Love ni Bhavai - 27 books and stories free download online pdf in Gujarati

લવ ની ભવાઈ - 27


😊 લવની ભવાઈ - 27😊


નીલ - Thats Good.... આમ પણ છોકરીઓ નારાજ થાય એટલે આપણે જ હંમેશા માનવવાનું હોય છે. હા છોકરીઓ થોડી જિદ્દી હોય છે પણ ચાલે... એ જીદ નહીં કરે તો કોણ કરશે. બસ એમને ખુશ રાખવાનો , સંભાળ લેવાનો , સપોર્ટ કરવાનો પ્રયત્ન કરવો એટલે એમને વધુ ગમશે..ખરા સમયે એને સમજવાનો , ખરા સમયે પ્રેમ આપવાનો , સાથ આપવો , ટાઈમ આપવો એ ખૂબ જરૂરી હોય છે. સાચું કહું ને દિવ્ય તો બધા કહે છોકરીઓને ચોકલેટ , ગિફ્ટ આપો તો વધુ ખુશ થાય છે. એકાદ અંશે આ વાત સાચી છે પણ ખરેખર જો તમારો સાથ સાચો હોય , તમેં એમને સાચી ખુશી આપતા હોય તો એને કોઈ પણ ગિફ્ટની જરૂર નથી હોતી..


દિવ્ય - હા ભાઈ સાચું કહ્યું તમેં..... ધ્યાન રાખીશ...ભાઈ.. તમે ખરેખર સારું સમજો છો ગર્લ ને.... પણ મને એક વાત સમજમાં ન આવી ..


નીલ - શુ વાત દિવ્ય ??


દિવ્ય - એજ કે કાલે તમે એમ કીધું હતું કે હું દિવ્ય કાલે તને બધી વાત કરીશ તો તમે કઇ વાત કરવા માંગતા હતા.. એ વાત તો તમે હજી કીધી જ નહીં.....


નીલ - હા એ વાત કહેવાનો જ હતો પણ વિચાર કરતો હતો કે કઈ રીતે કહું....


દિવ્ય - અરે ભાઈ એમાં શુ ?? બિન્દાસ વાત કહો...


નીલ - જો દિવ્ય વાત એવી છે કે હું તારી બહેન ને ઘણા સમયથી ઓળખું છુ. સાચું કહું તો એક સમયે અમે બંને સાથે જ જોબ કરતા હતા. થોડા સમય બાદ અલગ થયા..


દિવ્ય - હા.. મને લાગ્યું જ કે તમે બંને એક બીજાને ઓળખતા હશો જ... કેમ કે કાલે તમે બંને એક બીજાને એ રીતે ટોન્ટ મારી રહ્યા હતા એ પર થી લાગ્યું જ હતું મને કે તમે ઓળખતા હશો એક બીજાને એમ...


નીલ - હા... દિવ્ય... ઓળખીએ છીએ એ વાત સાચી છે પણ સાથે જ અમે બંને રિલેશનશિપમાં પણ હતા...


દિવ્ય - (આશ્રયથી)


એટલે.......???


શુ તમે ને અવની .....?????


ક્યારે .......????


કઈ રીતે .....??????


નીલ - હા દિવ્ય....


દિવ્ય - ભાઈ તમે મને સરખું કહેશો.....?


નીલ - હા.. દિવ્ય..


અમે જ્યારે સાથે જોબ કરતા ત્યારથી જ અમે બંને રિલેશનશીપમાં હતા. ત્યાર પછી અમે ઘણો સમય સાથે રહ્યા છીએ. ( નીલ દિવ્ય ને બધી જ વાતો કરે છે , પોતાના રિલેશનની , પ્રેમની , ઝગડાઓની , આજ સુધી જે પણ કઈ વાતો થઈ હોય એ બધી જ વાતો કરે છે )


દિવ્ય - ભાઈ.. હું શું કહું તમને હવે..... હું શું કહું આ બાબત માં મને પણ ખબર નહીં પડતી.. નવાઈની વાત તો એ છે કે આજ સુધી અવની એ પણ મને કશુ કીધું નથી.


