Dil ka rishta - a love story - 21 books and stories free download online pdf in Gujarati

દિલ કા રિશ્તા A LOVE STORY - 21

( ભાગ- 21)




(આગળ જોયું કે તેજલ નો પગ લપસી જવા થી એને પગ માં મોચ આવે છે તેજલ ને મદદ કરતા કરતા રોહન અને તેજલ વચ્ચે દિલ ની લાગણીઓ નું જોડાણ થાય છે હવે જોઈએ આગળ)

તેજલ પૂજા અને રશ્મિ સાથે બેસે છે અને રોહન દાંડિયા ની તૈયારી માટે જાય છે બધા મહેમાનો જમી અને રવાના થાય છે ઘર રહેલા મહેમાન આરામ કરવા જાય છે જ્યોતિ બેન એ પૂજા ને કહ્યું કે છોકરીઓ તમે પણ આરામ કરી લો એટલે તેજલ રશ્મિ અને પૂજા 3 પૂજા ના રૂમ માં આરામ માટે જાય છે ... રોહન બધી તૈયારી કરી અને ઘરે આવે છે અને પોતાના રૂમ માં જવા જાય ત્યાં જ એના મમ્મી એને બોલાવે છે રોહન સમજી ગયો કે શા માટે બોલાવે છે પણ હવે ટાળી શકાય એમ ન હતું એ એના મમ્મી પાસે જાય છે

જ્યોતિ બેન- મને બધી ખબર છે કે તું કાલ થી મારા થી દુર ભાગે છે કેમ એવું કરે છે

રોહન - કઈ જ નહીં મમ્મી બસ કામ માં હતો એટલે

જ્યોતિબેન - સારું અહીંયા આવ બેસ મારી પાસે...

રોહન તો નાના બાળક ની જેમ પોતાની માં ના ખોળા માં માથું રાખી અને સુઈ જાય છે

રોહન આમ કરતા જ જ્યોતિબેન હસવા માંડે છે અને નાના બાળક ની જેમ જ એનું માથું વ્હાલ થી ચૂમે છે

જ્યોતિબેન - રોહન હવે તું મને કહે કે તે શું વિચાર્યું છે રશ્મિ સાથે ના લગ્ન વિશે ???

રોહન - માં સાચું કહું તો હજી મને થોડો સમય જોઈએ હું હજી તૈયાર નથી અને રશ્મિ મારી સારી મિત્ર છે પણ...

જ્યોતિબેન - પણ શું રોહન??? તને એ પસંદ નથી ?

રોહન - ના એવું નથી પણ મેં એને ક્યારેય મારા જીવનસાથી તરીકે નથી જોઈ..

જ્યોતિબેન - નથી જોઈ તો હવે જો , એ દીકરા બહુ જ સારી છોકરી છે

રોહન - (રોહન બેચેન થઈ) એમ વાત નથી મમ્મી હું તમને કેમ સમજાવું?

જ્યોતિબેન - રોહન મારે સામે જો તો , જે હોઈ એ મને સાચું કે આટલો પરેશાન શા માટે થાય છે તારી ઈચ્છા ના હોઈ તો આપણે પછી કરીશું તું કરિયર ને લઈ ને તૈયાર નથી કે તને કોઈ બીજી છોકરી પસંદ છે ??? તારી ખુશી થી વધારે મારા માટે કઈ જ નથી રોહન પણ જે હોઈ એ મને સાચું કહેજે

રોહન - હા મમ્મી તમને નહિ કહું તો કોને કહીશ એમ કહી એ ફરી એના મમ્મી ના ખોળા માં માથું ઢાળી દે છે

જ્યોતિબેન- તને રશ્મિ પસંદ નથી???

રોહન - ના મમ્મી એવું નથી રશ્મિ ખૂબ સારી છોકરી છે પણ...

જ્યોતિ બેન - પણ શું રોહન તારી લગ્ન લાયક ઉંમર થઈ ગઈ છે રશ્મિ સારી છોકરી છે એ તને પસંદ પણ કરે છે અને એના આંટી તરફ થી પણ હા છે તો તને વાંધો શુ છે કોઈ બીજી છોકરી પસંદ છે???

