Train ma yaadgar safar books and stories free download online pdf in Gujarati

ટ્રેન માં યાદગાર સફર

" ટ્રેન માં યાદગાર સફર"... આજે અમદાવાદ રેલવે સ્ટેશન પર સામાન્ય ભીડ હતી.વિરેન્દ્ર ને ઈંદોર ની ટ્રેન માં ઈંદોર જવાનું હતું.પ્લેટફોર્મ પર ટ્રેન આવી ગ ઈ હતી.વિરેન્દ્ર એના reservation કરાવેલી ટિકિટ વાળા S1 ડબ્બા માં બેસી ગયો....હાશ...હવે .દસ મિનિટ માં ટ્રેન ઉપડશે.. વિરેન્દ્ર મનમાં બબડ્યો. વિરેન્દ્ર ને ઈંદોર એના એક પિતરાઈ ભાઈ ના રીસેપ્શન માં જવાનું હતું.... ટ્રેન ઉપડવાની પાંચ મિનિટ બાકી હતી ને એક ભાઈ દોડતા દોડતા આવ્યા.અને વિરેન્દ્ર બેઠો હતો એ બારી પાસે આવી બુમ પાડી....વીરૂ....વીરૂ....વીરૂ એ જોયું તો એનો મોટોભાઈ રોહિત હતો... " કેમ ભાઈ..આમ દોડતા આવવું પડ્યું.. વ્યવહાર તો હું કરીશ.તમે પપ્પા ની તબિયત નો ખ્યાલ રાખો." વીરૂ બોલ્યો..." વીરૂ પપ્પા એ ખાસ મોકલ્યો છે.. એમણે મૌલિક ભાઈ માટે શુભેચ્છા પત્ર અને ભેટ રૂપે આ કવર મોકલ્યું છે..એ ઈંદોર કાકા ના હાથ માં આપજે.. અને હા.. પહોંચી ને ફોન કરજે.. પપ્પા ને તારી ચિંતા બહુ રહે છે."..હા..હા.. ભાઇ.હવે તો ટ્રેન ઉપડશે.તમે આપેલું કવર અને પત્ર આપી દઈશ.અને પહોંચી ને ફોન કરીશ." ..વીરૂ બોલ્યો... રોહિત બોલ્યો." અને હા.. ત્યાં આપણા સમાજ ના ઘણા આવશે.. અને ત્યાં તારા માટે સારી છોકરી જોજે.. અને જો ગમે તો કાકી ને કહેજે.એ બધી માહિતી લાવી આપશે..આમ ને આમ બત્રિસ નો થયો.. તારૂં મેરેજ થયું નથી એટલે પપ્પા ચિંતા કરે છે." એટલા માં ટ્રેન ની વ્હિસલ વાગી અને ટ્રેન ઉપડી.. સારૂં સારૂં... આવજો..આવજો..... અને ટ્રેને ગતિ પકડી..વીરૂ એ બોગી માં નજર નાખી.. લગભગ ખાલી જેવી જ હતી.આખી બોગી માં પંદર થી વીસ જણ હશે!!.. .ટ્રેન વડોદરા સ્ટેશને આવી.. અને બોગી માં લગભગ દસેક જણ ચઢ્યા..વીરૂ ની આજુબાજુ ની સીટો ખાલી જ હતી.. એટલામાં નાના છોકરા ના અવાજ આવ્યો.. લગભગ ચારેક વર્ષ ના બાળક સાથે બે લેડીઝ આવી.તેમનો સીટ નંબર પણ વીરૂ ની સાથે જ હતો... વડોદરા થી ટ્રેન ઉપડી... વીરૂ એ એ બે લેડીઝ સામે જોયું..એક લગભગ ત્રીસેક વર્ષ ની જેનો કદાચ છોકરો હશે..અને બીજી ૨૭-૨૮ ની લાગતી હતી...વીરૂ એની બુક વાંચવા બેઠો..પેલી બે લેડીઝ ધીમે ધીમે વાતચીત કરતી હતી..વાત પર થી ખબર પડી કે એમને પણ ઈંદોર જ જવાનું છે.... એટલામાં નાની વાળી ધીમે થી બોલી.. બહેન.આ ભાઈ ને જોયા હોય એવું નથી લાગતું?... ના.ના.સ્વીટુ..કદાચ આ બીજો કોઈ હશે....ના.ના..આ તમારી સાથે કોલેજમાં હતો ને પેલો ચંપુ જેવો છોકરો..એના જેવો દેખાય..પણ આ તો બહુ સ્માર્ટ દેખાય છે.. બહેન પુંછું હું.." ના..ના.અજાણ્યા સાથે વાત કરવી નહીં." "જો બહેન આપણે પણ ઈંદોર જવાના અને આ ભાઈ પણ ઈંદોર જવાના છે..." .............પણ તને કેવીરીતે ખબર પડી..કે ઈંદોર જવાના છે.." .. મેં ચાર્ટ માં જોયું હતું અને નામ પણ વિરેન્દ્ર જ છે..