Ek Adadhi Raat No Samay part-1 books and stories free download online pdf in Gujarati

એક અડધી રાતનો સમય - ભાગ-1

અજીબ દાસ્તાન હે યે,કહા સુરૂ કહા ખતમ,યે મંજીલે હે કોનસી, ના હમ સમજ શકે ના વોહ...
ભાઇ આ શોંગ કાર માં ચાલું હતું અને હું વ્યાસવાડિ થી નારોલ જતો હતો,
રાત ના ખુબ અંધારા માં કાઇ દેખાતુ ન હતું,બસ કાર ની હેડ લાઇટ ની સામે જે દેખાતુ એના સીવાય બીજું કાંઈ નહીં,
તમને તો ખબર છે રાત ના દસવાગ્યા પછી હું મારા રુમ ની બહાર નથી નીકળતો અને આજે જખ મરાવીને પણ મોડું થઈ ગયું હતું,
આવો તમને હું સવાર થી સાંજ સુધી ની કહાની બતાવું એક ફ્લેસબેક માં...
તો જેમ કે તમને ખબર છે કે મારુ નામ દિપક છે અને કોલેજ પુરી કરી એના ત્રણ વર્ષમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને એના એક વર્ષ બાદ જોબ મળી,
શું વાત કરુ જોબ ની યાર,આ સોફ્ટવેરની જોબ આમ તો સારી પણ મારા માટે બોવ જ ભારે પડી એવી હતી,
મારી બોસ રાગિણી મહેતા,એ બોસ નથી બોસ ના રુપ માં ડાયન છે ડાયન,જ્યારે હોય ત્યારે બધા નું ખુન ચુસતી હોય છે,એટલે તો પાડા જેવી લાગતી હતી,
એ બોસ બની એની પેલા મારી હારે કોલેજમાં હતી,અને અમે બંને એક બીજા ની ફ્રેન્ડશીપ માં ખુબજ આનંદ....
શું નોનસેન્સ જેવી વાત કરુ છુ,ચાલો આનંદ રાખીએ તો અમે આનંદ કરતા હતા,એ કોલેજ કરીને એમ.બી.એ કંપ્લેટ કર્યું અને મે કોલેજ પુરી કરી ને આઇ.ટી જોઇન કર્યું હતું,
યાર મારા કિસ્મત નબળા હશે તી મને ભુત અને આત્માઓ થી ડર લાગે છે,રાત ના દસ ના ટકોરે લાઇટ ચાલું રાખીને કાન માં હેડફોન માં હનુમાન ચાલીસા સાંભળતા હું સુઇ જાતો,નાના બાળકો ને હાલરડું સાંભળી ને ઉંઘ આવતી અને મને હનુમાન ચાલીસા સાંભળી ને,
હા ખબર છે થોડો અજીબ છું પણ આ જ હકીકત છે ભાઇ,
હવે કિસ્મત ના ખેલ જોવો રાગિણી ના ડેડી એ મૈસુર(બેંગ્લુરુ) માં એક આઇ.ટી કંપની ખોલી,અરે ભાઇ કોઈ માણસ કશ્મીર માં જઇને આઇસ્ક્રીમ વહેંચી શકે.?નહીં ને.
તો આ રાગિણીના ડેડીએ જ્યાં આઇ.ટી કંપનીઓ ખુટે નહીં અને આઇ.ટી કંપની નું સેન્ટર કેહેવાતા કર્ણનાટક રાજ્યમાં માં એમણે કંપની ખોલી,
ખેર જે ઝાડ ની ડાળી કાપવાની છે અને એજ ડાળી પર બેસી ને કાપે અને નીચે પડે તો કાંઇ નવાઇ ના કહેવાય,
પણ નવાય એ હતી કે રાગિણી અમદાવાદ વાડિ કંપની ની બોસ બની અને મારું જે થવાનું છે તે થવાનું ચાલું થયું,
કંપની ની બોસ તરીકે વર્તાવ કરવો જોઇએ એ તો સંમજાણુ પણ આ એક ફ્રેન્ડને તરીકે મને થયું કે મારે એમને વીસ કરવું જોઇએ તો ભાઇ આપણે તો ચાલ્યા એક ફ્રેન્ડ ને એની કંપની જોઇન કરવાની ખુશીમાં અભિનંદન પાઠવવા...
hi ragini congratulations for new CEO,
sorry who are you...?
hay its me deepak...!
who Deepak..?
અરે Deepak Gadhavi,TSK collage
ohhh Deepak,so what...
no nothing i just wish you for our new boss
now you finish...???
yes ragini...!
