Kashmirni Galioma - 4 books and stories free download online pdf in Gujarati

કાશ્મીરની ગલીઓમાં... 4

પાર્ટ 4


આગલા ભાગમાં આપણે જોયું કે અનુજ અને ઇનાયત મળીને છૂટા પડે છે, અનુજ પોતાના સવાલોના જવાબ મેળવવાં ઇનાયતના ઘર સુધી પહોંચી જાય છે, કોઈક દરવાજો ખખડાવે છે, હવે આગળ,

એટલામાં દરવાજો ખટખટાવવાનો અવાજ આવે છે, ઇનાયત અને અનુજ બંને ડરી જાય છે, ઇનાયત આમથી તેમ અનુજને છુપાવવા માટે કહે છે, છેવટે અનુજ કબાટની અંદર છુપાઈ જાય છે અને ઇનાયત ફટાફટ દરવાજો ખોલવા જાય છે,

દરવાજો ખોલતા ઇનાયત જોવે છે તો સામે સુલેમાન ઉભો હોય છે,
'શું કરતી હતી આટલી વારથી?? દરવાજો ખોલવામાં કેમ વાર લાગી?? 'સુલેમાન ગુસ્સે થતા બોલ્યો,
'બાથરૂમમાં હતી એટલે આવતા વાર લાગી ', ઈનાયતે જવાબ આપ્યો,
'સારુ, સારુ બાકી બેગમજાન તો આજે ખૂબજ સુંદર લાગી રહ્યા છે ને !!', સુલેમાને ઇનાયત સામું ઉપરથી નીચે જોતા કહ્યું,
'આજે આપશો રજા તમારા કિંમતી શરીરને સ્પર્શવાની ', સુલેમાન એનો હાથ ઇનાયત પર મૂકવા જાય છે, ત્યાંજ ઇનાયત પાછળ ખસી જાય છે,
'આજે મારે ઉપવાસ છે ',
'આજે વળી શેનો ઉપવાસ?? '
'સોમવાર છે મારે, '
'સારુ જાઓ બક્ષ્યા તમને આજે પણ, એમ પણ આજે હું બહુ થાક લાગ્યો છે '
'તમે કાંઈ ખાસ કામથી આવ્યા હતા?? 'ઈનાયતે પૂછ્યું,
'અરે હા, કાલે આપણે પાકિસ્તાન જવાનું છે, મારા ભાઈજાન જેવા મિત્રને મળવા, તો સવારે 10 વાગતા તૈયાર થઇ જજો 'સુલેમાન આટલું કહીને નીકળે છે, ઇનાયત ડોકું હલાવીને સહમતી દર્શાવે છે,
સુલેમાનનાં જતા જ ઇનાયત દરવાજો બંધ કરી દે છે અને ફટાફટ કબાટ પાસે જાય છે, કબાટ ખોલતા જ હું સીધો ઇનાયત પર પડુ છું સાથે બીજા કપડાં પણ અમારા લોકોની ઉપર પડે છે
હું અને ઇનાયત પહેલીવાર એકબીજાની આટલી નજીક આવ્યા હતા, હું અને ઇનાયત એકબીજાની આંખોમાં જાણે વાતો કરતા હતા એવું લાગતું હતું, ઈનાયતની આંખોમાં મને મારા માટેનો પ્રેમ સાફ દેખાતો હતો, જાણે ઇનાયત મને આંખોથી કંઈક કહી રહી હતી એવું લાગ્યું, મને સમજણ ના પડતા મેં ઈનાયતના નાજુક ગુલાબી હોઠો પર પોતાના હોઠ રાખી દીધા, હું મારા પર કાબુ ના રાખી શક્યો, મને ઈનાયતના હોઠોને ચુમવાનું મન થઇ ગયું અને છેવટે એક અદ્ભૂત ચુંબન સર્જાયું, ઈનાયતે પહેલા તો કોઈ ભાવ ના આપ્યો પણ કદાચ તે વખતે તે શરમાઈ ગઈ હશે અને પછી તે પણ મારા હોઠોને પાગલોની જેમ ચૂમવા લાગી, તેના ઉન્નત ઉભારો મારી કસાયેલી છાતીને અડી રહ્યા હતા, હું હવે મારા પુરુષત્વ પર સંયમ રાખવાની નાકામ કોશિશ કરી રહ્યો હતો, મારા હાથ ઈનાયતના ઉરોજો ઉપર પહોંચે એ પહેલા જ ઈનાયતે મને તેનાથી દૂર કર્યો અને હું જાણે કોઈએ સ્વર્ગમાંથી સીધો પાતાળમાં મોકલી દીધો હોય એમ ઉભો થઇ ગયો,
'આપણે હજુ ઘણું બધું કામ સાથે કરવાનું છે મિશનમાં, જો આટલી જલ્દી શારીરિક બંધાઈ જઈશું તો ધ્યાન નહીં આપી શકીએ 'ઈનાયતે નીચું મોં કરતા કહ્યું,
હું પણ હવે સ્વસ્થ થઇ ચુક્યો હતો,
'મારે કાલે પાકિસ્તાન જવાનું છે, તો આપણે પરમદિવસે મળશું ઓક્કે 'ઈનાયતે કહ્યું,
'સારુ તો હું નીકળું, તમે કાંઈ પણ જાણ થાય તો મને જણાવજો ', મેં કહ્યું, અને હું ફરી બારી પાસે જઈને બહાર નીકળવા લાગ્યો,
ઇનાયત મને પાઇપ પરથી ઉતરતા વખતે બોલી, 'સાચવીને જજો ભવિષ્યના મેજર સાહેબ '
હું અને એ અમે બંને હસવા લાગ્યા,
