mushkelio dur karta shikho - 5 books and stories free download online pdf in Gujarati

મુશ્કેલીઓ દૂર કરતા શીખો - 5

સમસ્યાઓ આવેજ નહી તેના માટે નેચેના ઉપાયો અજમાવી શકાય.

૧) મુશ્કેલીઓને દુર રાખવાનો સૌથી પહેલો ઉપાય છે સતર્ક રહો. તમે જે કંઈ પણ કાર્ય કરી રહ્યા છો તેમા સંપુર્ણ સતર્કતા દાખવો, તમામ બાબતો, ઘટનાઓની માહિતી મેળવતા રહો, તેનુ અર્થઘટન, મુલ્યાંકન કરતા રહો, માર્ગમા આવતી સમસ્યાઓ પ્રત્યે સાવધાન રહો, કોઇ પણ પ્રકારની ગેરમાન્યતા કે ગાફલતમા ન રહો કારણકે એક નાની એવી ગાફલત ખુબ મોટુ કે ગંભીર પરીણામ લાવી શકે છે. જેમ કોઇ મોટા રોગના લક્ષણોને અવગણવાથી સમય જતા તે મોટી બીમારીનુ સ્વરુપ ધારણ કરી લેતુ હોય છે તેવીજ રીતે પોતાના હેતુઓ પ્રત્યે સજાગ ન રહેવાથી હાથમા આવેલી બાજી જુટવાઈ જતી હોય છે. માટે સતર્ક રહો, પોતાના હેતુઓ, માર્ગ, પદ્ધતીઓ, ઉપાયો, ઘટનાઓ, તેના લક્ષણોનુ સતત અર્થઘટન કરતા રહો અને મુશ્કેલીઓ આવેજ નહી તેના માટે સંપુર્ણ પણે તૈયાર રહો. એક નાની એવી સતર્કતા અનેક પ્રકારની સમસ્યાઓથી બચાવી લેતી હોય છે.
૨) એવી ઘણી મુશ્કેલીઓ છે કે જે વ્યક્તીની કુટેવોને કારણેજ આવતી હોય છે તો આવી કુટેવોને દુર કરી દો. ખોટુ બોલવુ, મોડા ઉઠવુ, અનિયમીત રહેવુ, અસ્વચ્છ રહેવુ, બેશીસ્ત રહેવુ, નિયમોનુ પાલન ન કરવુ, અહંકાર, ઇર્ષા, અપમાન કરવા, પોતાની વસ્તુઓને વ્યવસ્થીત સાંભાળીને ન રાખવી, છેલ્લી ઘડીએજ તૈયારીઓ કરવી, છેલ્લી ઘડીએજ દોડાદોડી કરવી, આયોજન વગર કામ કરવુ, પોતાની જવાબદારીઓમાથી છટકી જવુ, આન્યો પર ખોટા આરોપો નાખવા, ખોટી ફર્યાદો કરવી, હેરાનગતી કરવી, અટકચાળા કરવા, સમયનો બગાળ કરવો, ગપ્પાબાજી, ટી.વી, ઇન્ટરનેટ, રખડપટ્ટી દ્વારા સમયનો બગાળ કરવો વગેરે ટેવો એવી ટેવો છે કે જે વ્યક્તીના જીવનને અસ્તવ્યસ્ત કરી તેમા તોફાનો લાવી મુકતી હોય છે. આમ સમસ્યાઓને દુર રાખવા માટે તેમજ દુર કરવા માટે પણ આવી કુટેવોને દુર કરી સુટેવો વિકસાવવી જોઇએ.

૩) પુરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવો, તમે જે કંઈ પણ કરી રહ્યા છો તેમા કેવી કેવી સમસ્યાઓ આવી શકે તેમ છે તે ઉપરાંત અન્ય વ્યક્તીઓ,સ્પર્ધકો, વિરોધીઓ તેને કેટલી રીતે બગાળી શકે છે, ક્યાં નુક્શાની પહોચાળી શકે તેમ છે તેનુ લીસ્ટ બનાવી તેને પહોચી વળવાની વ્યવસ્થા કરવા લાગી જાઓ તેમજ તમામ પ્રકારની શક્યતાઓ માટેના ઉપાયો હાથ વગા રાખો જેથી ત્વરીત એક્શન લઈ શકાય.

