A Silent Witness - 5 books and stories free download online pdf in Gujarati

A Silent Witness - 5

(( ભાગ ૪ માં આપણે જોયું કે મુગ્ધા હાઈકોર્ટ માં અપીલ કરે છે અને ડી.એન.એ. વિશે જાણકારી મેળવવા માટે તે પોતાની ફ્રેન્ડ નંદિની ને મળવા માટે હૈદરાબાદ પહોંચી જાય છે.....હવે આગળ...))

(મુગ્ધા નંદિની ને કેસ વિશે વાત કરે છે.)
નંદિની :- મુગ્ધા! તારી વાત એકદમ સાચી છે. માત્ર ડી.એન.એ. ના આધાર પર એ સાબિત ના કરી શકાય કે યશે જ આ ખૂન કર્યું છે. DNA એટલે Deoxyribonucleic Acid (ડીઓક્સિરીબોન્યુકલિક એસિડ). એ માત્ર માણસ માટે જ નહિ પણ કોઈ પણ સજીવ ના શરીર વિશે વિગતવાર માહિતી આપતી એક શૃંખલા છે જે દરેક ને પેઢી દર પેઢી વારસાગત મળતી આવતી હોય. સીધી ભાષામાં સમજાવું તો ડી.એન.એ. એ એક પ્રકારના બારકોડ જેવું છે. જેમ કોઈ વસ્તુ ઉપર લગાવેલો બારકોડ આપણે જ્યારે ડિકોડ કરીને જોઈએ તો તેમાં જે તે વસ્તુ ની સંપૂર્ણ વિગત લખાઈને મળે છે. તેમાં એ વસ્તુ ના જનમ થી લઈને એનો એક્સપાયરી સમય સુધી નો સંપૂર્ણ ઇતિહાસ જાણી શકાય છે. તેવી જ રીતે માણસ કે કોઈ સજીવનો બારકોડ એટલે એનું ડી.એન.એ..

કોઈના પણ ડી.એન.એ. ને ડિકોડ કરીને જો એનું વિશ્લેષણ કરવામાં આવે તો એ વ્યક્તિ ની સંપૂર્ણ શારિરીક માહિતી, એનો બાળપણનો દેખાવ, અત્યારનો દેખાવ અને ઘડપણનો દેખાવ, તેનો પેઢી દર પેઢીનો સંપૂર્ણ વારસો કેવો રહ્યો હશે અને આગળ કેવો રહેશે એની તમામ સંભાવનાઓ, એના વાળ નો રંગ, આંખોનો રંગ, શરીરનો બાંધો, કદ- કાઠી, વગેરે બધું જ વિગતવાર જાણી શકાય છે. પછી એ માણસ ના સ્કેચ ની પણ જરૂર રહેતી નથી કેમકે દુનિયાની દરેક વ્યક્તિના ડી.એન.એ. એકબીજાથી તદ્દન અલગ અલગ જ મળી આવે છે તે ક્યારેય એકના એક ફરીથી બીજા માણસમાં પુનરાવર્તિત મળતાં નથી. આધારકાર્ડ ની જેમ તે વ્યક્તિની યુનિક ઓળખ છે.

હવે રહી વાત ડી.એન.એ. મળે ક્યાંથી? તો એક વ્યક્તિ ના ૧૬ જાતના અલગ અલગ કોષમાંથી ડી.એન.એ. સરળતાથી મળી જાય છે. જેમકે કોઈ વસ્તુ ના સંપર્કમાં આવતા જ આપણા બોડીના અત્યંત સૂક્ષ્મ કોષો તે વસ્તુ પર રહી જતા હોય છે , કોઈ કાચ પર હાથ રાખીને ફરી લઇ લેતા આપણા હાથની રેખાઓ કાચ પર તરી આવતી તરત જ જોવા મળે છે, ઉપરાંત વાળ, નખ,રૂંવાટી, લોહી, ચામડી, બોડી પર પહોંચેલી ઇજા ના ઘાવ, વગેરે માંથી ડી.એન.એ. મળી જતું હોય છે. અને એટલાં માટે જ ડી.એન.એ. ડીકોડ કરીને ગુનેગારો ને પકડી પાડવાનું સરળ બની જાય છે. ...

મુગ્ધા:- ( વચ્ચેથી નંદિની ને અટકાવીને જ... ) પણ એ ડી.એન.એ. ને ડીકોડ કેવી રીતે કરવામાં આવે છે?