Aaahhh No Ragini,Only Ma'M
ohk sorry ma'm
now you get lost then...
yeah sorry ma'am
યાર તમારે બધાએ મારો ચહેરો જોવાની જરૂર હતી,જાણે બાર નો ટકોર થયો હોય ને એવો ચહેરો હતો,
ભાઇ આપણી પાસે તો હુન્નર ની કમી નો હતી,અને આપણો ઇગો હર્ટ થયો હતો,અને ઇગો હર્ટ થયા બાદ દિપક કાઇ પણ કરી શકે છે,એટલે કે મારા થી માખી ને પણ નો મરાય અને એતો માણસ છે,હા પણ ગુસ્સો એકદમ થી આવે તો સામેવાળા ની ફાટે પણ અંઇઆ સામે ફ્રાન્ડ હતી એટલે ફટાફટ ઇ-મેઇલ આઇ.ડિ ખોલ્યું અને રિઝાઇ લેટર ટાઇપ કર્યો બોવ જોરદાર,એને આ ઇમેલ એવી થપ્પડ મારશે કે ઇ દોડતી મારી પાસે આવીને માંફિઓ માંગશે...
તમને શું લાગે છે એ આવી હશે.......
છ વાગે જ્યાંરે સ્કુલ...???
સ્કુલ...ના હોય સ્કુલ બોલ્યો હુ....અરે યાર ના મીત્રો ના મારી ઓફિસ એ સ્કુલ જેવી નહિ પણ સ્કુલ જ હતી,કોઇની સાથે બોલવાનુ નહીં,ફ્રેન્ડશીપ કરવાની નહીં,કર્મ હિ પુજા હે,એવા અલગ અલગ સુવિચાર થી ભરેલી મારી ઓફિસ એક સ્કુલ બરાબર જ હતી,બારે નિકળી તો એવો અહેસાસ થાય કે હમણા મમ્મી પપ્પા લેવા આવશે,
અરે હા યાર જોરદાર ડિસીપ્લીન અને મારા જુના બોસ ના પ્રિન્સિપલ્સ અને ઉપર થી ડેસબોર્ડ પરથી તમે બીજા ને જોઇ પણ ના શકો આવડું મોટુ પાટીસન(અરે પાટીયું યાર)મૂકેલું,
એક બીજા ને ભેગું થવું હોય ને તો વોશરૂમ સીવાય બીજું જ્યારે ઓફિસ બંધ થાય ત્યારે થવાય,
પણ સેલેરી સારી હતી,ઉપર થી બોનસ,પ્રમોશન આ બધું સારુ હતું અને એક વાત તો કેતા ભુલી ગયો કે ઓફિસમાં કોઇને પ્રમોશન મડ્યુ હોય ને તો એને અભિવાદન આપવા માટે તાલીઓ નહીં પાડવાની પણ હાથ ઉંચા કરીને હથેળી હલાવાની બસ અને પાર્ટી ની બદલે પાણીની બોટલ પી ને પાછું કામે લાગી જવાનું,પણ મારે આવું નહોતુ મે તો કીધું હતું કે જેને પ્રમોશન મડે એ આ હિટલરની ઓફિસ માંથી નીકળતા જ પાર્ટી દેવાની પછી છોકરો હોય કે છોકરી,
હવે થયું એવું કે રાજીનામું આપીયા બાદ બધાના ઘરે જવાના ટાઇમ થયા બાદ રાગિણી મારી પાસે આવીને બોલી,
કેમ તારો ઇગો હર્ટ થયો...?
હા તો થાય જ ને લે,(એની માને મને પણ ગુસ્સો કરતા આવડી ગ્યુ,હવે આમેય મારે ક્યાંય કાઇ પડી હતી,કેમ કે મારે તો અંઇઆ જોબ કરવી જ નો હતી)
અરે ચીલ ચાલ યાર....
શું કંકોડો ચીલ ચાલ,એક તો આટલા વર્ષે ભેગા થયા અને તુ બોસ બની એટલે તારુ અભિવાદન કરવા આવ્યો અને તે મારુ અપમાન કર્યું અને હવે હુ ચીલ ચાલ કરું...
ઓઅઅઅ મારુ બચ્ચું ગુસ્સે થયું...
ના ના ખુબ આનંદ થાય છે કે આવો સામે અભિપ્રાય મડ્યાનો...
ચાલ હવે બસ હો,બોસ છું યાર આટલું તો કરવું પડે ને અને કૉક મહાન વ્યક્તિ એ કિધું હતું કે ફર્સ્ટ ઇમ્પ્રેસેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેસશન....
હા તો એની ટ્રાઇ તારે મારી પર કરવાની,અને આમેય તે ત્યાં કોણ જોતુ હતું કે સાંભળતું હતુ કે તે આવું કર્યું,
ના બાબુ એવું નથી,
enough is enough,now i already resigned so i don't want talk you anymore,
અરે ઇંગ્લીશ માં ગુસ્સો આવ્યો બેબી ને...
ના બસ હવે મારે એક સેંકડ પણ નથી રહેવું અંઇઆ,i should leave now...!
હા તો જા,પણ એટલુ યાદ રાખજે તે જે કર્યું હતું એનાથી વધારે મે આ નથી કર્યુ ઓકે...
ઓહહહ તો તે એ વાત નો બદલો લીધો એમ ને....
