nava dada na ghare ae halo books and stories free download online pdf in Gujarati

 નવા દાદા ના ઘરે  એ ....હાલો !!

(1)

નવા દાદા ના ઘરે એ ....હાલો !!


દાદાના દરબાર જાશુ સવારમાં નિત્ય ઉઠીને, સવારમાં નિત્ય ઉઠીને ...સવારમાં નિત્ય ઉઠીને ...નિત્ય ઉઠીને ! બોલો ,બોલો , બોલો બધા , બોલો ,બોલો ! સૌ સાથે મળીને બોલો ! અને ----સૌએ સાથે મળીને કીર્તનને એક અવાજે વધાવી લીધું ,વાતાવરણને ખુબજ પવિત્ર બનાવી દીધુ ! હવે આપણને વિચાર આવે કે આ દાદાનો દરબાર એટલે શું ? સ્વાભાવિકપણે આપણને એમ થાય આ દાદાનો દરબાર એટલે ભગવાનનું ઘર -મંદિર , જે કઈ આપણે માનીએ તે પવિત્ર સ્થળ . પરંતુ ના અહી દાદાનો દરબાર એટલે કઈક અલગ જ વસ્તુ , કઈક અલગ જ જગ્યા જ્યાં નિત્ય સવારે ઉઠીને જવાનું ! આ એક બિઝનેસ સમિટ ચાલતી હતી જ્યાં કોર્પોરેટ કલ્ચર,અધિકારીગણ , વિદેશી ડેલિગેટ્સ , કલાકારો તથા સદાબહાર પોલિટીશ્યનો નું જુથ એક્ઠું થયું હતું ! સવાર સવારમાં કલાકારો દ્વારા આ કીર્તન ગવાતું હતું !

આ બધા લોકો માટે દાદાનો દરબાર એટલે એવી જ્ગ્યા જ્યાં કંપનીઓ માટે બિઝનેસ કરવાની તમામ સવલતો ઉપલબ્ધ હોય ! મફત જમીન (મફત ના ભાવમાં), મફત વીજળી (મફતના ભાવમાં), મફત પાણી (પાણીના ભાવમાં ) આવું બધુ ઘણું-ઘણું , ટેક્ષમાં છૂટ 5 વરસ માટે લો બોલો ! કારણ શું ? કારણમાં મોટાપાયે રોજગારીનું સર્જન મેઇન કારણ ! કોની રોજગારી ? પ્રશ્ન બિલકુલ નિરુત્તર ! આ પબ્લિકનો સર્વ સામાન્ય અનુભવ ! પબ્લિક પાસે કોઈ સાબિતી ?

હા , હા સાબિતી 100 ટકા ,પેલા આ લોકો અમારે ત્યાં આયેલાં ,આ બધો જ લાભ લેવા ! રોજગારી ? રોજગારી દીધી , અમુક વરસો માટે દીધી ! પછી ? પછી મારા બેટાઓ એક સામટું ઢઈડીને લઈ ગયા !

અત્યારે કોકડું લોચે ચડેલું છે ,કોકડું ટલ્લે ચડેલું છે, ખો-ખો ની રમતે ચડેલ છે, ટૂકમાં કોકડું ગુચવાયેલું પડયું છે, હેરકટ અથવા ઉઠમણા ની તૈયારી સાથે ! આ પ્રશ્ન હજુ એકપણ સોલ્વ નથી થયો ત્યાં તો સંઘ બીજે ઉપડ્યો કીર્તન ગાતો-ગાતો ! દાદાના દરબાર જાશું સવારમાં નિત્ય ઊઠીને , નિત્ય ઊઠીને , નિત્ય ઊઠીને ! લો બોલો ! વરી પાછું નવા રૂપમાં ,નવા રંગમાં ,નવી જગ્યાએ ,નવા વાતાવરણમાં ,નવી-નવી સવલતો સાથે ,નવા દાદા ના ( ભગવાનના) ઘરે ! બોલો બધા ,બોલો ------ કિર્તને ચલતી પકડી ----- દાદાના દરબાર જાશું - ઓહો , ઓહો , ઓહો સવારમાં નિત્ય ઊઠીને , સવારમાં નિત્ય ઊઠીને , સવારમાં નિત્ય ઊઠીને ! એહે , એહે, એહે સવારમાં નિત્ય ઊઠીને , સવારમાં નિત્ય ઊઠીને , સવારમાં નિત્ય ઊઠીને ------સવાર સવારમાં દરેકે રૂપિયા 1500 ( અંકે રૂપિયા પંદરસો પુરા ! ) ની બ્રેકફાસ્ટ ની ડિશ આરોગતા , આરોગતા કીર્તનને ભવ્ય થી ભવ્ય રીતે , ન ભુતો ન ભવિષ્યતીની રીતે વધાવી લીધુ !!!


(2)

ભેળસેળનું દુખદ પરિણામ

એક ભેળસેળ કરનાર કારોબારી, ભેળસેળ માસ્ટર , ભેળસેળ કિંગ. દેશ ના ભેળસેળ માસ્ટર ની કોમ્પિટિશન કરવામાં આવે તો આ મહાશય નો નંબર 1 આવે તેવી તેની માસ્ટરી ! આ ઉદ્યોગમાં આ મહાશય રૂપિયા કમાતા નહીં પરંતુ રૂપિયા છાપતાં, તેમના ગોડાઉનો માલની સાથે સાથે રૂપિયા થી છલોછલ રહેતા ! એક દિવસ આ ભેળસેળ મહાશય બીમાર પડ્યો , ડોકટરે તેને પાંચ ઈંજેક્શન નો કોર્સ કરવા કહ્યું. પાચમાં અને છેલ્લા ઈંજેક્શન વખતે તેના હદય માં ભગવાન વસ્યા અને તે બોલ્યો આજથી હું કોઈ દિવસ ભેળસેળ-મિલાવટ નહીં કરુ તેમજ ખોટું કર્મ કોઈ દિવસ નહીં કરું પરંતુ આ તેના છેલ્લા શબ્દો બની ગયા ......... કારણ કે ઈંજેક્શન માં ભેળસેળ-મિલાવટ હતી ! આ ભેળસેળ-મિલાવટ માસ્ટર ના ત્યાં ને ત્યાંજ રામ રમી ગયા !!!

લિ. બિપિન આઇ ભોજાણી ( હાસ્ય વ્યંગ તથા લઘુ કથાના લેખક.)

સહયોગ- સંકલન : મૌલિક બિપિનભાઈ ભોજાણી (મિકેનિકલ એંજીનિયર)