નીલ - જો દિવ્ય.. જે મારે તને વાત કહેવાની હતી એ બધી જ વાત મેં તને કરી દીધી છે.


દિવ્ય - હા... ભાઈ.... મને એમ કે મારી અથવા સિયાની કંઈક વાત હશે પણ અહીં તો.....


નીલ - સોરી ભાઈ... પણ


દિવ્ય - પણ શું ભાઈ.....???


નીલ - એક મહત્વની વાત કહેવાની બાકી રહી ગઈ છે..


દિવ્ય - કઈ વાત ભાઈ ?


નીલ - આપણે જ્યારે બધા મળ્યા એ પહેલાં સિયા અને અવની એક વાર મળી ચુક્યા છે. સિયા મારા માટે થઈને અવની ને મળવા ગઈ હતી પણ બંને વચ્ચે વાતો બગડી અને ઝઘડો પણ થયો. સાથે જ વાત વાત માં અવની એવું પણ બોલી હતી કે " હું તારો (સિયાનો ) અને દિવ્ય ને પ્રેમ ક્યારેય એક નહીં થવા દવ. તમને બંને ને ક્યારેય ભેગા નહીં થવા દવ "


સાચું કહું તો દિવ્ય અવનીને તારું અને સિયાનું રિલેશન નથી ગમતું એનું કારણ હું છુ. મારા લીધે જ તારા અને સિયાના સંબંધમાં ઝઘડાઓ થાય છે. કાલે અવની એ ઘણા બધા ટોન્ટ માર્યા. આ બધા ટોન્ટ એ મને મારતી હતી...


દિવ્ય - હા મને લાગ્યું જ....


નીલ - જો દિવ્ય.. હવે બધુ તારા હાથમાં છે. કેમ કે અવની તને અને સિયાને એક નહીં થવા દે. એ કોઈને કોઈક પ્રોબ્લેમ ઉભો કરશે જ. અને જો સાચું કહું તો મને નહીં ગમે કે તું અને સિયા અલગ થાવ કે તમારો ઝઘડો થાય.


દિવ્ય - થેંક્યું ભાઈ...


નીલ - ઓલવેઝ વેલકમ... પણ...


દિવ્ય - પણ .. શુ ? ભાઈ....


નીલ - એ જ કે મારે તને અને સિયાને ખુશ જોવા છે. પણ અવની સિયાને વારંવાર હેરાન કરશે અથવા તો તને હેરાન કરશે. હવે આ બધાનું સોલ્યુશન કઇ રીતે લાવવું એ વિચારું છું. એવું તો શું કરું કે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ન રહે.


દિવ્ય - હા ભાઈ .... કઈક તો કરવું પડશે જેથી પ્રોબ્લેમ સોલ્વ થાય અને બધુ ઠીક થઈ જાય. અને હા ભાઈ થેંક્યું સો મચ કે તમેં મને અને સિયાને સાથ આપો છો..


નીલ - અરે ભાઈ .. એમાં શુ હવે....


દિવ્ય - સારું ભાઈ તમે મને બધી વાત કરી. પણ તમે કઈ ટેંશન ન લો. બધુ ઠીક થઈ જશે... હું અવની સાથે વાત કરીશ.. સાથે તમારું પણ કહીશ..


નીલ - એ ના ભાઈ ના..... એ વાત જ ન કરતો.. અમારા વચ્ચે હવે કઈ રહ્યું નથી..


દિવ્ય - પણ ... ભાઈ....


નીલ - પણ બણ કહી નહીં.... એ વસ્તુ પણ નહીં અને એ વાત પણ નહીં...... અને હા... હવે આપણે ઘરે જઈએ.. મારે થોડું કામ છે.