૪) સત્ય અને પ્રામાણિકતાથી કામ કરો કારણકે એક જુઠને છુપાવવા બીજા ૧૦૦ જુઠ બોલવા પડતા હોય છે જે ટાઇમ બોમ્બની જેમ ગમે ત્યારે ફુટી શકે છે. વળી અસત્ય અને અપ્રામાણિકતાથી કામ કરનાર વ્યક્તીઓનો કોઇ ભરોસો પણ કરતુ હોતુ નથી જેથી આવી વ્યક્તીઓને જરુર પડ્યે કોઇની મદદ મળતી હોતી નથી અથવાતો લોકો તેની વિરુદ્ધમા કામગીરી કરતા થઈ જતા હોય છે જેથી વધુ નવી સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. સત્ય અને પ્રામાણિકતાથી કામ કરનાર વ્યક્તીની છાપ અને વિશ્વાસપાત્રતામા વધારો થવાથી તે સરળતાથી લોકચાહના અને માન સમ્માન પ્રાપ્ત કરી શકતા હોય છે જેથી તેઓને દરેકનો સાથ સહકાર જરુર પડ્યે મળી રહેતા તેઓના કાર્યોમા સમસ્યાઓ આવતા અટકતી હોય છે અને જો આવી જાય તો તેનો જડપથી નિકાલ કરી શકાતો હોય છે.

૫) વ્યક્તી જ્યારે સરળતાપ્રીય બને છે કે સરળતાને વધુ પડતી અપેક્ષા રાખે છે ત્યારે તે દરેક બાબતોમા સરળતા ગોતવાનો પ્રયત્ન કરવા લાગતા હોય છે, સમસ્યાના ઉપાયો ગોતવાને બદલે સરળતા અને શોર્ટકટ ગોતવામા પોતાનો સમય વેડફી નાખતા હોય છે અથવાતો પોતાનો માર્ગજ બદલી નાખતા હોય છે. જ્યારે ખરેખર સમસ્યાઓ આવતી હોય છે ત્યારે આવી વ્યકતીઓ તેવાજ કાર્યો કરવાનુ પસંદ કરતા હોય છે કે જેમા તેઓને સંપુર્ણ સરળતા રહે. પછી ધીરે ધીરે તેઓ પોતાના આવા સ્વભાવને કારણે બીલકુલ સરળ હોય તેવા કાર્યોમા પણ સરળતા ગોતતા થઇ જતા હોય છે જેથી તેઓના મન, વિચારો અને શરીર એટલા બધા સુંવાળા થઈ જતા હોય છે કે નાની એવી તકલીફ આવતાજ તેઓ બરાડી ઉઠતા હોય છે. સરળતાપ્રીય વ્યક્તી દરેક બાબતોમા સરળતા ગોતતા હોવાથી અવરોધોનો વિચાર પણ કરી શકતા હોતા નથી જેથી તેઓ ઉપાયો ગોતવાની આવળતો વિકસાવવાથી ચુકી જતા હોય છે અને પછી જ્યારે ખરેખર સમસ્યા આવતી હોય છે ત્યારે તેને પહોચી વળવા તૈયાર ન હોવાથી બીજી અનેક સમસ્યાઓથી ઘેરાઇ જતા હોય છે અને આખરે તેઓ ક્વીટ કરી દેતા હોય છે.

યાદ રાખો કે આ દુનિયાનુ કોઇ પણ કાર્ય સરળ હોતુ નથી, તે દરેકમા નાની મોટી સમસ્યાઓ આવતીજ હોય છે, તે ઉપરાંત ગમે ત્યારે ગમે તેવી સમસ્યાઓ ઉદ્ભવી શકતી હોય છે, બીલકુલ સરળ લાગતા કાર્ય પણ કઠીન બની શકતા હોય છે માટે સરળતાની આશા રાખવાને બદલે સમસ્યાઓની વિચારણા કરી તેના ઉપાયો વિચારી રાખવામા આવે તો સરળ કાર્યને અઘરુ બનતા અટકાવી શકાતુ હોય છે તેમજ અઘરા કાર્યને પણ સરળ બનાવી શકાતુ હોય છે.
વ્યક્તી જ્યારે સરળતાની અપેક્ષા રાખતો હોય છે ત્યારે તેને સૌથી વધારે અગવળતાઓ, મુશ્કેલીઓથી નહી પણ તેના પ્રત્યે રહેલી સુગને કારણે પડતી હોય છે. આવા લોકોને પોતાના કાર્યમા કઠીનતાઓ આવી શકે છે તેવી કશી અપેક્ષાઓ હોતીજ નથી, પછી જ્યારે ઘટનાઓ ધાર્યા કરતા વિરુદ્ધમા જવા લાગતી હોય છે ત્યારે ખબર પડતી હોય છે કે આમાતો આવુ પણ થઈ શકે છે. આવી પરીસ્થિતિઓ ઉભી ન થાય તેના માટે વ્યક્તીએ દરેક પ્રકારની શક્યતાઓની જાણ હોવી જોઈએ અને તેના માટે તૈયાર રહેવુ જોઈએ. માત્ર સરળતાનો વિચાર કરીને કોઇ કામની શરુઆત કરી દેવી એ વ્યાજબી કહેવાય નહી.

