Dil ka rishta - a love story - 24 in Gujarati Love Stories by તેજલ અલગારી books and stories PDF | દિલ કા રિશ્તા A LOVE STORY - 24

દિલ કા રિશ્તા A LOVE STORY - 24

ભાગ- 24




( આગળ જોયું કે રોહન અને તેજલ વચ્ચે ગરબા કોમ્પિટિશન ની શરત લાગે છે જે જીતે એ હારનાર પાસે જે ચાહે એ કરાવી શકશે અને પૂજા ના પપ્પા પણ જીતનાર ટિમ માટે 3 day 2 night નું પીકનીક સ્પોન્સર કરે છે અને આ સાંભળી બન્ને ટિમ બમણા ઉત્સાહ થી આ હરીફાઈ જીતવાની તૈયારી કરે છે હવે જોઈએ આગળ )


પ્રથમ ગર્લ રાઉન્ડ નું એનાઉન્સમેન્ટ થઈ ગયું બધા મહેમાનો માંથી બહેનો રમવા માટે આવવાની તૈયારી કરે છે પણ તેજલ ની ટિમ માં તેજલ અને એની 2ફ્રેન્ડ અને અજય એમ 4 વ્યક્તિ છે રોહન ની ટિમ માં રોહન રશ્મિ પૂજા અને સંજય એમ 4 વ્યક્તિ છે તો ગર્લ રાઉન્ડ હોવા થી તેજલ અને એની 2 ફ્રેન્ડ આવે છે અને રશ્મિ અને પૂજા આવે છે રશ્મિ પણ ગરબા રમવા માં હોશિયાર હતી તો રોહન એ કહ્યું રશ્મિ કોઈ પણ ભોગે જીતવાનું છે ઓકે રશ્મિ એ હંકાર માં ડોકું હલાવ્યું રશ્મિ એ વિચાર્યું કે હું આજ રમી અને રોહન ની ટિમ ને જીતાડી અને રોહન ને ફરી થી મારા તરફ આકર્ષિત કરી લઈશ એવુ વિચારી અને રમવા જાય છે રોહન પૂજા ને પણ ઓલ ધ બેસ્ટ કહે છે બધા રમવા માટે જાય છે બધા ગ્રાઉન્ડ માં ગોઠવાય ગયા છે અને ત્યાં જ ગાયક કલાકાર સુંદર મજા નો દુહો લલકારે છે ..





હે...... અસા ગિરિવરજા મોરલા
અને અમે કણ કણ પેટ ભરા
પણ આજ રુત આવે અમે નવ બોલીએ
તો તા મારા હયડા ફાટ મરા....... હાલો..............


ઢોલ પર થાપ પડી અને તેજલ ના પગ સજાગ થયા

ત્યાં જ ફિમેલ ગાયક એ ગીત લલકાર્યું

હે.. કાના. હે... કાના.... હે... કાના.... હે... કાના....

હે મને લઈ જા ને તારી સંગાથ કે તારા વિના ગમતું નથી
હે કાના આવે છે તારી બહુ યાદ કે તારા વિના ગમતું નથી

~ નેણે નિંદ્રા ના આવે ઝબકી ને જાગી

વેરણ વિરહ ની રાત

હે માંડ માંડ રે પડે છે પ્રભાત તારા વીના ગમતું નથી....

