mushkelio dur karta shikho - 4 books and stories free download online pdf in Gujarati

મુશ્કેલીઓ દૂર કરતા શીખો - 4

૯) પોઝીટીવ રહો.
સમસ્યાનુ સમાધાન લાવવા માટે સૌ પ્રથમતો સમસ્યાઓને હકારાત્મક દ્રષ્ટીકોણથી જોતા શીખવુ જોઇએ. જ્યાં સુધી તમે તેને આવા દ્રષ્ટીકોણથી નહી જુઓ ત્યાં સુધીતો નાની એવી સમસ્યા પણ તમને મોટા પહાડ જેવડીજ લાગશે. આવી નાની નાની બાબતોજ કઠીન લાગવા લાગે તો જે ખરેખર જટીલ બાબતો છે એ તો આપણા માટે અશક્યજ બની જાય એટલેકે સમસ્યાઓને એક યોગ્ય દ્રષ્ટીકોણથી મુલવવામા આવે તો કઠીન લાગતા કાર્યોને પણ સરળ બનાવી શકાતા હોય છે.
સામાન્ય રીતે એવુ જોવા મળતુ હોય છે કે મુશ્કેલીઓ, દુ:ખ કે અડચણો આવે છે ત્યારે વ્યક્તી હાંફળો ફાંફળો બની જતો હોય છે, તે એવી ચીંતાઓ કરવા લાગતો હોય છે કે હવે મારે શું કરવુ, મારુ શું થશે ? ક્યાંક મને બહુ મોટુ નુક્શાન થઈ જશે તો ? હું કેમ કરીને આ બધામાથી બહાર આવીશ વગેરે જેવી ચીંતાઓ કરી કરીને વ્યક્તી એટલો બધો ડરી જતો હોય છે કે તે હાર માની લેવા મજબુર થઈ જતો હોય છે. આવા સંજોગો નિર્માણ ન પામે તેના માટે સમસ્યાઓ પ્રત્યે હકારાત્મક વલણ દાખવવુ જોઈએ. મુશ્કેલીઓતો આવે અને આવતીજ રહેવાની છે તો એમા વળી નવુ શું છે ? એ તો દરેકના જીવનમા આવે છે અને આવતીજ રહેવાની છે તો પછી શા માટે તેનાથી દુર ભાગવુ પડે? આવી મુશ્કેલીઓનેતો પોતાનો શુભચીંતક સમજવો જોઇએ કારણકે તેમાથી આપણને ઘણુ બધુ જોવા જાણવા અને સમજવા મળતુ હોય છે, જીવન ઉપયોગી મહત્વના બોધપાઠ શીખવા મળતા છે, એક નવો અનુભવ મળતો હોય છે જે આપણુ આખે આખુ જીવન સુધારી શકે તેમ હોય છે. મુશ્કેલીઓ જો ફરજીયાત આવવાનીજ હોય તો પછી શા માટે તેને પહોચી વળવાની પુરતી તૈયારીઓ ન રાખીએ તેવી વિચારસરણી વિકસાવવામા આવે તો તેનુ સમાધાન લાવવા માટેની તત્પરતા, જુસ્સો કે ઉત્સુકતા તમે અનુભવી શકતા હોવ છો અને મુશ્કેલીઓને એવો પડકાર ફેંકી શકતા હોવ છો કે કરીલો તમારે જેટલુ કરવુ હોય તેટલુ જોર, મને હરાવવો એ તમારુ કામ નથી. તમે જેમ જેમ મારી સામે જોર લગાવતા જશો તેમ તેમ હું તમને દુર કરતો જઈશ કારણકે મને તો હવે એમાજ મજા આવે છે. હજુ કહુ છુ ચાલ્યા જાઓ અહીથી, તમે મારુ કશુજ નથી બગાળી શકવાના, જો તમને મારી વાત સમજતી ન હોય તો કરી લો મારા ધૈર્ય, ધ્યાન અને હીંમતની પરીક્ષા, હું પણ જોવ છુ કે ક્યાં સુધી તમે મારી સામે ટકી શકો છો ? આ રીતે પોતાની સાથે ચર્ચા કરવાથી તન મનમા એવો જોષ ઉત્પન્ન કરી શકાતો હોય છે કે જેથી આપણે તમામ પ્રકારની સમસ્યાઓનો નિડરતાથી સામનો કરી શકતા હોઈએ છીએ.