સરળતાપ્રીય વ્યક્તીઓ માત્રને માત્ર બેઠુ કામ કરવાની ઇચ્છા ધરાવતા હોવાથી તેઓ કશુ નવુ વિચારવાનો કે કરવાનો પ્રયત્ન કરતા હોતા નથી જેથી તેઓના વિચારો, બુદ્ધીશક્તીને કાટ લાગી જતો હોય છે, તેઓનુ મન એમ માનીને નિષ્ક્રિય થઈ જતુ હોય છે કે આતો બીલકુલ સરળ અને સામાન્ય કાર્ય છે, તેમા કશુ ધ્યાન આપવાની જરુરીયાત નથી પણ જ્યારે ખરેખર જટીલતાઓ ઉદ્ભવતી હોય છે ત્યારે હાફડા ફાફડા થઈ જતા હોય છે અને પછી તેના સમાધાન કરી શકતા હોતા નથી. એટલા માટેજ કહેવાયુ છે કે મુશ્કેલીઓની આશા રાખો, કઠીનમા કઠીન કાર્યો કરવાનુ પસંદ કરો, સમસ્યાઓની અપેક્ષા રાખો, તેને સોલ્વ કરવાનો જુસ્સો અનુભવશો તોજ તમારી શક્તીઓમા વધારો થશે, સ્વસ્થ મને સમસ્યાઓનો સામનો કરવાની ટેવ પડશે અને તોજ કઠોરમા કઠોર સમસ્યાઓનો સામનો કરી શકાશે.

રોજે ૧૦ કિલોનો વજન ઉપાડવાની પ્રેક્ટીસ કરનાર વ્યક્તી અચાનકથી ૧૦૦ કે ૧૨૦ કિલોનો વજન ન ઉપાડી શકે પરંતુ રોજે ૮૦-૯૦ કે ૧૦૦ કિલોનો વજન ઉપાડનાર વ્યક્તી તે કામ સરળતાથી કરી શકતા હોય છે. એક સુંવાળી વ્યક્તી અચાનકથી ટાઢ, તડકા, ઠંડી, પ્રેશર કે ઇજાઓ સહન ન કરી શકે અને કરે તો તે માનસીક રીતે જડપથી ભાંગી પડતા હોય છે જ્યારે મજબુત શરીર અને મજબુત મન ધરાવતી વ્યક્તી કે જેને લગભગ બધુજ સહન કરવાની ટેવ છે તે વ્યક્તી આસાનીથી આવી સમસ્યાઓને પાર કરી બતાવતા હોય છે. આમ કહેવાનુ તાત્પર્ય એટલુજ છે કે સરળતાપ્રીય બનવાથી સરળ બાબતો પણ નુક્શાન પહોચાળી જતી હોય છે જ્યારે કઠોરતાની અપેક્ષા રાખવાથી કે તેના માટે તૈયાર રહેવાથી કઠીનમા કઠીન બાબતોનો પણ સામનો કરી શકાતો હોય છે. આમ પોતાની સહનશક્તીનુ લેવલ એટલુ ઉંચુ કરી દેવુ જોઈએ કે તેનાથી મોટી કોઇ સમસ્યા હોઇજ ન શકે. હવે તમેજ કહો જોઇએ કે મુશ્કેલીઓને સરળ બનાવવી છે કે સરળતામા પણ કઠીનતા અનુભવવી છે, જો મુશ્કેલીઓમા પણ સરળતા અનુભવવી હોય તો મુશ્કેલીઓથી દુર ભાગવાને બદલે તેનાથી ટેવાઇ જવુ જોઇએ, તેનાથી એટલા બધા ટેવાઇ જવુ જોઇએ કે તેમા ગમે તેટલો વધારો થાય તો પણ તે આપણા માટે તો સામાન્યજ બની રહે.