(અરે કાઇ નહિ યાર જ્યારે રાગિણી ફર્સ્ટ ટાઇમ કોલેજ આવી હતી તો મે એનૂ રેગીંગ કરેલું,થયુ એવું કે એ ડાબા હાથ માં કોફિ નો ગ્લાસ લઈને કોફિ પીતી હતી અને મે એને ટાઇમ પુછ્યો હતો અને એને એ ભાન ના રહ્યું કે મારા હાથમાં કોફિ નો ગ્લાસ છે અને એને એ હાથ ઉંધો વાળી ને ટાઇમ કિધો અને કોફિ એના ડ્રેસ પર ઢોરાઇ ગય અને બધા એની સામે જોઇને હસવા માંડ્યાં ઇવન હું પણ અને મે એને થેન્કસ કિધું હતું)
પણ એ તો તારી ભુલ હતી ને યાર તારે કફ જમણે હાથે લઇને મને ટાઇમ કેહવાય ને...
શું કરું યાર તું કેટલો મસ્ત લાગતો હતો,કેટલો ચાર્મીગ અને ડેસીંગ લાગતો હતો અને હું તને જોઇજ રહેવાની વેળા માં કાઇ દેખાયુ કે શાનભાન રહ્યુ ન હતું અને મન અને આંખો તારા માં સુન્ન થય ગય હતી,
બોવ સારુ હવે મસ્કા ના માર,મારે લેઇટ થય ગયું છે યાર,
દસ વાગ્યા પહેલાં ઘરે પહોંચવું છે,(હવે એને તો કેવાય નહીં કે મારી કેવી ફાટે છે,અને ભુત પણ દસ વાગ્યે જ નીકળતા હોય છે,એમનું મોર્નીંગ વોક કરવા,અને આપણું હયુ બેસાડવા)
શું યાર હજી તો આઠ જ છે,ચાલ એક એક કોફિ પી નાખી,
અરે નહિં યાર પ્લીઝ સમજ ને...
મારો ઓર્ડર નહીં માને....?
અરે યાર...હાલ તો હવે...પણ જશું ક્યાં...???
નાનમપુરી...???
નાનમપુરી....ના હો જરાય નહીં,અંઇઆ આજુબાજુ માં જઇએ,(અરે નનમપુરી એટલે મનુષ્ય જીવન નો અંતીમ માર્ગ,અરે સ્મશાનઘાટ યાર)
અરે નનમપુરી પાસે એક કેફે ખૂલ્યું છે,બોવ જ જોરદાર છે,
ના યાર પ્લીઝ મને માફ કર હું નય આવું....
અલે મેલા બચ્ચા...મેલા દિપુ...
જો યાર તું આવું નય કર હો પ્લીઝ...
હાલ ને હવે ખોટા છોકરીવેડા કરતો,
પણ આપણી પાસે બે કાર છે,તો બેય કાર લઇ જશુ..?
હોતા હશે...તારી લઇ લે...
બોસ હું છુ કે તું...???
અરે મારે એટલું પ્રેટ્રોલ ઓછું બળેને યાર,હુ એમ.બી.એ કમપ્લેટ છું...
હા તો પ્રેટ્રોલ ના પૈસા બચાવા તે એમ.બી.એ.કર્યું હતું...
ના હવે શું તુય પણ,હાલ ને હવે હાલતી હોય...
મીત્રો જે ઠેકણે નહિં જવાનુ નક્કી કર્યુ હોય ને તો પણ તકદિર ત્યાં લઇને જ પહોંચાડે,નનમપુરી અરે યાર કોઇ પડોશ માં ગુજરી જાય છે તોય બી હું નથી જતો,મમ્મી અને પપ્પા બન્ને રાડુ પાડે મારી પર,કે આવી રીતે નો કરાય કોક ઉકલી ગ્યું હોય ને તો એના બેસણામાં જવાય,બે પાંચ જણા તને જોવે...મારા મમ્મી પપ્પા તો ત્યાં પણ મારુ લગન નું એક્જેક્ટ કોન્ટેકટ કરાવે બોલો...
જ્યાં બધાએ સફેદ કપડા પહેર્યા હોય અને મમ્મી ત્યાં મને શેરવાની પહેરાવાની ઉતાવળ બોલો,
બધા ના મા બાપ આવા જ હોય મીત્રો,એને પણ સપનાઓ જોયા હોય દિકરી કે દિકરા ને પરણાવાની,
પણ રાગિણી આજે બોવ મોડું કરશે તો મારી પર ભારી પડશે,પણ હવે શું થાય એક મર્દ થયને જો હું એમ કહું કે મને ભુતો થી બીક લાગે છે,અને રાત્રે દસ વાગ્યા પહેલા સુઇ જાવ છું ભુતો ના ડરથી તો તો મારી મર્દાનગી પર લાંછન ના લાગે,અને ભાયડા એ મન માં હનુમાનજી નું સ્મરણ ચાલું કર્યું,અને ફટાફટ નનમપુરી પાસે આવ્યાં અને ત્યાંથી સ્મશાન માત્ર 200 થી 250 મીટરની દુરી પર હતું અને ભાઇ પછી દિલ એક દમ જોર થી ધડકવાનુ ચાલું થયું,અને રાગિણી ને કીધું હાલ હવે ઓર્ડર દે...
