ati sanvedanshel anshudi na aansuda books and stories free download online pdf in Gujarati

અતિ સંવેદનશીલ અંશુડી ના આંસુડા  !


આ ડૂસકાં કોણ ભરે છે ? આ પોક મૂકી મૂકીને કોણ રડે છે ? આ આંસુડાં કોણ પાડે છે ? અને બીજી બાજુ જુવો આ જોર શોરથી દાંત કોણ કાઢે છે , આ હશે છે કોણ ખિલખિલાટ ? આ મોજમાં કોણ છે ? આવા આવા સવાલો મનમાં યુવાની ના ઉમરે ઊભેલી અંશુ ઉર્ફે અંશુડી ના મનમાં આવતા હતા તે આજ તો પપ્પા ને પૂછીજ નાખ્યા ! પપ્પા મારે આજે જવાબ જોઈએ જ જોઈએ , આ એક મહિનાના બંધમાં તમારી દ્રષ્ટિ એ કોણ રડે છે અને કોણ દાત કાઢે છે ? મારે આનો જવાબ અત્યારે જ જોઈએ છે ! અંશુ ઉર્ફે અંશુડી ના પપ્પા અંબાલાલ મુંઝાણા ! આ છોડી ને મારે આટલા બધા સવાલો ના જવાબ કઈ રીતે આપવા ? આ છોડી એવી જિદ્દી છે કે ના પૂછો વાત , જો તાર્કિક જવાબ નહીં આપું તો આ અંશુડી જંપીને નહીં બેસે ! આમ વિચારીને અંબાલાલે અંશુડીને પાસે બોલાવીને કહ્યું--- બેટા તારા સવાલો બહુ અઘરા છે આનો તાર્કિક જવાબ દેવો મારા માટે બહુ અઘરો છે ! છતાં વિચારીને હું તેના જવાબો આપવાની ટ્રાય કરું છુ. જો કોઈ ભૂલ-ચૂક હોય તો જતુ કરજે મારી મા !

અંશુડી :પપ્પા તમે જવાબ તો આપો પછી આગળ જોયુ જશે પરંતુ મારે જવાબ જોઈએ જ, બસ જોઈએ જ !

અંબાલાલ : જો બેટા અંશુડી ! સાચુ કહુને તો ડૂસકાં ભરવાવાળા કાયમ ડૂસકાં જ ભરે છે , પોક મૂકે છે , કાયમ રડયે જ રાખે છે , રડયે જ રાખે છે , રડયે જ રાખે છે ! 70 પેઢીનું સાજુ કરવાવાળો દોઢ બે મહિના ધંધો બંધ રહે તો પણ રડયે જ રાખે છે , હસી શકતો નથી ! ભેગુ કરવાવાળો કોઈ દિવસ વાપરી શકતો નથી ! હાથ જેને લેવા માટે જ લાંબા કર્યા હોય તે કોઈ દિવસ કોઈ ને કઈ દઈ શકતો નથી, દેવું પડે ત્યારે પોક મૂકી મૂકીને રડે છે ! હવે હસવાવાળાની વાત કરું સાંભળ બેટા અંશુડી ! જો બેટા અંશુડી ! જે લોકો હસતાં હોયને તે લોકો કાયમ હસતા જ રહેતા હોય છે ! ઉપર આભ નીચે ધરતી છતા આનંદ , આનંદ અને બસ આનંદ જ ! એક ટાઇમ ખાઈને પણ આનંદ , એક ફદિયું ખિસ્સામાં ન હોય છતા આનંદ ! મહામારી ફેલાણી હોય દેશમાં જવાનું હોય, કોઈ સગવડ ન હોય છતા પણ ભગવાનનું નામ લઈને ચાલવા માંડો, આનંદ કરતાં કરતાં , ગીતો ગાતા ગાતા ! ટૂકમાં અંશુડી મારો જવાબ મે ખૂબ જ વિચારી ને તાર્કિક રીતે રજૂ કર્યો છે જે તારા ગળે ઉતરશે અને મને બે બોલ સાકર જેવા, મીઠા મધ જેવા, આશ્વાશનના અંશુડી દ્વારા પ્રાપ્ત થશે એવી આશા રાખુ છું !

અંશુડી : વાહ પપ્પા વાહ ! તમે શું અવલોકન રજૂ કર્યું છે , વાહ ! 70 પેઢીનું સાજું કરવાવાળો અત્યારે કપરા સમયમાં રડે છે અને ચીથરેહાલ આવા કપરા સમયમાં હસે છે વાહ ! મને લાગે છે પપ્પા આવા ચીથરેહાલ વ્યક્તિઓ એટલે કે આવી ગરીબ વ્યક્તિઓમાં ભગવાન હોય છે એટલે જ આપણે તે લોકોને દરિદ્રનારાયણ કહીએ છીએ ને ? જ્યારે બીજી બાજુ ના લોકોને આપણે શું કહીશું ? મને લાગે છે કે આવા માણશો માટે એકજ શબ્દ મારા મગજ માં બેસે છે તે છે કેશલેસ નારાયણ , કેશલેસ નારાયણ , સાવ કેશલેસ નારાયણ ટૂકમા કાયમ કેશ નથી, નથી અને પૈસા નથી જ બસ એવા, ઢગલો પૈસા (દેશ- વિદેશ માં) હોવા છતાં ! બીજું કશું જ નહીં , આ સિવાય તો શું કહું ? બસ ઇનફ ઇઝ ઇનફ એમ બોલતા બોલતા અંશુડી ધ્રુશકે ધ્રુશકે રડી પડી !

પિતા અંબાલાલ કરૂણતાસભર નયને ધ્રુશકે- ધ્રુશકે રડતી , અતિ સંવેદનશીલ પોતાની પુત્રી અંશુડીને તાકી રહ્યા !!!

લિ. બિપિન આઇ ભોજાણી (કટાક્ષ તથા હાસ્ય વ્યંગ ના લેખક )

સહયોગ- સંકલન : મૌલિક બિપિનભાઈ ભોજાણી (મિકેનિકલ એંજીનિયર)