જ્યારે નિષ્ફળતા મળે, મુશ્કેલીઓ આવે ત્યારે મન ઘણુજ ઉદાસ થઈ જતુ હોય છે, નકારાત્મક વિચારોનો તો રીતસરનો મારો થવા લાગતો હોય છે, કંઈજ સુઝે નહી, ક્યાંય ગમે નહી અને લોકોની સહાનુભુતી મેળવવાનુ મન થયા કરતુ હોય છે તો આવી પરીસ્થિતિઓમા વિચારોને સાચી દિશા આપવી અને તેને પ્રોત્સાહીત કરવા જરુરી બનતા હોય છે. આવા સમયે તમારે પોતાને એમ કહેવુ જોઇએ કે અરે તુ તો સીંહ છો, તારે કોઇનાથીય ડરવાની જરુર નથી, તારે દયા, યાચના કે સહાનૂભુતીની આશા રાખી બેસી રહેવાની જરુર નથી, ભગવાને મને મુશ્કેલીઓને ગમે તેમ કરીને ઉકેલાવાની, તેને જડમુળમાથી ઉખેડી ફેંકી દેવાની શક્તી આપી છે તો પછી શા માટે મારે દુ:ખી દેવદાસ થઈને ફરવુ પડે ? આવુ માત્ર મારી સાથેજ થોડુ બને છે, એ તો સંસારની દરેક વ્યક્તી સાથે ક્યારેકને ક્યારેક બનતુજ હોય છે અને વર્ષોથી બનતુ આવે છે તો પછી દુ:ખી થઈને બેસી જવુ એવુ વળી કોણે કીધુ છે ? હવેજ ખરી મજા આવશે, સુખ અને સંપુર્ણતાના સમયમાતો સૌ કોઇ જીતી શકતા હોય છે પણ કઠીન અને અભાવની પરીસ્થિતિઓમા જે વ્યક્તી જીતી બતાવે એ જ સાચો શુરવીર કહેવાતો હોય છે. આવુ તો અમુક વ્યક્તીઓજ કરી શકતા હોય છે અને મારે આવા અમુક વ્યક્તીઓનીજ હરોળમા આવવુ છે. આવા સમયે હું દુ:ખી થઈને કે થાકી હારીને બેસી જાવ એવુ ક્યારેય શક્ય નજ બને. મારેતો હવે પુરા જોષથી કામ કરી બતાવવાનુ છે કારણકે હવેજ મારો સમય આવ્યો છે. મારે હવે જે નથી તેના વિચારોમા ચકરાવાને બદલે જે છે તેનો મહત્તમ ઉપયોગ કરી બતાવવો જોઇએ. મારી પાસે શું છે અને તેના દ્વારા હું નવુ શું કરી શકુ તેમ છુ તેના પરજ ધ્યાન કેન્દ્રીત કરવુ જોઇએ અને અશક્યને શક્યમા ફેરવી બતાવવુ જોઇએ. હજુતો મારી પાસે ઘણો સમય છે, આટલી શક્તીઓ છે અને પોલાદી ઇરાદાઓ છે તો પછી મારે ડરવાની ક્યાં જરુર છે ? આ દુનિયા મારી ધન સંપત્તી, સાધન સામગ્રી છીનવી શકે, મારા પ્રયત્નો નિષ્ફળ બનાવી શકે પણ મારા પોલાદી ઇરાદાઓને, આત્મવિશ્વાસ કે આત્મબળને ક્યારેય ડગમગાવી શકે નહી. મને ૧૦૦ વખત પડતો કરવામા આવશે તો હું ૧૦૦ વખત બેઠો થઈશ અને ૧૦૧ મી વખત પણ પ્રયત્ન કરીને જીતી બતાવીશ એટલી ખુમારી મારા દિલમા ભરેલી છે. જો આટલી ખુમારી મારા દિલમા ભરેલી હોય તો આ દુનિયામા હવે એવી કોઇ તાકાત નથી કે તે મને મારી મંજીલ સુધી પહોચતા અટકાવી શકે. એક વખત તમે આ હદ સુધીની ખુમારી અનુભવી જુઓ, રુવાંટા ઉભા થઈ જાય, લોકો આશ્ચર્યમા મુકાઇ જાય એ હદ સુધીનો ઉત્સાહ, ઉમંગ અને આત્મવિશ્વાસનો અનુભવ કરી જુઓ અને પછી જોજો એક પણ સમસ્યા તમને એવી નહી લાગે કે જે તમને રોકી કે ડરાવી શકે. એક વખત તમે આવા જુસ્સાનો અનુભવતો કરી જુઓ, તમને બધુ આપો આપ સમજાઇ જશે.

