my kittu.. books and stories free download online pdf in Gujarati

my kittu.. ( મારી મિત્ર )

Miss you kittu...love you kittu...આ kittu મારી ચકલી નું નામ છે.. અજીબ લાગતું હશે ને કે એક ચકલી ઉપર છે. આ book વાંચવા માટે Thank you તો નાનો જ પડવાનો એટલે તમને ગમે છે એજ કહીશ ભગવાન ની દુઆઓ તમારી સાથે જે કામ કરો એમાં જવલંત સફળતા આપે..

મારી kittu...આ તારા જ માટે છે....

દૂરથી હૈયાભરીને હ્દય આપે છે એ kittu,
પ્રેમભરી મુસ્કાન જે આપે છે એ kittu,
જીવતાને નવી જિંદગી આપે છે એ kittu,
દૂર જતા આંખના ખૂણામાં આંસુ આપે છે એ kittu,
પોતાની ચાંચ મારીને પ્રેમ આપે છે એ kittu,
પોતાના મિત્રને હસાવીને રડાવે છે એ kittu,
ભગવાન તારી જિંદગી માં હજારો દુઆઓ આપે એ માંગે છે rutu...😭😭😭😭😭


ઘણાં દિવસો પહેલાંની આ વાત છે...મારા ઘરે ચકલીએ ઉપરના રૂમ માં માળો કરવાનું શરૂ કર્યું.એમ તો મારા ઘરે ઘણા માળા છે પણ આવી જગ્યા એ કોઈક જ મળો કરે કેમકે આ જગ્યા કપડાં સુકવાની બન્ને દોરી જ્યાં ભેગી થાય ત્યાં...એમ પણ આ જગ્યા ઘણા માળા થયા પણ કા તો ઈંડું ફૂટી જાય કા તો બચ્ચું નીચે પડી જાય.... મારી જીદ ના કારણે આ kittu મારા ઘરે રહયા...

તેથી હું તો બહુ ખુશ થઈ ને ફરતી ક્યારેક તો માળા સાથે વાતો કરતી કે આ તને આમ ગુંથી ગુંથી કેમ બનાવાયો હશે ચકી થી...? કઈ ખબર જ નહીં પડતી તારી બનાવટ માં.....? જોરદાર and mind blowing છે આ...સુ કેવું તારું.....અને તારી ચકી ને કહેજે કે હું આવું તો speed થી કેમ જતી રહે છે..હું તેને મળવા આવું છું હા કહી દેજે કે મેં નીચે તેના માટે રોટી મૂકી છે તે ખાઈ લે તેમાં ચોખા કરતા વધારે energy મળે......

કયારેક તો પાગલ થઇ જતી તેના માટે એકલા વાતો કરતી એટલે....આ rutu કયારેય teres પર ન ચડે પણ જયારથી આ ચકી માળો બનાવતી ત્યાર થી આખા દિવસ માં ઓછા માં ઓછું 10 વખત તો આવી જ હોય મળવા તેને...ચકી એ ઈંડા મુક્યા તો 2 days તો તેની સાથે વાતો કરી...જ્યારથી આ ઈંડા માંથી ગુલાબની પાંખડી જેવા બચ્ચા બહાર આવયા ત્યારથી અમે friend બની ગયા....તેનું નામ પણ રાખ્યું kittu 1 and kittu 2...બધાને લાગશે કે આ બચ્ચા ને ઓળખાતી કેમ હશે...? તે પણ કહું છું...મોટી વાત ન હતી જેને થોડા સફેદ પીંછા હતા તે kittu 1 and કાળા પીંછા હતા તે kittu 2....એમાં પણ kittu 1 ખુબ તોફાની હતી ચાંચ પણ માંરી દે આપણને એમાં પણ kittu 2 ને પેલા લઇ લઇ તો પોતાના ચીચી કરવાનું શરુ કરે...અને મને આ અવાજ બહુ ગમતો હતો અને તેને એ પણ ખબર હોય કે આ હમણાં લઇ લેશે મને...હું જેવી લઉં ત્યાં તો તરત જ મારા હાથ માં ચાંચ મારવા લાગે....અને હું પણ હસવા લાગુ...અને મારી ડાય ડમરી kittu 2 ની તો વાત શું કરવી હમેશા મારા સાથે વાતો જ કરતી હોય તે 1 ની જેમ હેરાન ન કરે ક્યારેય મને.....એ હેરાન કરતી પણ એમાં પણ મારા માટે પ્રેમ હતો i love u kittu.....




6 - 5 - 2020 ના રોજ તેને ઉડતા આવડ્યું...હું આ વાતથી અજાણ હતી...હું દરરોજ ની જેમ ઉપર ગઈ તો ક્યાંય ન મળી..મારા જીવ તો ઉપર ચડી ગયો ક્યાં ક્યાં ન ગોતી....આખા room માં અને આખા Teres પર ગોતી પણ કયાય ન મળી મારી આંખના ખૂણે આશુ આવી ગયા...મેં સૂર્યદાદા સામું જોયું મારા થી રડી જવાયું....ક્યાં હશે મારી kittu.....😢😢

આખો દિવસ હું થોડી વારે થોડી વારે ઉપર જઈ ને જોય આવું ક્યાં તે આવી નથી ને આ ચિંતા મનમાં હતી કે કઈ થયું હશે સુ ......? આંખમાંથી ઘણી વાર આશુ પણ પડી ગયા....

પછી છેલ્લે 6 .30 વાગ્યે હું દરરોજ ની જેમ આવી.....આંખમાં તેની યાદ હતી આજે phone પણ લેવાની ઈચ્છા ન થતી હતી....ઉપર આથમતા સૂર્ય ને જોઈ પાછું રડી જવ્યું miss u kittu....ત્યાં તો તરત જ મારી પાળી પર આવી બે ચકી અને ચીચી શરુ કર્યું....મારુ ધ્યાન ગયું ત્યાં તો મારી kittu.....જીવ માં જીવ આવ્યો...ખુશીનો તો પાર જ ન રહ્યો.... આજે જન્નત પણ ટૂંકી પડી...આવી પાસે વાતો કરી અને મને ક્યુ તું કેમ રડે છે.... મેં કીધું કઈ નય
..તો કહે કહેવું છે કે ...ત્યાં તો મેં કીધું તું ક્યાં હતી... એ Einstein આટલી વાત માં રડવાનું કઈ તો હિંમત વાળી થા અમે અહીંયા જ થોડા રહી સકીએ... ઘણી વાતો સુખ દુઃખ ની કરી અને તેને આ ઉડતા આકાશ માં ઉડાડી દીધી.....મારી life આટલી ખુશી કાફી હતી....

Love u kittu....my life......
Miss u kittu.....


દુઆઓ મેં યાદ કરના.......