LETTER TO LOVER VILLAGE - 2099 - 4 books and stories free download online pdf in Gujarati

લેટર TO લવર વિલેજ-2099 - 4

(આગળ આપણે માહીનો જે અધૂરું લેટર મુકયોતો તેની વાત કરીએ )

તમારે પ્રેમની મૂંગી પરિભાષા શીખવી હોય તો પરવાનાને પૂછો.... કે બળી જવા છતાં કેમ કંઈ બોલ્યું નહીં ?... પીંગળતી મીણબત્તીને પૂછો..કે પિંગળી જવા છતાં કેમ કંઈ થયું નહીં ?....તરસતા ચાતકને પૂછો... કે ચોમાસા લગી કેવી રીતે જીવી શકે છે ?...દરિયાના નીરને પૂછો ...કે જમીન પર વહેતા વહેતા તું આકાશના ચાંદ સાથે કેમ આકર્ષાય છે ?...અને ભરતીઓટના નવા રૂપમાં ફેરવાય છે ?...પૂછો શેવાળને કે જળ સાથેજ કેમ સુકાય છે ?..પૂછો કિનારે પડેલા પથ્થરને કે પાણીના સ્પર્શ છતાં કેમ કોરોજ રહે છે ?...પૂછો રામને કે સીતાની મૂર્તિ બનાવી કેમ જીવાય છે?... પૂછો શ્યામને કે સોળ હજાર રાણીઓ છતાં તારી વાંસળીમાંથી રાધાનોજ સૂર કેમ વહે છે ?...ને પૂછવા આ માહીને કે દુનિયામાં અબજો ચહેરા હોવા છતાં એકજ ચહેરો કેમ ગમે છે ?...પૂછો ભગવાનને કે કરોડો માણસોમાં પણ પોતાના ભક્તને કેમ ઓળખી શકે છે ?..પૂછો માલધારીને કે હજારો ગાય , ભેંસ ,ઘેટા ,બકરા વચ્ચે પણ પોતાના પ્રાણીને કેમ પહેચાણી શકે છે ?..પૂછો માની મમતાને કે લાખો દુઃખ આપવા છતાંએ કેમ પુત્રની ખમ્માજ મોઢેથી નીકળે છે ?..પૂછો ચિત્રકારને કે હૃદયને ચીતરવામાં દિલની નીશાનીજ કેમ દોરાય છે ?..પૂછો સાચા શિક્ષકને.. કે તમારી શાળાનેજ કેમ આગળ લાવવી ગમે છે ?... પૂછો પાનખર વખતે ઉભેલા ઝાડને... કે પાંદડાંનાં ભાર વિના કેમ ખાલીપો લાગે છે ?..પૂછો કોયલ ને ..કે આંબા પરજ કેમ ટહુકો કરે છે ?...પૂછો ચારણીને ...કે પાણીને કેમ પોતાનામાં સમાવી નથી શકતી ?... પૂછો માછલીને તે જમીન પર આવીને પાણીમાં જવા કેમ ઉછળે છે ?...પૂછો આંખોને કે ખુશીમાં ખુશીના અને દુઃખમાં ગમનાજ આશુ કેમ વહાવે છે ?...પૂછો પરમાત્માને.. કે માનવી નામના પ્રાણી પર વિશ્વાસ રાખી તું કેમ આ દુનિયામાંથી ગાયબ થઈ ગયો?.. પૂછો નાગણને કે નાગના મોતનો બદલો લીધા વિના કેમ જંપતી નથી ?...પૂછો વીરહમાં તડપતી પ્રેમિકાને કે એક પળ તેના માટે વર્ષો જેવડી મોટી-લાંબી લાગે છે ?...
અરે ..આવા તો લાખો ઉદાહરણો છે જે પ્રેમનો ધોધ વહાવે છે.... ને, સૌથી શ્રેષ્ઠ પ્રેમનું ઉદાહરણ હોય તો... તે છે સારસ બેલડી.... આ સારસ જોડીમાંથી એકાદ મરે તો બીજી પણ પોતાના પ્રાણ ત્યજી દે છે..
બસ હું પણ તમને આ દુનિયામાં છુપાઈને બેવફાઈ ,દગાખોર, ધોકેબાજ ,હલકટ, મામૂલી ને નાટક જેવા શબ્દોથી ખરડાયેલા પ્રેમને ઉભો કરી... તેને દુનિયાના ઉચ્ચ શિખરે પહોંચાડવા માટે પ્રયત્ન કરવા કહું છું...
હું તમારી સમક્ષ એક " લવ ટીપ્સ " મૂકુ છું...જે વાંચતા-વાંચતા તમે તેમાં ખોવાઈ જાઓ અને તમારો પ્રેમ તમારી આંખો સામે ડોકાય....તથા તમારી આંખો સામે જે ચહેરો રમવા માંડે તેનેજ તમે પ્રેમ કરો છો એમ સમજી નહીં ..પણ, માની લેવું અને એ સત્યને સ્વીકારવું...