નંદિની :- ડી.એન.એ. ને ડીકોડ કરવાની પ્રક્રિયા આમતો અઘરી એન્ડ થોડી ટાઈમ કન્સુમિંગ પણ છે. કેમકે એક નાના અમથા ડી.એન.એ. માંથી આખી જનમકુંડલી મળી આવે છે. બધું તો અત્યારે સમજાવા બેસાય એમ નથી. પણ તને કામ લાગે એટલું સમજાવું તો ક્રાઇમ ની તપાસ વખતે મળી આવતા ડી.એન.એ. માં એક સિમ્પલ પ્રક્રિયા કરવાની હોય છે. સૌથી પહેલા તો પોલીસ રેકર્ડમાં રહેલા દરેક ગુનેગાર ના બ્લડ સેમ્પલ માંથી ડી.એન.એ. લઈને તે તમામ રેકોર્ડ ની ફાઈલો પોલીસ પાસે પડી જ હોય છે. એટલે જ્યારે ગુનો થાય ત્યારે ગુનાના સ્થળેથી મળી આવેલું ડી.એન.એ. સૌથી પહેલાં આ ગુનેગારોના ડી.એન.એ. સાથે મેચ કરી જોવામાં આવે છે અને તેમાંથી કોઈ મેચ થઈ જાય તો ગુનેગાર ને જલ્દીથી પકડી લેવાય છે. જો કોઈનું પણ ડી.એન.એ. મેચ ના થાય તો તે પીડિત વ્યક્તિના સંપર્કમાં આવેલી દરેક વ્યક્તિઓના બ્લડ સેમ્પલ લઇને તેમના ડી.એન.એ. મેચ કરવામાં આવે છે અને મોટા ભાગના કેસ આટલાથી સોલ્વ થઈ જ જતાહોય છે.

મુગ્ધા:- પણ મારા કેસ ની વાત કરું તો યશ એ મિસ્ટર અવસ્થીના સંપર્કમાં આવ્યો જ નથી કે નથી એ ક્યારેય એમના એપાર્ટમેન્ટ કે ઘરમાં ગયો. તો પછી યશ નું ડી.એન.એ. આમાં ક્યાંથી આવ્યું? કોઈએ યશને ફસાવા માટે ખોટી માહિતી આપીને કોર્ટ માં ખોટા સબૂત ઊભા કર્યા હશે? પણ કોઈ એવું શું કામ કરશે અને એ પણ યશ સાથે જ ?

નંદિની:- (મુગ્ધા હજુ આગળ કઈ વિચારે એ પહેલાં જ નંદિની એ જવાબ આપતા કહ્યું) એવું જરૂરી નથી કે યશ મિસ્ટર અવસ્થીનાં સંપર્કમાં આવ્યો હોય તો જ એનું ડી.એન.એ. મળશે. ચાલ તને હું એક એક્સપેરીમેન્ટ બતાવું.

નંદિની મુગ્ધા ને એણે થોડા સમય પહેલા પોતે એક રિસર્ચ વખતે કરેલા એક્સપેરિમેન્ટ નું વિડિયો રેકોર્ડિંગ બતાવે છે. તેમાં તેણે બતાવ્યું કે એક ખાલી ઓરડામાં પંદર થી વીસ લોકોની બેઠક ગોઠવે છે.તેમના માટે ટેબલ ખુરશી અને નાસ્તા પાણી ની વ્યવસ્થા કરવામાં આવે છે. એ લોકો આવે છે, અડધો કલાક તે બધા ઓરડામાં બેસે છે, નાસ્તા પાણી કરે છે, અને અડધા કલાક બાદ બધા ને એકસાથે બહાર બોલાવી લેવામાં આવે છે.

હવે નંદિની અને એની ટીમ તે ઓરડામાં જઈને ટેબલ ખુરશી, નાસ્તાની પ્લેટો, ગ્લાસ, વગેરે દરેક વસ્તુ કે જેમને એ લોકોએ ઉપયોગમાં લીધી હતી તેના પરથી ડી.એન.એ. મેળવે છે અને બધા ડી.એન.એ.ને ડીકોડ કરીને જે લોકોને અંદર મોકલવામાં આવેલા એ બધાના ડી.એન.એ. સાથે મેચ કરે છે. આ એક્સપેરિમેન્ટ નું તારણ ચોંકાવનારું આવે છે. ઓરડામાંથી મળેલા ડી.એન.એ. માં પેલા અંદર મોકલેલા ૧૫-૨૦ લોકોના ડી.એન.એ. તો મળ્યા જ પણ સાથે સાથે બીજા વધારાના એવા લોકોના ડી.એન.એ પણ મળ્યા કે જે ક્યારેય આ ઓરડામાં ગયા જ નહોતા. એવા વધારાના ડી.એન.એ.માં એ લોકો સામેલ હતા કે જે આ એક્સપેરીમેન્ટ શરૂ થવાના થોડા સમય પહેલા ભાગ લેનાર ૧૫-૨૦ લોકોના સંપર્કમાં આવ્યા હોય.

