Ishwar ni shodh ma books and stories free download online pdf in Gujarati

ઈશ્વર ની શોધ માં

" ઈશ્વર ની શોધ માં " ઈશ્વર ની શોધ માં "........ એક છ વર્ષ નો નાનો બાળક વારંવાર તેની માતા પાસે ભગવાન ને મળવાની જીદ કર્યા કરતો હતો. ઈશ્વર પ્રેમ ની શોધમાં,
જિજ્ઞાસા છે અપાર,
મૂર્તિ દેખી બોલે,
સુંદર નાના બોલ,
સુંદર નાના બોલ,
પ્રભુ દેખાય છે આમ?,
નાનો નાનો કાનો,
કાલુ કાલુ બોલે,
એવા ઈશ્વર મને,
દેખાય છે ક્યાં??,
એ એટલો નાનો અને માસુમ હતો કે એને ભગવાન વિશે કોઈ ખબર નહોતી. છતાં પણ તેને ભગવાન ને મલવાની ઘણી તમન્ના રહેતી હતી.એની એક ઈચ્છા હતી કે તે એક દિવસ ભગવાન પાસે બેસી ને એક રોટલી ખાય.... જેમ વિદુર ભાજી , કૃષ્ણ જી ખાય, એમ પ્રભુજી મારી રોટી, સંતોષ થી ખાય..... એક દિવસ ની વાત છે. એણે એક થેલી માં પાંચ થી છ રોટલીઓ લીધી.અને પરમાત્મા ને શોધવા નિકળી પડ્યો.એને વિશ્વાસ હતો કે એક દિવસ ભગવાન તેને જરૂર મલશે.ચાલતા ચાલતા એ ઘણો દૂર નીકળી ગયો. શોધું હું પ્રભુ ને,
વન ઉપવન ભટકું,
પશુ પંખી ઓ માં,
લીલા પ્રભુ ની દેખાય!,
સાક્ષાત પ્રભુનાં દર્શન,
કેમ કરી થાય!,
આમ તેમ જાતા,
દૂર સુધી જવાય,
થાકી ગયો હું,
દર્શન કેમ થાય!!!,
સાંજ નો સમય થવા આવ્યો.હવે બાળક નદી કિનારે આવ્યો.અને જોયું કે નદી કિનારે એક વૃદ્ધ માતા બેઠી હતી.એની આંખો માં ગજબ નું તેજ હતું પ્રેમ પણ હતો.એ કોઈ ની રાહ માં કે શોધ માં હોય તેવું લાગતું હતું.હવે આ બાળક ને એવું લાગ્યું કે એ વૃદ્ધ માતા એની જ રાહ જાણે જોતી ના હોય!!!. . વાટ જોઉં હું,
કોઈ ક તો દેખાય,
હ્રદય માં રામ હોય,
એને પ્રભુ દર્શન થાય!,
દેખાય નાનો કાનો,
નયનરમ્ય દેખાય,
એની માસુમિયત માં,
રામ મને દેખાય,,,,
બાળક પેલી વૃદ્ધ માતા પાસે આવી ને બેસી ગયો.અને તેને ભૂખ લાગવાથી ધીમે રહીને થેલી માં થી રોટલી ઓ કાઢી.અને ખાવા લાગ્યો.પછી એને યાદ આવ્યું' આ વૃધ્ધા પણ ભૂખી હશે!!!. એટલે ખાતા ખાતા રોટલી નો એક ટુકડો માતા ની તરફ કર્યો.અને બોલ્યો," માતા ,આપ પણ ભૂખ્યા થયા હોય તેવું લાગે છે.મને ભૂખ લાગી હતી એટલે ભુલી ગયો!!. મુખ તમારું જોઈ ને, ચિંતા મને થાય, મારી જેમ તમને ભૂખ થી, આકુળવ્યાકુળ થવાય!!,, આ જોઈ ને એ વૃદ્ધ માતા ની કરચલીઓ વાળા મુખ પર એક પ્રકારની ચમક આવી. આંખ માં થી આંસુ આવી ગયાં.અને બોલી,' બેટા, તું કેટલો માસુમ અને પ્રેમાળ છે.તારા જેવો બાળક મેં જોયો નથી." બાળક માતા ને જોતો જ રહ્યો.