અહી એક વાત ખાસ યાદ રાખવા જેવી છે કે નિષ્ફળતાઓ અને મુશ્કેલીઓને ખુબ જડપથી દુર કરી શકાતી હોય છે જો આપણા વિચારો અને વલણો શ્રેષ્ઠતમ હોય. વર્નર હાવર્ડ નામના લેખકે એક ખુબ સારી વાત લખી છે, તેઓ કહે છે કે કોઇ પણ વિષમ પરીસ્થિતિ એ સમસ્યા છે જ નહી, માનવીનુ વિષમ મનજ મોટામા મોટી સમસ્યા હોય છે. કોઇ પણ સમસ્યા ચપટી ભરમા ઉકેલી શકાતી હોય છે જો એ સમસ્યાનો સર્જનારો પોતાનો દ્રષ્ટીકોણ બદલે તો. આ વાત પરથી એમ કહી શકાય કે સમસ્યાઓ ક્યારેય નાની કે મોટી હોતી નથી, પણ જે હોય છે તે આપણા દ્રષ્ટીકોણનુજ પરીણામ હોય છે, એટલેકે જો વ્યક્તી પોતાનો દ્રષ્ટીકોણ બદલે તો મોટામા મોટી સમસ્યાને પણ હળવી બનાવી શકાતી હોય છે.
તમારી સામે કોઇ પ્રાણીનુ કપાયેલુ મૃત શરીર પડ્યુ હોય, આસપાસ લોહી વિખેરાયેલુ પડ્યુ હોય તો મોટા ભાગના લોકોને આ બધુ જોઇને અરુચી, ઉબકા કે ચક્કર આવતા હોય છે જ્યારે બીજી તરફ કોઇ વ્યક્તીને તેમા હીમોગ્લોબીન દેખાતુ હોય છે, હાડકાઓ તરીકે કેલ્શીયમનો જથ્થો દેખાતો હોય છે તેમજ સમગ્ર શરીરની રચના, અવયવો જોઇને તેને તેમા કુદરતનો ચમત્કાર દેખાતો હોય છે. તો આવી વ્યક્તીઓ ડોક્ટરીનો અભ્યાસ કરીને ખુબ સારા ડોક્ટર બની શકતા હોય છે જ્યારે પેલા વ્યક્તી ડોક્ટર બની ઓપરેશન કરવાનુતો વિચરી પણ શકતા હોતા નથી કે જેેેમનેે આ બધુ જોઈ ઉબકા આવતા હોય. આમ બન્નેની સામે વસ્તુતો એકજ છે તેમ છતાય બન્નેના દ્રષ્ટીકોણ અલગ અલગ હોવાથી એક વ્યક્તી મુશ્કેલી અનુભવતો હોય છે જ્યારે બીજી વ્યક્તી માટે તે બધુ અભ્યાસ માટે કે પોતાની જ્ઞાનની જીજ્ઞાશાઓ સંતોષવા માટે બહુ મોટુ સાધન બની જતુ હોય છે.