અરે ઉભો તૉ રે સીગારેટ તો લેવા દે(ધુમ્રપાન શરીર માટે નુકશાનકારક છે,પીતા હોય તો ધીમે ધીમે મુકિ દેજો પ્લીઝ)
તું અને સીગરેટ...???
અરે ના હવે દાદા માટે પેકેટ લેવું છે,એની બ્રાન્ડ નું પેટેક એક આ શોપ પર જ મડે અને બીજે મહેમદાવાદ માં મડે છે,
(બોલો લ્યો આનો દાદો પણ નમુનો છે,એને એવી સિગાર ની લત લાગેલી જે બે જ જગ્યાએ મડે,આ સિગાર પાછડ હું કેટલો પછતાઇશ એતો હું જ જાણું છું ભાઇ)
ઓહહહ ઓકે,તો કાંઇ નહીં...
કેમ તુ પીવે છે...?
ના હવે સપના માં પણ નહિ...
તો સારુ કહેવાય...
હા હવે જલ્દિ કરને દસ વાગી જાશે....
હા એતો રોજ વાગે છે,તારે આજ ના દસ કાંઇ સ્પેશિયલ છે,
(ડરતા અવાજે મન માં બોલ્યો અરે મારે તો રોજ રાત ના દસ સ્પેશિયલ જ હોય છે)
કાઇ બોયલો...
ના હવે કાઇ નથી બોલ્યો,હાલ ને હવે પુરુ કરને ભાઇ...
અરે હજી તો દાદા ને આ સીગરેટ દેવા જવાની છે અને પછી પાછું ઓફિસે મારી કાર લેવા જવાની છે ને પછી તું તારા ઘરે ને હું મારા ઘરે...
(ઓ તારી....મતલબ આજ અડધી રાત પાકિ અને આજે ભુત મને મળશે એ વાત પણ પાકિ....)
તું શું આ મન માં બોલ્યા કરે છે....
કરે કાઇ નહિં ચાલ કોફી પી ને જય માતાજી કરીએ અંઇઆથી...

આજ ની આ અંધારી રાત મને બોવ ભારે પડવાની છે અને જો રોજ આવું થશે તો હુ તો ગયો કામ થી,શું રોજ મને લાગે છે આજની રાત જ મારી છેલ્લી રાત લાગે છે,
મમ્મી એ કિધું હતું આજે અંધારી ચૌદસ છે ઘરે આવી જાજે પણ આજ મને નથી લાગતું કે ઘર વેલું આવે...
ઓયયયય ક્યાં ખોવાઈ ગ્યો,આ તારી અમણા કઉ એ ઠંડી થય જશે પી ને હવે પીતી હોય તો...
અરે હા હવે મને ઠંડી કોફી જ પીવી ગમે...
સારૂ હવે બીલ આપીને બારે આવ...
અરે બીલ પણ મારે આપવાનું....???
કેમ તારા હાથ માં મેંદિ મુંકિ છે...!
ના એટલે કે તું બોસ છો તો તારે આપવાનું હોયને...
ઓ હેલો બોસ પેલા હું એક છોકરી છું,શું છોકરીઓ બીલ આપતા સારી લાગે કે જેની સાથે એક ગબ્બરુ જવાન છોકરો આવ્યો હોય તો....
આ હા....આ સારું લો...તમે તો તીલુ લઇને આવ્યા હોય એવું લાગે છે કા....
હા હવે જાને હવે આપી દે...અને હા ટિપ્સ ના પણ આપજે....
હા હા મારી કંપની મને ટીપ્સ આપવાના જ પૈસા આપે છે ને....લે આ લે બસ...હવે નીકળીયે....
હા હવે હાલ....
બાપ રે 9:30 ની ઉપર ટાઇમ થય ગયો અને હજી તો મારે આના દાદા ને સીગરેટ દેવા જવાની અને ખડુસ ને મુકી ને પછી ઘરે જવાનું મતલબ આજ આપણું પુરુ લ્યૉ...
અરે ઓ મહાશય ક્યાં ખોવાઈ જાય છે....
અરે ક્યાય નહીં યાર...
અરે વાહ આ સ્મશાન તો જો નવું ડિઝાઇનીંગ કર્યું લાગે છે જો તો ખરા...
અરે હું ગાડી ચલાવું છું,ચલાવા દેને યાર,(જે વાતથી ડર લાગે છે એમાં વડી આ વધારે ડરાવે છે બોલો...)
અચ્છા તો કાલનો શું પ્લાન છે....????
અરે પેલા ઘર તો પહોચવા દે પછી કાલ પડશે ને મને તો અત્યારની જ નથી ખબર ને આ કાલ ની માંડે છે...