રોહન અવઢવ માં હતો એને વિચાર્યું કે શુ જવાબ આપું?? પણ એને હિંમત કરી અને કહી દીધું - હા મમ્મી..

જ્યોતિબેન તો આશ્ચર્ય અને ખુશી ના મીશ્રીત ભાવ સાથે બોલ્યા શુ કોઈ બીજી છોકરી પસંદ છે??? એટલે કે તું કોઈ બીજી છોકરી ને પ્રેમ કરે છે????અરે મારા દીકરા તો એમાં આટલો પરેશાન શા માટે થાય છે હું તો ખુશ છું તું છોકરી પસંદ કરે કે હું વાત તો એક જ છે ને.. હું તો જલ્દી મારા રોહન ની વહુ લઈ આવવા માંગુ છું બસ તારી પસંદ એ મારી પસંદ હવે જલ્દી કહે કોણ છે એ ??? એટલે એના માં બાપ પાસે જઈ અને મારા દીકરા માટે એનો હાથ માંગી આવું

રોહન તો અવાચક થઈ બેઠો થઈ ગયો હરખાતા બોલ્યો મમ્મી તને સાચે જ વાંધો નથી તું સાચે જ ખુશ છે???

જ્યોતિબેન - અરે હા સાચે જ મારો દીકરો ખુશ તો હું ખુશ (થોડા ચિંતા ના ભાવ સાથે) પણ હા થોડી ચિંતા માં એ છું કે મેં રશ્મિ ના આંટી ને પણ પૂછી લીધું એને હા પાડી દીધી અને રશ્મિ પણ તને પસંદ કરે એને કઈ રીતે હું ના પાડીશ..

રોહન- એ ચિંતા તું ના કર મમ્મી એને હું સમજાવી દઈશ રશ્મિ મારી મિત્ર છે પણ મેં એને ક્યારેય મારા જીવનસાથી તરીકે નથી જોઈ અને લગ્ન જીવન માં બન્ને ને એકબીજા પ્રત્યે પ્રેમ હોવો જરૂરી છે એ ખૂબ સારી છોકરી છે એને મારા થી સારો છોકરો મળી જશે પણ એ મારા માટે નથી બની એ એને સમજવું પડશે અને હું એને સમજાવીશ એટલે એ સમજી જ જશે મને વિશ્વાસ છે..

જ્યોતિબેન - અચ્છા તો તારા માટે કોણ બની છે એતો કે મને?

રોહન - ના મમ્મી હમણાં નહિ એ સમય આવશે ત્યારે કહીશ

જ્યોતિબેન - લે એ વળી શુ?? અત્યારે કેવા માં શુ વાંધો છે? સમય આવી જ ગયો છે ચાલ કહે કોણ છે હું પણ જોવ ને કે મારા દીકરા ની પસંદ કેવી છે..

રોહન - હા મારી વ્હાલી વ્હાલી માં મને ખબર છે કે તને તારી વહુ જોવાની બહુ ઉતાવળ છે પણ જ્યારે સમય આવશે ત્યારે તારી સામે ઉભી રાખી દઈશ કે માં જોઈ લે આ તારી વહુ અને હવે ના પૂછતીકે કોણ છે તને મારા સમ છે ઓકે

જ્યોતિ બેન - હા હા ઠીક છે નહીં પૂછું બસ તું લગ્ન માટે તૈયાર છે એજ કાફી છે મારા માટે ભગવાન નો ખુબ ખુબ આભાર એ ઉપર જોઈ હાથ જોડે છે પછી રોહન સામે જુવે છે અને વ્હાલ થી એને ચૂમે છે રોહન પણ એના મમ્મી આટલી સરળતા થી માની ગયા એટલે જોર થી એના મમ્મી ને ભેટે છે અને કહે છે મારી વ્હાલી વ્હાલી માં આઈ લવ યુ.
જ્યોતિબેન - આઈ લવ યુ ટુ દીકરા સારું જા હવે આરામ કર
રોહન - હા મમ્મી (લાગણીશીલ થઈ) થેન્ક યુ માં
જ્યોતિબેન - હા હવે બહુ મસ્કા ના માર રડાવવા માંગે છે તું તારી મમ્મી ને??જા આરામ કર
રોહન - okkkkkkkkkk

રોહન જાય એટલે ફરી જ્યોતિબેન હરખાઈ અને ઈશ્વર નો આભાર માને છે અને કહે છે તારો ખૂબ ખૂબ આભાર ભગવાન હવે વેલા મોડી હું સાસુ બનીશ ખરી.....