એક ભાઇને કોઇ ગામે જવાનુ થયુ એટલે તે સાઇકલ લઈને તે ગામ જવા નિકળ્યો. તે જે દિશામા જઈ રહ્યો હતો તેજ દિશામા પાછળથી પવન વહેતો હતો એટલે તેનો પાછળથી ધક્કો લાગવાથી તેને સાઈકલ ચલાવવામા ખુબ સરળતા પડતી હતી. આવી સરળતા જોઇ તેનેતો મજા પડી ગઈ એટલે તે સાઈકલ હંકાર્યે જતો હતો. પણ હવે બન્યુ એવુ કે થોડોક આગળ જતા પવનની દિશા અચાનકથી બદલાઇ ગઈ, હવે પવન પાછળથી ફુંકાવાને બદલે સામેથી ફુંકાવા લાગ્યો જેથી આ ભાઈને સાઇકલ ચલાવવામા તકલીફ પડવા લાગી. આ ભાઇતો સરળતાપ્રીય હતા, તે જરા પણ તકલીફ ભોગવવા તૈયાર ન હતા એટલે તેણેતો તરતજ સાઇકલને પવનની દિશામા વાળી મુકી. આમ તે પવનની સાથે સાથે પહેલા જે દિશામાથી આવ્યો હતો તેજ દિશામા ફરી પાછો જવા લાગ્યો. આગળ જતા વળી પાછી પવનની દિશા બદલીને જમણી બાજુ થઈ ગઈ તો આ ભાઇ પણ તે દિશામા જવા લાગ્યો. આમ વારંવાર તે પોતાની દિશા માત્ર તકલીફથી છુટકારો મેળવવા માટેજ બદલતો રહ્યો અને આખરે ક્યાંય પહોચી ન શકવાને કારણે થાકી હારીને બેસી ગયો. આવી વ્યક્તીઓને ક્યારેય સફળતા મળતી હોતી નથી કારણકે તેઓએ જે દિશામા જવાનુ હતુ, જ્યારે મહેનત કરવાની હતી, તકલીફો ભોગવી બમણુ જોર લગાવાનુ હતુ કે સંઘર્ષ કરવાનો હતો ત્યારે તેમ કર્યુ નહી અને વારંવાર કંઈકને કંઈક બહાનાઓ કાઢી દિશાઓજ બદલ્યે રાખી. પછી આવી વ્યક્તીઓ એમ કહે કે મે તો ઘણી મહેનત કરી, ઘણા પેડલ માર્યા, ઘણી દિશાઓ બદલી પણ પવનજ સાથ નહોતો આપતો તો એમા હું શું કરુ ? તો આવા બહાનાઓ ચાલે નહી. સફળતા મેળવવી આટલી બધી સરળ પણ નથી હોતી કારણકે તેના માટે તો અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે, સતત નક્કી કરેલી દિશામા બધુ સહન કરીને, સંઘર્ષ કરીને આગળ વધવુ પડતુ હોય છે, જટીલતાઓ ઉકેલવી પડતી હોય છે, ટાઢ, તડકા, દુ:ખ, બોજ, પીડા, સહન કરવી પડતી હોય છે, રાતભર ઉજાગરા કરવા પડતા હોય છે, ટીકાઓ, કટાક્ષો, સ્પર્ધાઓ અને કપટી લોકોનો સામનો કરવો પડતો હોય છે, રસ્તામા બીછાવેલા કાંટાઓ સહન કરવા પડતા હોય છે, તેને દુર કરવા પડતા હોય છે, તમામ પ્રકારની સુખ સુવિધાઓ, મોજમસ્તીઓ પર કાબુ રાખી સમય અને શક્તીનો મહત્તમ ઉપયોગ કરવો પડતો હોય છે, શીસ્તબદ્ધ નીતિ નિયમોથી જીવન જીવવુ પડતુ હોય છે, નિયમીતતા દાખવવી પડતી હોય છે, અનુશાશનમા રહેવુ પડતુ હોય છે, તે ઉપરાંત ચક્કર આવે, ઉજાગરા થાય, આંખો દુખે, ખાવાના ઠેકાણા ન રહે અને શરીર થાકીને જવાબ આપી દે ત્યારે જતા મહાન સફળતા પ્રાપ્ત થતી હોય છે. શું તમે ઉપર દર્શાવ્યા પ્રમાણેની તકલીફો સહન કરી શકો? આ રીતે તેનો સામનો કરવાની ક્યારેય હીંમત દાખવી છે ? જો તેનો જવાબ હા હોય તો તમે સફળ થવાને સંપુર્ણ લાયક છો, પણ જો ના હોય તો તમારે આ રીતે મુશ્કેલીઓને મ્હાત આપવા તૈૈયાર થઈ જવું જોઈએ.