શું બોલે છે તું કાઇ નથી સમજાતું....
અરે કાઇ નહિં,કે હવે ગાડી ક્યાં લવ,
બસ આઇથી લેફ્ટ જઇને સીધું...
ઓકે...
અચ્છા દિપુ તને હુ કોલેજ માં કેવી લાગતી...?.?
બસ ત્યારે તારે ચશ્માં હતા અને અત્યારે લેન્સ પહેર્યા છે બાકિ હતી એવીને એવી જ....
મતલબ...?
મતલબ સારી એમ...
(હજી આમા કાઇ ફેર પડ્યો છે નહિં અને કંપની આના ભરોશા પર ચાલશે....!ઓહ વિચારીને જ દયા આવે છે કંપની પર)
તું હવે મને કહિશ કે આટલો તું ક્યાં ખોવાઈ જાય છે...
અરે ક્યાય નહિં મને તારા બાપા આઇ મીન તારા પપ્પા નો વિચાર આવે છે કે કોઇ માણસ દરિયામાં ખારુ પાણી કેવી રીતે પી શકે...
મતલબ...???
મતલબ કે ગરમીમાં ગરમ કપડાં કેમ વહેચી શકાય...
અરે સમજાય એવું બોલ ને....
બેંગ્લોર એક આઇ.ટી કંપની નું બીગ ઝોન છે અને ત્યાં તારા બાપા એ બ્રાન્ચ ખોલી,
હા તો...
મતલબ કે કશ્મીર માં કાંઇ આઇસ્ક્રીમ થોડી વેચાતી હશે...
અરે એતો એનો જમાય છે ને....
અને ભાઇ ફુલ બ્રેક મારી હો ગાડીની અને ગાડિ એક દમ ખીલો થય ગઇ....
અરે શું થયુ....
ના આ જમાય કોણ....મતલબ તે લગન કરી લીધા...
ના હવે...
તો સગાઇ કરી નાખી...
અરે ના બાપા....
અરે તો જમાઇ ક્યાથી આસમાન થી આવાનો છે....
ના એક છોકરો છે મારા ધ્યાનમાં.....???
કોણ પેલો ડોઢ ફુટીયો પ્રિતેશ....????
ના હવે....
તો ચશ્મીશ અનુરાગ....????
બકવાશ કરમાં....
તો કોણ....ચાર્લી.....????
જરાય નહીં....
અરે તો કોણ કે ને યાર પ્લીઝ....
છે એક ડાધી વાળો,એક નંબર નો લપણો,ઉંચો અને ગોરા વર્ણ નો ગબ્બરુ જવાન એક દમ અક્ષય કુમાર જેવો....
એ કોણ...???
દિપક...
દિપક પંડ્યા....???
ના હવે જેની પાસે યમાહા 100RX હતું,ધોની જેનો ફેવરીટ ક્રિકેટર હતો,અને અક્ષય ની એક પણ મુવી મીસ નોતો કરતો,અને હોરરર મુવી થી ફાટતૉ હતો...
હુ....????
હા હવે તુ જ....
જાને હવે મજાક ના કર....!
અરે હા સાચે જ કહ્યું છું યાર....
અરે એક વાર મને પુછી તો લેવાય ને....
તારી હમણા....તને ખબર છે કે હું કોલેજ ના ટાઇમ થી તને લાઇક કરતી આવું છું અને આતો લાઇફ નો સવાલ છે...!
અરે હા એટલે જ કહું છું કે શાંતીથી વીચાર અને પછી નિર્ણય લે....
કેમ તારે કોઇ બીજી છે....???
ના હવે...
અને હોય તો એને એનું ભુંગળુ વાળીને.....
બસ બસ બસ.....કુલ કુલ....અપશબ્દ નહિ....
હા તો બીજું શું બોલું....મગજ ની પરણી નાખી...
અરે મારે કોઇની હારે અફેર નથી યાર,
હોવું પણ ના જોઇએ....
(એની માને 10:30 વાગી ગ્યા,આજે તો મારા****લાગી જાવાના છે,એમાય આને તો ભુત થી પણ વધારે ડરાવી દીધો,આનો બાપો માંડ સહન કર્યો હતો અને હવે આખી લાઈફ આને સહન કરવી પડશે,એના બાપા એ તો બીજી બ્રાન્ચ ખોલી ને ત્યાં વયા તો ગ્યાં આ આખી જીંદગી મારી હારે રેશે....હે ભગવાન તું હવે મારી પરીક્ષા લેવાનું બંધ કર હું નય પાસ થાવ વ્હાલા,લાઇફ માં ભુત ની બીક ઓછી હતી કે આવડી મોટી જીવતી ચુડેલ આપી દિધી)
શું તુય પણ અત્યારથી મારા સપના જોવા લાગ્યો...
હે.....હા બોવ ડરામણુ સપનૂ હતુ....
શું...???