ત્યાંથી હું મારા કેમ્પ પર સાચવીને કોઈનું ધ્યાન ના પડે એમ પાછો આવ્યો, પણ જાણે કોઈ મારી પાછળ હોય એવું લાગ્યું મને, પણ એને મારો ભ્રમ ગણી હું મારા ટેન્ટમાં આવ્યો, કમલેશ ઘસઘસાટ સુઈ ગયો હતો,
રાતના 4 વાગી ચૂક્યા હતા, 5 વાગતા ટ્રેનિંગમાં જવાનું હતું એટલે સુવાનું મેં પડતું જ મૂક્યું, હું ફરી કર્નલ સાહેબની નજરમાં ઉતરવા નહોતો માંગતો, પણ મને યાદ આવ્યું કે, 'ઈનાયતે કહ્યું હતું કે હું કર્નલ સાહેબને પૂછું તેના વિશે, તો કર્નલ સાહેબ પણ આ મિશનમાં સામેલ હશે?? '
આ બધા વિચારો બાજુમાં મૂકી મેં મારી પ્રિય ડાયરી લીધી અને એમાં મારી દિનચર્યા અને ઈનાયતની વાતો લખવા લાગ્યો,
કાલે ઈનાયતને મળવાનું નહોતું પણ મને જાણે એ એક દિવસ કેમનો જશે એવું લાગવા લાગ્યું,
બીજા દિવસે સમય પર હાજર રહેતા કર્નલ સાહેબ ખુશ થયાં, મારા ઘરેથી ચિઠ્ઠી આવી હતી જેમાં મારા ઘરનાં લોકોનો ભરપૂર પ્રેમ હતો,
રાતે જયારે હું સુવા માટે લાંબો થયો તો ઈનાયતના જ વિચારો આવવા લાગ્યા, મારા માટે એ વખતે કદાચ એ મિશન કરતા પણ ઈનાયતનો સાથ વધુ મહત્વનો હતો, મિશનમાં ઇનાયત સાથે રહેવાનું હોવાથી જ હું મિશન માટે તૈયાર હતો,
મારા બેગની નીચે મેં હાથ નાખ્યો તો એક ચિઠ્ઠી પડી હતી, મેં ખોલીને જોયું તો, 'કાલે રોઝવુડ ગાર્ડન પાસે સાંજના 5 વાગતા આવાનું છે '
હું સમજી ગયો કે આ ઈનાયતે જ મને મોકલ્યું હશે પણ કોના દ્વારા??
શું તે અહીંયા કેમ્પમાં આવી હશે?? બીજું કોણ હશે જેને આ વાતની ખબર હશે??
સવાલોનો મારો મારા મગજમાં સતત ઘુમરાયા કરતો હતો, આગલી રાતે સુવાયું નહોતું એટલે કયારે ઊંઘ આવી ગઈ એ ખબર જ ના રહી,
બીજા દિવસે હું 5 વાગ્યાની રાહ જોવા લાગ્યો,
4.30 વાગતા જ હું કેમ્પની બહાર નીકળ્યો, લાંબો ઓવરકોટ પહેરીને અને મોંઢે સાલ વીંટાળીને હું ચાલવા લાગ્યો, સાંજ થતા જ ઠંડી ધીરે ધીરે વધતી જતી હતી,
રોઝવુડ ગાર્ડન પાસે આવ્યો અને જાણે મારા હૃદયના ધબકારા વધવા લાગ્યા, પહેલીવાર જ્યાં હું અને ઇનાયત મળ્યા હતા ત્યાં જ હું જવા લાગ્યો, મેં જોયું તો ઇનાયત પહેલેથી જ ત્યાં બેઠી હતી, આજે તેણે બુરખો પહેરેલો હતો,
મને જોઈને તે મુસ્કુરાઈ હશે પણ તેનો આ કાળો બુરખો ઈનાયતના હાવભાવ છુપાવવામાં સફળ થતો હતો,
હું તેની બાજુમાં ગોઠવાયો,
'જઈ આવી પાકિસ્તાન?? '
'હા, અને એક જરૂરી વાત પણ જાણતી આવી ',
'શું '
'કાશ્મીરમાં ભંયકર લાશો થવાની છે ',
હું તો આ સાંભળી ભડકી ગયો,
'શું કીધું?? 'હું બોલ્યો,
'એ જ જે તમે સાંભળ્યું '
'તને કેવી રીતે ખબર?? '
'મેં મારા કાને સાંભળ્યું આ બધું, પણ હું માત્ર આટલું જ સાંભળી શકી ', ઇનાયત નિરાશ થતા બોલી,
'એમાં નિરાશ ના થઈસ, આપણે જાણી લઈશું કે એવું તો શું થવાનું છે, એમ પણ આજે ને આજે થોડી થઇ જશે? !!',
'હા પણ કદાચ આપણે એ નહીં રોકી શકીએ તો શું થશે કાશ્મીરનું?? '
'તું ચિંતા ના કર આપણે કંઈક ને કંઈક રસ્તો જરૂર લાવશું, કાલે તે ચિઠ્ઠી મારા સુધી કેમની પહોંચાડી હતી?? ',
'હું નહોતી, મારો સંદેશો તારા સુધી પહોંચાડાયો હતો ',
'કોના દ્વારા??'



ઇનાયત કોનું નામ લેશે?? કાશ્મીરમાં કોણ લાશો બિછાવી દેશે?? શું અનુજ અને ઇનાયત રોકી શકશે?? અનુજ અને ઇનાયતની પ્રેમકથામાં આગળ શું થશે?? જાણવા માટે વાંચતા રહો કાશ્મીરની ગલીઓમાં....