Sister is serching you my brother (part 4) books and stories free download online pdf in Gujarati

બહેન તને શોધે છે ભાઈ (પાર્ટ 4)

બહેન તને શોધે છે ભાઈ (પાર્ટ 4)

આગળના અંકમાં તમે જોયું કે અવનીને હવે ઘરમાં ભાઈ વગર એકલું લાગેછે એને ભાઈની યાદો કોરી ખાયછે તો બીજી તરફ પ્રથમની પણ જુદાઈ..

એ પોતાની જાતને સાંભળવા અથાગ પ્રયત્ન કરેછે પરંતુ અસફળ થાય છે..ખુબજ વ્યથિત હોયછે..

એવામાં એને એક ભયાનક સ્વપ્ન આવે છે જેમાં એ જંગલમાં હોય છે અને બિહામણું દ્રશ્ય એમાંય અમર એની સામે ધસમસતા પ્રવાહની જેમ આવતો જણાય અને એની નિદ્રા તૂટે છે..

એને હાશ થાયછે કે એ સ્વપ્ન હતું..

હવે આગળ ...

અવનીને સ્વપ્ન વારંવાર પરેશાન કરેછે.. જમતા, હરતા-ફરતા , વાંચતા-લખતા , એજ દુ:સ્વપ્ન એને સમજાતું નથી શુ કહેવા માગે છે અમર એ સ્વપ્ન દ્વારા..

એને હવે એ ગામડા ના ઘેર રહેવું મુનાસીમ ન લાગતા ઘર બદલવાનું વિચારીને એક ફ્રેન્ડ ને શહેર માં એક નાનકડું રૂમ ભાડે રાખવા કહેછે અને પોતે પીજી તરીકે ત્યાં શિફ્ટ થઈ જાય છે...

એ જોબ પણ જોઈન કરેછે નવી..ત્યાં ઓળખાણ દ્વારા સારી પોસ્ટ પર જોબ મળી જાયછે..


****


આજે એ કામમાં અતિ વ્યસ્તતા ને લીધે ઘેર પહોંચવામાં લેટ થાયછે એ જલ્દી જલ્દી ડગ માંડે છે.

ત્યાં એને પાછળ કોઈક નો પડછાયો એનો પીછો કરતો હોય એમ આહેસાહ થાય છે..એ ઝડપથી આગળ વધેછે તો સાથે સાથે એ પડછાયો પણ સ્પીડથી આગળ વધેછે

અવનીને પરસેવો વળી જાય છે.. એ પાછું વળીને જોવાની એનામાં હિંમત નથી થતી એટલે એ આસપાસ ક્યાંક કોઈ માણસ કે રીક્ષા હોયતો એ માનીને નજર ફેરવે ત્યાં તેને એક જગ્યાએ ઓટો દેખાય છે..એ જલ્દી ત્યાં જવા પ્રયત્ન કરેછે..

હવે પેલો પડછાયો અદ્રશ્ય થયી ગયોછે પણ છતાં એ પાછું વળીને જોયા વગર ઓતો પાસે આવી જાયછે અને પૂછે છે..

ભૈયા.. ભૈયા..

(ઓટો વાળો ઊંઘતો હોયછે એનું મો રૂમાલથી ઢાંકેલું હોયછે..)

(અવની થોડી સં કોચ અનુંભવે છે પણ પાછી એ ફરી બોલેછે..)

ભૈયા. ..ઉઠો..મારે સેટેલાઇટ માં જવું છે..આસપાસ કોઈ ઓટો નથી . બસ એક તમે જ છો

..પલીઝ મને મદદ કરો.. એ આજીજી કરેછે..

અને એક પવનના સુસવાટા સાથે ઓટો વાળાના ચહેરા પરથી રૂમાલ ઉડી જાયછે અને અવની ચીસ પાડી ઉઠે છે..

પ્રથમ....
પ્રથમ એની પાસે આવેછે પણ અવની ભય ના માર્યા ત્યાંથી દોટ મૂકેછે અને પાછું વળીને જોવાની ભૂલ કરતી નથી.. એ દોડીને ખૂબ આગળ આવી જાયછે. જ્યા હાઇવે પર લોકો અને વાહનોની અવરજવર હોયછે..એ ખૂબ જ રાહત અનુભવે છે અને ટેક્સી પકડી ને ઘેર જાયછે.. ઘેર જઈને એને નીંદર નથી આવતી..એને પ્રથમ ની એ બિહામણો ચહેરો જ યાદ આવેછે..

એ વિચાર કરેછે મને કેમ આવા અનુભવ થાય છે .પહેલા અમરનું સ્વપ્ન અને હવે પ્રથમ નું આ રૂપ...એના હૈયામાં અતિ ભાર વર્તાય છે..એ ખૂબ જ ડરી ગયેલી હોયછે . ખબર નહિ કેમ આ સ્વપ્ન એને પરેશાન કરી રાહ્યુ છે એ એક રહસ્ય છે એને બેચેની થાયછે એને સમજ નથી આવતી આ શું થયી રહ્યુ છે.

એ પડખા ફરીને સુવા પ્રયત્ન કરેછે પણ સુઈ નથી શકતી.. આખરે.. એ એક તાંત્રિક પાસે જવાનો વિચાર કરેછે પર્સ માંથી એક માસીએ આપેલું કાર્ડ જોઈને એને ફરી મૂકી દેછે ને મોડા મોડા થાક ને લીધે ઊંઘ આવી જાયછે.

મિત્રો હજુ વાર્તા ને આગળ નવા ટ્વીસ્ટ આવશે તમે બસ વાંચતા રહો..આ અઠવાડિક વાર્તા છે એટલે ફક્ત રવિવારે જ એપિસોડ આવશે.. સોરી તમને રાહ જોવડાવવા બદલ..☺️

આવજો.. અને ઘરમાં રહીને પ્રતિલિપિ પર વાર્તાઓનો આસ્વાદ માણજો..