મુગ્ધા આ જોઈને ચોંકી ગઈ. પણ થોડી વાર પછી જાણેકે એક "ઉમ્મીદ કી કિરણ" મળી ગઈ હોય એમ એનું મન ગદગદિત થઈ ગયું. એ નંદિની કઈ પૂછે એ પહેલાં જ નંદિની એને આગળ સમજાવા લાગી

નંદિની:- મુગ્ધા, આ એક્સપેરિમેન્ટ અમે ડી.એન.એ. ના અમુક ગુણધર્મો સમજવા માટે કરેલો. જેમકે ડી.એન.એ.નો એક ગુણધર્મ છે "ટચ એન્ડ ટ્રાંસ્ફર". માનો કે તમે કોઈ સાથે હેન્ડ શેક કરો છો ત્યારે તમારું ડી.એન.એ. તે માણસ ના હાથ માં લાગી જાય છે. પછી એ માણસ કોઈ ત્રીજી વ્યક્તિ સાથે હેન્ડ શેક કરે ત્યારે એની સાથે તમારુ ડી.એન.એ પણ તે ત્રીજી વ્યક્તિના હાથ પર ટ્રાન્સફર થઈ ગયું હોય એવી સંભાવના ચોક્કસ છે. બસ એ જ રીતે પેલા ૧૫ -૨૦ લોકો ઘરે થી પોતાના સ્વજનોના સંપર્કમાં આવ્યા હોય તો આ એક્સપેરિમેન્ટમાં એમની સાથે એમના સ્વજનો કે મિત્રો જે એ રૂમ માં આવ્યા જ નહોતા એમના પણ ડી.એન.એ. ટચ એન્ડ ટ્રંસ્ફર પ્રોપર્ટી ને કારણે ત્યાં રૂમ માં પહોંચી ગયા હતા.

મુગ્ધા:- સો યું મીન ટુ સે ધેટ મારા ડી.એન.એ. આ ટચ એન્ડ ટ્રાંસ્ફર પ્રોપર્ટી ના કારણે અત્યાર સુધીમાં એવી ઘણી બધી જગ્યા પર પહોંચી ગયા હશે જ્યાં હું હજુ સુધી ગઈ જ નથી રાઈટ?

નંદિની:- અબ્સોલુટલી. પહોંચી જ ગયા હોય. કેમકે આપણે બહાર બજારોમાં ગયા હોઈએ, પબ્લિક પ્લેસ, થિયેટર, કે અન્ય કોઈ જગ્યાએ, અને ઘણા બધા લોકોને મળતાં હોઈએ છીએ. તારા કેસ માં કદાચ આવું જ કઈક બન્યું હોવું જોઈએ. જો તને યશ પર વિશ્વાસ છે અને તે નિર્દોષ છે તો યશ નું ડી.એન.એ. આવી જ રીતે અવસ્થી ની બોડી પર ટ્રાન્સફર થયું હોવું જોઈએ. પણ મુગ્ધા દરેક કેસ માં આવું બનતું નથી.

મુગ્ધા:- ઓકે સમજી ગઈ. પણ જો ડી.એન.એ. આવી રીતે ટ્રાન્સફર થઈ જાય તો પછી માત્ર ડી.એન.એ ના આધાર પર કેમ ગુનેગાર પકડી લઇ શકાય? આવા તો કેટલા નિર્દોષ લોકો સજા નો ભોગ બન્યા હશે?

નંદિની:- ના એવું નથી. દરેક વખતે ભોગ બનનાર ના શરીર પર ના ઊંડા ઘાવ અને કોઝ ઓફ ડેથ (મૃત્યુનું કારણ) , પી.એમ. રિપોર્ટ અને બીજા ઘણા બધા પુરાવાઓ અને સાક્ષીઓ, ઉપયોગમાં લીધેલાં હથિયારો, વગેરે બધી જ તપાસ પરથી જ ગુનેગાર પકડાઈ જાય છે. હું એટલે જ કહું છું કે ૧૦૦ માંથી કદાચ એકાદ કેસ માં આવું બની શકે છે.

મુગ્ધા:- ઓકે! ઓલ રાઈટ! ....વેલ, મારા કેસ માં હજુ સુધી કોઈ સાક્ષી સામે નથી આવ્યું. અને સબૂત પણ માત્ર એક જ ડી.એન.એ.. યશ ને હું સારી રીતે ઓળખું છું. તે ખૂન તો ના જ કરી શકે. એને આ કેસ માંથી છોડાવા માટેની મહત્વની કડી મને હવે મળી ગઈ છે. થેંકસ ટુ યુ!

નંદિની:- મને ખરેખર ખબર જ નહોતી કે મારો આ એક્સપેરિમેન્ટ કોઈ ક્રાઇમ કેસ સોલ્વ કરવામાં મદદરૂપ બનશે. એની વે, ઓલ ધ બેસ્ટ!

મુગ્ધા:- થેંકસ! હવે મારે સૌથી પહેલા ખૂન થયું તે દિવસે યશ ક્યાં હતો, કોને કોને મળ્યો, વગેરે બધી માહિતી ફરીથી એકવાર તપાસવી પડશે. ચાલ હવે હું નીકળું છું. બાય!
(ક્રમશઃ)

((...... વાચતા રહેજો મિત્રો! આપના સપોર્ટ માટે ખૂબ ખૂબ આભાર. સ્ટોરી માં રસ જળવાઈ રહે તેવા પ્રયત્નો કરી રહી છું... આભાર... ))