~ સુનું વનરાવન ને ગાયો નો ગોંદરો

સુનો યમુના નો ઘાટ

હે સુના લાગે કદંબ ના ઝાડ તારા વિના ગમતું નથી

મને લઈ જા.. લઈ જા.... લઈ જા ને લઈ જા

મને લઈ જા ને તારી સંગાથ તારા વિના ગમતું નથી







ઢોલ ના તાલે તાલે તેજલ ના પગ થિરકવા લાગ્યા બધા એ રમવા નું ચાલુ કર્યું પણ તેજલ ના રમવાની સ્ટાઇલ જોઈ સૌ એને જ જોતા રહી ગયા એની એક એક તાળિયે એના એક એક અંગ ના મરોડ સાથે એ સ્ટેપ લઈ રહી છે જાણે એના પગ ના તાલે જ ઢોલ વાગી રહ્યો હોય એવી લયબદ્ધતા થી રમી રહી હતી રશ્મિ એની રમત જોઈ ઘડીક તો ઝંખવાણી પડી ગઈ પણ હવે જે થાય એ એને બમણા જોશ થી રમવાનું ચાલુ કર્યું કારણ કે હવે પાછી પડે તો તેજલ રોહન ની નજર માં વધારે ઉપર આવી જશે અને એ રશ્મિ નો સ્ત્રીસહજ સ્વભાવ આ શન કરી શકે નહીં એટલે એને પણ નવી નવી સ્ટાઇલ થી નવા નવા સ્ટેપ થી રમવાનું ચાલુ કર્યું થોડી સ્પીડ વધી તાલ માં પણ તેજલ ના સ્ટેમીના માં કઈ જ ફરક નહોતો પડી રહ્યો સ્પીડ વધતા એનો સ્ટેમીના બેવડાયો બધા 6 સ્ટેપ તાળી સાથે રાઉન્ડ ફરવા નો સ્ટેપ થી રમી રહ્યા હતા રશ્મિ એ પણ એ સ્ટેપ રમવાનો ચાલુ કર્યો એને એવું થયું કે હમણાં એ ટાળી લઈ અને રાઉન્ડ ફરશે ત્યાં જ બધા એને જોતા રહી જશે કારણ કે એના મિત્ર વર્તુળ માં રશ્મિ નો આ સ્ટેપ ખૂબ જ ફેમસ હતો પણ એને ખબર ના હતી કે અત્યારે એનો સામનો પોરબંદર ની ગરબા કવીન તેજલ સાથે છે એને રમતા રમતા જોયું કે લોકો ની નજર એના પર નથી પણ બીજી સાઈડ છે એને ત્યાં જોયું તો તેજલ લચકતી કમર અને નખરાળા સ્મિત સાથે એક સાથે 6 રાઉન્ડ વાળો સ્ટેપ કરી રહી હતી અને એક સાથે 6 રાઉન્ડ થતા એનો ઘમરીયાળો ઘાઘરો ઘુમી રહ્યો હતો બધા એની આજુ બાજુ માં રમવાની હિંમત નહોતું કરી રહ્યું બલ્કે આજુબાજુ માં ઉભી અને તાળીઓ થી એનો ઉત્સાહ વધારી રહ્યા હતા તેજલ ની બીજી ફ્રેન્ડ ને ખબર જ હતી કે તેજલ હોઈ એટલે એની સામે રમવું એ દૂર દૂર સુધી નગોતી વિચારી શક્તિ પણ એને ખબર હતી કે તેજલ છે એટલે હારવાનો તો કોઇ સવાલ જ નથી છતાં એ એની રીતે રમી રહી હતી અને પૂજા ને તો ખબર જ હતી કે આપણે તો ગમે એટલી કોશિશ કરીયે પણ જીતવાના નથી એટલે એ પણ મોજ માટે રમી રહી હતી રશ્મિ કોશિશ કરી રહી હતી પણ તેજલ સામે તે નથી જ ટકી શકવાની એતો એને તેજલ એ રમવાનું ચાલુ કર્યું ત્યાં જ સમજી ગઈ હતી અને બધી ઓડિયન્સ તો તેજલ ને જોઈ રહી હતી પણ એક પણ ક્ષણ માટે રોહન ની નજર તેજલ પર થી હટતી નહોતી એ પણ એને જોયું પણ છતાં તે હાર નહોતી માની રહી હવે એકદમ સ્પીડ માં ચલતી ચાલુ થઈ અને ઢોલી એ ચલતી માં ટોળો વગાડ્યો અને તેજલ ના શરીર માં જાણે વીજળી દોડી હોઈ એમ એને ઢોલ ના તાલ સાથે તાલ મેળવ્યો તેજલ એક એક સ્ટેપ એટલી સ્પીડ માં છતાંય લયબદ્ધ કરી રહી હતી બધા જોતા રહી ગયા કારણ કે અમુક લોકો એ તો આ રીતે રમી શકાય એ પણ પહેલીવાર જોયું એની રમત જોઈ કલાકારો ને પણ તાન ચડ્યું ના તેજલ થાકવાનું નામ લે છે કે ના ઢોલી બન્ને ની જુગલબંધી આશરે 15 મિનિટ ચાલી છતાં પણ તેજલ ના થાકતા ક્લાકારો તરફ થી જ છંદ ગાઈ અને રાઉન્ડ પૂરો કરે છે બધા સતત તાળીઓ ના ગડગડાટ થી તેજલ ને વધાવે છે મહેમાનો અને જજ સહિત બધા આટલી એનર્જેટિક રમત જોઈ આશ્ચર્યચકિત હતા અને રોહન નું તો કઈ પૂછવાનું જ ના હોઈ એને તો એની દિલ ની મહારાણી એક પછી એક 440 વોટ ના ઝટકા આપી જ રહી હતી એ તો હરેક ક્ષણે વધારે ને વધારે પ્રેમ માં પડી રહ્યો હતો....

