ઉપર વરસાદથી બચવા છાપરું હતું જેની નીચે બહુ બધી ખુરશીઓ હતી બેસવામાટે અને તેની સામે એક બ્લેકબોર્ડ હતું સ્વાભાવિક રીતે તે એક કલાસરૂમ જેવું જ હતું. ત્યાં પ્રથમ ખુરશીપાસે થી માનવની નોટબુક મળી ગઈ અને તે બંને ત્યાંથીજ પાછા વળી ગયા.તે વનવિહારના દરવાજા પાસે પહોંચ્યા ત્યારે માનવ ને તે વૃદ્ધ દાદાએ પૂછ્યું "નોટબુક મળી?". માનવે તેમને હકાર માં જવાબ આપ્યો અને તે ત્યાંથી આગળવધ્યા.

માનવે અર્થને કહ્યું "હું તેમની વિશે બહુ બધું જાણું છું પણ તેમનું નામ નથી જાણતો." અર્થ ખડખડાટ હસવા લાગ્યા.

તે ચાલતા ચાલતા પુલપર પહોંચ્યા ત્યારે એક છોકરી સફેદ કલર નું ફ્રોક પહેરીને પુલની પાળી ઉપર બેઠી હતી.

અર્થે તે જોયું અને તે બોલી ઉઠ્યો "તે કોણ છે?"

વાક્ય પૂરું કરતાંની સાથેજ તે ત્યાંથી પુલની નીચે કુદી ગઈ.તે દોડતો દોડતો એ પુલની નીચે જોવા ગયો પણ તેના પડવાનો અવાજના સંભળાયો બસ માત્ર તેની ચીસ સંભળાઈ અને તે ક્યાંય નીચે દેખાતી ના હતી.

માનવે અર્થને કહ્યું "તે ખરેખર જીવિત નથી તે કેટલાક વર્ષો પહેલાજ મૃત્યુ પામી છે. તેણે અહીંયાંથી જ આત્મહત્યા કરી હતી."

"કેમ?"

"તે તો હું પણ નથી જાણતો પણ બસ બધાની જેમ માત્ર મને પણ તે ખબર છે."

ધીમેધીમે બંને આગળ વધ્યા ને હોસ્ટેલના ગેટ પાસે પહોંચ્યા

ચોકીદાર હજી સૂતો હતો.

અર્થ માનવને તેના રૂમમાં મૂકી આવ્યો માનવે તેનો આભાર માન્યો ત્યારબાદ અર્થ પોતાના રૂમમાં આવી ગયો કરણ અને ક્રિશ સુતા હતા.અર્થે પોતાની વસ્તુ બધી ઠેકાણે મૂકી અને પોતાના બેડ ઉપર સુઈ ગયો.


ક્રમશ