*******


રોહન એના રૂમ માં આવે છે એ સાચે જ ખુશ છે કે મારી માં ખૂબ સારી રીતે જાણે છે કે મારી ખુશી કેમા છે આટલી સરળતા થી હા પાડશે એતો મને પણ નહોતી ખબર પણ રશ્મિ નો વિચાર આવતા જ અચાનક એના મોઢા પર ચિંતા ની લકીરો ખેંચાઈ છે એ રશ્મિ ને કઈ રીતે સમજાવશે હું એને નહિ પણ તેજલ ને પ્રેમ કરું એ જાણી એને દુઃખ તો થશે જ પણ એનો અને રશ્મિ નો મેળાપ ક્યારેય શક્ય નથી એ તો એને સમજવું જ પડશે ને એને આ બાબતે બને એટલી વહેલી તકે રશ્મિ સાથે વાત કરવાનું વિચારી અને થોડી વાર આરામ કરવા આંખો બંધ કરી...


********



સાંજે ગરબા ની તૈયારીઓ પુરજોશ માં હતી ડેકોરેશન પણ ગરબા ને ધ્યાન માં રાખી ને જ કરાયું હતું રંગબેરંગી ચંદરવા થી ગઝેબો બનાવાયો હતો અને વચ્ચે વિશાળ ગ્રાઉન્ડ અને ફરતે મહેમાનો માટે રંગબેરંગી ખુરશીઓ ગોઠવવા માં આવી હતી કેટરિંગ નો સ્ટાફ પણ મહેમાનો ની આગતાસ્વાગતા માટે સુસજ્જ હતો ગુજરાતી લોકસંગીત ને ધ્યાન માં રાખી ગુજરાતી કલાકાર નો કાફલો પણ આજ ની રાત ને યાદગાર બનાવવા તૈયાર હતો રોહન બ્લેક અને ગોલ્ડન શેરવાની સાથે ગોલ્ડન મોજડી માં ખૂબ જ સોહામણો લાગતો હતો એ જાણતો હતો કે તેજલ રશ્મિ અને પૂજા પાર્લર માં ગયા હોવા થી એની નજર મુખ્ય દરવાજા પર જ હતી મહેમાનો ધીમે ધીમે આવી રહ્યા હતા પૂજા ના માતા પિતા અને રોહન ના માતા પિતા દરવાજે બધા નું સ્વાગત કરી રહ્યા હતા ગરબા માટે ની તૈયારી ના આખરી ઓપ પર ઉપરછલ્લી નજર નાખી રહ્યો હતો ત્યાં જ અજય નો ફોન આવ્યો તું બહાર આવી જા પૂજા ની એન્ટ્રી કરવાની છે રોહન ઉતાવળા પગલે બહાર જાય છે ત્યાં પૂજા નો ભાવિ પતિ સંજય એના પરિવાર સાથે આવી પહોંચ્યો હતો પૂજા નો પરિવાર પણ આવી ગયો એ બન્ને ની પરિવાર સાથે એન્ટ્રી કરાવવાની હતી બસ પૂજા ની રાહ જોવાઇ રહી હતી રોહન સંજય ને ગળે મળી સ્વાગત કરે છે અને એના પરિવાર ને આવકારે છે ત્યાં પાછળ હોર્ન સંભળાય છે પૂજા ની ગાડી આવી ગઈ છે રોહન લગભગ દોડી ને ત્યાં પોહચે છે પૂજા ને એકલી જોઈ એ આશ્ચર્ય પામે છે એ અધીરાઈ થી પૂછે છે તું એકલી કેમ?? મતલબ રશ્મિ ને તેજલ ક્યાં ??
પૂજા એની મજાક ઉડાડે છે - અરે મહાશય આટલી ઉતાવળ છે તને રશ્મિ ને જોવાની ધીરજ ધરો એને થોડી વાર લાગશે અહીંયા આ લોકો આવી ગયા અને મારી રાહ જોતા હતા એટલે હું આવી ગઈ એ લોકો આવતા જ હશે થોડીવાર માં અજય એને લેવા માટે ગયો જ છે