કાંઇ નહિં હવે કે આ તારા દાદા ની અંતીમ માર્ગ ક્યાં છે...?
મતલબ...???
મતલબ કે તારા દાદા ના ઘર નો રસ્તો ક્યાં છે....???
બસ આગળ જતાં જ ચોથું મકાન....
સારું લ્યૉ દાદા જીવતે જીવતા ચૌથા માં રહે છે...
તું શું બબળે મન માં....???
અરે કાંઇ નહિં જા આપી આવ ને હોંભળ જલ્દિ આયજે...
હા આમ ગય ને આમ આવી....
હે ભગવાન મે શું પાપ કર્યા છે તી એની સજા રાગિણી રુપે મને આપે છે,શું આ ભુત નો ડર ઓછો હતો,શું આ દસ વાગ્યા માં તમારૂ નામ લઇ ને સુઇ જવાનુ ઓછુ હતું, અરે દસ વાગ્યા પછી તૉ મારા જેવડા છોકરાઓ પાર્ટી કરે, એન્જોય કરે અને હું દસ વાગે એની પહેલા પોંઢી જઉ છૂ,
તું બીજા ને કેમ હેરાન નથી કરતો,આખી આવડી દુનિયામાં માત્ર હું એક જ પીસ દેખાતો હોઇશ અને ઇતો થીક હાલો પણ આ ભુત ને મારે શું લેવા દેવા,એનાથી કા મારી ફાટે છે,

રાગિણી આવી અને ઓફિસ રસ્તા માં જ હતી અને હું એને ડ્રોપ કરીને ઘર તરફ જવા નીકળ્યો,અને કાર માં મારુ ફેવરીટ શોંગ ચાલતુ હતુ...
અજીબ દાસ્તાન હે યે કહાં સુરૂ કહા ખતમ,યે મંજીલે હે કોનસી,ના હમ સમજ શકે ના વોહ....
સામે રસ્તામાં ભાઇ હેડ લાઈટ ના પ્રકાશ જેટલું જ અંજવાળુ હો,
આજુબાજુ નજર કરો તો કાંઇ દેખાય જ નય,અને મને માં બીક મંડિ આંટો મારવાં,એક બાજુ કાર માં કિશોરદા ના હિન્દી ફિલ્મો ના ગીતો ચાલું અને મન માં અને મુખમાં હનુમાન ચાલીસા,અને બેવ ને મીકસ નો કરાય એનો આભાસ મને ત્યારે થયો જ્યારે એક છોકરી આવા ઘોર અંધારા માં ઉભી હતી અને મને અચાનક રોકવા લાગી,મને પણ થયું આવા અંધારા માં ઉભી છે અને નો કરે નારાયણ ને એની પર કંઈક થાય તો આખી લાઈફ પછતાવો થશે એક છોકરીએ મને રોકવા હાથ દેખાડ્યો હતો અને મે કાર ને જવા દિધી...
એટલે એક ભારતીય નાગરિક તરીકે મે ગાડી રોકી અને પુછ્યુ કેમ જવું છે,
તો તેઓ બોલ્યા કે પાંચ છ કિલોમીટર ના અંતરે એક સ્ટાઇ હાઇટ બીલ્ડીંગ છે ત્યાં જવું છે,
હા સારુ આવી જાઉ...
સાચું કહ્યું મે એમની સામે જોયા વગર જ બધું બોલતો હતો,કેમ કે એક તો ફાટેલી પડી હતી,અને બીજા નંબર અત્યારે ચુડેલ બોવ ડરામણી હોય,તોય તે હિંમત કરી ને આગળ બેસાડિ દિધા,
જી તમારો ખુબજ આભાર...
જી તમારો પણ...
મન માં કીધું કે ડરામણ જેવું વર્તન ના કર્યું એ બદલ એમનો આભાર માન્યો હતો,
ના એટલે કે તમારૉ આભાર એટલે માન્યો કે એક સાથ મડી ગયો,તો શું છે કે રસ્તો જલ્દિ થી પાર પડે...
ઓ...હ ઓકે....
શું નામ તમારું....
કોનું મારૂ...???
જી હા તમારૂ...
દિપક....દિપક ગઢવી
વાહ બોવ સારું નામ છે,તમારે લાઇટો ની જરુર નહીં પડતી હોય કા....
ના એવું થોડી હોય,હેએએએએ લાઇટ વગર કોઇને ચાલે ખરા...
ના આતો તમારું નામ દિપક છે ને તો તમારૂ અંજવાળુ જ કાફિ હશે....
ઓ.હહહ મજાક કરો છો....અને આપનું નામ...
કાજલ,કાજલ દેસાઇ....
ઓકે નાઇસ નેમ,તો અંઇઆ કેટલા ટાઇમ થી રહો છો,,,?
જી ત્રીસ વર્ષ થી....!
ઓહહહહ એવુ એમ ને....ત્યાં મારી લાઇટ થય કે દેખાવ માં તો છોકરી 21 થી 22 ની હોય એવું લાગે છે અને વાત કરે છે ત્રીસ વર્ષ ની....તો અગેઇન મજાક એમ ને...
