Kashmirni Galioma - 3 books and stories free download online pdf in Gujarati

કાશ્મીરની ગલીઓમાં... 3

પાર્ટ 3


આગલા ભાગમાં આપણે જોયું કે ઇનાયત અને અનુજની મુલાકાત થાય છે, વાતવાતમાં ઇનાયત પોતે પણ બ્રાહ્મણ હતી એ વાત કરે છે, હવે આગળ,

'હું બ્રાહ્મણ છું ',
'અચ્છા હું પણ બ્રાહ્મણ છું... હમ્મ સોરી હતી '
'મતલબ '
'મતલબ એમ કે લગ્ન પહેલા બ્રાહ્નણ હતી '
'તો તારા સુલેમાન સાથે લગ્ન કેમ? '
'બધું આજેજ જાણી લેવું છે? !'
'હા, જાણ્યા વગર નહીં જવા દઉં '
'કર્નલ સાહેબને પૂછજો એ જણાવશે તમને '
આટલું કહીને ઇનાયત ઉભી થઈને ચાલવા લાગી,
અનુજ પણ ઉભો થયો, ઈનાયતનો રસ્તો રોકતા બોલ્યો, 'તારે જ જણાવવું પડશે ઇનાયત પ્લીઝ મને આમ મૂંઝવણમાં મૂકીને ના જા ',
'અનુજ સમજો આપ, મારે જલ્દી નીકળવું પડશે, હું કાલે મળીશ તમને બસ ' અને મને ધક્કો લગાવીને ઇનાયત ત્યાંથી નીકળી ગઈ,
હું પણ પાછો પોતાના કેમ્પ પર આવ્યો અને પોતાનું અધૂરું કામ આટોપવા લાગ્યો, મને ક્યાંય પણ ચેન નહોતું પડી રહ્યું,
રાતે હું અને કમલેશ વાતો કરતા હતા, તેણે મને કીધું કે હું કાલે મળીને પૂછી લઉં ઈનાયતને... પણ આજની રાત કેમની કાઢું એ મોટો પ્રશ્ન હતો? !!
મેં કમલેશ પાસેથી બારામુલાનો નકશો લીધો અને કમલેશની એક પણ વાત માન્યા વગર નીકળી પડ્યો મારી રાહ પર....
હા હું સુલેમાન શેખના ઘરે જવા નીકળ્યો હતો, અને આખરે મારી મંઝિલ આવીજ ગઈ, બહાર ચોકીદાર પહેરો ભરતો હતો, મને કંઈજ ખબર નહોતી કે ઇનાયત કયા રૂમમાં હશે? !!
બસ અંધારામાં તીર ચલાવવા નીકળ્યો હતો જેનો નિશાનો ખોટો પડ્યો તો મારો જીવ પણ જઈ શકે એમ હતો,
હું પાછળના ભાગેથી કોટ કૂદી ગ્યો અને અંદર તો આવી ગ્યો પણ હવે ઈનાયતને કેમની શોધું એ સવાલ મારા મગજમાં ઘુમરાયા કરતો હતો, હું પાછળના ભાગે કે જ્યાં દરેક રૂમની બારી પડતી હતી ત્યાં જોવા માટે પાઇપ પર ચઢવા લાગ્યો, પહેલા માળે જોયું તો સુલેમાન કોઈક બીજી સ્ત્રી સાથે કામક્રીડા માણી રહ્યો હતો, મને ખૂબજ ગુસ્સો આવતો હતો પણ એની સાથેની સ્ત્રીને જોઈને ખુશી થતી હતી કે એ મારી ઇનાયત નથી, અરે હા મારી, હું તો હવે એને મારી જ માનવા લાગ્યો હતો, હું ફરી આગળ ચઢવા લાગ્યો, હજુ બારી પાસે પહોંચું ત્યાં તો કોઈકે બારી ખોલી અને હું હડબડાટમાં નીચે જ પડી જાત પણ એક જાણીતો સ્પર્શ અરે હા મારી ઇનાયતનો સ્પર્શ હતો એ તો,
મેં ડરના માર્યા બંધ કરેલ આંખો ખોલી અને જોયું તો મારો હાથ ઇનાયતે પકડી લીધો હતો, હું તો એને જોઈજ રહ્યો ઘડીક તો, કાળી રેશમી લોન્ગ નાઇટીમાં તે અદ્ભૂત કરિશ્મા લાગતી હતી, તેના વાંકડિયા લાંબા કેશ અને આંખોનું કાજલ મને ઈનાયતમય બનાવી રહ્યું હતું, એ કંઈક બોલી રહી હતી પણ મને તો કંઈક નહતું સંભળાતું કેમકે હું તો એને નિહાળવામાં જ મગન હતો, એટલામાં એણે જોરથી ચૂંટલો ખણ્યો અને મારું ધ્યાન તૂટ્યું,
'ગાંડા થઇ ગયા લાગો છો આપ, ક્યારની બોલ બોલ કરું છું પણ આપ તો બીજી જ દુનિયામાં ખોવાઈ ગયેલા છો, આપની હિંમત કઈ રીતે થઇ અહીંયા સુધી આવવાની?? ' ઇનાઇતે ગુસ્સો ઠાલવતા કહ્યું,
'મને અંદર બોલાવી લો એટલે કહું તમને બધું 'હું બોલ્યો,
'ના, બિલકુલ નહિ, તમે અત્યારે ને અત્યારે તમારા કેમ્પ પર જશો સીધા, નહીં તો.... '