એટલે તો કહું છું કે એજ છે.".. બહેન મૌન રહી... હવે સ્વીટુ થી રહેવાયું નહીં..અને વીરૂ ને પુછી જ નાખ્યું..તમે ઈંદોર જવાના છો? અમે પણ ... અને તમારૂં નામ વિરેન્દ્ર..બરાબર..." ...હવે વીરૂ ચોંક્યો... ..બોલ્યો.હા....અને ધારી ધારીને એ બંને ને જોવા લાગ્યો...અને એને એની કોલેજમાં ભણતી.શિલ્પા યાદ આવી...એ કદાચ શિલ્પા જ હશે..આ પુછે છે..એ કદાચ એની નાની બહેન..એક બે વખત કોલેજ માં જોઈ હતી એ કદાચ હોઈ શકે....હવે વીરૂ બોલ્યો..તમે શિલ્પા..છો!.. અને ભરૂચ કોલેજ માં ભણતા હતા!!.. હવે શિલ્પા ચોંકી.. ચોક્કસ આ એજ વિરેન્દ્ર છે..સ્વીટુ સાચું કહેતી હતી..પણ એ વખતે તો બિલકુલ મણિલાલ જેવો..ચપટુ માથું ઓળતો.. અને હવે કેવો સ્માર્ટ દેખાય છે.... શિલ્પા બોલી..હા..બી.કોમ.ભરૂચ માં કર્યું હતું..પણ તમને ખબર કેવીરીતે પડી!. અને તમે એ જ વિરેન્દ્ર તો નથી.ને!.. હવે વીરૂ થોડું હસ્યો..હા. હું એજ વીરૂ, વિરેન્દ્ર..મારા પપ્પા ભરૂચ બેંક માં હતા.ત્યારે બે વર્ષ રહ્યો હતો.અને બી.કોમ.ત્યા જ થયો..પણ તમે ઈંદોર રહો છો? તમારા તો મેરેજ થયાં લાગે છે.. આ તમારો દિકરોબહું સુંદર છે." ...હવે શિલ્પા ને થયું જાણીતો છે..અને એને યાદ આવ્યું કે કોલેજ કાળ માં આ મણિલાલ લાગતો..પણ મને તો એનો સ્વભાવ ગમતો હતો..પણ ક્યારેય કહી શકી નહીં.. હવે સ્વીટુ બોલી.. મારી બહેન સૂરત રહે છે.. અને છ વર્ષ પહેલાં જ પપ્પા મમ્મી ની પસંદગી ના પાત્ર સાથે લગ્ન થયા હતા.અમે ઈંદોર એક રીસેપ્શન માં જ ઈ એ છીએ.. મારી બહેન ની નણંદ ના લવ મેરેજ ઈંદોર ના એક છોકરા સાથે થયા..મારા બનેવી અને એમનું કુટુંબ તો એક દિવસ પહેલા પહોંચી ગયું.. અને હું વડોદરા રહું MBAકરી ને જોબ કરૂં છું. તમે? ....વીરૂ બોલ્યો.. હું અમદાવાદ રહું છું અને CA થયો.એક કંપની માં જોબ કરૂં છું.. અને હું પણ ઈંદોર મારા કઝિન ના રીસેપ્શન માં જ ઉ છું..." અને આટલું બોલીને વીરૂ એ આમંત્રણ કાર્ડ સ્વીટુ ને બતાવ્યું....." ઓહો..આ રીસેપ્શન માં જ અમે જ ઈ રહ્યા છીએ..આ છોકરો મૌલિક..સાથે જ બહેન ની નણંદ ના લગ્ન થયા છે. આપણે તો સંબંધી થયા!!!.. અને હા..મારે અંગત સવાલ પૂછવો છે. પુંછું?" વીરૂ ને વાતચીતો માં મજા આવી.. અને આ છોકરી સ્વીટુ પણ ગમવા લાગી..." હું તમને વીરૂ કહું તો ચાલશે?.." .. હા.. બોલો..".. " શું તમારા લગ્ન થયા છે? કે સિંગલ છો?.".. વીરૂ બોલ્યો.." કોઈ છોકરી એ મને પસંદ જ નથી કરી. .. સિંગલ.." વીરૂ હસતા હસતા બોલ્યો.... શિલ્પા બોલી..સ્વીટુ આવું શું પુછે છે?.. સીધું જ કહી દે ને?" શિલ્પા ને મજાક કરવાની ચાનક ચડી...સ્વીટુ બોલી.." તમે મારી સાથે લગ્ન કરશો!. મને તો એ ..એ...દિવસ થી જ ગમતા હતા...જો તમારી હા..હોય તો! ફોર્સ નથી."......... અને બે મહિના પછી વીરૂ અને સ્વીટુ ની સગાઇ થઇ અને છ મહિના માં લગ્ન થ ઇ ગયા......ટ્રેન માં થયેલી અચાનક મુલાકાત.. અંતે સુખદ.અને યાદગાર..વીરૂ અને સ્વીટુ માટે રહી.......... @ કૌશિક દવે