અરે ના ના સાચેજ ત્રીસ વર્ષ થી રહું છું....
મને થયુ કે એના જન્મ પેલા ના અંઇઆ રહેતા હશે તો અંઇઆ રહેવા આવ્યોનો આંકડો બોલે છે અને ત્યાં સ્કાઇ હાઇટ બીલ્ડીંગ આવી ગયું અને હું એમને ઉતારવા માટે મારી સાઇડ નો ડોર ખોલી ને એમનો ડોર ખોલવા ગયો અને ડોર ખોલ્યો એ બહાર આવ્યા અને મે ડોર બંધ કર્યો એમને બાઇ પણ કિધું,આ આખું દ્રશ્ય પેલો સિક્યુરિટી વાળો ગેઇટ પરથી જોતો હતો અને જેવો હું નિકળવા જતો હતો ત્યાં એ સિક્યુરિટી એ મને બોલાવ્યો....
ઓ મહારાજ....એક મીનીટ...
એક જાડો પાડા જેવો અને એમાય દોડતો દોડતો મારી પાસે આવ્યો...
મે કિધું હા બોલો....
શું બોલું.....આ હમણા જે થયૂ એ શું હતુ...
એક લેડિ હતી જેને મે રસ્તામાં લીફ્ટ આપી હતી...
ઓ મહારાજ ગાંજો ચરશ કે અફિણ તો નથી માર્યું ને...?
ના ભાઇ ના હું આવું કાઇ મારતો નથી...પણ થયું શું એ તો કો....
ભાઇ તમે ગાડિ ઉભી રાખી...
હા રાખી....
તમે ઉતર્યા....
હા ઉતર્યો....
ડાબી બાજુ નો દરવાજો ખોલ્યો...
હા ખોલ્યો....
પણ કેમ ખોલ્યો...કોના માટે ખોલ્યો...
અરે ભાઇ કિધું તો ખરા એક લેડી હતા એને લીફ્ટ આપીને અંઇઆ ઉતાર્યા....
અરે પણ મહારાજ અંઇઆ થી કોઇ ઉતર્યું જ નથી...
અરે ભાઇ તો હું શું ખોટું બોલું છું,મને શું ગાંડપણ ચઢ્યું છે તી હું આટલી રાતે ગાંડા કાંઢુ યાર....
એતો મને નથી ખબથ મહારાજ પણ એક કામ કરો તમે ચાલો મારી સાથે કંટ્રોલ રુમ માં હું તમને સી.સી.ટીવી ફુટેજ દેખાડુ બસ....
એક મીનીટ હું કાર લોક કરી દઉ....
કાર લોક કરી ને હું સિક્યુરિટી વાળા સાથે કંટ્રોલ રુમ માં ગયો અને મે અત્યાર ની ફુટેજ જોઇને મને તો વિશ્વાસ નો થતો કે મે દરવાજો જેના માટે ખોલ્યો હતો પણ અસલ માં કોઇ હતું જ નહીં....
મે પછી સિક્યુરિટી વાળા ને એનું નામ ઠામ બંધુ આપ્યું પણ એ હમણા થી જોઇન થયો હતો એટલે એને કાઇ પણ ખબર ન હતી કાજલ બારા માં,પણ એને મને કિધુ કે એક રામચંદ્રભાણ કરીને અંઇઆ રે છે જે સૌથી જુના રહેવાશી છે લગભગ બીલ્ડીંગ બન્યું હતું ત્યારથી જ...
બીલ્ડીંગ બન્યું એને કેટલા વર્ષ થયા હશે,
અમમમ ત્યાં સાલ લખી છે એ હિસાબે 35વર્ષ.
ઓહહ ઓકે....
સાહેબ તમે બરાબર તો છો ને....
અરે હા હા હું એક દમ મસ્ત છુ,ખબર નહીં આવું મે કેમ કર્યું પણ ખેર હશે હવે...
હા હા સાહેબ થાય થાય કોઇક વાર કામ વધારે થય ગયું હોય અને કામ ના ડિપ્રેશનમાં આવું થાય...
હવે હું આને કેમ સમજાવું કે વર્ષોથી હું આ ભુત પ્રેતો ના ડિપ્રેશનમાં આખી લાઈફ પસાર કરતો રહ્યો છું,
માંડ માંડ હિંમત કરીને ઘરે પહોંચ્યો અને ઘરમાં મમ્મી ડાઇનીંગ ખુરશી પર મારી રાહ જોઈને સુતા હતા અને પપ્પા સોફા પર સૂતા હતા અને પેલી છોકરી ના ડિપ્રેશનમાં જાગતો હું અંદરખાને બીક અને મુંજાતો હતો,
મમ્મી એ મમ્મી ઉઠ હું આવી ગયો...
ઓહો આવી ગ્યો બેટા...નવ હવે વાગ્યાં...?