'નહીં તો... શું કરી લેશો?? '
'કર્નલ સાહેબને જાણ કરી દઈશ, તમારી નોકરી જશે',
'છોકરીમાં રસ હોય એને હવે નોકરીની શું પરવા, બોલાવી લો જેને બોલાવવા હોય પણ હું ક્યાંય નથી જવાનો ',
'શું ઈચ્છો છો આપ?? ', તેણે હાથ જોડતા પૂછ્યું,
'મારા અમુક સવાલોના જવાબ ',
'સારુ અંદર આવો પહેલા પછી વાત કરીએ '
હું ખુશ થતા અંદર પ્રવેશ્યો, આખા રૂમનું નિરીક્ષણ કરવા લાગ્યો,
'ઇનાયત તમને વાંચવાનો શોખ છે?? 'મેં ટેબલ પર પડેલ રામાયણ જોતા પૂછ્યું,
'હા ખૂબજ છે, રામાયણનો રોજ એક અધ્યાય હું વાંચતી હોઉં છું, '
તેણે દરવાજો લોક કરી દીધો,
'શું ઈરાદો છે?? 'મેં મજાકમાં પૂછ્યું,
'આપને મારી નાખવાનો ', તે હસતા હસતા બોલી,
'હું તો ક્યારનોય ઘાયલ થઇ ગયો છું જ્યારથી તમને જોયા, હવે તમારા હાથેથી મરવું પડે તોય ગમ નથી '
'બસ બસ બહુ ડાયલોગબાજી કરો છો એવું નથી લાગતું તમને '
તે ખુરશી લાવી અને મારી સામે બેઠી,
'અહીંયા મારી બાજુમાં તમે બેસી શકો છો, હું તમને કોઈજ પ્રકારનું નુકસાન નહીં કરું ', મેં ઈનાયતને પાસે બેસવા આગ્રહ કર્યો,
'આપ આપનું નુકસાન અવશ્ય કરશો એવું મને લાગે છે, જુઓ તમે આવ્યા છો તો એક અગત્યની વાત હું કરીજ દેવા માંગુ છું',
'બોલો બોલો હું તો તૈયાર છું સાંભળવા ', હું ખુશ થતા બોલ્યો,
'અનુજ મારું આપને મળવું એક જરૂરી મિશનનું કામ છે ',
'મતલબ '
'મને પૂરી સાંભળી લો પછી બોલો '
'ઓક્કે ઓક્કે બોલો તમે '
'વધારે તો નહીં કહી શકું પણ હા ટૂંકમાં કહું તો ભારત ખતરામાં છે, આતંકવાદીઓ કંઈક ખુબ મોટું કાવતરું રચી રહ્યા છે, કાશ્મીરની શાંતિ મને હવે કંઈક અજાણ્યો સંદેશ આપી રહી છે, તમારે મારો સાથ આપવાનો છે આ મિશનને સફળ બનાવવમાં '
હું ધીરે ધીરે ઈનાયતની વાત સમજવા લાગ્યો હતો, મારો દેશ પ્રત્યેનો પ્રેમ જાગૃત થઇ ગયો,
'ઇનાયત હું સમજી તો ગયો કે આ મિશન ભારત માટે સારુ છે પણ આ મિશન બનાવનાર વ્યક્તિ કોણ છે?? '
'એ ગુમનામ વ્યક્તિ છે કોઈક, તેણે મને સામેથી તને મળવાનું અને તારી સાથે વાતચીત કરવાનું કહ્યું હતું ', આટલું કહીને ઇનાયતે મને એ કાગળો બતાવ્યા જેમાં એ અજાણી વ્યક્તિ ઈનાયતને આ સંદેશો આપી રહી હતી,
'તો હવે આગળ શું કરવાનું છે?? ', મેં ઉત્સુકતાવશ પૂછ્યું,
'એતો હવે બીજો કાગળ મળે એટલે ખબર ',
'તો તમે મને કેમનો કહેશો સંદેશો?? ',
'એની ચિંતા છોડી દો, એક કામ કરજો તમે કાલે સાંજે મને મળજો રોઝવુડ ગાર્ડનમાં ઓક્કે '
'ઓક્કે પણ તમે સુલેમાન સાથે કેમ લગ્ન કર્યા એ મને કહ્યું નહીં ', મેં મારો સવાલ પૂછ્યો,
'સમજી લો એ પણ આ મિશનનો જ એક ભાગ છે ',
'ઓ બાપરે તમે તો જબરા ડેરિંગબાઝ નીકળ્યા ',
'આપ જેટલી નહીં!!',
'તમે મને આપ આપ ના કરશો, ફક્ત અનુજ જ કહો ',
'તો તમે પણ મને તું કહો તમે નહીં ઓક્કે '
'ઓક્કે '
એટલામાં દરવાજો ખટખટાવવાનો અવાજ આવે છે, ઇનાયત અને અનુજ બંને ડરી જાય છે, ઇનાયત આમથી તેમ અનુજને છુપાવવા માટે કહે છે, છેવટે અનુજ કબાટની અંદર છુપાઈ જાય છે અને ઇનાયત ફટાફટ દરવાજો ખોલવા જાય છે,



કોણ હશે દરવાજા પાસે?? ઇનાયત કયા મિશનની વાત કરતી હોય છે?? એ મિશન બનાવનાર વ્યક્તિ કોણ હોય છે?? ઇનાયત અને અનુજની પ્રેમકહાની આગળ વધશે?? જાણવા માટે વાંચતા રહો કાશ્મીરની ગલીઓમાં....