સ્ટેજ પર થી ફરી એનાઉન્સમેન્ટ થયું

એનાઉન્સર - આપ સૌ જાણો જ છો કે મિસ તેજલ ની આટલી એનર્જેટિક રમત પછી રોહન માટે તો ખૂબ જ મુશ્કેલ હશે એને હરીફાઈ આપવી છતાં એ હિંમત નથી હારી રહ્યા અને બમણા જોશ થી હરીફાઈ આપવાના મૂડ માં છે જે આપ જોઈ રહ્યા છો તો આપણે એના ઉત્સાહ ને એકવાર જોરદાર તાળી થી વધાવીએ ( બધા એ તાળી ઓ ના ગડગડાટ સાથે રોહન ને વધાવે છે ) તો ફક્ત 5 થી 10 મિનિટ માં બોયસ રાઉન્ડ આપણે શરૂ કરશુ તો અમે પણ થોડો આરામ કરી લઈએ અને આપ પણ તૈયાર થઈ જાઓ

રોહન એના મિત્રો સાથે રેડી થઈ જાય છે
પૂજા રોહન ને આવી ને કહે છે કે જોયું ને મેં કહ્યું હતું ને કે ઉંચા સુર માં ભજન ના ગા જોયું ને કે કોને તારે હરીફાઈ આપવાની છે એ

રોહન - હજી હારી નથી ગયા ઓકે અને તું કોની ટિમ માં છે મારી કે એની ????

પૂજા - છું તો હું તારી જ ટિમ માં પણ....

રોહન - પણ બણ કઈ નહિ ચલ મને ઓલ ધ બેસ્ટ કહે કઈક તો જીતી ને આવીશ જ કા આ કોમ્પિટિશન કા એ કોમ્પિટિશન જીતનારી ને એમ કહી આંખ મિચકારે છે

પૂજા પણ હરખાઈ ને બોલી - તો હવે એમ જ સમજજે કે આ કોમ્પિટિશન નું ઇનામ એ પોતે છે એવું વિચારી અને જા ઉત્તર મેદાન માં વિજય ભવ મેરે શેર જીત કર હી આના એમ કહી એના ઓવારણાં લે છે

અને રોહન રમવા માટે મેદાન માં ઉતરે છે ..........


TO BE CONTINUE........

( તેજલ ની આટલી એનર્જેટિક રમત કે જેને પેલા જ બધા ના દિલ જીતી લીધા છે એને રોહન કોમ્પિટિશન આપી શકશે?????? કોણ હશે આજ ની કોમ્પિટિશન નું વિનર?????? રોહન તેજલ નું દિલ જીતવા માં કામયાબ થશે?????? શુ થશે આગળ ?????? એ જાણવા વાંચતા રહો દિલ કા રિશ્તા........




આપ સૌ મિત્રો નો ખુબ જ સહકાર અને પ્રેમ મળે છે અને ઘણા લોકો ની ઈચ્છા છે કે હું રોજ એક એપિસોડ અપલોડ કરું હું આપ સૌ ની ઉત્કંઠા સમજુ છું પણ રોજ આટલો ટાઈમ ના મળે અને ઉતાવળ માં લખીશ તો આટલું સારું નહીં લખાય તો થોડી રાહ જુવો બહુ બધા ને રાહ નહિ જોવડાવું બને એટલી જલ્દી લખવાની કોશિશ કરીશ અને ફરી થી ખૂબ ખૂબ આભાર કે આપ સૌ નો આટલો સહકાર અને પ્રેમ આપવા બદલ આપ સૌ ના મેસેજ અને કોમેન્ટ મને રોજ વધુ સારું લખવા પ્રેરે છે તો મારા બધા વાચકો નો દિલ થી ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏


Rate & Review

Anjum Khan

Anjum Khan 2 years ago

C3 Harisinh Parmar
Queency

Queency 3 years ago

Vishwa

Vishwa 3 years ago

Grishma Trivedi

Grishma Trivedi 3 years ago