naam me kya rakkha hai -8 books and stories free download online pdf in Gujarati

નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૮

😊 નામ મેં ક્યાં રખ્ખા હૈ - 8 😊

થોડીવાર પછી અમે લોકો બહાર આવ્યા. થોડીવાર બેઠા તો ફરી ભૂત ચા અને નાસ્તો લઈને આવી રહી હતી.. મેં જોયું તો ડીશ વધારે વજનદાર લાગતી હતી. મેં દૂરથી ભૂતની બહેનને ઈશારો કર્યો કે ભૂતની હેલ્પ કર પણ એ કશું સમજી નહી તેથી મારે ના છૂટકે પણ ઉભું થવું પડ્યું. ભૂતના હાથમાંથી મેં ટ્રે લીધી અને એની મદદ કરી.ભૂત એ મારી સામુ જોયું તો એ સમજી ગઈ કે Drecuuuu ને કશું થયું છે..

અરે યાર ????
શુ .......????
હા યાર મારી જ વાત કરું છુ..કઈક નહિ બોવ બધુ થઈ રહ્યું હતુ. હવે તમને કેમ સમજાવુ કે ગઈકાલે મેં જે ગર્લ ને પ્રપોઝ કરી હતી એને જોવા માટે આજે છોકરો આવ્યો હતો. એ તો દૂર પણ એ છોકરા જોડે મારે જે વાત થઈ એ કેમ ભૂલી શકાય. પણ કહેવાય ને કોઈની ખુશી માટે ઘણું બધુ કરવુ પડે છે.

હવે વાત આવી મારા ભૂતની અને એ છોકરાને મળવાની.
ભૂતના મમ્મીએ ભૂતની નાની બહેનને કહ્યું કે તારી બહેનને ઉપરના રૂમમાં લઇ જા.મારી ભૂત ઉપર ગઈ ને થોડી વાર પછી પહેલો છોકરો પણ ઉપર ગયો. મારા મન અને દિમાગમાં તો એ જ ચાલતું હતું કે તેઓ બંને શુ વાત કરી રહ્યા હશે ?
શુ વાત થતી હશે ?
ભૂતને એ છોકરો ગમી તો નહીં જાય ને ?
પહેલો છોકરો ભૂતને ઈમ્પ્રેસ નહીં કરી લે ને ?
બસ આવા અસંખ્ય વિચારો મારા માઈન્ડમાં આવતા હતા અને
બસ રાહ એ જોતો હતો કે ક્યારે આ બંને રૂમની બહાર નીકળે.
સાચું કહું ને તો મને તો એક એક મિનિટ એક એક કલાક જેવી લાગી રહી હતી. કોણ જાણે સમય પસાર થઈ રહ્યો જ ન હતો.
પાંચ મિનિટ થઈ , દસ મિનિટ થઈ પણ હજી મારી ભૂત બહાર આવી નહીં.આખરે મારા વિચારો વધ્યા અને મેં ભૂતની નાની બહેનને મારી પાસે બોલાવી અને કહ્યું કે આ બંને એટલી બધી તો શું વાત કરતા હશે. ??

આ બંને ને હવે બહાર બોલાવવા પડશે હો.....બોવ વાર લાગી વાત કરવામાં.....!!!!!

ભૂતની નાની બહેન - અરે યાર ભલે ને વાત કરતા.. એમની લાઈફ નો સવાલ છે તો યાર વાત તો કરે જ ને......અને તમને વળી શુ પ્રોબ્લેમ છે હે......? એ વાત કરે તો....? હે ........
બોલો ........... બોલો..............

અરે મને કઇ પ્રોબ્લેમ નથી. આ તો એટલી બધી વાર લાગી એટલે મેં તને કીધું બાકી મને એક પણ જાતનો પ્રોબ્લેમ નથી. મારે શુ ? એ બંને જે કરે તે... જેટલી વાતો કરે તે....
મને શું મને કંઈ ફેર ન પડે... મને ફેર ન જ પડવો જોઈએ.. આમ પણ હું કોણ......??

ભૂતની નાની બહેન - અરે યાર તમે શું બોલો છો ??
કઈ સમજાય એમ બોલો..
ક્યાર ના ગોગા વાળો છો..
હું કોણ ને , ફેર ના પડે ને.
શુ બોલો છો તમે ?????

અરે કહી નહીં.........
બસ એટલું કહી ને હું ત્યાંથી નીકળી જાવ છુ અને પેલા છોકરાના પાપા અને ભૂતની મમ્મી ની પાસે આવી બેસી જાવ છુ. પણ બોસ હવે તમને કેમ સમજવું કે મારી હાલત કેવી છે. બેઠો તો હું ભૂતની મમ્મી સાથે છુ પણ ધ્યાન મારુ ભૂતમાં જ છે. મને તો બસ અનેક વિચારો આવતા જતા હતા.