ના મમ્મી 1.30 વાગ્યો છે,
આજ તો રેકોર્ડ તુટી ગયો ને કાઇ હે,
ના મમ્મી એવું નથી,આજે કામ જરાક વધારે હતું,
અચ્છા જેને તને જન્મ આપ્યો એની હારે જુઠું બોલે છે, સાંભળ્યું દિપક ના બાપુ,
આ હવે આપણા કયા માં નથી...
અરે શું તુય પણ મમ્મી,તું એવું બોલે છે જાણે હું લુંટ કરીને આવ્યો હોય,
હા તો જે સાચું હોય એ કહી દે ને પણ...
અરે પેલી રાગિણી...
કોણ રાગિણી....???
મારા બોસ ની દિકરી...
હા તો એનું શું...?
એને મને મોડું કરાવ્યૂ...
કેમ એની હારે ફરવા ગ્યો તો...
ના મમ્મી એના દાદાજી ની સ્પેશિયલ સિગારેટ લેવાની હતી અને એ પણ નનમપુરી માં...
ઓહો તો તું ત્યાં જય આયો...
હોવ જયને આવી પણ ગયો...
પહેલી મુલાકાત લીધી ને કા નનમપુરી ની...
શું મમ્મી તું પણ,હાલો હવે વ્યારૂ કરી લેવી...
હા તો આજ તને નિંદર આવશે...?
હા આવે જ ને લે,કેવી વાત કરે છે...
મને તો નથી લાગતું...
કેમ તને નથી લાગતું...
તું હા તો પાડશ પણ અંદર થી ફફડશ...
તને કેવી રીતે ખબર....
તારી માઁ છું બેટા...
ઓહો....ના હવે એતો હનુમાન ચાલીસા સાંભળી ને ઉંઘી જઇશ...
સારૂ લ્યો હાલ જમી લે હવે...
યાર મમ્મી ની વાત સાવ સાચી હતી,આજે તો મને હનુમાનજી પણ નહીં ઉંધવાડે,કેમ કે એનો ચહેરો હજી ભુલાતો નથી,સવાર છુટી લયને પેલા તો એ કોણ હતી અને એની હારે એવું તે શું થયું કે એ આત્મા થયને ભટકે છે,અને પછી કાલે રાત્રે એ જગ્યાએ જવું છે અને બરાબર પૂછવું છે,મારું એને જે કરવું હોય ઇ કરે,બીજું શું,
આની પેલાની આત્મા સારી હતી એણે મને કાઇ કર્યું નો હતું અને મને ક્યાંય ને ક્યાંય ભરોશો છે કે આ પણ મને કાઇ નહિ કરે,પછી તો રામ જાણે હો,પણ એક વાર જાણવું તો પડશે છે જ ને,નયતર મને સખ નય થાય,પણ આ સવાર પડશે ક્યારે...
હનુમાન ચાલીસા સાંભળી ને ઉંઘ આવતી ગય અને જોત જોતામાં સવારેય પડી ગય,
ફ્રેશ થયને નાસ્તો કરી ને પેલા તો રાગિણી ને ફટાફટ ફોન કર્યો ,
હાલો મોર્નીંગ,
હા મોર્નીંગ બચા બોલ...
હું આજે આવી નય શકું,મારે આજે ગામડે જવાનુ છે,
કેમ ન્યા શું ડાયટુ છે...
કાઇ નય પાક જોવા જાવું છે વાડિયે,
ઓહ અચ્છા,મતલબ નોકરી માં રસ નથી...
ના એવું નથી મહિનામાં એક વાર તો જવું પડે ને....
હા તો રવિવારે હાયલો જાજે...
અરે ના યાર ઓલા ભાગ્યા ને પૈસા આપવાના હે,
બીયારણ અને ખાતર ના,
અરે પણ તો હું શું કરીશ અંઇઆ....
કેમ કાલે તું કેમ આખો દિ રય તી....
ના એતો તને ચિડાવા ખાતર આખો દિ તારી હારે બોયલી નોતી...
ઓહ અચ્છા...પણ મારે જવુ પડશે યાર,શોરી...
હા તો હાલ ને હુયે આવું....
અરે તારે શું છે ન્યાં,ઓફિસ સંભળા તું...
અરે ઇતો જ્હોન અંકલ સંભાળી લે હે...
યાર તું બોવ જિદ્દી છો હો...
હા ઇતો છું જ...બોલ ને ક્યારે આવશ...
સારુ હાલ પર પેટ્રોલ તારે ભરાવી દેવું પડશે હો...
લ્યો કરી નાઇખી ને હલકિ વાત,,,સારૂ હાલ હવે આવ ઓફિસમાં...
ઓકે આવું છૂ ચાલ...
યાર આ મુસીબત ભેગી આવશે તો હું પેલી ભુત ની પુછપરછ કેમ કરી શકિશ યાર,કુછ તો સોચના પડેગા,મગર ક્યાં....
આઇડિયા...