" બારમી tips "
તમારો પ્રેમ યાદ આવતા તમે બહાર નીકળીને કે પથારી છોડીને અડધી રાત્રે ચાંદો જોવા લાગો છો અને વિચારો છો કે તમારી સાથે હોય તો....
" અગિયારમી tips "
તમારો પ્રેમ અડધી રાત્રે ફોન કરીને કહે કે અમસ્તોજ ફોન કર્યો છે.. ને પછી ફોન કપાઈ જતા તમે તેને ફોન આવ્યા પહેલા કરતા પણ, વધારે મિસ કરવા લાગો છો
" દસમી tips "
દિવસભર અને રાત્રે સુતા કે સવારે જાગતા પહેલા મોબાઇલની સ્ક્રીન પર એના મેસેજ કે મિસકોલની રાહ જોયા કરો છો ને તેના જૂના મેસેજ વાંચી તેની યાદોમાં રમ્યા કરો છો
"નવમી tips "
તે તમારી સાથે હોય કે આવે ત્યારે એમ થાય છે કે બસ તમારી જોડેજ રહે અને તે જાય નહીં તથા તે જવા નીકળે તો તમે કહો કે બેસને જવાય છે !..પાંચ મિનિટ ; બે મિનિટ ! એમ તમે તેને બેસાડી રાખવા માટે ટાઈમ વધારી દો છો.
" આઠમી tips "
તે તમારી સાથે હોય કે સામે આવે ત્યારે તેની સાથે શું બોલવું તે અગાઉથી નક્કી કર્યુ હોય ..તે બધું ભૂલી જાવ છો અને તમારી ખુશી તથા ગમની અને અંગત બધી વાતો કરવામાં મશગૂલ થઈ જાવ છો.
" સાતમી tips "
જમતાં પહેલાં તેને મેસેજ કરીને કહેવાનું મન થાય છે કે હું જમવા બેસું છું તથા તેની ગેરહાજરીમાં તેની આપેલી ગિફ્ટો કે લેટરો અને ફોન પર તેનો અવાજ સાંભળીને ખુશ થઈ જાઓ છો અને તેના મિલનનો આનંદ માની લો છો...
" છઠ્ઠી tips "
પાગલની માફક મોબાઈલ સ્ક્રીન પર આંખો રાખીને સતત તેના ફોનની, મેસેજની કે મિસકોલની રાહ જોયા કરો છો , તથા ફોન ના આવે તો ..ફોન કે મેસેજ નહિ કરવાનું વચન લો છો અને ના રહેવાતા કે ના સહેવાતા બીજીજ સેકન્ડે તે વચન તોડીને મેસેજ કે ફોન કરવા લાગો છો..
" પાંચમી tips "
એની બધી વાતોને સત્ય માની લો છો તથા તેના મોઢે અન્ય કોઈના વખાણ સાંભળી તમને જલન થાય છે અને તે સામે હોય ત્યારે બસ તેને પકડીને જોરથી લાંબી કિસ કરવાનું મન થાય છે..
" ત્રીજી ટિપ્સ "
એને યાદ કરીને પ્રેમના ગીતો સાંભળવાનું કે તેની હાજરીમાં તેને ગમતા કે તમને ગમતા ગીતો વગાડવાનું મન થાય છે.
" બીજી tips "
એના પ્રેમમાં ને એની યાદમાં તથા તેના ચેહરાની મુસ્કુરાહટ પર તમે એટલા પાગલ થઈ ગયા છો કે "ચોથી tips "મેં લખી નથી છતાં તમને તેની ખબર ના પડી...
"પહેલી અને છેલ્લી tips "
ખરેખર તમે એના પ્રેમમાં છો અને તેને પ્રપોઝ કરી લો..જો તે ના પાડે કે ના માને તો પ્રયત્ન શરૂ કરી દો અને તેને પડકાર ફેકો કે એકવાર તું મારી સાથે માહીના પ્રેમ નગર "લેટર TO લવર વિલેજ "માં આવીને રહી જો... તને મારી પાછળ પાગલ ના કરી દઉં તો મારા પ્રેમને ધિક્કારીને.. બેવફાઈના ખંજરથી મને ઉભો ને ઉભો રહેશી નાંખજે...
તમારે બસ એકવાર " લેટર ટુ લવર વિલેજમાં" આવીને વાસ કરવાનો છે અને તમારા પ્રેમને તમારી હથેળી પર લખવાનો છે.. કેમકે "
" મનગમતાં નામને ઉંમર ના હોય,
એતો ગમે ત્યારે હાથ પર લખાય,
મૌસમને જોઇને ફૂલ ના ખીલે ,
એના ખીલવાથી મૌસમ બદલાય..