અહી જેમ બીજી વ્યક્તી લોહીમા હીમોગ્લોબીન કે સ્વેત કણો કે કેલ્શીયમ જોવાનો પ્રયત્ન કરે છે તેવીજ રીતે તમે પોતાની સમસ્યાઓને સુક્ષ્મ દ્રષ્ટીથી જોવાનો પ્રયત્ન કરો, તેની નાનામા નાની બાબતોને સમજવાનો પ્રયત્ન કરો અને સમગ્ર ઘટનાને એક સરળ દ્રષ્ટીકોણથી જોવાનો પ્રયત્ન કરો તો સમસ્યા જેવુ કશુ બચશેજ નહી કારણકે પછીતો તે બધુ તમારા માટે એક અભ્યાસની સામગ્રી બની જશે. આ રીતેતો તમે જાતેજ પરીસ્થિતિઓનો અભ્યાસ કરી તેના ઉપાયો ગોતતા શીખી જતા હોવ છો. આમ ઘટનાઓને જોવાનો દ્રષ્ટીકોણ જેટલો સરળ રાખવામા આવતો હોય છે તેટલીજ ઓછી તકલીફો અનુભવાતી હોય છે.
વ્યક્તીને સૌથી વધારે દુ:ખ કે બોજ એ સમસ્યાઓનો નહી પણ તેના મનમા જે વિચારોની હારમાળાઓ સર્જાતી હોય છે તેનો હોય છે. જેમ જેમ આવા વિચારો નકારાત્મક બનતા જતા હોય છે તેમ તેમ સમસ્યા આપણા માટે વધુ જટીલ બનતી જતી હોય છે જેને લીધે આપણે દુ:ખ, ડર, ટેન્શન અને પ્રેશરનો એટલો બધો અનુભવ કરતા હોઈએ છીએ કે જે આપણને ક્વીટ કરવા મજબુર કરી દે. આમ એક નબળો વિચાર બીજા ૧૦ નબળા વિચારોને ખેંચી લાવતો હોય છે જેથી નાની એવી સમસ્યા સમજવી પણ અઘરી બની જતી હોય છે. આવા વિષચક્રને તોડવા માટેનો શ્રેષ્ઠ ઉપાય એજ છે કે હકારાત્મક દ્રષ્ટીકોણથી પરીસ્થિતિનો સામનો કરવામા આવે. જેમ એક ખરાબ વિચાર બીજા ૧૦૦ નબળા વિચારોને ખેંચી લાવતો હોય છે તેવીજ રીતે એક સારો વિચાર પણ અનેક સારા, ઉત્સાહી વિચારોને ખેંચી લાવતો હોય છે જે આપણામા જોષ, જુસ્સો, ઉત્સાહ ઉમંગ, સાહસ ભરી આપણા તમામ ડર, ચીંતાઓને દુર કરી દેતો હોય છે અને શાંતીથી સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રીત કરી શકાતુ હોય છે.
તમે આસપાસ નજર કરશો તો જણાશે કે અમુક વ્યક્તીઓ ગમે તેવા દુ:ખ આવે તો પણ મોજથી જીવતા હોય છે જ્યારે અમુક વ્યક્તીઓતો નાનુ એવુ દુ:ખ આવવતાની સાથેજ રો કકડ કરી મુકતા હોય છે. તો તેમ થવાનુ કારણ તેઓના વિચારોજ હોય છે. પેલા વ્યક્તીના વિચારો પોઝીટીવ હોવાને લીધે તે ખુબજ સરળતાથી સમસ્યાઓના સમાધાન ગોતી શકતો હોય છે જ્યારે બીજી વ્યક્તીના નકારાત્મક વિચારોને લીધે તેના પર સાવ નજીવી બાબતમાજ જાણેકે દુ:ખના પહાડો તુટી પડ્યા હોય તેવી કાગારોડ કરી મુકતા હોય છે. આવા નકારાત્મક વિચારોને દુર કરવા માટે આપણે એમ વિચારવુ જોઈએ કે જો હું આ સમસ્યા કે દુ:ખનો સામનો કરીશ અને તેને પાર