રોહન - અરે એવું કંઈ નથી આતો તમે 3 સાથે ગયા હતા એટલે પૂછું છું

પૂજા - હા જી હું સમજી શકું છું પણ ધીરજ ના ફળ મીઠા હોઈ છે થોડી રાહ જુવો જનાબ જેની આપ આટલી અધીરાઈ થી વાટ જોઈ રહ્યા છો એ થોડીવાર માં જ આપની સામે હશે

રોહન ધીમે થી પૂજા ના કાન પાસે જઈ કહ્યું હા રાહ તો જોવ છું પણ રશ્મિ ની નહિ એમ કહી રોહન આંખ મિચકારે છે

આટલું સાંભળી પૂજા ચોંકી જાય છે

પૂજા - એય રોહન રાહ જોવે છે પણ રશ્મિ ની નહિ મતલબ ??? હું કઈ સમજી નહિ??? રોહન એના મોઢા પર હાથ રાખી ને કહે કઈ નહિ પછી વાત ચાલ અત્યારે બધા તારી જ રાહ જુવે છે
પૂજા - પણ .. રોહન... મારી વાત તો....
રોહન - કીધું ને કે પછી વાત

પૂજા અસમંજસ માં હતી પણ અત્યારે એની રાહ જોવાઇ રહી છે એ યાદ આવતા બધું ભૂલી એ સંજય ના પરિવાર ને મળે છે અને સંજય ને મળી ને કહ્યું - સોરી વધારે રાહ જોવડાવી ને
સંજય - કઇ વાંધો નહિ હવે થી મારે એજ કરવા નું છે ને
આટલું સાંભળી બધા હસી પડ્યા

*******

પૂજા અને સંજય ની શાહી ઠાઠ થી પરિવાર સાથે એન્ટ્રી થાય છે થોડીવાર માં ગરબા શરૂ થાય છે પૂજા અને સંજય થી ગરબા ની શરૂવાત કરાવાય છે બધા પરિવાર ના સભ્યો અને મહેમાનો જોડાય છે બધા રોહન ને આગ્રહ કરે છે પણ રોહન બસ હમણાં જ આવું એમ કહી ટાળે છે એ વારે ઘડી એ ગેટ સામે જુવે છે એ વિચારે છે મારે તો દર વખતે આ મેડમ ની રાહ જ જોવાની છે શું?? એને તાલાવેલી જાગી છે જલ્દી તેજલ ને જોવાની એની સાથે રમવાની પણ મેડમ હજી સાજશણગાર માં વ્યસ્ત છે એ ઘડીક ગેટ સામે તો ઘડીક ઘડિયાર સામે નજર નાખે છે 30 મિનિટ થઈ છતાંય ના આવતા એના થી ના રહેવાયું એ અજય ને ફોન કરે છે અજય ફોન રિસીવ કરી અને કહે કે બસ રસ્તા માં જ છે આવીએ જ છે એટલું કહી એ ફોન કટ કરે છે...

રોહન ગીત ગનગણે છે

इन्तहा हो गई इंतज़ार की
आई ना कुछ खबर मेरे यार की
ये हमें है यकीन बेवफा वो नही
फिर वज़ह क्या हुई इंतज़ार की।।

ત્યાં જ રોહન ના ઇન્તેઝાર ની ઘડીઓ ખતમ થાય છે અને તેજલ ની એન્ટ્રી થાયછે....

TO BE CONTINUE......

( ગરબા ની રઢિયાળી રાત સાથે રોહન અને તેજલ નો પ્રેમ કેટલો પાંગરશે ????? રોહન રશ્મિ ને કઈ રીતે સમજાવશે???રોહન અને તેજલ ના પ્રેમ અને પોતાના થી રોહન ની જુદાઈ રશ્મિ સ્વીકારી શકશે????? એ જાણવા વાંચતા રહો

દિલ કા રિશ્તા