માતા એ એક રોટલી ખાધી એટલે બાળકે બીજી રોટલી આપી.માતા ખુબ ખુશ થઈ અને બાળક પણ ખુશખુશાલ થયો.આમ તેમણે રોટલીઓ આરોગી.આ જમવાનો આનંદ બંને એ માણ્યો.વૃદ્ધ માતા અને બાળકે બહુજ પ્રેમ અને સ્નેહ સાથે થોડો સમય વ્યતીત કર્યો. . શું કાનો પણ આવો જ દેખાય!, માસુમ ચહેરા માં, સાક્ષાત પ્રભુ દેખાય, . હવે રાત્રી થવાની તૈયારી હતી.બાળકે વૃદ્ધ માતા ના આશીર્વાદ લઈ ને વિદાય લીધી.જતા જતાં બાળક વારંવાર માતા ને પાછળ વળી વળી ને જોતો હતો... વૃદ્ધ માતા પણ સ્નેહ થી બાળક ને જતાં જોઈ રહી હતી......... હવે બાળક પોતાના ઘરે પહોંચ્યો.એટલે બાળક ની આકુળવ્યાકુળ થયેલી માતા પ્રેમ થી ભેટી પડી અને ખુબ વ્હાલ કર્યો.અને પુછ્યુ ,' બેટા તું આજે બહુ ખુશ દેખાય છે. શું કારણ છે?.'. કણ કણમાં શોધ્યાં મેં પ્રભુ ને, દેખાયા પશુપંખીઓ માં પણ, થયા આખરે દર્શન મને, ' માં 'સ્વરૂપે " માં, આજે તો મને ભગવાન મલ્યા!!. મેં આજે ભગવાન પાસે બેસી ને રોટલી ખાધી.અને માં તને ખબર છે ભગવાને મારા હાથે પણ રોટલી ખાધી.પણ માં ભગવાન તો બહું ઘરડાં થઈ ગયા છે!! ભગવાન તો મને જોઈ ને બહુ ખુશ ખુશ થયા.એટલે મને તો બહુજ આનંદ થયો . હું હવે ખુશ છું.". ........... હવે આ બાજુ પેલી વૃદ્ધ માતા જ્યારે પોતાના ઘરે પહોંચી ત્યારે ગામ લોકો એ તેને બહુ ખુશ જોઈ. અને બધા એ તેને ખુશ થવાનું કારણ પુછ્યું. વૃદ્ધા બોલી,' હું બે દિવસ થી નદી કિનારે ભૂખી બેઠી હતી.અને મને વિશ્વાસ હતો કે ભગવાન જરૂર આવશે!! અને મને પ્રેમ થી જમાડશે............ અને જુઓ આજે તો ભગવાન સાક્ષાત આવી ગયા અને મારી પાસે બેસી ને મને પ્રેમ થી રોટલી જમાડી અને પોતે પણ આરોગી.ભગવાન તો મને પ્રેમ થી જોતા અને હું પણ તેમને પ્રેમ અને સ્નેહ થી જોતી રહી.જે આનંદ હતો તે અલૌકિક હતો.જતા જતા મને પગે લાગ્યા અને ભેટી પડ્યા.તેઓ ગળગળા થયા અને મા રી આંખ માં થી હર્ષ ના આંસુ આવું ગયા... તમને ખબર છે ભગવાન કેવા છે બિલકુલ માસુમ અને બાળક સ્વરૂપે આવ્યા હતા. હું તો ધન્ય થઈ ગઈ.". આ વાર્તા નો અર્થ બહુજ ઉંડો છે.વાસ્તવ માં બંને ના દિલ માં ઈશ્વર ને મળવાની તાલાવેલી હતી.પ્રભુ પ્રત્યે નો અગાથ સાચો પ્રેમ હતો.પ્રભુ એ બંને ને, બંને માટે, અને બંને માં (ઈશ્વર) તેઓ હતા..... જ્યારે મન ઈશ્વર ભક્તિ માં રહે તો આપણે ને દરેક જીવ માં ઈશ્વર દેખાય છે... @કૌશિક દવે

Share

NEW REALESED