Imagination world: Secret of the Megical biography - 18 books and stories free download online pdf in Gujarati

કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - 18

અધ્યાય-18


તેને અચાનક યાદ આવ્યું.તેણે આ વનવિહાર માં વાંચ્યું હતું.તેણે કાયરા નો હાથ ખેંચ્યો અને તેને ઉભા રહેવા કહ્યું તેણે તે ટેબલ પરથી હાથ અખબાર લીધું અને વાંચતો હતો.કાયરાએ તેને પૂછ્યું "શું થયું અર્થ અચાનક જ તું પાછો વળી ગયો?"

"વાત જ કંઈક એમ છે."

તેણે કાયરાને ખુશ થઈને કહ્યું કે "મને કંઈક અદભુત વસ્તુ મળી છે."

અર્થ ના મોડા જવાબ આપવાથી કંટાળીને તેણે અખબાર હાથમાં થી ખેંચી લીધું અને વાંચવાનું ચાલુ કર્યું.તેણે પૂરો લેખ વાંચી નાખ્યો.

જેમાં ગાયબ થવાની ઘટના વિશે લખ્યું હતું.જેની પાછળ કોનો હાથ હતો તે કોઈને ખબર ના હતી.પણ તેમાં છેલ્લે ગાયબ થયેલા મહાનતમ જાદુગરો ના નામ હતા જેમાં પ્રો.અનંત નું નામ પણ હતું.સાથે બીજા આઠ નામ હતા.કાયરા ખૂબ ખુશ થઈ હતી કારણકે તેમને મુશ્કેલી થી કંઈક મળ્યું હતું.અર્થ પણ ખુશ જ હતો કારણકે અહીંયા આવવાનું સફળ થયું હતું.બંને તેની ખુશી મનાવવા જોરથી બોલતા હતા ત્યારે તે અલમારીનું રક્ષણ કરતી કીડી એ તેમને ધીમે થી બોલવાની સૂચના આપી.

અર્થે કાયરાને ધીમેથી કહ્યું "આપણે આ આઠેય જાદુગર વિશે જાણવું પડશે તેનાથી કદાચ આપણને કંઈક જરૂરી સુરાગ હાથ લાગે.

કાયરા એ કહ્યું "હા તો ચલો ફરીથી કામે લાગીએ."

તે આઠેય જાદુગરના નામ કંઈક આ પ્રમાણે હતા.

મિહિર,આકાશ,વર્ધમાન,કવન,કેવિન,વિરાગ,આનંદ,અક્ષય, કશ્યપ.

સાંજ થવા આવી હતી ત્યારે અર્થ અને કાયરાએ ઘણીબધી શોધખોળ કરી હતી અને બંનેએ ખરેખર મહેનત કરી હતી.અર્થ અને કાયરાએ તે બધા જાદુગરો વિશે વાંચ્યું હતું અને હવે સમય હતો કે કંઈક તારણ કાઢે.

કાયરા એ અર્થ સામે ગંભીરપૂર્વક જોતા કહ્યું "આપણે હવે કદાચ કંઈ શોધવાનું કે વાંચવાનું બાકી નથી રહી ગયું.મને તારણ મળી ગયું છે અને તે કદાચ ૯૫ પ્રતિશત સાચું છે.આમ તારણ બહુ સીધું છે.આપણે જેટલા લોકો વિશે જાણ્યું અને વાંચ્યું તેમાં એક વસ્તુ કોમન હતી કે તે બધાજ ખૂબ સારા જાદુગર હતા એટલેકે તે પ્રખ્યાત હતા.એવું ક્યાંય નથી બન્યું કે તે મૃત્યુ પામ્યા હોય તેવી ખબર આવી છે પણ તે જાતેજ ક્યાંક ગાયબ થઈ ગયા છે.તેનો મતલબ તે ગાયબ થયા નથી તેની પાછળ કોઈ મોટા માણસ નો હાથ છે કદાચ વિનાશ."

"વિનાશ મને નથી લાગતો કારણકે તે સર્વે કામ કોઈના થી ડર્યા વગર કરે છે તો તે આ વસ્તુ શુ કરવા છુપાવે અને તે કોઈપણ ને મારવામાં સહેજ પણ દયા નથી રાખતો.તો તે કદાચ ના હોઈ શકે."

"પણ કદાચ તે જાદુઈન્યાયાલય ની સજાથી ડરતો હોય એટલે તેણે કામ છુપાઈને કર્યું હોય ઉપરાંત તેનો સાતેયપ્રાંત ના મહાન પ્રમુખને મારવાનો ગુનો સાબિત નથી થયો.તેથી તે હજી પોતાને બેકસુર માને છે અને અખબારમાં પણ હજી અટકળો છે કે ખરેખર આ હત્યા શું તેણે જ કરી છે?"