દિવ્ય - હા ભાઈ.. અને સોરી હો તમને નારાઝ કર્યા એ બદલ..


નીલ - અરે ના ભાઈ... ચાલ્યા કરે..... તું ખુશ રહે.. અને સિયાને પણ રાખ.....



બસ આમ આવી વાતો કરીને બંને જણા પોતપોતાના ઘરે પહોંચે છે. નીલ ઘરે પહોંચીને પોતાના કામ માં લાગી જાય છે. આ બાજુ દિવ્ય સિયાને ફોન કરે છે. પહેલા તો દિવ્ય સિયાને મનાવે છે અને ત્યાર બાદ જે પણ કહી વાતો થઈ એ બધી વાતો સિયાને જણાવે છે..


સિયા - ઓ તો ભાઈ એ તને બધી વાત કરી એમને....


દિવ્ય - હા સિયા... પણ ભાઈને આપણા બંનેનું ટેંશન છે કે અવની આપણા બંને ના રિલેશન ને ના ખરાબ કરે. અવની જે કઈ કરે છે એ નીલ ભાઈના લીધે જ કરે છે..


સિયા - હા એ છે....


દિવ્ય - હે સિયા ... આપણે એક કામ કરીએ તો....આ


સિયા - શુ ??


દિવ્ય - આપણે નીલ ભાઈ અને અવની ને પાછા એક કરી દઈએ તો...?


સિયા - તું પાગલ થઈ ગયો છે હે ... કે પછી તડકામાંથી આવ્યો એટલે મગજ કામ નહીં કરતું....


દિવ્ય - અરે હું સિરિયસ વાત કરું છું યાર.. જો એ બંને પાછા એક થઈ જશે તો આપણી બંને વચ્ચે પણ કોઈ પ્રોબ્લેમ નહીં થાય અને ના નીલ ભાઈ ને અને ના અવનીને....


સિયા - પણ દિવ્ય એ પોસીબલ નથી યાર.... નીલ ભાઈ નહીં માને...


દિવ્ય - સિયા.. તે નીલ ભાઈની આંખોમાં જોયું હોય કે ના જોયું હોય પણ મેં નીલ ભાઈની આંખોમાં અવની પ્રત્યેનો પ્રેમ જોયો છે. કાલે અવની ને જોતા જ નીલભાઈ ના ચહેરા પર રોનક આવી ગઈ હતી. એ ભલે એક બીજને કાલે ટોન્ટ મારી રહ્યા હતા પણ નીલ ભાઈની આંખોમાં અવની માટે નો પ્રેમ દેખાતો જ હતો. નીલ ભાઈ જે રીતે અવનીને જોઈ રહ્યા હતા એ પરથી એવું જ લાગી રહ્યું હતું કે નીલ ભાઈ હજી અવનીને પ્રેમ કરે છે...


સિયા - યાર પણ દિવ્ય.....


દિવ્ય - યાર વાર કહી નહીં.. આપણે એક ટ્રાય તો કરીયે યાર....


સિયા - હા પણ... કઇ રીતે........


દિવ્ય - કહી નહીં ... બસ તું કાલે નિલભાઈને લઈને મોલમાં આવજે.......


સિયા - પણ...


ક્રમશઃ


શુ થાય છે આગળ એ જોઇશુ .. લવની ભવાઈ -૨૮ માં..
અને હા મારા વહાલા વાંચકમિત્રો.... આગળ ના ભાગ પબ્લિશ કરવામાં વાર લાગે છે એ બદલ દિલથી સોરી...
હું મારી પુરી કોશિશ કરીશ કે આગળના ભાગ જલ્દી આપની સમક્ષ લાવી શકું..

ત્યાં સુધી મારી બીજી નવલકથાઓ વાંચતા રહો...

આભાર .....

Insta Id - dhaval_limbani_official...
ફોલો કરવાનું ના ભૂલતા....