કરવા સખત પ્રયત્નો કરતો રહેશ તો જરુરથી સફળ થઈશ અને કદાચ ન થાવ તો પણ મને જે શીખવા મળશે, જે જ્ઞાન, અનુભવ મળશે તે મને આવનારા અનેક વર્ષો સુધી ટકી રહેવા મદદરુપ થશે. અહી તમે એમ વિચારો કે હવે મારા જીવનમા ચઢતી આવવાનીજ છે કારણકે પડતી પછીજ ચઢતી આવતી હોય છે, અત્યારે જે કંઈ પણ થઈ રહ્યુ છે તે મારી સફળતાની ઇમારત બાંધવા માટે જરુરી પાયાનુ નિર્માણ થઈ રહ્યુ છે તો મારે આ પડતીનેજ પાયો સમજી ત્યાંથીજ સફળતાની ઇમારત ચણવાની શરુઆત કરી દેવી જોઇએ. મારે તેને સીડી બનાવીને આગળ વધવુ જોઇએ. આવા સમયે આપણને દુ:ખ અને તકલીફોનો અભ્યાસ કરવાની તક મળતી હોય છે, પોતાને સમજવાની અને પોતાનુ વર્તન સુધારવાની તક મળતી હોય છે તો મારે તેને જડપી લેવી જોઇએ. ભુતકાળમા જે થયુ તે થયુ હવે મારે તે બધુ ભુલી જવુ જોઇએ અને હવે હું શું કરી શકુ તેમ છુ તેની વિચારણામા લાગી જવુ જોઇએ. ભુતકાળને જેટલુ વાગોળશુ તેટલુજ તે વધારે દુ:ખ આપશે એના કરતા ભુલ સુધારણા પર ધ્યાન કેન્દ્રીત કરવામા આવે તો સફળતા મેળવીને આવા તમામ દુખ દર્દને દુર કરી નવા સુખની પ્રાપ્તી કરી શકાતી હોય છે. આવા સમયે તમે એમ વિચારો કે મુશ્કેલીઓ મને કન્ટ્રોલ ન કરી શકે, મારે તેને કન્ટ્રોલમા કરવાની છે, મુશ્કેલીઓ મને નુક્શાન પહોચાળી શકે પણ મારુ મનોબળતો ન જ તોડી શકે. હું કંઈ એટલો બધો અશક્ત પણ નથી કે સમસ્યાઓથી મારા પગ ધ્રુજી જાય. મુશ્કેલીઓને ખબર નહી હોય કે એણે કોની સાથે બાથ ભીડવી છે. માણસ ધારે તો આકાશને ચીરીને પણ તેમાથી રસ્તો કાઢી શકતા હોય છે તો આવી નાની નાની બાધાઓ તો શું કહેવાય ! આવી બાધાઓતો આવ્યા કરે અને જો તેમા વિચલીત થયા વગર પોતાનુ કામ કર્યે રાખીએ તો તે જતી પણ રહે તો પછી શા માટે મારે હાથે કરીને રાયનો પહાડ બનાવવો પડે ! હું તો આ ધરતી માતાનો વીર સપુત છુ, આ ધરતીના તમામ સુખ, સુવિધાઓ ભોગવવાનો મારો અધીકાર છે, જો મારે આવી સુખ સુવિધાઓ અને સમૃધ્ધી ભોગવવી હોય તો સૌથી પહેલાતો મારે જીવનની આવી વાસ્તવીકતાઓને સ્વીકારતા શીખવુ જોઈએ. ચડતી અને પડતીઓમા ધુળના રજકણોની જેમ આમ તેમ ફંગોળાઇ જવાને બદલે ચટ્ટાનની જેમ અડીખમ ઉભા રહેતા શીખવુ જોઈએ, લાગણીઓ પર કાબુ રાખીને ફર્યાદો કે અક્ષેપો કરવાનુ બંધ કરી જવાબદાર બની મુશ્કેલીઓનો હલ ગોતતા શીખવુ જોઈએ, દરેક સમસ્યાઓનુ ઓછામા ઓછુ એક સમાધાન હોયજ છે તો પછી મારે તેને ગોતવામાજ ધ્યાન