7 shrimad bhagvadgeeta - 1 books and stories free download online pdf in Gujarati

7. શ્રીમદ્દ ભગવદ્દગીતા. અધ્યાય - 1 શ્લોક - 1. અર્જુનવિષાદ યોગ.

धृतराष्ट्र उवाच
धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः ।
मामकाः पाण्डवाश्चैव किमकुर्वत संजय ॥

ધૃતરાષ્ટ્ર બોલ્યા :- હે સંજય, તીર્થભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવાની ઈચ્છાથી એકત્ર થયેલા મારા તથા પાંડુનાં પુત્રોએ શું કર્યું ?

શ્લોકને સમજતા પહેલા એક પ્રશ્ન મનમાં આવ્યા વગર રહેતો નથી કે - મોહ અને પ્રેમ એ બન્નેમાં તફાવત શું છે ? એકતરફી વિચાર કરીયે તો એવું સમજાય કે આમ તો બન્ને એકબીજાના પૂરક જ છેને કારણ કે મનુષ્યને જે વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે પ્રેમ હોય છે તેનાથી જ મોટેભાગે મોહ થાય છે અથવા તો મનુષ્યને જે વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે પેહલેથી જ મોહ હોય છે તેની સાથે ધીમે તો ધીમે પણ પ્રેમ તો થવાજ માંડે છે...!!! પણ ના ! પ્રેમ અને મોહ એ બન્નેને દૂર દૂર સુધી કોઈ જ સંબંધ નથી. કોઈ જ સંબંધ નથી. પહેલા આપણે મોહ (ATTRACTION) ને સમજીયે - મોહ એ એક એવું આકર્ષણ છે કે જેનાથી મનુષ્ય છૂટી ના શકે, એક એવો પ્રભાવ કે જેના પર મનુષ્ય નિયત્રંણ (કાબુ) ના રાખી શકે અથવા તો કોઈ એવી વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ કે જેને મેળવવા માટે મનુષ્ય કોઈ પણ હદ સુધી જવા માટે અથવા તો પોતાનું બધુજ હારી જવા માટે પણ તૈયાર થઇ જાય. પરંતુ પ્રેમ નું એવું નથી, પ્રેમ તો સહજ હોય છે, જયારે મનુષ્ય કોઈ બીજા મનુષ્ય ને કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર મદદ કરે, કોઈ પણ વ્યક્તિ કે પછી આ ધરતીપરના બીજા તમામ જીવોને સુખી અને આનંદિત કરવા માટેના સારા વિચારો કરે અથવા તો કોઈ વસ્તુને પામવા માટે યોગ્ય અને સાચો રસ્તો પસંદ કરીને પરિશ્રમ કર્યા પછી તેને પ્રાપ્ત કરે તો તેને પ્રેમ કહેવાય છે.

કોઈ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિને પ્રેમ કરવા માટે મનુષ્યને કોઈ કારણની જરૂર નથી પડતી પણ હા, મોહ માં મનુષ્ય પાસે આ બધુ મેળવવા માટેનું એક ચોક્કસ કારણ હોય જ છે. જયારે મનુષ્ય કોઈ વ્યક્તિને પ્રેમ કરે છે ત્યારે તે તેને સુખ આપવાનો પૂરો પ્રયત્ન કરે છે પણ જો તે વ્યક્તિ પ્રત્યે મોહ હોય તો મનુષ્ય તે વ્યક્તિના માધ્યમ દ્વારા પોતે સુખ મેળવવાનો પ્રયત્ન કરે છે. પ્રેમ ના કેન્દ્રમાં આપણે નથી હોતા જયારે મોહ ના કેન્દ્રમાં ફક્ત અને ફક્ત આપણે જ હોઈએ છીએ. પદ્મશ્રી ભીખુદાન ગઢવી એ ગીતા-સાર માં મોહ અને પ્રેમનો તફાવત સમજાવતું એક સરસ ઉદાહરણ આપ્યું છે કે - 'જો મનુષ્યને ફક્ત પોતાનો જ પુત્ર વ્હાલો લાગતો હોય તો તે મોહ છે કારણકે જો પ્રેમ હોય તો આપણને કોઈ ગરીબ વ્યક્તિનો પુત્ર પણ એટલો જ વ્હાલો લાગે છે જેટલો કે પોતાનો પુત્ર...!!!' આતો વ્યક્તિની વાત થઇ, પણ મનુષ્ય જ્યારે કોઈ વસ્તુ, સંપત્તિ કે સત્તા મેળવવા માંગતો હોય અને ત્યારે જો તે તેના પ્રત્યેના મોહ માં હશે તો તે કોઈ પણ ખોટું કામ કરીને, કોઈની પાસેથી છીનવીને કે પછી મારીતોડીને પણ તેને મેળવીને જ શાંત થશે, પરંતુ જો મનુષ્યને આજ વસ્તુ, સંપત્તિ કે સત્તા પ્રત્યે પ્રેમ હશે તો તે અથાક મહેનત કરીને, પોતાને તેના યોગ્ય બનાવીને કે પછી તેને પામવા માટેનું જરૂરી સંપૂર્ણ જ્ઞાન લઇને પછી જ તેને મેળવશે.

મોહમાં રહેલો મનુષ્ય જયારે કોઈ વસ્તુ કે વ્યક્તિને પોતાના જીવનના મુખ્ય આધાર તરીકે સ્વીકારી લે છે ત્યારપછી તે રાત-દિવસ તેને મેળવવા માટેના જ વિચાર કરતો રહે છે, તેમાં આસક્ત થઈને પોતાને જનુની બનાવી લેતો હોય છે અને તે મેળવવા માટે શું સાચું? અને શું ખોટું? તેનો પણ વિચાર કરતો નથી કારણકે મનુષ્યએ તેનેજ પોતાના સુખનું કારણ બનાવી લીધું હોય છે. અને આજ કારણે મોહ થી ભરેલો વ્યક્તિ પોતાના જ સુખની લાલચમાં પોતાને અને સમાજને ખુબજ નુકસાન પહોંચાડી શકે છે. જયારે પ્રેમ માં મનુષ્ય દરેક વ્યક્તિ કે વસ્તુને સુખની નહિ પણ સેવાની નજરે જુવે છે, તેને મેળવ્યા પછી મારા માધ્યમથી બીજા કોને કોને સુખ મળશે તેનો વિચાર પહેલા કરે છે અને આવી પ્રેમથી છલકાતી વિચારધારા વાળા વ્યક્તિને પોતે તો ફાયદો થાય જ છે પરંતુ સાથે સાથે સમાજને પણ તેનો ઘણો લાભ મળે છે.

આગળ વાંચવા માટે નીચેની લીંક પર જાઓ. અને જો તમને આ બ્લોગ વાંચવો ગમે તો આગળ મોકલો અને કમેન્ટ પણ કરો.

http://jiteshtadha143.blogspot.com/2020/04/7-1-1_71.html?m=1