થોફીવાર થઈ તો બંને બહાર આવ્યા. છોકરો તો હસતો હસતો આવી રહ્યો હતો અને પાછળ ભૂત પણ રૂમમાંથી બહાર આવી. એ પણ ખૂબ ખુશ લાગી રહી હતી. પહેલો છોકરો મારા પાસે આવીને બેઠો. મેં પૂછ્યું કેમ રહી વાતચીત...?
તેણે કહ્યું કે બસ જો મોસ્ટ ઓફ બધી વાત કરી લીધી છે હવે જોઈએ જવાબ શુ આવે છે...

એટલામાં જ ભૂતના મમ્મી બોલ્યા.... બેટા સરખી વાતચીત તમે બંને એ કરી લીધી ને ??? એક બીજાને બધુ પૂછી લીધું ને ??

છોકરો - હા આંટી ... બધી વાત કરી લીધી અને સાચું કહું તો મારી હા છે અને મને તમારી છોકરી ખૂબ જ ગમે છે. મારી અને મારા પરિવાર વતી આ સંબંધ માટે હા છે. બસ તમેં એક વાર ભૂમિ ને પૂછી લેજો....

હવે તમે કહેશો કે આ ભૂમિ કોણ.....?? અરે ભૂમિ એટલે મારુ ભૂત......
ભૂત એટલે ભૂમિ ને ભૂમિ એટલે ભૂત....
બોવ કરી નહીં.... ભૂતનું નામ જાણવામાં સાત ભાગ જતા રહ્યા....હા હા હા......... સારું સારું બીજી વાતો છોડીએ અને વાર્તા આગળ વધારીએ....

ભૂમિના મમ્મી - હા બસ અમે તમને સાંજે ફોન કરીને જવાબ આપીશું...

બસ આમ અલક મલક ની વાતો કરીને છેલ્લે મહેમાન રવાના થાય છે. મહેમાન જતા જ ભૂમિ રૂમની બહાર આવે છે. ભૂમિના મમ્મી બધુ પૂછે છે.
બેટા કેવો લાગ્યો છોકરો ???
તમે બંને એ બધી વાતો કરી લીધી ??

ભૂમિ - હા... મમ્મી.

ભૂમિના મમ્મી - જો બેટા સાચું કહું ને તો મને તો આ છોકરો બોવ જ ગમે છે અને આમ પણ હું નાનપણથી એ છોકરાને ઓળખું છુ. તારા માટે યોગ્ય રહેશે એ છોકરો. જો તને ગમતો હોય તો ઠીક છે અને ના ગમતો હોય તો પણ તું મને કહી શકે છે. પણ જો મારા હિસાબે તો છોકરો ખૂબ જ સારો છે , પોતાનો બિઝનેસ છે અને ઘરનુ મકાન છે. એના પાપા નો એક નો એક દિકરો છે અને એક નાની બહેન છે. ઘરમાં પણ સારુ છે. ઘરે એક પણ વસ્તુની કમી નથી.. તમારું ભવિષ્ય પણ સારું હશે...અને હા મને તો બોવ જ ગમશે જો તમેં બંને એક થઈ જશો તો.....

બસ બેટા આ બધી વસ્તુઓ છે. તું પહેલા સરખું વિચારી લે અને પછી મને કે જે..

આ બધી વાત દરમ્યાન ભૂમિ મારી સામુ જ જોતી હતી. એને પણ ખબર હતી કે એ શું ઈચ્છે છે..

હું તો બસ સાઈડમાં ઉભો હતો. એટલામાં જ ભૂમિની નાની બહેન ભૂમિ ને સિડાવતા કહે છે " જીજુ તો બોવ જ મસ્ત હતા હો.......હવે તો મારી બહેન ને ગમશે નહીં.. બિચારા એ પણ જતા રહ્યા.. હવે આ મારી બહેનનુ શુ થશે ?? કઇ રીતે એકલા એકલા રહેશે. હવે તો બસ આખો દિવસ જીજુ વિશે જ વિચારશે હો...
નહીં દીદી.........

એટલું કહેતા જ ભૂમિ એની નાની બહેન ની પાછળ દોડે છે અને બીજા માળે પહોંચી જાય છે....હવે વધ્યા હું અને ભૂમિનના મમ્મી....

ભૂમિના મમ્મી - બેટા તું કહે તો તને છોકરો કેવો લાગ્યો...

હું - હા આંટી છોકરો તો સારો છે પણ આપણે તો છેલ્લો નિર્ણય તો ભૂમિની હાથમાં હોવો જોઈએ ને....