"જેણે પણ આ કૃત્ય કર્યું છે.તે બહુજ હોંશિયાર માણસ છે તે જાણે છે કે ઘણીવાર શકિતશાળી માણસો ને મારવા બહુ અઘરા હોય છે તેથી તેને રસ્તાપરથી હટાવી દેવા આસાન છે.આપણે અહીંયાંથી કંઈ લઈ નહીં જઈ શકીએ તેથી આપણે આ બધાજ જાદુગરોના નામ ગોખી લઈ એ જેથી પછી પણ ક્યારેક જરૂર પડે તો મદદ મળી રહે.હું આ ઉપરના ચાર નામ યાદ રાખું છું તું આ નીચેના ચાર નામ યાદ રાખી લે.તેથી આપણને સરળ પડશે."

"હા, બહાર જઈને આપણે આ નામ એક કાગળમાં લખી દઈ શકીએ.જેથી ભુલાઈ ના જાય."

"હા,હવે આપણે ત્રાટક ના રૂમમાં જવું જોઈએ."

"હા, આપણે રૂમ નંબર ૩૦૫ માં જવાનું છે."

બંને જ્યારે સીડી ઉતરીને બીજા માળ પર જતાં હતાં ત્યારે સામેથી માનવ ધીમે ધીમે સીડી થી ઉપર આવતો હતો.માનવ તો અંધ હોવાથી તેને કંઈજ ખબર ના હતી કે આસપાસ કોણ છે પણ અર્થ નું ધ્યાન ગયું અને તેણે માનવ ને જોરથી બુમ મારી અને આજુબાજુ સીડી ચડતા માણસો તેની સામે જોવ લાગ્યા ત્યાં કોઈ કીડી ઉભી ના હતી તેથી તે બચી ગયો નહીતો અહીંયા પણ તેને કીડીની ખરીખોટી સાંભળવી પડત તેણે માનવની પાસે ગયો અને તેનો હાથ પકડીને તેને બાજુમાં ઉભો રાખ્યો.માનવ અર્થ નો અવાજ અને સ્પર્શ ઓળખી ગયો.તો પણ તેણે ખાતરી માટે પૂછવાનો જ હતો કે તું અર્થ છે? પણ તે પહેલાં જ અર્થ એ તેની ઓળખાણ આપી દીધી.

અર્થે માનવ ને કહ્યું "માનવ તું અહીંયા, સારું થયું તું મને અહીંયાંજ મળી ગયો.હું છાત્રાલયમાં જ તારી પાસે એડ્રેસ અને તારો ટેલિફોન નંબર લેવા આવ્યો હતો પણ તું ત્યારે રૂમ માંથી નીકળી ગયો હતો."

માનવ: "હા મને પણ છેલ્લી વાર ના મળ્યાનો અફસોસ હતો.પણ હું તારી સાથે ઘણા સમયથી સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.પણ કદાચ તે શક્ય બન્યું નહીં."

"હા, તેથીજ તું સૌ પ્રથમ મને તારું અડ્રેસ અને તારો ટેલિફોન નંબર આપ."

"હા, જરૂર"

માનવે અર્થ ને ટેલિફોન નંબર અને અડ્રેસ આપ્યું.

માનવે હવે ગંભીરપૂર્વક વાત શરૂ કરી.

"હું તને ખાસ તો તેમાટે મળવા માંગતો હતો કે તને યાદ હોય તો હું જ્યારે તને એક વખતે કેન્ટીનમાં મળ્યો હતો ત્યારે મેં તને એક વાત કહી હતી કે મને એક વસ્તુની ખબર છે પણ તે અફવા સમાન હતી તે વખતે.તો હું તને તે વાત મને યોગ્ય લાગતા કહીશ તેમ મેં તને કહ્યું હતું."

"હા, મને યાદ આવ્યું."