લગાવવુ જોઇએ. આવા સમયે જો હું ચીંતાઓ કરવાને બદલે સાચી દિશા ગોતવાનો પ્રયત્ન કરુ તો સમય રહેતા તમામ જવાબો હું શોધી શકતો હોવ છુ. લોકોને જે બોલવુ હોય તે બોલવા દો અને જે કરવુ હોય તે કરવા દો, લોકોનુ કામ છે બોલ બોલ કરવુ તો મારુ કામ છે સતત કામ કર્યે જવુ. આ દુનિયા બોલ બોલ કરવા વાળા લોકોથી નહી પણ કામ કરવા વાળા લોકોથી ચાલે છે, માટે મારે પોતાના પર ગર્વ કરવો જોઇએ કારાકે હું દુનિયાને ચલાવવામા મારુ યોગદાન આપુ છુ, ભલે એમા થોડી ઘણી ભુલો થાય છે પણ મારો ઇરાદો તો નેક છે ને ! એમ વિચારીને પણ મારે પોતાને પ્રોત્સાહીત કરવા જોઇએ. આ દુનિયામા કોઇજ વ્યક્તી પર્ફેક્ટ નથી હોતા, દરેક વ્યક્તીમા કોઇને કોઇ ખામી હોયજ છે છતા પણ તેઓ સફળ થતા હોય છે કારણકે તેઓ મુશ્કેલીઓને એક અલગજ દ્રષ્ટીકોણથી જોઈ તેનો સામનો કરતા હોય છે. આવી સમસ્યાઓને તેઓ પોતાની ધાર કાઢવાની છીણી સમજતા હોવાથી હંમેશા તેને વેલકમ કરતા જોવા મળતા હોય છે, તેમા તેઓ દુ:ખી થવાને બદલે તેના કારણો ગોતવાના પ્રયત્નો કરતા હોય છે, તેમાથી બહાર આવવાના પ્રયત્નો કરતા હોય છે જેથી તેઓ મોટામા મોટા અવરોધોને પણ મહાત આપી બતાવતા હોય છે. આમ દરેક વ્યક્તીમા સમસ્યાને ઉકેલવાની શક્તી હોયજ છે કારણકે ઇશ્વરે માનવ જાતને જે વિચારશક્તી, બુદ્ધીશક્તી કે કલ્પનાશક્તી આપી છે તેના કરતાતો તમામ સમસ્યાઓ નાનીજ બનાવી છે. જો સમસ્યાઓ નાનીજ હોય તો પછી આપણે દુ:ખી થવાને બદલે તેના કારણો ગોતી, તેના ઉપાયો સમજી તેનો અમલ કરવા લાગી જઈએ. આ રીતે મોટામા મોટા અવરોધોને પાર કરી શકાતા હોય છે. આમ માત્ર એક દ્રષ્ટીકોણ બદલવાથી પણ મોટામા મોટી સમસ્યાને હળવી કરી શકાતી હોય છે.

૧૦) મુશ્કેલીઓ દુર કરવા માટે જટીલ કાર્યોને સરળ બનાવતા શીખો. તેના માટે નીચે મુજબ કામ કરો.

- સૌ પ્રથમ સમગ્ર પ્રક્રિયા સમજો.
- તેને અસર કરતા તમામ પ્રકારના પરીબળો સમજો.
- ક્યુ કાર્ય કોની સાથે સબંધીત છે તે સમજો.
- તમામ સ્ટેપ્સ, ક્રમ અને માળખુ સમજો.
- શું થાય તો શું કરી શકાય તેમ છે તે સમજો.
- તમામ પ્રકારના આધારો, પાયાઓ સમજો.
- તેનુ સ્પષ્ટ ચીત્ર કે ચાર્ટ બનાવો.
- દરેક કાર્યને તેના વિભાગો પ્રમાણે વિભાજીત કરો.
- કુલ કેટલા કાર્યો કરવાના છે તે ઓળખી તે દરેકને ક્રમમા ગોઠવો અને તેનુ ટાઇમીંગ સમજો.
- દરેક કાર્યના ફંડામેન્ટલ્સ મજબુત બનાવો, તેની વ્યાખ્યાઓ સમજો.
ક્રમશઃ