ભૂમિના મમ્મી - હા એ સાચું.... જોઈએ.......
ભૂમિને વિચારવાનો સમય આપીએ. જોઈએ એનો નિર્ણય શુ આવે છે.

હું - આંટી સોરી પણ ખોટું ન લાગે તો એક વાત કહું ??

ભૂમિના મમ્મી - હા બેટા બોલ ને.....

હું - આંટી .. નાના મોઢે મોટી વાત કરું છું પણ તમે એક વાર ભૂમિને પૂછી લ્યો તો વધુ સારું કે એને કોઈ છોકરો પહેલેથી ગમતો તો નથી ને...
કદાચ કોઈ છોકરો ભૂમિને પસંદ હોય અને તે તમને કહી ન શકતી હોય એવું પણ બને ખરા...
તો એક વાર પૂછી લેજો....

ભૂમિના મમ્મી - જો બેટા... અમારામાં લવ મેરેજ ની સાફ ના છે અને જો ભૂમિને કદાચ એવું કહી હશે તો પણ એ એનાથી નહિ થાય કેમ કે અમારામાં ઘર વાળા જ છોકરો કે છોકરી પસંદ કરે છે. તે કીધું એટલે તારો આભાર પણ બીજી વાર આવી વાત ન કરતો અને હા ભૂમિને પણ સમજાવી દે જે એ બધા ચક્કરોમા ન પડે..

હું - હા આંટી હું સમજાવી દઈશ.. તમે ચિંતા ન કરો.
અને સારું ચાલો હવે હુ ભૂમિને મળી ને પછી હોટેલ પર જવા માટે નીકળુ.

ભૂમિના મમ્મી - અરે બેટા એમ નમ ના જા.... જમી ને જા....

હું - અરે ના આંટી ના.
આમ પણ મને ભૂખ નથી. તમેં ખોટી તકલીફ ન લો...

ભૂમિના મમ્મી - અરે બેટા એમાં તકલીફ શેની...

હું - ના આંટી પછી ક્યારેક સ્પેશ્યલ જમવા માટે આવીશ બસ..
આમ પણ મને તમારા હાથનુ બોવ જ ભાવે છે...

ભૂમિના મમ્મી - હા બેટા જેમ તને ઠીક લાગે એમ કર..

હું - ચાલો આંટી ભૂમિ ને મળી ને હું નીકળું છું...

બસ એટલુ કહી ને હું ભૂમિને મળવા માટે એના રૂમમાં જાવ છુ. રૂમમાં જાવ તો જોવ છુ તો ભૂમિ બારી પાસે ઉભી છે અને બહારના વાતાવરણને નિહાળતી હોય છે. એની આંખોમાં મને ઘણું બધુ દર્દ દેખાઇ રહ્યું હોય છે પણ ચહેરા પર એ સ્માઈલ કરતી જોવા મળે છે..

હું - ( એને એના વિચારો માંથી બહાર કાઢવા માટે થોડી મસ્તી કરું છુ ) વાહ વાહ આખરે મહારાણી નો સ્વયંવર થઈ ગયો અને મહારાજ ને સિલેક્ટ પણ કરી લીધા..વાહ વાહ.
બોલો બોલો મહારાની સાહિબા.
હમ આપકી ખિદમત મેં ક્યાં કર સકતે હૈ..??

ભૂમિ - drecuuuu બસ યાર ખોટા ઢોંગ ન કર.. પોતાની જાત ને ખુશ રાખવાનું નાટક ન કર...

હું - અરે હુ ખુશ જ છુ યાર.....

ભૂમિ - યાર દેખાય છે મને ..
હું કોઈ મોટી વાત નહીં કરું બસ એટલું કહીશ કે I Love U....
એટલું જ્યાં બોલે છે ત્યાં ભૂમિની નાની બહેન સાંભળી જાય છે..
આગળ.......


ક્રમશઃ
☺️


બોવ બધાને સોરી કે આગળ ના ભાગ લખવામાં ટાઈમ લાગે છે પણ હું પ્રયત્ન કરીશ કે જેમ બને તેમ વહેલા આગળ ના ભાગ લખી શકું...

હવે જોઈએ કે આગળ શું થાય છે....
ભૂમિની બહેન તો સાંભળી ગઈ છે અને સાથે જ મારા અને ભૂમિમાં રિલેશન વિશે ખબર પણ પડી ગઈ છે....
હવે શુ થાય છે આગળ એ જોઈશું આગળ માં ભાગમાં....

More Updates - Insta id -
@dhaval_limbani_official...
પ્લીઝ ફોલો કરવાનું ન ભૂલતા....