"બસ તે વાત હવે સાચી હોય તેવું મને લાગી રહ્યું છે અને તે વાત તેમ છેકે તારી પાસે જે પ્રો.અનંતની આત્મકથા છે તે ઓરીજીનલ છે જે પ્રો.અનંત પાસે રહેતી હતી.હા તેવાત સાચી છે પણ તેમની પાસે આવી પોતાનીજ બે ઓરીજનલ આત્મકથાની કોપી હતી.તારી પાસે એક છે તો તે બીજી પણ ક્યાંક છે તે વસ્તુ ફાઇનલ છે.બીજીવાત મને વનવિહાર ના ચોકીદારે જણાવ્યું હતું કે તે તેમના ખૂબ સારા મિત્ર હતા જ્યારે તે આપણી સ્કૂલમાં ભણાવતા હતા.તેમણે જ મને આ બે આત્મકથા વિશે જણાવ્યું ઉપરાંત તેમણે તેમને મહત્વની ઈચ્છા પણ તે બુકમાં લખી રાખી હતી પણ બંને બુકમાં તેમની જે ઈચ્છા હતી તે શબ્દ ના બે ટુકડા કરી નાખ્યા હતા. તેથી જેની પાસે બે આત્મકથા હોય તેજ તેમની તે ઈચ્છા જાણી શકે છે. તેમનું આવું કરવા પાછળનું કારણ પણ છે જે મને ખબર નથી.મારા થી તે સમયે તેમને પૂછવાનું જ રહી ગયું હતું.કદાચ આપણને લાગે કે આ વાત ખોટી પણ હોઈ શકે છે પણ મારા માનવા પ્રમાણે તેવુ ના હોઈ શકે હું તે વૃદ્ધ દાદા ને જાણું છું તે ખોટું ના બોલી શકે."

"હા હું પણ તે એક સારા માણસ છે. હું ઘરે જઈને મારી પાસેની આત્મકથામાં તે અધુરો શબ્દ શોધવાનો પ્રયત્ન કરીશ."

"હા,જરૂર અને મને તારા લાયક કોઈ બીજી વસ્તુ મળશે તો તને જરૂર કહીશ તું તારા ધ્યેય તરફ આગળ વધજે હું તારી સાથે છું."

ધ્યેય શબ્દ સાંભળતા જ અર્થ જ્યારે આ દુનિયામાં આવ્યો હતો તે યાદ આવ્યું ત્યારે પેલા તેજસ્વી બાળકે પણ કહ્યું હતું કે તું ધ્યેય શોધીને તું તારી જાતે જ પૂરો કરજે.આજે તેને એક ધ્યેય મળી ગયો હતો.

કાયરા નો અવાજ સાંભળતા જ તે વિચારોમાંથી બહાર આવ્યો અને તેણે માનવ ને કહ્યું "માનવ તારો ખુબખુબ આભાર" અને ત્યારબાદ કાયરા એ પણ માનવનો આભાર માન્યો.ત્યારબાદ અર્થે કહ્યું "હું તને પત્ર લખતો રહીશ.અને શું તું અહીંયા એકલો આવ્યો છે?"

માનવે કહ્યું "નહીં હું મારી માતા સાથે આવ્યો છું તે ઉપર છે."

અર્થે કહ્યું "ઠીક છે ચાલ ફરી મળીશું"

આમ કહીને માનવ અને અર્થે વિદાય લીધી.

અર્થ અને કાયરાને જેટલી આશા હતી તેનાથી નો કેટલાક ગણું વધારેજ તેમને જાણવા મળ્યું હતું.હવે તે આગળ નું પગલું ભરવા સક્ષમ હતા.

તે બંને રૂમ નં ૩૦૫ માં ગયા જ્યાં ત્રાટક કામ કરી રહ્યો હતો પણ જ્યારે અર્થ અને કાયરા આવ્યા ત્યારે તે બધું કામ સમેટીને ચા પી રહ્યો હતો.

ત્રાટકે બંને ને સવાલ પૂછ્યો " શું તમને અહીંયા કંઈ જાણવા મળ્યું."

કાયરા એ ખુશ થઈને કહ્યું "હા,ત્રાટક અંકલ અમને અહીંયા ઘણું બધું જાણવા મળ્યું."

અર્થે આજની તમામ વાત કરી અને તે ખુશ હતો કે આજે તેને અહીંયા આવું સફળ રહ્યું.ત્રાટક અને કાયરા પણ ખુશ હતા.

કાયરા એ કહ્યું "ત્રાટક અંકલ મને ઘરે ઉતારી દેશો?"

"હા જરૂર."

ત્રણે જણ બહાર નીકળવાના દરવાજાથી બહાર નીકળ્યા અને તે પણ તેવી રીતેજ હતો જેવી રીતે તે આવ્યા હતા.ત્રણે ચાલતા ચાલતા ક્યારે અલમારી ની બહાર નીકળી ગયા તેની તેમને ખબર જ ના રહી.અર્થ કાયરા અને ત્રાટક તે મોટા હોલની બહાર આવી ગયા.કાયરાને ઘરે મૂકીને અર્થ અને ત્રાટક પાછા પોતાના ઘરે આવી ગયા. ઘરે પહોંચ્યા ત્યારે સાંજની રાત થઈ ગઈ.હવે અહીંયા તે સામાન્ય માણસની જેમ હતા અહીંયા કોઈ મોટી કીડીના હતી.


ક્રમશ....