ને...હા , તમારે બધાએ જીવનમાં પ્રેમ જરૂર કરવો જોઈએ...કેમ કે "પ્રેમ વગરનું દિલ પ્રેક્ષકો વિનાના હોલ જેવું છે " કેમ કે દિલમાં ખાલીપા સિવાય કશુંજ હોતું નથી અને છેલ્લે તમારી સાથે આ લખાણથી છૂટો પડું છું એટલે કહી દઉં કે વધું હવે આપણા નગરમાં જીવીશું ને શીખીશું તથા આપણા નગરમાં પ્રથમ દિવસેજ એક લવ ગેમનું આયોજન કરવાનું છે..જો બની શકશે તો તેજ દિવસે કરીશું..નહીંતર બે-ત્રણ દિવસ પછી...બસ , હવે મારા કોઈપણ સંદેશાની રાહ ના જોતા ને " લેટર ટુ લવર વિલેજમાં " આવવાની તૈયારી કરો...ઓકે વેલકમ ... માહીદિલ-૯૯ ..ને ..હા , લખાણથી વિદાય લઉં છું.તમારા વિચારો ને તમારા દિલમાંથી નહીં..
" ઓકે બાય... આઇ લવ યુ ટુ માય ઓલ ફ્રેન્ડ્સ ..માહી...
બસ પછી તો વાતજ શી પૂછવી કે કહેવી ?...સાયબર કાફે અને કોમ્પ્યુટર ક્લાસોમાં કીડીયાળુની જેમ ભીડ જામી ગઈ...નેટ એટલું બધુ વ્યસ્ત થઈ ગયું કે કલાક બાદ તો હેંગ થઈ ગયેલું નેટ ખૂલ્યું અને વાયરસોના કારણે તો ઢગલાબંધ કોમ્પ્યુટર બંધ થઈ ગયા..
.... ઠેર ઠેર.. માહી.... માહી.. નીજ...ચર્ચા થતી હતી.વિશ્વના હરેક ખૂણામાં તેનું નામ જાણીતું થઇ ગયું હતું...
કાશ્મીરના દૂરના એક છેવાડાના...પાકિસ્તાન સરહદને અડીને આવેલા નાનકડા એવા વિકસિત ગામમાં એક વ્યક્તિ માહી વિશે આટલું જાણીને અચરજ પામી ગયો હતો.તેને તો ગઈકાલનું માહીમય બનીને કંઈક ખાધું પણ નહોતું.પોતાની સંસ્થાએ જે કામ આપ્યું હતું તે પણ તે વિસરી ગયો હતો.પોતે તો માહીને પોતાની મુસ્લિમ જ્ઞાતિનો માનવા લાગ્યો.... તે માહીના આ વિચારોમાં પાગલ થઇ ગયો.પોતાની જિંદગી પણ આવી ગુજરે તેવા સપના જોવા લાગ્યો.આતંકીની દોજખ જિંદગીને અલવિદા કહેવાનું તેને મન થઈ ગયું.
સુલતાનપુરમાં સામાન્ય પરિવારોની વસ્તી હતી મુસ્લિમો વધુ હતા.જ્યારે થોડા કાશ્મીરી પંડિતો ત્યાં આવીને વર્ષોથી સ્થાયી થયા હતા..
ફૈઝલખાન લગભગ ચારેક વર્ષનો હતો ને શબાના અમ્મીનું મૃત્યુ થયું હતું.ફૈઝલ સાત બહેનો વચ્ચે એકના એક અને સૌથી નાનો હતો.અબ્બુ મહંમદએ ચચેરી દીકરી, વિધવા ને બે સંતાનોની માતા એવી મુસ્તિફા સાથે નિકાહ કરી લીધા..પોતાના સંતાનોને છોડી ભૂલીને..મુસ્તિફા સાથે સંસાર ચાલુ કર્યો.ફૈઝલની સૌથી મોટી બહેન રશ્મિકાએ અમ્મીની કામગીરી ઉપાડી લીધી.સીલાઈકામ માટે અમ્મા જાણીતી હતી.તેમ રશ્મિકા પણ થોડા સમયમાંજ જાણીતી થઈ ગઈ.સાતેય બહેનો ફૈઝલ ને ઉની આંચ પણ નહોતી આવવા દેતી.રશ્મિકાએ ફોઈના દીકરા સાથે નિકાહ કરી લીધા પણ,અન્ય બહેનો અને ફૈઝલની જવાબદારી માથે હોવાથી સૌહર સાથે તેના ઘરેજ રહેવા લાગી.
થોડા વર્ષોમાં અન્ય બહેનોની શાદી પણ થઈ ગઈ.ફૈઝલ હવે પંદર વર્ષનો સોહામણો અને રૂપાળો લાગતો હતો.આછી આછી મૂછો ને દાઢી ડોકિયાં કરતી હતી.
એક દિવસ રેડિયો પર સમાચાર સાંભળ્યા કે પાકિસ્તાનમાં.....

( ચાલો મિત્રો હવે આગળની સ્ટોરી આવતા એપિસોડમાં... તે શું છે પાકિસ્તાનમાં એવું થયું કે જેનાથી આ ફૈઝલના જીવનનો એક વળાંક આવે છે.એ જાણવા માટે આતુરભરી રાહ જોતા રહો..
લેટર TO લવર વિલેજ-2099...આશુમન સાંઈ યોગી રાવળદેવ...mahidil99@dil.com )